પ્રકરણ ૫ એક મુલાકાત (અહેવાલ)

પ્રશ્ન 1. નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો:

1. કોઈપણ રાજ્યનુ વડુમથક કયા નામે ઓળખાય છે?

A. ગાંધીનગર

B. પાટનગર✅

C. રાજ્ય નું હૃદય

D. હરીયાળુ નગર

2. ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે?

A. સરદાર પટેલ

B. ઇન્દિરા ગાંધી

C. રાજીવ ગાંધી

D. મહાત્મા ગાંધી✅

3. ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે?

A.25

B. 28

C. 30✅

D. 35

4. ગુજરાતનું વિધાનસભા ગૃહ કયા આવેલું છે?

A. અમદાવાદ

B. ગાંધીનગર✅

C. સુરત

D. રાજકોટ

5. વિદ્યાર્થીઓની બસ ક્યાં રોડ પરથી પસાર થઇ રહી હતી?

A. બ

B. ક

C. ચ✅

D. છ

પ્રશ્ન-2. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:

1. એક મુલાકાત પાઠ નો પ્રકાર અહેવાલ લેખન છે.

ખરું

2. શાળાના વિદ્યાર્થીઓ નું આયોજન લોકસભા ની મુલાકાત લેવાનું હતું.

ખોટું

3. ગાંધીનગર ની વ્યવસ્થા વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત નથી.

ખોટુ

4. ગાંધીનગર પ્રકૃતિની ગોદમાં રમતું શાંત સુંદર અને ભવ્ય નગર છે.

ખરું

5. ગાંધીનગર કર્મચારી ઓ નાગરિકો અને વ્યવસાયિકો નું નગર છે.

ખરું

6. વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવવા માટે ગેટ પાસ જરૂરી નથી.

ખોટુ

પ્રશ્ન-3. નીચેના પ્રશ્નોના જવાબ બે-ત્રણ વાક્યમાં લખો:

1. ગાંધીનગરની સ્થાપના કયારે કરવાનો નિર્ણય થયો હતો?

જવાબ : ગાંધીનગરની સ્થાપના ઇસવિસન 1960 ના ૧૯મી માર્ચે અમદાવાદ થી થોડે દુર આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની સ્મૃતિમાં કરવાનો નિર્ણય થયો હતો.

2. ગાંધીનગરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે કારણકે .....

જવાબ : આ નગર ફૂલો અને વૃક્ષો નું છે આખું એ નગર એકદમ વૃક્ષોથી ઘેરાયેલું છે. લીલુંછમ છે તેમજ શાંત પણ છે. માટે ગાંધીનગરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે.

3. ગાંધીનગર ના માર્ગો અને કોના નામ સાથે જોડવામાં આવે છે?

જવાબ : ગાંધીનગર ના માર્ગો અને મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવે છે.

4. વિધાનસભા ગૃહ ને શું નામ આપવામાં આવ્યું છે?

જવાબ : વિધાનસભા ગૃહ ને વિઠ્ઠલભાઈ પટેલ ભવન નું નામ આપવામાં આવ્યું છે.

5. વિધાનસભાની બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

જવાબ : વિધાનસભાની બીજા ધારા સભા નામથી ઓળખવામાં આવે છે.

6. વિધાનસભાની ધારાસભા તરીકે શા માટે ઓળખવામાં આવે છે?

જવાબ : વિધાનસભા ધારો એટલે કે કાયદો ઘડવામાં આવે છે. તેથી ધારો એટલે કે કાયદો ઘડતી સભા. માટે તેને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે.

7. મંત્રીશ્રીઓને સચિવશ્રીઓ ના કાર્યાલય કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે?

જવાબ : મંત્રીઓ અને સચિવશ્રીઓ ના કાર્યાલયો સાત બ્લોકમાં વહેંચાયેલા છે.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો:

1. ગાંધીનગર ના માર્ગો ની શી વિશેષતા ધરાવે છે?  

જવાબ : ગાંધીનગર ના માર્ગો કેટલીક  વિશેષતા ધરાવે છે. જેવીકે ત્યાંની સડકો પહોળી અને સ્વચ્છ છે. તેમજ ક થી જ સુધી એમ કક્કાવારી પ્રમાણે સાત આડા મુખ્ય માર્ગો છે. જ્યારે 0-1-2-3 એમઉભા કુલ આઠ માર્ગો છે. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે પણ જોડવામાં આવેલ છે. આમ ગાંધીનગર ના માર્ગો ની અનેક વિશેષતા છે.

2. વિધાનસભા ગૃહ ના દાખલ થવાની પ્રક્રિયા જણાવો:

જવાબ : વિધાનસભા ગૃહમાં દાખલ થવા માટે કેટલીક પ્રક્રિયાઓ કરવાની હોય છે. જેવીકે પ્રવેશ માટે ગેટ પાસ મેળવવો ખૂબ જરૂરી છે. ત્યાર પછી ત્યાંના મેટલ ડિરેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરાવવી જરૂરી છે. એમજ પ્રવેશ કાર્ય બાદ વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરતા પહેલા પણ ફરીવાર તપાસ થાય છે. વગેરે.

3. વિધાનસભા ગૃહમાં પ્રવેશ્યા પરવાનગી શા માટે જરૂરી છે?

જવાબ : વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી જરૂરી છે કેમકે આ દેશના કાયદાઓ કરતી સભા છે. જે કાયદાઓ ઘડવામાં આવે છે, તેનો ચોક્કસ નિર્ણય દરેક લોકો સુધી પહોંચવો જોઈએ અને તે પહેલા કોઈપણ તોફાની તત્વ વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરી તે કાયદા કે ગૃહને અથવા ત્યાંના કર્મચારી ને નુકસાન પહોંચાડી શકે છે. માટે પરવાનગી મેળવવી જરૂરી છે.

4. વિધાનસભ્યો તથા મંત્રીઓ અને મુલાકાતીઓ ની બેઠક વ્યવસ્થા જણાવો:

જવાબ : વિધાનસભાના સભ્યો ની વ્યવસ્થા ખુબ સરસ છે વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઉચે હોય છે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો અને મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. વિધાનસભાના મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. મુલાકાતીઓ માટે ગેલેરીમાં બેઠક વ્યવસ્થા હોય છે. જેમાંથી આરામથી વિધાનસભાની કાર્યવાહી જોઈ શકાય છે. સ્થાનિકો, વિધાનસભ્યો, મંત્રીઓ અને મુલાકાતીઓની બેઠક વ્યવસ્થા ખૂબ જ વ્યવસ્થિત હોય છે.

5. વિધાનસભામાં કઈ કાર્યવાહી કરવામાં આવે છે?

જવાબ : વિધાનસભામાં સૌપ્રથમ તો કાયદો ઘડાય છે. વિધાનસભામાં દરેક સભ્યો અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મતવિસ્તાર ના પ્રશ્નો સભા સમક્ષ રજુ કરે છે. ત્યારબાદ જે તે વિભાગના માનનીય મંત્રી ઓ અધ્યક્ષશ્રી ને સંબોધીને જવાબ આપે છે. ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન પણ ખૂબ પ્રભાવિત કરે તેવા છે.

6. ધારાસભા વિશે  ટૂંકનોંધ લખો લખો

જવાબ : વિધાનસભાને ‘ ધારાસભા ' પણ કહે છે . વિધાનસભામાં ધારા એટલે કાયદા ઘડવામાં આવે છે . વિધાનસભામાં અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે અને એમની સામે નીચેના ભાગમાં રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓ બેસે છે . સભાગૃહમાં એક બાજુ શાસકપક્ષના સભ્યો અને બીજી બાજુ વિરોધપક્ષના સભ્યોને બેસવાની વ્યવસ્થા હોય છે . ગેલેરીમાં મુલાકાતીઓ માટે બેસવાની વ્યવસ્થા હોય છે . મુલાકાતીઓ ત્યાં બેસીને ગૃહની કાર્યવાહી જોઈ શકે છે . વિધાનસભામાં બંને પક્ષના સભ્યો માનનીય અધ્યક્ષને સંબોધીને પોતાના મતવિસ્તારના પ્રશ્નો રજૂ કરે  અને મંત્રીઓ પાસેથી તેના જવાબો મેળવે છે .

વ્યાકરણ

1. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો:

1. રાજ્યના કાયદા ઘડનારી સભા - ધારા સભા

2. રાજ્ય નું વડુમથક- પાટનગર

3. અનુભવો વિચારોને ચિંતામાં સંઘરવાની શક્તિ- સ્મૃતિ

4. દરવાજા માં પ્રવેશ માટેનો ઓળખપત્ર - ગેટ પાસ

5. લિફ્ટની જેમ ઉપર નીચે લઈ જતી સરકતી સીડી - એસ્કેલેટર

6. ચા નાસ્તો મળે તે સ્થળ - કેન્ટીન

2. સમાનાર્થી શબ્દ લખો:

1. ધારાસભા - વિધાનસભા

2. સ્મૃતિ-અનુભવ

3. શરૂઆત-પ્રારંભ

4. વ્યવસ્થા- સગવડ

5. સડક- માર્ગ

6. મકાન-ભવન

7. ફુલ-કુસુમ

8. ગોદ-ખોળો

9. પ્રકૃતિ-કુદરત

10 ભવ્ય-વિશાલ

11. પરવાનગી-મંજૂરી

3. વિરુદ્ધાર્થી શબ્દ લખો:

1. સ્મૃતિ ×વિસ્મૃતિ

2. પ્રારંભ × અંત

3. હરીયાળુ×સુકુ

4. શાંત×અશાંત

5. શહેર×ગામ

6. વ્યવસ્થિત× અવ્યવસ્થિત

4. રૂઢિપ્રયોગ નો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો:

1. સુરપુરાવવો - હામાં હા ભણવી

2. અધીરા બનવું -આતુર બનવું

3. પ્રસન્નતાનો પાર ન રહેવો -ખૂબ જ આનંદમાં આવી જવું

5. પાઠ માં 'ઇક' પ્રત્યેક થી બનેલો શબ્દ 'સાંસ્કૃતિક' આપેલ છે એવા બીજા પાંચ શબ્દ બનાવો:

પ્રાકૃતિક, સામાજિક, વ્યવસાયિક, વૈજ્ઞાનિક, સ્વાભાવિક

6. સુચના પ્રમાણે કરો:

1 તેનાથી સફાઈ કરાવાય (કર્તરી વાક્ય બનાવો)

જવાબ : તેણે સફાઈ કરી

2 મીરા એ ગીત ગાયું (પ્રેરક વાક્ય બનાવો)

જવાબ : શિક્ષકે મીરા પાસે ગીત ગવડાવ્યું

3. વેણુએ જુમા ને બચાવ્યો (કર્મણી વાક્ય બનાવો)

જવાબ : વેણુ થી જુમા બચાવાયો

4 વિદ્યાર્થીઓથી શિક્ષક નો આભાર મનાવાયો (કર્તરી વાક્ય બનાવો)

જવાબ : વિદ્યાર્થીએ શિક્ષક નો આભાર માન્યો

5 અમે વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો (ભાવે વાક્ય બનાવો)

જવાબ : અમારાથી વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરાયો.

7. ધ્વનિઓને જોડીને શબ્દ બનાવીને લખો:

1.મ્+અ+ન્+અ+ત્+ઇ- મંત્રી

2.સ્+ઉ+ન્+દ્+અ+ર્+ય્+અ- સૌંદર્ય

3.ગ્+ઉ+જ્+અ+ર્+આ+ત્+અ- ગુજરાત

4.બ+એ+ઠ્+અ+ક+અ- બેઠક

8. શબ્દોમાંથી ધ્વનિઓ  છુટા પાડીને લખો:

1.રાજ્ય-ર્+આ+જ્+ય્+અ

2. સીડી-સ્+ઇ+ડ્+ઈ

3. પોલીસ-પ્+ઓ+ લ્+ઇ+સ્+અ

4. કાયદો-ક્+આ+ય્+અ+દ્+ઓ

9. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:

અસ્તિત્વ, સ્વચ્છ,પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ

જવાબ : અસ્તિત્વ, અસ્તિત્વ પ્રકૃતિ, પ્રવૃત્તિ, પ્રવેશ, વ્યવસ્થા, સ્વચ્છ

( 1 ) જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો ?   

ઉત્તર :  જો હું ધારાસભ્ય હોત તો મને સરકાર તરફથી મળેલ ફંડનો વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત . મારા વિસ્તારમાં બાગ - બગીચા તૈયાર કરાવત. પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેની વ્યવસ્થા કરાવત . પ્રજાની ફરિયાદ , સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરત . 

 ( 2 ) એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે ? એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તા, શિક્ષણની સુવિધા,પીવાના પાણીની વ્યવસ્થા , સારાં મકાનો , રોજગારીની સવલતો , વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે .

         પ્રવૃત્તિઓ 

પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારા શબ્દોમાં લખો : 

( 1 ) તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય ? 

ઉત્તર : અમારા ગામને હરિયાળું બનાવવા આટલાં કામો કરી શકાય :

( 1 ) જાહેર રસ્તા પર ઠેર - ઠેર વૃક્ષો ઉગાડવાં . 

( 2 ) દરેક સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવાં , દરેક સભ્ય પોતાના ઘરનું ગૅલેરીમાં જુદા જુદા છોડનાં કૂંડાં મૂકવાં . 

( 3 ) ગ્રામપંચાયત દ્વારા હરિયાળાં મેદાન તૈયાર કરાવવાં . 

( 4 ) શાળા અને કૉલેજના પટાંગણમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરવું . 

( 5 ) ગામમાં એવા બાગ - બગીચા તૈયાર કરાવવા , જ્યાં ખળખળ વહેતાં ઝરણાં હોય , તળાવ હોય અને તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય .

( 2 ) તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો . 

ઉત્તર :   આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા . રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબુ એક હવાખાવાનું સ્થળ છે . અમે પહેલે દિવસેત્યાંનાં ગૌમુખ , સનસેટ પોઇન્ટ , નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી . અમે ત્યાંનું પ્રકૃતિસૌંદર્ય મનભરીને માણ્યું . બીજે દિવસે ગુરુશિખરની ઊંચાઈએથી ચારે બાજુનાં કુદરતી દશ્યો જોવાનો લહાવો લીધો . એ પછી અદ્ધરદેવીનાં દર્શન કર્યા . બપોરે ભોજન કર્યા બાદ સાંજે ચાર વાગે અમે  માઉન્ટ આબુના ઐતિહાસિક સ્થળ દેલવાડાનાં દહેરાની મુલાકાત લીધી . 

  દેલવાડાની શિલ્પકલાનું સૌદર્ય જોઈને અમે આભા બની ગયા , એક રાજાના બે મંત્રી વસ્તુપાળ અને તેજપાળને ધરતી ખોદતાં મળેલા ધનનો ચરુનો ઉપયોગ આબુ પર્વત ઉપર સુંદર દેરાસર બનાવવા માટે કર્યો છે . તે શિલ્પકળાની દષ્ટિએ અનુપમ છે. 

 ત્રીજે દિવસે અમે ભર્તૃહરિની ગુફા અને કુંભારણનના મહેલનાં ખંડિયેરો જેવાં  ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી .

( 3 ) તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો .

 ઉત્તર : ઘૂઘવતા દરિયાકિનારે સોમનાથ મહાદેવનું ભવ્ય અને કલાત્મક મંદિર આવેલું છે . તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પૂતળું છે . તેની ચારે તરફ સુંદર બગીચો છે . મંદિરની બહારની અને અંદરની કોતરણી ઊડીને આંખે વળગે તેવી છે . ભારતનાં બાર જ્યોતિર્લિંગમાં સોમનાથની ગણના થાય છે . 

   સાંજનો આરતીનો સમય હતો . બીલીપત્ર તથા પુષ્પોથી શિવલિંગ સજાવેલું હતું . મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ હતી . ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું . તે પછી પંદરથી વીસ મિનિટનો સ્લાઇડ શૉ પણ દેખાડવામાં આવ્યો . બીજે દિવસે અમે ગીતામંદિરની મુલાકાત લીધી . એ મંદિરની દીવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે . અહીં રાધાકૃષ્ણની ભવ્ય અને નમણી મૂર્તિઓ છે . ત્યાંના ત્રિવેક્સી સંગમમાં અમે સ્નાન કર્યું . આ પવિત્ર તીર્થસ્થાનમાં અમને તાજગી અને દિવ્ય શાંતિનો અનુભવ છે થયો .