ચોરી અને પ્રાયશ્ચિત
પ્રશ્ન-1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો:
1. ચોરીની ભૂલ સ્વીકારવા માં ગાંધીજી ની જીભ ઉપડતી નથી કારણકે.....
A. પિતાજી મારશે તેવો ડર હતો
B. પોલીસ પકડવા આવશે તેવો ભય હતો.
C. પિતાજી દુઃખી થશે કદાચ માથું કુટશે તેવા ભયે. ✅
D. ગાંધીજી ભૂલ સ્વીકારવા માંગતા ન હતા.
2. સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવા ની ઘટના ની ગાંધીજી ઉપર શી અસર થઈ?
A. કરજ ભરાતા મન શાંત થયું.
B. ઘરમાંથી સોનુ ગયાનો અફસોસ થયો.
C. ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઇ પડી.✅
D. ભાઈ પ્રત્યે લાગણી જન્મે
3. ખોટું કાર્ય કર્યા ના અપરાધ માંથી બહાર આવવા શું કરવું જોઈએ?
A. કોઈને વાત ન કરવી
B.જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ.✅
C. ખોટા રસ્તે જવું
D. ખોટું કાર્ય વારંવાર ન કરવું
4. બીડી પીવાની કુટેવ માંથી બીજી કઈ કુટેવ આવી?
A. ધુમાડો કાઢવાની
B. નોકર ના પૈસા ચોરવાની.✅
C. વડીલોના દેખતાં તો બીડી પીવાની
D. ધતુરા ના ડોડવા ખાવાની
પ્રશ્ન-2. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યમાં લખોઃ
1. ગાંધીજીએ ચિઠ્ઠી માં શું લખ્યું હતું?
ઉત્તર : ગાંધીજીના માસાહારી ભાઈને દેવું થયું હતું. આથી તેમનો દેવું ચૂકવવા માટે તેમણે ભાઈ ના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપીને દેવું ચૂકવવા મા તેમના ભાઈને સાથ આપ્યો હતો. પરંતુ તે પછી તેમને ખૂબ પસ્તાવો થાય છે. તેથી તેના પ્રાયશ્ચિતરૂપે ગાંધીજી ચિઠ્ઠી લખી અને તેમના પિતાને આપે છે, કે મેં આ ભૂલ કરી છે. આમ ભૂલની નિખાલસ કબૂલાત કરવા માટે ગાંધીજીએ તેમના પિતાજી ને ચિઠ્ઠી લખી હતી. અને તેમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી.
પ્રશ્ન-3. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સાત-આઠ લીટીમાં લખો લીટીમાં લખો
1. પાઠને આધારે ગાંધીજી ના ગુણોનું વર્ણન કરો
ઉત્તર : 'ચોરી અને પ્રાયશ્ચિત' પાઠ માં ગાંધીજી નો સૌથી મોટો ગુણ એમની નિર્ભિકતા અને પ્રામાણિકતા છે. સૌપ્રથમ તેમને નાનપણમાં બીડી પીવાની તડપ લાગી. અને એ જરૂરિયાત પૂરી કરવા તેઓએ નોકરના ખિસ્સામાંથી પૈસા ચડવાની ટેવ પડી. એ બાબત ની એમણે નિખાલસ પણે કબૂલાત કરી, કે વ્યસન છૂટતું ન હતું અને વડીલોની આજ્ઞા વગર કાંઈ થઈ શકે તેમ નહોતું. એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ. પરંતુ આપઘાત કરવો સહેલો નથી, એવું લાગતાં એ વિચાર તેમણે પડતો મૂકયો. તેમજ ભાઈના કરજનુ દેવું ચૂકવવા માટે ભાઈને સાથ આપ્યો હતો. પરંતુ આ બધી જ બાબતો એમના હૃદયમાં ખૂબ પશ્ચાતાપ ઉભો કરી રહી હતી. એથી પોતે જોખમ ખેડીને પણ પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો નિર્ણય લીધો. આ તેમના પ્રાયશ્ચિત કરવાનો ગુણ દર્શાવે છે. આમ આવા અનેક પ્રસંગો ગાંધીજીના સત્ય માટેના આગ્રહની, અહિંસાની ભાવના તથા દોષોનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભિકતા અને પ્રામાણિકતા સૂચવે છે.
2. ગાંધીજીના અંતરમાં છતાં મનોમંથન નું વર્ણન કરો
ઉત્તર : ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઇચ્છા થઇ. તે પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું.આ ત્રણ ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારો નું મંથન શરૂ થઈ જાય છે. આપઘાત કરવા માટે ઝેર જોઈએ. ઝેર કોણ લાવી આપે? ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો? મરી ને શું લાભ? આવા અનેક પ્રશ્નો એમને ઘેરી વળે છે. અંતે રામજી ના મંદિરે જઈને દર્શન કરી મન શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવો નિર્ણય ગાંધીજી લે છે. આવી જ એક ઘટના ભાઈના કરજ ચુકવવા ની બની એ માટે એ માટે ભાઈ ના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચુકવવા માટે તેઓ એ ભાઈને સાથ આપ્યો. એ વાત પણ એમને ન ગમી. પિતાજી પાસે કબૂલ કરવા જતા સીતાજી દુઃખી થશે, કદાચ માથું કુટશે તો? એવા વિચારો મનમાં જાગ્યા. પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો. આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણ ની ભાવના તથા દોષનો નિખાલસપણે કબૂલ કરવાની વૃત્તિ કારણભૂત છે.
વ્યાકરણ
સમાનાર્થી શબ્દ લખો
1. બીડીના ઠુઠા - પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ
2. ધતુરા ના ડોડવા - ધતુરાના જીંડવા
3. કરજ- દેવું
4. તાડન - મારવું તે
5. અસહ્ય - સહી ના શકાય તેઓ
વિરુદ્ધાર્થી શબ્દ લખો
1. સ્વાધીનતા * પરાધીનતા
2. આજ્ઞા * અવજ્ઞા
3. ઝેર * અમૃત
4. સંધ્યા * ઉષા
5. હાની * લાભ
6. સ્મરણ * વિસ્મરણ
7. શુદ્ધિ * અશુદ્ધિ
તળપદા શબ્દ લખો
1. દોકડો - જુના ચલણ અનુસાર એક પૈસો
રૂઢિપ્રયોગ ના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો:
1. જીભના ઉપાડવી બોલવાની હિંમત ના હોવી
0 Comments