17. કુદરતી વનસ્પતિ
1. કુદરતી વનસ્પતિમાં
વિવિધતા ક્યા કરાણોથી સર્જાય છે?
ઉત્તર : ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે :
(1) ભૃપૃષ્ઠ
(2) જમીન
(3) તાપમાન
(4) સૂર્યપ્રકાશ
(5) વરસાદનું પ્રમાણ
(6) ભેજ
2. ભારતમાં વૃક્ષોની વિવિધતા
સમજાવો ?
ઉત્તર :
- ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિ ખુબ ઉપયોગી છે. આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફુલવાળા છોડ થાય છે. જે વિશ્વના લગભગ 6% છે.
- અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, શેવાળ, કુંજાઇ વગેરે પણ આપણા દેશમાં થાય છે.
- ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે. આયુર્વેદમાં લગભગ 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલું છે.
- આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે.
3. કુદરતી વનસ્પતિના
પ્રદેશો કોને કહે છે? તેના કેટલા ભાગમાં વહેંચી શકાય છે?
ઉત્તર : કોઇપણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની અબોહવા ઉપર આધારિત હોય છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય: સમાન વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમુહ–જુથને કુદરતી પ્રદેશો કહે છે.
ઉંચાઇ, જમીન, વરસાદ
અને તાપમાનની વિવિધતાના આધારે વનસ્પતિને પાંચ ભાગમાં વહેંચી શકાય :
(1) ઉષ્ણ કટીબંધીય
વરસાદી જંગલો
(2) ઉષ્ણ કટીબંધીય
ખરાઉ જંગલો
(3) ઉષ્ણ કટીબંધીય
કાંટાળા જંગલો
(4) સમશીતોષ્ણ
કટીબંધીણ જંગલો અને ઘાસના મેદાનો
(5) ભરતીના જંગલો
4. ઉષ્ણ કટીબંધીય વરસાદી જંગલો વિશે સમજાવો.
ઉત્તર :
વિતરણ : ઉષ્ણ કટીબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યા સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમીથી વધુ અને વાર્ષિક સરેરાઘ તાપમાન 22 સેં કરતા વધુ જોવા મળે છે. તે પ્રદેશમાં આવેલ છે. આ જંગલો ભારતમાં પશ્ચિમઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં, અંદમાન–નિકોબાર, અસમના ઉપરી વિસ્તારોમાં, તમિલનાડુના તટીય મેદાનમાં જોવા મળે છે.
વૃક્ષો : અહીં મેહોગની, અબુનુમ, રોઝવુડ, રબર વગેરે.
વિશેષતા : અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 સેમીની ઉંચાઇ હોય છે. ઝાડી–ઝાખરાના કારણે
ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલોમાં પાનખર જેવી ઋતુ હોતી નથી. આ જંગલો બારેમાસ
લીલા હોવાથી તેને નીત્ય લીલા જંગલો પણ કહે છે.
5. ઉષ્ણ કટીબંધીય ખરાઉ જંગલો વિશે સમજાવો.
ઉત્તર :
વિતરણ : સામાન્ય રીતે આ જંગલો દેશમાં 70 થી 200સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. ઉત્તર–પૂર્વીય રાજ્યોમાં, હિમાલયની તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં, વિધ્ય અને સાતપુડાના જંગલોમાં જોવા મળે છે. ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધુ છે.
વૃક્ષો : અહીં સાગ, સાલ, સીસમ, ખેર, વાંસ વગેરે વૃક્ષો જોવા મળે છે.
વિશેષતા : અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છેકે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાઠિયા દરમિયાન પોતાના પાંદડાં ખેરવી નાખે છે. દરેક પ્રજાતિના વૃક્ષોના પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે. જેથી જંગલો કોઇ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતાં નથી. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે.
6. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર :
વિતરણ : સામાન્ય રીતે આ જંગલો 70 સેમી કરતા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર–પશ્ચિમ વિસ્તારોમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ વગેરે વિસ્તારોમાં આવેલાં છે.
વૃક્ષો : અહીં ખજુર, બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષો થાય છે.
વિશેષતા : અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે, પર્ણ નાના હોય છે. જેથી બાષ્પ નિષ્કસનની પ્રક્રિયા ધીમી રહે. આથી વૃક્ષો છુટાછવાયા
આવેલા છે.
7. શંકુદ્રપ જંગલો વિશે માહિતી આપો.
ઉત્તર : શંકુદ્રપ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શકું આકારના વૃક્ષો હોય છે. જેથી ડાળી જમીન તરફ ઢળતી હોય છે. જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજ ને સંઘરી રાખે છે.
ઉત્તર :
વિતરણ : ભારતમાં દરિયાકિનારે, નદીઓના મુખત્રિકોણ પ્રદેશમાં, ભરતીના જંગલો આવેલ છે. બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે, દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીનાં જંગલો જોવા મળે છે.
વૃક્ષો : સુંદરી અને ચેર અહીંની મુખ્ય વનસ્પતિ છે.
9. જંગલોની પેદાશ અને તેની ઉપયોગીતા સમજાવો ?
ઉત્તર :
- જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાંથી મળતુ ઇમારતી લાકડું, સાગમ, સાલ ફર્નિચર બનાવવા કામ લાગે છે.
- સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે.
- હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતુ ચીડના લાકડામાંથી રમત–ગમતના સાધનો, ચા અને દવાના પેંકિગની પેટીઓ બનાવવામાં આવે છે.
- ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે.
- ચંદનમાંથી સુગંધી તેલ, સૌદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ, સુશોભનની ચીજો બનાવવામાં આવે છે.
- જંગલો લાખ, રાળ, ગુંદર, રબર, મઘ, નેતર જેવી અન્ય પ્રદેશો પૂરી પાડે છે. આંબળા, બહેડા, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિઓ ઔષધીય ઉપયોગીતા ધરાવે છે.
વનસ્પતિની ઔષધીય ઉપયોગીતા |
|
વનસ્પતિ |
ઔષધીય ઉપયોગીતા |
સર્પગંધા |
લોહીના ઉચા દબાણના
રોગની સારવારમાં |
લીમડો |
જીવાણુ પ્રતિરોધક
તરીકે |
તુલસી |
શરદી, ઉધરમ, તાવ |
અર્જુન સાદડ |
હૃદય રોગની સારવાર |
બીલી |
વાત અને કફ દોષો |
ગળો |
મધુપ્રમેહ, તાવ,
સાંધાના દુ:ખાવા |
હરડે |
કબજિયાત, વાળ અંગેના
રોગો |
આમળા |
વાયુ–પિત્તને દૂર
કરે, પાચક |
કરંજ |
ચામડીના, દાંતના
પેઢાના રોગો |
આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાળા–પડિયા, ખેરના લાકડામાંથી કાયો, ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલો વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે. આમ, જંગલો માનવ જીવનને સામાજીક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે.
10. જંગલોનું પર્યાવરણીય મહત્વ જણાવો?
ઉત્તર :
જંગલોનું પર્યાવરણીય મહત્વ નીચે મુજબ છે :
(1) જંગલોમાં વરસાદ લાવવામાં ઉપયોગી છે.
(2) વાતાવરણને વિષમ બનતુ અટકાવે છે.
(3) પ્રાણદાયીવાયુ ઓક્સિજન પૂરો પાડે છે.
(4) જંગલો પૂર નિયત્રંણ રહે છે.
(5) જેવા હાનિકારક વાયુનુ શોષણ કરે છે.
(6) જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે.
(7) જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે.
(8) જંગલો રણને આગળ વધતું અટકાવે છે.
(9) હવા પ્રદુષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે.
(10) જંગલો કુદરતી સૌદર્યમાં વધારો કરે છે.
(11) જંગલો હવાને શુદ્ધ કરે છે.
(12) વનાસૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે.
(13) જંગલો ‘સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ’ માટે આદર્શ ક્ષેત્ર છે.
(14) રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવે છે.
11. જંગલ સંરક્ષણ વિશે ટૂંકમાં સમજાવો.
ઉત્તર :
વનસ્પતિ જીવન, પ્રાણીજીવન અને માનવજીવનના આંતરસંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે. પરંતુ માનવી પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિક તથા સ્વાર્થવૃતિના કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચી છે. જંગલોના વિનાશ માટે માનવની જમીન મેળવવાની ભુખ સૌથી વધુ જવાબદાર છે. આ ઉપરાંત વસ્તીવધારો ઉદ્યોગોને રહેઠાણ વિસ્તારથી દૂર લઇ જવાની નીતિ, શહેરીકરણથી, બહુહેતુક યોજનાઓ, સડકોનું નિર્માણકાર્ય, ઇમારતી અને બળતણ લાકડું મેળવવા ઝુમ–ખેતી, દાવાનળ વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઇ રહ્યો છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાઇ જાય છે.
જંગલોના વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરિત અસરો ઊભી થાય છે. જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ ઇફેક્ટ, રણીકરણ, વન્યજીવો નિરાક્ષિત થવ.
1952ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઇએ. ભારતમાં આશરે 23% વિસ્તારમાં જંગલો આવેલા છે. જ્યારે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ 10% છે. આમ, જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે. અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જરૂરી
છે.
12. જંગલોના જતન
માટેના ઉપાયો જણાવો.
ઉત્તર :
જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી છે. 1980માં વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને 1985માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી. જંગલોના જતન માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઇએ :
(1) જંગલો એ રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તેવી સમજ કેળવવી.
(2) વૃક્ષછેદન અટકાવવું, ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી.
(3) વનમહોત્સવ અને સામાજીક વનીકરણ ક્રાયોક્રમોમાં લોક ભાગીદારી વધારવી, પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુ વૃક્ષારોપણ કરવું.
(4) પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્રારા પર્યાવરણ જાગૃતિ લાવવી, પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી.
(5) જંગલોમાં આગ ન લાગે તેની તાકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરીત શમન કરવું.
(6) ઊર્જા મેળવવા ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઊર્જા, બાયોઊર્જા, પવન ઊર્જા જેવા ઊર્જાના પુન:પ્રાપ્ત સ્ત્રોતોનો ઉપયોગ કરવો.
(7) પ્રચાર–પ્રસારણ માધ્યમો દ્રારા લોકોનું જંગલોનું મહત્વ સમજાવી આ બાબતે લોકજાગૃત્તિ લાવવી.
0 Comments