પાઠ ૬ દહન અને જ્યોત

53. મીણબત્તીની જ્યોત ની નામનિર્દેશન વાળી આકૃતિ દોરી જ્યોતના વિવિધ ભાગો વિશે સમજાવો.
ઉતર: મીણબત્તીની જયોતના ત્રણ વિભાગો છે : 
(1) સૌથી અંદરનો વિસ્તાર, 
(2) મધ્યનો વિસ્તાર, 
(3) સૌથી બહારનો વિસ્તાર. 



(1)સૌથી અંદરનો વિસ્તાર : આ વિસ્તાર જયોતની સૌથી અંદર અને મીણબત્તીની વાટની આસપાસ આવેલો કાળા રંગનો વિસ્તાર છે.અહીં દહન પામ્યા વગરના કાર્બનના કણો રહી જવાના કારણે તે ઠંડો અને કાળો દેખાય છે. 
(2) મધ્યનો વિસ્તાર : આ વિસ્તારની જયોતનો રંગ પીળો હોય છે.જયોતનો આ સૌથી મોટો વિસ્તાર છે.આ વિસ્તાર મધ્યમ ગરમ હોય છે અહીં અપૂર્ણ દહન પામેલા કાર્બનના કણ હોય છે. 
(3) સૌથી બહારનો વિસ્તાર : આ વિસ્તારની જયોત ભૂરા રંગની હોય છે.આ જયોતનો સૌથી ગરમ ભાગ છે.અહીં ઓક્સિજન સારા પ્રમાણમાં મળતો હોવાથી અહીં કાર્બનનું સંપૂર્ણ દહન થાય છે.

54.સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના ક્યા વિસ્તારનો ઉપયોગ કરે છે?શા માટે?
ઉત્તર : મધ્ય વિસ્તારમાં પ્રકાશ વધુ અને ઉષ્માઉર્જા ઓછી હોય છે માટે સોનું અને ચાંદી પીગાળવા સોની મીણબત્તીના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે.

55.મીણબત્તીની જયોતના કયા વિસ્તારમાં ગરમી ઓછી હોય છે?
ઉત્તર : અંદરના

56.લાકડાના દહન દરમિયાન તે કેવી જ્યોતથી સળગે છે?
ઉત્તર : પીળી

57.મીણબત્તીની જ્યોતનો સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર કેવો હોય છે?
(A) સૌથી ઓછો ગરમ
(B) મધ્યમ ગરમ 
(C) સૌથી વધુ ગરમ 
(D) ઠંડો

ઉતર: (C) સૌથી વધુ ગરમ

58.બળતણ એટલે શું?
ઉત્તર : જે પદાર્થના દહનથી મુક્ત થતી ઉષ્માશક્તિના કારણે કોઈ કાર્ય થઈ શકે તેને બળતણ કહે છે.

59.સારું બળતણ કોને કહેવાય?
ઉત્તર : સારું બળતણ એને કહેવાય કે જે સરળતાથી ઉપલબ્ધ હોય,જે સસ્તું હોય,જે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય,જે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય,અને જે કોઈ જ અનિચ્છનીય પદાર્થોના અવશેષ છોડતું ન હોય.

60.બધાં જ બળતણ આદર્શ બળતણ છે. (✔ કે X)
ઉત્તર : X

61.બળતણ તેમની કિંમતોમાં જુદાં પડે છે.(✔ કે X)
ઉત્તર : ✔

62._____ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે.
ઉતર: કેરોસીન

63.દરેકનાં બે - બે ઉદાહરણ આપો :
(1) ઘન બળતણ : કોલસો,મીણ,લાકડું,છાણાં
(2) પ્રવાહી બળતણ : કેરોસીન,પેટ્રોલ,ડીઝલ,તેલ,ઘી
(3) વાયુ બળતણ : કુદરતી વાયુ, 02,ઑક્સિ-એસિટિલીન

64.વ્યાખ્યા આપો : કેલરી મૂલ્ય
ઉત્તરઃ કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્માઊર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે.

65.બળતણના કૅલરી મૂલ્યને______ એકમથી દર્શાવવામાં આવે છે.
ઉત્તર : કિલોજૂલ પ્રતિ કિગ્રા

66.એક પ્રયોગમાં 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું.તેમાંથી ઉત્પન થતી ઉષ્મા 180,000 kJ નોંધાઈ,બળતણનું કેલરી મૂલ્ય શોધો.
ઉત્તરઃ કેલરી મૂલ્ય = ઉત્પન થતી ઉષ્મા/બળતણનું દળ
કેલરી મૂલ્ય =180000KJ/4.5kg
કેલરી મૂલ્ય= 40,000KJ/Kg

67.કોલસો,કેરોસીન અને બાયોગૅસ બળતણના કૅલરી મૂલ્ય જણાવો.
ઉત્તરઃ કોલસો,કેરોસીન અને બાયોગેસ બળતણનાં કૅલરી મૂલ્ય અનુક્રમે 25000–33000 kJ/kg,45000 kJ/ kg અને 35000–40000 kJ/kg છે.

68.કૅલરી મૂલ્ય સંબંધિત ખોટી જોડ જણાવો.
(A) પેટ્રોલ : 45,000 kJ/kg 
(B) ડીઝલ : 35000 kJ/Kg 
(C) મિથેન : 50,000kJ /kg 
(D) CNG : 50,000 kJ/kg

ઉતર : (B) ડીઝલ : 35000 kJ/Kg

69.LPG નું કૅલરી મૂલ્ય____ kJ/kg છે.
ઉત્તર : 55,000

70.નીચેનામાંથી સૌથી વધુ કૅલરી મૂલ્ય કોનું છે?
(A) પેટ્રોલ 
(B) LPG 
(C) હાઇડ્રોજન 
(D) છાણાં

ઉત્તર : (C) હાઇડ્રોજન

71.બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. (✔ કે X)
ઉત્તર : ✔

72.લાકડા અને કોલસાના દહનથી હવા____ થાય છે.
ઉતર: પ્રદૂષિત

73.કાર્બન ધરાવતા બળતણના અપૂર્ણ દહનથી ક્યા રોગ થઈ શકે છે?
ઉત્તરઃ કાર્બન ધરાવતા બળતણના અપૂર્ણ દહનથી શ્વાસ સંબંધિત રોગ જેવા કે અસ્થમા,દમ વગેરે થઈ શકે છે.

74.કારણ આપો : લાકડાં કરતાં LPG એ ઘરવપરાશ માટે વધુ સારું બળતણ છે.
ઉત્તર : કારણ કે લાકડાંને બાળવાથી ખૂબ જ ધુમાડો થાય છે.જે લોકોના સ્વાથ્ય માટે હાનિકારક છે.તે શ્વાસ સંબંધી મુશ્કેલીઓ ઊભી કરે છે,જ્યારે LPG ના દહનથી ધુમાડો ઉત્પન્ન થતો નથી.તે ઓછું પ્રદૂષણ કરે છે. આથી લાકડાં કરતાં LPG એ ઘરવપરાશ માટે વધુ સારું બળતણ છે.

75.બળતણના અપૂર્ણ દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?
ઉત્તર : બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે.

76.કાર્બન ડાયૉક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વૉર્મિંગ પ્રેરે છે. (✔ કે X)
ઉતર: ✔

77.વ્યાખ્યા આપો : ગ્લોબલ વૉર્મિંગ
ઉત્તર : બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે,જે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારો કરે છે,જેને ગ્લોબલ વૉર્મિંગ કહે છે.

78.ગ્લોબલ વૉર્મિંગની અસરો જણાવો.
ઉત્તર : ગ્લોબલ વૉર્મિંગને લીધે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે,જેને લીધે દરિયાની સપાટી ઉપર આવે છે. જેનાથી કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય છે.

79.કોલસા અને_____ ના દહનથી સલ્ફર ડાયૉક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે.
(A) કેરોસીન 
(B) LPG 
(C) લાકડાં 
(D) ડીઝલ

ઉત્તર :(D) ડીઝલ

80.ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરે તેવો અને ઍસિડવર્ષા માટે જવાબદાર વાયુ કયો છે?
ઉત્તર : સલ્ફર ડાયોક્સાઇડ એ ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરે તેવો સડો કરનારો અને ઍસિડવર્ષ માટે જવાબદાર વાયુ છે.

81.વ્યાખ્યા આપો : ઍસિડવર્ષા
ઉત્તર : હવામાંના સલ્ફર અને નાઈટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે. આવા વરસાદને ઍસિડવર્ષા કહે છે.

82.વાહનોમાં CNG નો ઉપયોગ કેમ કરવામાં આવે છે?
ઉત્તર : CNG એ પેટ્રોલ અને ડીઝલ કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે CNG એ બળતણ હોવાથી તે વાહનોમાં ઉપયોગમાં લેવાય છે.CNG નું કેલરીમૂલ્ય બીજા બળતણ કરતાં વધુ છે.