૬.  ધૂળિયે મારગ (ઊર્મિ ગીત)

          મકરંદ દવે

પ્રશ્ન-1. નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ શોધી લખો:

1.કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે?

A. ધન સંપત્તિ

B. જમીન જાયદાદ

C. મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ✅

D. સોનુ ચાંદી

2. આ કાવ્યમાં કવિએ 'ધૂળિયે મારગ' શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે?

A. સાદા- સાત્વિક જીવન અર્થે✅

B. ધન-સંપત્તિની લાલસા અર્થે

C. સુખ-વૈભવ થી ભરપુર જીવન અર્થે 

D.ધૂળ માટી અને કાદવ અર્થે

3. કવિ 'ઉપરવાળી બૅન્ક' કોને ગણાવે છે?

A. ઈશ્વરને ✅

B.આકાશને 

C.દેના બેન્ક ને 

D.સ્ટેટ બેંક

પ્રશ્ન-2. નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો:

1. 'ધૂળિયે મારગ' કવિતા ના રચયિતા કોણ છે?
જવાબ : ધૂળિયે મારગ કવિતા ના રચયિતા મકરંદ વજેશંકર દવે છે.

2.કવિ ધૂળીયા મારગ પર કોની સાથે સુખ દુઃખની વાતો કરવા માગે છે?
જવાબ : કવિ ધૂળીયા મારગ પર આપણી જેવા એટલે કે આપણી જેવી પરિસ્થિતિ વાળા લોકો સાથે સુખદુઃખની વાતો કરવા માંગે છે.

3. પ્રવર્તમાન સમયમાં મનુષ્ય શાની પાછળ દોટ મૂકી છે?
જવાબ : પ્રવર્તમાન સમયમાં મનુષ્ય ધન તેમજ સોનુ પ્રાપ્ત કરવા પાછળ દોઢ મૂકી છે.

4. મનુષ્યએ બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ?
જવાબ : મનુષ્યએ બીજા મનુષ્ય ને બાથમાં બાથ ભીડી એટલે કે અતિશય પ્રેમથી આલિંગન કરી ને મળવું જોઈએ.

પ્રશ્ન-3. નીચે આપેલા પ્રશ્નોના જવાબ ત્રણ-ચાર વાક્ય માં લખો:

1. કવિ ના મતે અન્ય બેંક કરતા 'ઉપરવાળી બેંક' કઈ રીતે અલગ છે?
જવાબ : કવિ ના મતે અને બેંક કરતા ઉપરવાળી બૅન્ક અલગ છે કારણકે અન્ય બેંકમાં તો ક્યારેક પૈસા ખાલી થશે, જ્યારે ઉપરવાળી બેંક એટલે કે ઈશ્વર. અને ઈશ્વર પાસે ક્યારેય પૈસા ખાલી થતા નથી. તે આજ નું આજ અને કાલનું કાલ જમવાની બધી જ વ્યવસ્થા કરી આપે છે.

2. કવિ પાસે શું નથી? એની એમના મન પર શી અસર છે?
જવાબ : કવિ પાસે થોડાક સિક્કા કે થોડીક નોટો નથી એટલે કે તેમની પાસે ધન નથી. આમ છતાં કવિ કહે છે કે નોટ અને સિક્કા ન હોવાથી કશુ બગડી જતું નથી. જીવનમાં પૈસો જ માત્ર બધું નથી હોતો. આપણામાં રહેલો એક બીજા પ્રત્યેનો પ્રેમ અને લાગણી એ જ સાચું ધન છે.

3. કવિ ના મતે મનુષ્ય જીવન કેવું હોવું જોઈએ?
જવાબ : કવિ ના મતે મનુષ્યજીવન વધુ સાત્વિક અને સરળ હોવું જોઈએ. જેમાં મુશ્કેલીથી ભરેલો રસ્તો હોવા છતાં એનો દ્રઢતા પૂર્વક સામનો કરીને આગળ વધવું જોઈએ.

4. 'ખુલ્લાં ખેતર અડખે પડખે' અને 'માથે નીલું આભ' શબ્દ નો અર્થ સમજાવો.
જવાબ : ખુલ્લાં ખેતર અડખે પડખે એટલે આજુબાજુમાં વિશાળ ખેતર છે અને માથે લીલા રંગનું આભ એટલે કે આકાશ છે આમ થાય છે.

5. 'ધૂળિયે મારગ' માં કવિ કેવો લાભ મેળવવાનું કહે છે?
જવાબ : 'ધૂળિયે મારગ' માં કવિ આપણને ધૂળિયે મારગ પર એટલે કે સાદા સાત્વિક અને સરળ રસ્તે ચાલવાનું કહે છે. તેમાં આપણી સાથે આપણા જેવા કેટલાક આપણને મળે છે. તેમના સાથ નો લાભ આપણને મળે છે. તેમજ આવા રસ્તા પર ચાલતા ચાલતા ખુબ સરસ મજાનું આજુબાજુમાં વિશાળ ખેતર હોય છે. અને ઉપર નીલા રંગનું આકાશ હોય છે. તો આવા પ્રકૃતિના ખોળે જાણે ચાલતા હોઈએ એવો લાભ બીજે ક્યાંય નથી મળતો.

6. 'સોનાની તો સાંકડી ગલી' એવું કવિ કેમ કહે?
જવાબ : સોનાની તોસાંકડી ગલી એવું કવિ એટલા માટે કહે છે કે, સોનુ, ધન મેળવવાની લાલચમાં લોકો દોડે છે. પરંતુ તેની ગલી એકદમ સાંકડી છે. એટલે કે આસાનીથી મળેલું ધન લાંબો સમય સુધી ટકી શકતું નથી. છતાં લોકો ખૂબ આતુર થઈને તેની પાછળ દોડતા હોય છે.

7. કવિએ કોને જીવતા પ્રેત જેવા કહ્યા છે?
જવાબ : કવિએ રૂપિયા પાછળ આંધળા થઈને દોડનારા લોકોને જીવતા પ્રેત જેવા કહ્યા છે. તેઓ કહે છે કે જે માણસ આ રીતે ધન પાછળ દોડે છે. તેના જીવનમાં શાંતિ હોતી નથી. તે સતત પૈસો ક્યાંથી મેળવું એવો વિચાર કરતો રહે છે. અને પ્રેત એટલે કે ભૂતની જેમ પૈસાની પાછળ દોડતો ફરે છે.

8.મનુષ્યનો પ્રેમ મેળવવા માટે, સાદુ જીવન જીવવા માટે કવિ શું કરવાનું કહે છે?
જવાબ : મનુષ્યનો પ્રેમ મેળવવા માટે કવિ સાદુ જીવન જીવવા કહે છે. કારણ કે સાદા અને સરળ જીવન માં જ મનુષ્ય મનુષ્ય વચ્ચે પ્રેમ અને લાગણી ના સંબંધો રહેલા છે. જે લોકો પૈસા પાછળ પ્રેતની જેમ દોડે છે તેના જીવનમાં પ્રેમ અને શાંતિનો અભાવ હોય છે. સાદા અને સરળ જીવન જીવતા આપણા જેવા કેટલાક લોકો આપણને મળે છે. તેનો આપણને લાભ મળે છે. જ્યારે ધન પાછળ દોડનારા ને કોઈપણ પ્રકારની લાગણી કે પ્રેમ હોતો નથી.

પ્રશ્ન-4. નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિસ્તારથી લખો:

1. 'ધૂળિયે મારગ' એટલે શું આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે?
જવાબ:'ધૂળિયે મારગ' એટલે જીવનમાં સાધુ સાત્વિક અને સરળ માર્ગ કે જેમાં એક બીજા મનુષ્યો માટે લાગણી અને પ્રેમનો સંબંધ હોય છે. આ માર્ગમાં ચાલવાથી આપણને અનેક લાભ થાય છે. જેમ કે આ માર્ગમાં ચાલતા જતા આપણા જેવા કેટલાક સામાન્ય લોકો આપણને મળી જાય છે. અને સુખ દુઃખની વાતો કરતાં કરતાં ક્યારે માર્ગ જતો રહે છે, તે ખબર જ રહેતી નથી. અને બીજી આપણે જ્યારે આવા રસ્તે ચાલીએ ત્યારે આપણને આજુબાજુમાં વિશાળ ખેતરો આપણને ખૂબ આનંદ આપે છે. તેમજ ખુલ્લા આકાશની મોજ પણ માણવા મળે છે.આમ પ્રકૃતિના ખોળે આવા વાતાવરણમાં રહેવાનો લાભ આ રસ્તા પર જ મળે છે બીજે ક્યાંય મળતો નથી. માટે કવિ આપણને ધૂળિયે મારગ ચાલ વા નું કહે છે.

2. ધૂળિયે મારગ કાવ્ય માં પ્રશ્નાર્થ વાળી પંક્તિઓ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે?
જવાબ : કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક?, એમાં તો શું બગડી ગયું એમાં તે શી ખોટ?, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ? આ કાવ્ય પંક્તિ માં પ્રથમ પંક્તિમાં કવિ કહે છે કે કોઈના કહેવાથી આપણે ગરીબ કે દુઃખી થતા નથી આપણે જાતે જ આપણી જાતને ગરીબ અને દુઃખી માનીએ છીએ. આ પંક્તિમાં કવિ કહે છે કે આપણી પાસે ધનના હોય તો એમાં કશી ખોટ હોતી નથી. અને ત્રીજી પંક્તિમાં કવિ કહે છે કે પ્રકૃતિના ખોળે બેઠેલા વાતાવરણમાં ચાલવા નો લાભ આપણને બીજે ક્યાંય નહીં મળે.

વ્યાકરણ:

1. સમાનાર્થી શબ્દ લખો:

1. મારગ- પંથ, રસ્તો

2. કનક- સોનુ, સુવર્ણ

3. હેત- પ્રેમ, પ્રીત

4. સાથ- સંગાથ, સહકાર

5. રાંક- દુઃખી, દરિદ્ર

6. માનવી- મનુષ્ય, માણસ

7. ખોટ- નુકસાન, ખાધ

8. ખાણુ- જમણ, જમવાનું

9. અડખે પડખે- આજુબાજુ, આસપાસ

10. આભ-આકાશ,નભ

11. ગલી- શેરી,મહોલ્લો

12. લાભ-ફાયદો, નફો

2. વિરુદ્ધાર્થી શબ્દ લખો:


1. રાંક×રાજા

2. ભોળા×લુચ્ચા

3. ખોટ×નફો

4. આજ×કાલ

5. સુખ×દુ:ખ

6. ખુલ્લુ×બંધ

7. આભ×ધરતી

8. નાનો×મોટો

9. ગામડું×શહેર

10.લાભ×ખોટ

11. પ્રેમ×નફરત

12. જીવતા×મરેલા

13. સાંકડી×પહોળી

14. મનુષ્ય× પ્રેત

15. જીવન×મૃત્યુ

3. ધ્વનિઓ જોડી ને શબ્દ બનાવો:

1.ખ્+એ+ત્+અ+ર્+અ - ખેતર

2.સ્+આ+ક્+અ+ડ્+ઇ - સાંકડી

3.લ્+ઓ+ભ્+અ - લોભ

4.મ્+આ+ન્+અ+વ્+ઈ - માનવી

5.વ્+આ+ર્+અ+ત્+આ - વાર્તા

6.જ્+ઇ+વ્+અ+ન્+અ - જીવન

4. ધ્વનિ છુટા પાડો:

1. ગરીબ - ગ+અ+ર+ઈ+બ+અ

2. નોટ - ન+ઓ+ટ+અ

3. સોનુ - સ+ઓ+ન+ઉ

4. મારગ - મ+આ+ર+અ+ગ+અ

5. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો:

1. દોઢપૈસાનો સિક્કો - દોઢીયું

2. અવગતિયો જીવ - પ્રેત

3. આગ વડે ચાલતી ગાડી- આગગાડી

4. કોઈ પણ જાતના સ્વાર્થ વગરનું - નિસ્વાર્થ

6. રૂઢિપ્રયોગ ના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો:

1. જુદા આંક હોવા - જીવન અંગે ને જુદી સમજ

2. બાથમાં બાથ ભીડવી-

7. ઉપમા અલંકાર ના ત્રણ ઉદાહરણ લખો:

1. આ ખેલાડી સચિન જેવો છે.

2. સીતા નું મુખ ચંદ્ર જેવું છે.

3. શિશુ સમાન ગણી સહદેવને.

8. સુચના પ્રમાણે કરો:

1. કવિ ધૂળિયે મારગ ચાલે છે. (કર્મણી વાક્ય બનાવો)

કવિથી ધૂળિયે માર્ગે ચલાય છે.

2. કોઈ દાંત વગર ખાઈ શકે ખરું? (કર્મણી વાક્ય બનાવો)

કોઈથી દાંત વગર ખવાય શકે ખરું?

3. મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ(કર્તરી વાક્ય બનાવો)

મહાનલે એક ચિનગારી આપી.

4. હું સવારે ફરવા નીકળ્યો (ભાવે પ્રયોગ કરો)

મારાથી સવારે ફરવા નીકળાયુ.