स्वस्थवृतं समाचर
સ્વસ્થ આચરણ કર(પદ્ય)
ભાષાંતર
1. હે બાળક પથારીમાંથી ઉઠ; સ્વચ્છ આચરણ કર; જગતના સર્જનહાર (પરમેશ્વર)ને યાદ કર. પછી તું ચોખ્ખું પાણી પી.
2.સો ડગલાં બહાર ચાલી ને તું શોચ ક્રિયા માટે જલ્દીથી જા. પછી સાબુથી બે હાથ ચોખ્ખા કરીને તું કસરત કર.
3.તું શરીર પર તેલનું માલિશ કર; પછી સ્નાન કર; પાણી વડે જ વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર બરાબર ધો.
4.તેમજ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યા ઉપાસના કર. તું હંમેશા માતા-પિતા ને વંદન કર અને સવારનો નાસ્તો કર.
5. મિત્રો સાથે તો નિશાળે જા અને પાઠ વાચ. આ પ્રમાણે પુત્ર ના હિત માં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો.
6.તું દુષ્ટોનો સંગ છોડ, સજ્જનોની સોબત કર; દિવસ-રાત તું સત્કર્મ કર, અને હંમેશા પ્રભુનાં નામનું સ્મરણ કર.
7.બરાબર વિચાર કરીને જવાબ આપવો; ક્યારેય વગર વિચારે ન બોલવું; શત્રુના પણ ગુણો નો સ્વીકાર કરવા અને વડીલોના પણ દોષ નો ત્યાગ કરવો.
8. શાશ્વત પરમ તત્વ (પરમેશ્વર)નું ધ્યાન ધરવું; ન આવેલા દુઃખ નો ત્યાગ કરવો; શરીર સંબંધી સુખ ને સ્વીકારવું અને લોકોની સેવા કરવી.
સ્વાધ્યાય
પ્રશ્ન-1.अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।
1.बालः किं समाचरेत् ?
A.भ्रमणम्
B.स्वस्थवृत्तम्✅
C.कार्यम्
D.सौख्यम्
2.किं कृत्वा स्नानं समाचरेत् ?
A.भोजनम्
B.पठनम्
C.तैलमर्दनम्✅
D.व्यायामम्
3.त्वं मित्रैः...... पाठशाला गच्छ ।
A.परितः
B.समम् ✅
C.ॠते
D.पुरतः
4.शत्रोरपि गुणाः .......,।
A.ग्राह्याः✅
B.त्याज्या :
C.हेयाः
D.ध्येया :
5.जनैः किं ध्येयम् ?
A.सुखम्
B.दुःखम्
C. ब्रह्म ✅
D.जनसेवनम्
6.कथम् आसीनेन सन्ध्याविधि : करणीयः ।
A.दक्षिणाभिमुखेन
B. उत्तराभिमुखेन
C.पश्चिमाभिमुखेन
D. पूर्वाभिमुखेन ✅
પ્રશ્ન-22. एकवाक्येन संस्कृतभाषयां उत्तरत ।
1. प्रात : काले कं स्मरेत् ?
उत्तरम् : प्रात : कालेजगतविधातारं स्मरेत् ।
2. कीदृशं जलं पिबेत् ?
उत्तरम् : शुद्धं जलं पिबेत् ।
3. कीदृशः तात : पुत्रं समादिशत् ?
उत्तरम् : पुत्रहिते रत: तात : पुत्रं समादिशत् ।
4. कस्य संसर्ग त्यजेत् ?
उत्तरम् : दुर्जनस्य संसर्ग त्यजेत्
5. किं कृत्वा उत्तरं देयम् ?
उत्तरम् : प्रविचार्य उत्तरं देयम् ?
પ્રશ્ન-3. पुरुषवचनानुसार धातुरूपैः रिक्तस्थानानि पूरयत ।
(एकवचनम् द्विवचनम् बहुवचनम्)
1. उ.पु. |
गच्छानि |
गच्छाव |
गच्छाम् |
म.पु. |
गच्छ |
गच्छतम् |
गच्छत |
अ.पु. |
गच्छतु |
गच्छताम् |
गच्छन्तु |
2. उ. पु. |
वन्दै |
वन्दावहै |
वन्दामहै |
म.पु |
वन्दास्व |
वन्देथाम् |
वन्दध्वम् |
अ. पु. |
वन्दताम् |
वन्देताम् |
वन्दन्ताम् |
પ્રશ્ન-4. वचनानुसारं शब्दरूपैः रिक्तस्थानानि पूरयत ।
|
एकवचनम् |
द्विवचनम् |
बहुवचनम् |
( 1 ) |
गुरोः |
गुरुभ्याम् |
गुरुभ्यः |
( 2 ) |
मित्रेण |
मित्राभ्याम् |
मित्रैः |
( 3 ) |
काये |
काययोः |
कायेषु |
( 4 ) |
वस्त्रम् |
वस्त्रे |
वस्त्राणि |
પ્રશ્ન-5 . मातृभाषायाम् उत्तरं लिखत ।
1 . પદ્યને આધારે દિનચર્યા નું આલેખન કરો.
જવાબ : પ્રાતઃકાળે પથારીમાંથી ઊઠીને સ્વાસ્થ્ય વિશે નો વિચાર કરવો. જગતના સર્જનહાર ઈશ્વરને યાદ કરીને શુદ્ધ પાણી પીવું. પછી સો ડગલાં ચાલવું અને સોચ ક્રિયા માટે જવું. સાબુથી હાથ સાફ કરીને, યોગ્ય વ્યાયામ કરવો. પછી શરીરે તેલ માલિશ કરીને સ્નાન કરવું. પાણીથી પોતાનું વસ્ત્ર બરાબર ધોવું. ત્યારબાદ પૂર્વ દિશામાં મુખ કરીને બેસવું. અને સંધ્યા ઉપાસના કરવી. માતા-પિતા ને વંદન કરીને સવારનો નાસ્તો કરવો પછી મિત્રો સાથે શાળાએ જઈને અભ્યાસ કરવો.
દુષ્ટો ની સંગત છોડી સજજનોની સંગત કરવી. દિવસ-રાત પુણ્ય કર્મો કરવા. અને સદા ઈશ્વરનું ભજન કરવું. બરાબર વિચારીને જવાબ આપવો. સમજદાર માણસ ને શત્રુના પણ ગુણો ગ્રહણ કરવા જોઈએ. અને વડીલોના દોષો
ત્યજવા જોઈએ. ઈશ્વરનું ધ્યાન કરો અને ભાવિના દુઃખ નો વિચાર ન કરવો. શરીર સંબંધી સુખ ભોગવવું અને લોક સેવા કરવી.
0 Comments