પ્રકરણ- 4 ગોપાલ બાપા (નવલકથા અંશ)

પ્રશ્ન 1.નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો:

1.''આ તમારી પડખેના દિપડા ન રંજાડે તોય ઘણું છે''- આ વાક્ય કોણ બોલે છે?

A. મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ

B. ગુરુ માંડણ ભગત

C. ગોપાળદાસ✅

D. પેશ્વા સરકાર

2.મહારાજા સયાજીરાવ માં કઈ શકતી હતી?

A. જાનવર ના સગડ પારખવાની

B. ખોટા રૂપિયા પારખવાની

C. હીરા પારખવાની

D. માણસને પારખવાની✅

3.તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું?

A. ગાયકવાડ સરકારે

B. પેશ્વાસરકારે✅

C. ગુરુ માંડણ ભગતે

D. ગોપાળ બાપા એ

4. ગોપાળબાપા શાનો વેપાર કરવા ઇચ્છતા હતા?

A. અમર ફળ જેવા બોરનો

B. અંબા ની કેરીનો

C. કોલસાનો

D. હરિનામનો✅

પ્રશ્ન-૨.કારણ આપો:

1.ગોપાળબાપા એ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણકે......
જવાબ : કારણ કે તેઓ માનતા હતા કે આપણે બધા પણ મૂર્તિઓ જ છીએ. જો આ પૃથ્વી ઉપર આપણ ને રહેવાની જગ્યા મળતી નથી, તો ત્યા પથ્થરની મૂર્તિને ક્યાં રાખવી. આથી ગોપાળબાપા એ શિવાલય ની પૂજા કરવાની ના પાડી દીધી.

2.ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો ખરીદવા ઇચ્છતા હતા, કારણકે.....
જવાબ : કારણકે, એ જમીનનું તળ સાચું છે. તેની અંદર ખૂબ જ પાણી ભરેલું છે. ગમે ત્યાં ખોદતાં તરત જ પાણી નીકળી આવે છે. આ જમીન ખૂબ ફળદ્રુપ છે અને વિશેષ છે. તેમજ શિંગોડાના મારને પણ કોઈપણ રીતે રોકીએ તો, આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે. તેથી ગોપાળબાપા શિંગોડા નદીના કોતરો ખરીદવા ઇચ્છતા હતા.

પ્રશ્ન-3.નીચેના પ્રશ્નોના ઉત્તર સાત-આઠ લીટીમાં લખો:

1.પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે સાત આઠ વાક્યો લખો.
જવાબ : એક વખત સયાજીરાવ ગાયકવાડ ગોપાલબાપા નામના એક ખેડૂતને ત્યાં જય ચડ્યા. સયાજીરાવ ગાયકવાડ ગોપાલ બાપા સાથે વાત કરતાં કરતાં ચાલતા હતા, ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળબાપા ને ઓળખી લીધા. કારણ કે તેઓ માણસોને સારી રીતે પારખી શકતા હતા. ગોપાળબાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે, એમ જાણીને સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી. ઉપરાંત ખેતી-ખાતા તરફથી મદદની ખાતરી આપી. ગોપાલ બાપા એ અપૂજ મંદિરોનો બંદોબસ્ત કરવાની ના પાડી, તો પણ તેમણે એની વાત નું સહેજ પણ ખોટું લગાડ્યું નહીં. અને મૂર્તિને નામે સૌને આશરો મળે એવું સૂચન કરે છે. તેમાં સયાજીરાવની વિનમ્રતા દેખાય છે. વળી સયાજીરાવ ને ગોપાલ બાપા ના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ ખૂબ ખુશ થઈ 'વાહ'! બોલી ઊઠે છે.

આમ સયાજીરાવ ગાયકવાડ માત્ર માણસને જ, નહીં પરંતુ તેની અંદર રહેલા ઉમદા ગુણો ને પણ સારી રીતે પારખી શકતા હતા. તેમજ પોતે પણ ખૂબ ઉદાર અને દયાભાવ વાળા નમ્ર તેમજ પ્રજાનું હિત ઇચ્છનાર રાજપુરુષ હતા.

2. ગોપાળ બાપા નું પાત્રાલેખન કરો
જવાબ : ગોપાળબાપા નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમને ખૂબ મર્યાદા રાખે છે. પણ પોતાના વિચારોને એ નીડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે. ગોપાલ બાપા એ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરો ની જમીન પર સિંગોડા ના માર ને રોકી શકાય તો, ત્યાં બનારસી લંગડો કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલેઢગલા ઉતરે. એમના આ સૂચન માં એમનો ખેતી વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે." તમારી પડખે ના દીપડાના રંજાડે તોય ઘણું છે" એમ નીડરતાથી સયાજીરાવ ને તે કહી પણ શકે છે. 'પૂજા નો બંદોબસ્ત' કરવા સબંધી સયાજીરાવના સૂચનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે. તો ત્યાંય 'મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો' એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવી પણ છે.

ગોપાળબાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે. એમાં ક્યાંય દિલ ચોરી નહીં, ક્યાંય સ્વાર્થ વૃત્તિ, નહીં ક્યાંય બેવફાઈ પણ નહીં. ગુરુ માંડણ ભગત ની આજ્ઞાથી હરિના નામનો જ વેપાર કરનાર ગોપાલબાપા એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજસેવક હતા.

વ્યાકરણ

1.સમાનાર્થી શબ્દો લખો:

1.શિંગોડો - નદીનું નામ

2.વિલક્ષણ - અદભુત અસાધારણ

3.ધોરી માર્ગ - મુખ્ય રસ્તો, સરિયા માર્ગ

4.ભાળવણી - સોપણી, ભાળ રાખવા સોપણી કરવી, ભલામણ કરવી

5.વિસ્મય - આશ્ચર્ય, અચંબો

6.ગિગોડો - કુતરા ગાય ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ

2.વિરુદ્ધાર્થી શબ્દ લખો:

1.અસલ * નકલ

2.પુણ્ય * પાપ

3.યોગ્ય * અયોગ્ય

4.સાચું * ખોટું

5.કાળો * ધોળો

6.તેજ * નિસ્તેજ

3.તળપદા શબ્દ લખો:

1.ગિંગોડો - ઝીંગોડો

2.પડખે - બાજુમાં

3.અરજ - નમ્રતાથી કરેલી વિનંતી

4.દોઢી - દેવડી

5.વાવડ - સમાચાર

6.મુરતિયુ - મૂર્તિઓ

7.પડ - જમીન

8.દ ખ - દુઃખ

9.દહાડે - દિવસે

10.કોળી'તી - ખીલી હતી

11.ગયો' તો - ગયો હતો

12.દી - દિવસ