1. સંચાલનનું સ્વરૂપ અને મહત્વ
1. સંચાલનનો
અર્થ આપી, તેનું સ્વરૂપ સમજાવો.
ઉત્તર :
અર્થ :
ધંધામાં એક જ તબક્કે નિર્ણય લેનાર અને તેનું અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ અનુભવી વર્ગની જરૂર પડે છે. આ વર્ગ જે કાર્ય કરે તેને સંચાલન કહે છે.
સંચાલનનું સ્વરૂપ (લક્ષણો) :
(1)
સર્વવ્યાપી પ્રવૃતિ :
સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃતિ છે.
જ્યાં જ્યાં માનવી સમુહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે. ત્યાં ત્યાં સંચાલનની
જરૂર પડે છે. સંચાલન એ માત્ર ઔદ્યોગિક
ક્ષેત્રમાં જ થતી પ્રવૃતિ નથી. પરંતું સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક
વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃતિ જોવા મળે છે.
(2) હેતુલક્ષી પ્રવૃતિ :
સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી.
દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે.
(3) જૂથ
પ્રવૃતિ :
સંચાલન બે
કે તેથી વધુ વ્યક્તિઓના જુથની પ્રવૃતિ છે. જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી
નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃતિ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી છે.
(4) સતત
ચાલતી પ્રવૃતિ :
સંચાલન એ
સતત ચાલતી પ્રવૃતિ છે. એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. સંચાલન
ધ્યેયલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતા તેની પ્રક્રિયા બંધ થતી નથી.
(5) માનવીય
પ્રવૃતિ :
સંચાલન એ
સર્વવ્યાપી છતાં તે માનવજાતને લગતી પ્રવૃતિઓ પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં
માનવતત્વનું સ્થાન મહત્વનું છે. માનવી વિના ઉત્પાદનમાં અન્ય સાધનો નિરર્થક નીવડે
છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે.
(6) નિર્ણય
પ્રક્રિયા :
નિર્ણય પ્રક્રિયામાં એ સંચાલનનું
કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઇપણ
કાર્ય થઈ શકતું નથી.
(7)
વિજ્ઞાન, કળા અને વ્યવસાય :
વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ
ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. વળી માનવ પરિબળ પાસેથી કામ લેવા માટે અંગત
આવડત, બૃદ્ધિ, ચતુરાઇ, આંતરસુઝ વગેરેની જરૂર પડે છે. તેમજ આધુનિક ધંધાકીય એકમનું
સંચાલન તાલીમ પામેલ નિષ્ણાત સંચાલક વગેરેને સોંપાઇ રહ્યું છે. સંચાલન એ વિજ્ઞાન,
કળા અને વ્યવસાય છે.
2. સંચાલનનું
મહત્વ સમજાવો.
ઉત્તર : પ્રસ્તાવના :
કોઇ
પણ ધંધાકીય એકમની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન પર છે. ધંધાકીય એકમ પાસે
પૂરતા પ્રમાણમાં મૂડી હોય, યંત્ર અને સાધનો હોય, સનિષ્ઠ કર્મચારી હોય પરંતુ તેનું
સંચાલન કાર્યક્ષમ ન હોય તો મૂડી, યંત્ર, સાધનો કે કર્મચારીનો ઉપયોગ યોગ્ય થઇ શકતો
નથી. પરિણામે ધંધાકીય એકમમાં નુકશાન ઉદભવે અને તેથી જ કહેવાય છેકે, ‘જે એકમ
કાર્યક્ષમ સંચાલન ધરાવતું ન હોય તે સમાજમાં લાંબો સમય ટકી શકતું નથી.’
(1) દરેક
ક્ષેત્રમાં જરૂરી :
સંચાલન એ માત્ર
ઉદ્યોગ–ધંધામાં જ નહી પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામજિક, રાજકીય, શૈક્ષણિક તથા
રમત–ગમત એમ દરેક પ્રકારની પ્રવૃતિમાં આવશ્યક છે.
(2)
સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ :
સંચાલનને લીધે જ એકમનાં
ઉપલબ્ધ સાધનો જેવાં કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેની ઇષ્ટતમ
ઉપયોગ શક્ય બને છે. અને બગાડ અટકાવી શકાય છે.
(3) ધંધાની
સફળતા માટે ઉપયોગી :
ધંધાકીય એકમની સફળતામાં
અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો
આધાર સંચાલન ઉપર રહેલો છે. કાર્યદક્ષ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો નફો કમાતા થઇ
શકે છે.
(4)
ધ્યેયસિદ્ધ :
ધંધાકીય એકમના ધ્યેયની
સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ શક્ય બને છે. તેથી
એકમના ધ્યેયને સિદ્ધિ કરી શકાય છે.
(5) રોજગારીની તકોમાં વધારો :
જો સંચાલન કાર્યદક્ષ હોય
તો કંપની સ્વરૂપનો વિકાસ થાય. જેથી રોજગારીની તકો વધે છે. જ્યારે બિનકાર્યક્ષમ
સંચાલનને લીધે ઘણી કંપનીઓ બંધ પડે છે. જેથી બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય છે.
(6) નફામાં
વૃદ્ધિ :
ધંધાકીય એકમ સામાન્ય રીતે
નફાના હેતુથી કાર્ય કરે છે. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સુઝ અને આવડત
દ્રારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે.
(7)
સામાજિક લાભ :
દરેક એકમ સમાજમાં રહીને સમાજ
માટે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો
કરે છે. સમાજને વાજબી કિંમતે વસ્તુનો પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ
થાય છે.
(8)
રાષ્ટ્રીય હેતુ :
અર્થતંત્રના આર્થિક,
સમાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણવપરાયેલ માનવસંપત્તિ અને વણવપરાયેલ ઉત્પાદનામાં
સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે.
3. સમજાવો : ‘સંચાલન એક કળા છે.’
ઉત્તર :
·
કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા કે કુશળતા. આ
કુશળતાનો ઉપયોગ કરવા માટે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન વ્યક્તિ પાસે હોવું જરૂરી છે.
·
સંચાલનનાં સિદ્ધાંતો અને નિયમોનો વ્યવહારિક ઉપયોગ કરતી વખતે
કુનેહ, સૂઝ અને ચાતુર્ય મહત્વની કામગીરી કરે છે.
·
માત્ર કાર્યના સિદ્ધાંતો અંગેનું પુસ્તકીય જ્ઞાન હોવું
જરૂરી નથી, પરંતુ આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેક્નિકલ કળા પણ તેટલી જ જરૂરી છે.
·
સંચાલકે પોતાની વ્યક્તિગત કુનેહ અને આવડત અનુસાર જરૂરી
ફેરફારો કરવા પડે છે.
·
ડૉ. જ્યોર્જ આર. ટેરી જણાવે છેકે, ’કળા વ્યક્તિને કાર્ય
કરવાનું શીખવે છે.’ (Art
Teaches One to Do)
4. સમજાવો : ‘સંચાલન એક વ્યવસાય છે.’
ઉત્તર : વ્યવસાય એટલે એવી પ્રવૃતિ કે જેમાં કોઇપણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન
પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમાજને ફીના બદલામાં આપવામાં આવે.
વ્યવસાય સ્વીકારનાર વ્યક્તિએ વ્યવસાયગત તાલીમ અને અનુભવ મેળવેલા હોવા જોઇએ.
ડૉક્ટર, વકીલો, ઇજનેરો, સી.એ. વગેરે વ્યવસાયી વ્યક્તિઓ છે.
લાક્ષણિકતાઓ :
(1) વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર :
·
જે પ્રકારનો વ્યવસાય હોય તે
પ્રમાણે તેમાં વિશિષ્ટ જ્ઞાન જરૂરી ગણાય છે. દા.ત., ડોકટરના વ્યવસાય માટે M.B.B.S, M.D. કે M.S ની પદવી મેળવવી પડે છે.
·
સંચાલનમાં પણ વિશિષ્ટ જ્ઞાન મેળવવા B.B.A, M.B.A ની પદવી મેળવવી પડે
છે.
(2) જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન :
·
દરેક વ્યવસાયમાં જ્ઞાનમાં, વૃદ્ધિ
અને સંશોધન થાય છે. તેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવીને જ્ઞાનમાં વૃદ્ધિ અને
સંશોધન થાય છે.
(3) વ્યવસાયી મંડળો :
·
દરેક વ્યવસાયનાં ક્ષેત્રમાં
વ્યવસાયી મંડળો હોય છે. તે જ રીતે સંચાલનમાં પણ મંડળ હોય છે. આ મંડળો સંચાલનમાં પણ
મંડળ હોય છે. આ મંડળો સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે.
(3) વ્યવસાયી મંડળો :
·
દરેક વ્યવસાયમાં ક્ષેત્રમાં
વ્યવસાયી મંડળો હોય છે. તે જ રીતે સંચાલનમાં પણ મંડળ હોય છે. આ મંડળો સંચાલનનું
શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે.
ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા I.I.M. જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય
કક્ષાએ કામગીરી કરે છે. તે સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કાર્ય કરે છે.
(4) આચારસંહિતાનું પાલન :
·
દરેક વ્યવસાયિક મંડળ પોતાના
વ્યવસાયના સભ્ય માટે આચારસંહિતા ઘડે છે. દરેક સભ્યે આચારસંહિતાનું ફરજિયાત રીતે
પાલન કરવું પડે છે.
(5) નૈતિક જવાબદારી :
દરેક વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્વની બાબત ગણાય છે.
જે–તે વ્યવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહીને નૈતિક
જવાબદારી બજાવે તે જરૂરી છે. દા.ત.,
ચાર્ટડ એકાઉન્ટન્ટના વ્યવસાયમાં પોતાના અસીલની માહિતી જાહેર ન કરવી અને તેને
વફાદાર રહેવું એ નૈતિક જવાબદારી છે.
આ લક્ષણો જોતા કહી શકાય કે, સંચાલન એક વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે. જેનો
લાભ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળે છે.
5. ગુજરાત રાજ્યમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થાના નામ લખો.
ઉત્તર : (1) બી.કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ
(2) બજાજ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ
(3) નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ
6. સમજાવો : ‘સંચાલન એ એક વિજ્ઞાન છે.’
ઉત્તર :
·
વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને
વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. જેમાંથી નિયમો તથા સિદ્ધાંતો તારવી શકાતા હોય અને
કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તે વિજ્ઞાન છે.
·
સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણ જોવા
મળે છે. જેવાં કે, વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, કારણ અને અસરોનો સંબંધ, હકીકતો,
વિશ્લેષણ અને પ્રયોગોનો આધાર, નિયમોની ચકાસણી વગેરે. સંચાલનને વિજ્ઞાનની જેમ કે
પોતાના આગવા સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો દ્રારા માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિઓ
વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે.
આમ, સંચાલન એક વિજ્ઞાન છે.
ઉત્તર :
·
વિકસતા દેશોમાં સંચાલનનું ખૂબ જ
મહત્વ છે. વિકસતા દેશામાં કુદરતી સાધન સંપતિ અને માનવશ્રમ વણવપરાયેલી સ્થિતિમાં
જોવા મળે છે. શ્રેષ્ઠ સંચાલક આ બંને સાધનોનો મહત્વ અને કરકસરપૂર્વક ઉપયોગ કરીને
ઉત્પાદન, રોજગારી, આવક વગેરે વધારવામાં મદદરૂપ થાય છે અને દેશ આર્થિક રીતે સધ્ધર
બને છે.
·
કોઇપણ દેશના પછાતપણાનું મહત્વનું
કારણ તે દેશોનું બિનકાર્યક્ષમ સંચાલન છે. આમ, વિકસતા દેશોમાં સંચાલનનું મહત્વ
અનેરું છે.
ઉત્તર :
·
સંચાલન એ સામાજિક વિજ્ઞાન છે.
વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જે ચોક્કસ સિદ્ધાંતો પર આધારિત છે. અને આ
જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિને કળા કહે છે.
·
સંચાલનને વિજ્ઞાનની જેમ પોતાના
આગવા સિદ્ધાંતો છે. જેના દ્રારા માનવ, યંત્ર, મૂડી, પદ્ધતિ વગેરેને વ્યવસ્થિત
ઉપયોગ થાય છે. જેથી ધંધાકીય એકમમાં યોગ્ય સમયે નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરી શકે
છે. પરંતુ તે માત્ર વિજ્ઞાન નથી. “Knowledge is Power.” ‘જ્ઞાન એ જ શક્તિ
છે.’ જે સંપૂર્ણ સાચું નથી પરંતુ જ્ઞાનનો ઉપયોગ ત્યારે જ શક્ય બને છે. જ્યારે
વ્યક્તિમાં કળા હોય.
·
જેમ કે, ઘણી વખત વ્યક્તિ વિદ્ધાન
હોય છે. પરંતુ જ્યાં સુધી તેમના જ્ઞાનનો ઉપયોગ ન થાય ત્યાં સુધી તે અધુરી છે, અને
એટલે જ કહેવાય છેકે, “Knowledge
is not power, but applied knowledge is power.”
·
દા.ત., કોઇ ડોક્ટર પાસે તબીબી
વિજ્ઞાનનું જ્ઞાન હોય પરંતુ શસ્ત્રક્રિયાનું કૌશલ્ય(જ્ઞાન) ન હોય તો દર્દીનો જીવ જોખમમાં રહે છે.
આમ, સંચાલન એ કળા અને વિજ્ઞાન બંનેનો સમન્વય છે.
9. સંચાલનની વિવિધ સપાટીઓ દર્શાવતી આકૃતિ દોરો.
ઉત્તર : નીચેની આકૃતિ
ઉપરથી ત્રણેય સપાટીઓનો ખ્યાલ વધુ સ્પષ્ટ થાય છે.
10. ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો લખો.
ઉત્તર :
(1) ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય.
(2) ધંધાકીય એકમના હેતુઓ નક્કી કરવા.
(3) વહીવટકર્તાઓની પસંદગી.
(4) એકમનું અંદાજપત્ર બનાવવું અને મંજુર કરવું.
(5) એકમની યોજના અને તેના અમલ તથા વિધિસર દેખરેખ રાખવી.
(6) એકમને લાંબાગાળાની સ્થિરતા અને આર્થિક સધ્ધરતા આપવી જેથી એકમ વિપરિત
પરિસ્થિતિમાં પણ ટકી શકે.
(7) એકમની આર્થિક કમાણીની વહેંચણી કરવી જેમ કે, નફાની ચૂકવણી, ડિવિન્ડ, અનામતો
અને નફાનું પુન:રોકાણ કરવું.
(8) જટિલ પ્રશ્નોને ઉકેલવા.
(9) કામદારોને લગતી ધારાકીય જોગવાઇનું પાલન કરવું.
(10) એકમના અધિકારીઓને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી.
ઉત્તર :
(1) મુખ્ય અધિકારી (CEO) તરફથી મળેલા આદેશો ને અમલમાં મૂકવા.
(2) પોતાના વિભાગની યોજાનાઓ અને અંદાજપત્ર તૈયાર કરવા અને તેને ઉચ્ચ સપાટી
સમક્ષ રજૂ કરવા.
(3) ધ્યેયસિદ્ધિ અંગેના નીતિ–નિયમો અને માળખાની સ્થાપના કરવી. તેની વિધિ નક્કી
કરવી તેમજ સતત મૂલ્યાંકન કરવું.
(4) પોતાના વિભાગના દરેક કાર્ય માટે જરૂરી સામગ્રી, સાધનો મેળવવા અને યોગ્ય
વાતાવરણ પૂરું પાડવું.
(5) અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું.
(6) પોતાના વિભાગની કાર્યપ્રવૃત્તિઓ વધુને વધુ અસરકારક બને એ માટે પેટાવિભાગના
કાર્ય પર ધ્યાન આપવું.
(7) પોતાના વિભાગની કર્મચારીઓનો જુસ્સો વધે તેવી ગોઠવણ કરવી, અર્થઘટન કરવું,
દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સમક્ષ માહિતી રજુ કરવી.
(8) વિભાગની પ્રવૃત્તિઓની દેખરેખ રાખવી, માહિતી મેળવવી, એનું અર્થધટન કરવું
તેમજ ઉચ્ચ સપાટીને નિતિવિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ બનવું.
ઉત્તર : (1) પોતાના કાર્યો માટે વિભાગીય અધિકારી તરફથી સૂચનાઓ, હુકમો અને
કાર્યક્રમો મેળવવા.
(2) પોતાના ભાગના રોંજિદા કામોનું આયોજન કરવું.
(3) યોગ્ય કર્મચારી સંબંધની જાળવણી કરવી જેથી પોતાના વિભાગના કર્મચારીઓનો
જુસ્સો વધે અને સહકાર મળે તેમજ કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ થાય.
(4) ઉત્પાદન અંગેનો કાર્યક્રમ ગોઠવવો અને તેના અમલ અંગેની વ્યવસ્થા કરવી.
(5) કર્મચારીઓના તાલીમ, વિકાસ, બઢતી, બદલી વગેરે અંગેની વિચારણા કરવી.
13. સંજ્ઞા સમજાવો.
(1) CEO : Chief Executive Officer
(2) MD : Managing Director
(3) GM : General Manager
(4) BOD : Board Of Director
(5) BBA : Bachelor of Business
Administration
(6) MBA :
Master of Business Administration
(7) IIM : Indian Institute of
Management
14. સંચાલનની ત્રણેય સપાટી વચ્ચેનો તફાવત લખો.
મુદ્દા |
ઉચ્ચ સપાટી |
મધ્ય સપાટી |
તળ સપાટી |
અર્થ |
ધંધાના મહત્વના
નિર્ણયો લેવાની સત્તા જ્યાં કેન્દ્રિત થતી હોય તે સપાટીને ઉચ્ચ સપાટી કહે છે. |
ઉચ્ચ સપાટી અને તળ
સપાટીને જોડતી સપાટીને મધ્ય સપાટી કહે છે. |
સંચાલનની નીતિ
વાસ્તવિક રીતે અમલ કરાવતી સપાટીને તળ સપાટી કહે છે. |
કાર્ય |
સંચાલનની ઉચ્ચ સપાટી
ધંધાના ધ્યેય તેમજ નીતિનું ઘડતર કરે છે. |
મધ્ય સપાટી આ નીતિનો
અમલ કરાવે છે. |
તળ સપાટી સંચાલનની
નીતિનો અમલ કરે છે. |
સમાવેશ |
આ સપાટીમાં BOD, MD અને CEO નો સમાવેશ થાય છે. |
આ સપાટીમાં જુદા
વિભાગોમાં કામ કરતાં અધિકારીઓનો સમાવેશ થાય છે. |
આ સપાટીમાં
સુપરવાઇઝરો, ફોરમેન, જોબરો, કારીગરો વગેરેનો સમાવેશ થાય છે. |
નામ |
આ સપાટીને સંચાલકોની
સપાટી કહે છે. |
આ સપાટીને અધિકારીની
સપાટી કહે છે. |
આ સપાટીને કામદારોની
સપાટી કહે છે. |
સંખ્યા |
આ સપાટીએ
કર્મચારીઓની સંખ્યા ખૂબ ઓછી હોય છે. |
આ સપાટીએ
કર્મચારીઓની સંખ્યા ઉચ્ચ સપાટી કરતાં વધુ હોય છે. |
આ સપાટીએ
કર્મચારીઓની સંખ્યા સૌથી વધારે હોય છે. |
લાયકાત |
આ સપાટીના અધિકારીઓ
પાસે ધંધાની સર્વગ્રાહી આવડત અને કૌશલ્ય હોવું જરૂરી છે. |
આ સપાટીના અધિકારીઓ
પાસે વિભાગીય આવડત અને કૌશલ્ય હોવું જરૂરી છે. |
આ સપાટીના
કર્મચારીઓમાં સોંપેલું કાર્ય કરવાની આવડત હોવી જરૂરી છે. |
કદ |
કદ નાનું હોય છે. |
ઉચ્ચ સપાટી કરતા કદ
મોટું હોય. |
કદ સૌથી મોટું હોય
છે. |
નિર્ણયો |
આ સપાટીએ લેવામાં
આવતા નિર્ણયો દુરાગામી અને જોખમી છે. |
આ સપાટીએ લેવામાં
આવતા નિર્ણયો ઓછા જોખમી તેમજ ટૂંકાગાળાના હોય છે. |
આ સપાટીએ લેવામાં
આવતા નિર્ણયો રોજબરોજના હોય છે. |
15. સંચાલનની ત્રણ સપાટી વચ્ચેનો આંતરસંબંધ દર્શાવતા મુદ્દાઓ સ્પષ્ટ કરો.
ઉત્તર :
·
ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન સપાટી
વચચેના સંબંધો રૈખિક પ્રકારના છે.
·
ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ
હુકમો, સૂચનો અને દોરવણી અપાય છે.
·
નિમ્ન સપાટી મધ્ય સપાટીને જવાબદાર
છે જ્યારે મધ્ય સપાટી ઉચ્ચ સપાટીને જવાબદાર છે.
·
ઉચ્ચ સપાટીએ સંચાલકીય કાર્યો થાય
છે. મધ્યસપાટીએ તેનું વિશ્લેષણ થાય છે. અને નિમ્ન સપાટીએ તેનો વહીવટ થાય છે.
·
ઉચ્ચ સપાટીએ સંકલન, આયોજન અને
અંકુશ મહત્વના છે. જ્યારે નિમ્ન સપાટીએ દોરવણી અને માહિતીપ્રેષણ મહત્વના છે.
·
ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી વચ્ચેનો
સંબંધો જડ હોતા નથી.
·
દરેક સપાટીએ કર્મચારીને સત્તા અને
જવાબદારી બંને અપાય છે.
·
એક જ સપાટીએ કામ કરતા અધિકારીઓ
વચ્ચે કાર્યોનુસાર સંબંધ જણાય છે.
·
નેતૃત્વ, માર્ગદર્શન તેમજ દોરવણી
હેઠળના કાર્યો ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ જાય છે.
·
કુન્તઝ અને ઓડોનલના જણાવ્યા મુજબ, ‘સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા.’
·
લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ, ‘ઓછામાં ઓછા સમયે અને ખર્ચે, ઉપલબ્ધ સાધન–સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના
નિર્ધારીત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે.’
·
ડૉ. જ્યોર્જ આર. ટેરીના જણાવ્યા
મુજબ, ‘સંચાલન એ એક એવી પ્રવૃતિ છે જે માણસો (Men), યંત્રો (Machines), સાધનો (Materials), પદ્ધતિઓ (Methods), નાણું (Money) અને બજાર (Market)નું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને
નેતાગીરી, સંકલન અને માગદર્શન પૂરું પાડે છે. જેથી એકમના ઇચ્છિત ધ્યેયોને હાંસલ
કરી શકાય છે.
·
હેનરી ફેયોલના મતે, ‘સંચાલનમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશનો સમાવેશ થાય છે.’
·
પીટર એફ. ડ્રકરના મતે, ‘સંચાલન એટલે આયોજનમાં શેનો સમાવેશ થાય છે?– આયોજનમાં ધંધાનું સંચાલન,
સંચાલકોનું સંચાલન તેમજ કામદારો અને કામનું સંચાલન.’
·
લ્યુથર ગ્યુલિકના મતે, ‘સંચાલનમાં આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહીતિ પ્રેષણ
અને અંદાજપત્રને સમાવ્યા છે. જેને ટૂંકમાં POST CORB કહે છે.
ઉત્તર :
P : Planning : આયોજન
O : Organization : વ્યવસ્થાતંત્ર/પ્રબંધ
S : Staffing : કર્મચારી વ્યવસ્થા
D : Directing : દોરવણી
Co : Co-ordination : સંકલન
R : Reporting : માહિતીપ્રેષણ
B : Budgeting : અંદાજપત્ર
18. સંકલન એટલે શું? તેના લક્ષણો જણાવો.
ઉત્તર : અર્થ
:
ધંધાકીય
એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્રારા જુદાં જુદાં જે કાર્યો થાય છે. તેમની
વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે.
લક્ષણો :
(1) આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે.
(2) સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે.
(3) સંકલનની સફળતા માટે માહિતીસંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઇએ.
(4) સહકાર વગર સંકલન શક્ય નથી.
(5) ધંધાકીય એકમનાં સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્રારા શક્ય બને છે.
(6) સંચાલનનાં દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે. તેથી સંકલનને સંચાલનનો આત્મા
કહે છે.
19. સંકલનનું મહત્વ સમજાવો.
ઉત્તર : સંકલનનું મહત્વ નીચે મુજબ છે:
(1) સંકલનથી સંચાલનનાં જુદાં જુદાં કાર્યો જેવાં કે આયોજન, વ્યવસ્થાતંત્ર,
દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે.
(2) સંકલનને કારણે એકમનાં બધાં કાર્યો સરળતાથી કરી શકાય છે.
(3) સંકલનથી એકમનું કોઇ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી.
(4) સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઇ રહે છે.
(5) એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું
કાર્ય સંકલનને લીધે શક્ય બને છે.
(6) સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે.
20. સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો.
ઉત્તર :
(1) માર્કેટિંગ (બજારીય) સંચાલન
(2) માનવ સંસાધન સંચાલન
(3) નાણાંકીય સંચાલન
(4) ઉત્પાદન સંચાલન
21. ટૂંકનોંધ લખો : માનવ સંસાધન સંચાલન (HRM)
ઉત્તર : માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું
કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમોઅણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ
બાબતોને ધ્યાનમાં લઇ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા
નફાકારકતાના માર્ગે લઇ જવાની સમગ્ર પ્રક્રિયા.
માનવ સંસાધન સંચાલન એ કર્મચારીને યોગ્ય તાલીમ અને દોરવણી આપી કર્મચારીઓના
ધ્યેયને કંપનીના ધ્યેય સાથે સાંકળી લે છે. જે ધ્યેયસિદ્ધિ સરળ બનાવે છે. વળી અહીં
કર્મચારીઓને માત્ર પગારદાર માણસ નહીં પરંતુ એકમની અમૂલ્ય અસ્કયામત સમજવામાં આવે
છે. તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે.
આમ, માનવ સંસાધન સંચાલન દ્રારા કર્મચારીઓના જુસ્સા અને કાર્યક્ષમતામાં વધારો
કરી શકાય છે. જે ધ્યેયસિદ્ધિ માટે જરૂરી છે.
HRM = Human
Resource Management
22. માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર : માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે :
(1) આ સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય
છે.
(2) કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે
છે.
(3) કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી સંચાલન કરવામાં આવે છે.
(4) કર્મચારીઓના કાર્યનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરાય છે.
(5) કર્મચારીઓને યોગ્ય તાલીમ આપી વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
(6) કર્મચારી ફેરબદલી દર ઘટાડી કર્મચારીઓને એકમમાં ટકાવી શકાય છે.
(7) યોગ્ય વાતાવરણ પૂરું પાડવાથી કર્મચારીઓના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં
વધારો થતાં કંપનીના ધ્યેયસિદ્ધિ કરી શકાય છે.
ઉત્તર : માનવ સંસાધન સંચાલનનું મહત્વ નીચે મુજબ છે :
(1) કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
(2) એકમની નફાકારતામાં વધારો થાય છે.
(3) એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે.
(4) ઉત્પાદીત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય છે.
(5) માનવ સંસાધન સંચાલનની કર્મચારીઓમાં જુથ ભાવનાનો વિકાસ થાય છે.
(6) ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે.
(7) કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે.
(8) કર્મચારીઓના ફેરબદલી દરમાં વધારો થાય છે.
(9) માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્યસંતોષ મળે છે. જેથી
ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે.
ઉત્તર :
અર્થ :
ઉત્પાદન સંચાલન એ
ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્ષમતા નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની
અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે.
સમાવિષ્ટ બાબતો :
(1) ઉત્પાદન આયોજન કરવું.
(2) ઉત્પાદન સંશો કરવું.
(3) વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી.
(4) ટેક્નોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી.
(5) ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો.
(6) ઉત્પાદન અંકુશ રાખવો.
(7) માલસામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો.
(8) ગુણવત્તા અંકુશ જાળવવો.
(9) ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે
પ્રકારનાં કાર્યો કરવા.
(10) ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરલીકરણ દાખલ કરવું.
ઉત્તર : વ્યવસાય એટલે એવી પ્રવૃતિ કે જેમાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવી,
ચોક્કસ તાલીમ મેળવી અને અનુભવને આધારે પ્રવૃતિ કરવામાં આવે છે.
સંચાલનમાં પણ દરેક સંચાલકો કે નિષ્ણાતો અમુક કક્ષા સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરે
છે. તાલીમ અને અનુભવ મેળવે છે. પછી આ અનુભવ અને તાલીમને આધારે પોતાની કાર્ય
પ્રવૃતિમાં કાબેલ બને છે.
આમ, સંચાલકે સંચાલનને લગતું જ્ઞાન મેળવવું પડે છે. તેથી સંચાલનને એક વ્યવસાય
તરીકે ઓળખવામાં આવે છે.
અથવા
સંચાલનનાં કાર્યો જણાવો.
ઉત્તર : (1) હેતુનિર્ધારણ
(2) આયોજન
(3) વ્યવસ્થાતંત્ર
(4) કર્મચારીની વ્યવસ્થા
(5) અંકુશ
ઉત્તર : અંકુશ
ઉત્તર : આયોજન
ઉત્તર : કારખાના વિભાગમાં કાર્ય કરતા કર્મચારી પર દેખરેખ રાખનાર વ્યક્તિને
ફોરમેન કહે છે.
0 Comments