પ્રકરણ ૨ કુલસ્ય આચાર:
ભાષાંતર
ચાતક નું એક બચ્ચું હતું એકવાર તરસ થી પીડાયેલુ તે પોતાની મા પાસે જાય છે અને કહે છે,' ' મા ! મને તરસ લાગી છે . હું પાણી પીવા ઇચ્છું છું . હમણાં વાદળનું પાણી મળતું નથી , એટલે તળાવનું પાણી જ પીવા ઇચ્છું છું . ' ' માતા કહે છે , ' ' બેટા ! આપણે તો વાદળનું પાણી જ પીએ છીએ ; તળાવનું પાણી પીતા નથી , આ આપણા કુળની પરંપરા છે , માટે તું તળાવનું પાણી ન પી શકે . ' '
ચાતકનું બચ્ચું કહે છે , ' ' મા ! મને બહુ તરસ ( લાગી ) છે , અત્યારે આકાશમાં ( હું ) વાદળો જોતું નથી . ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું વાદળાનું પાણી પી શકીશ , એ હું જાણતું નથી , આથી તરસથી પીડાયેલ હું તળાવનું પાણી પીવા જાઉં છું . ' '
માતા ફરી વાર બચ્ચાને સમજાવે છે , ' ' બેટા ! આ આપણા કુળની પરંપરા નથી . કુળની પરંપરા તો જાળવવી જ જોઈએ . આથી તું તળાવનું પાણી પી શકે નહિ . તરસ સહન કરીને તારે વાદળની રાહ જોવી જોઈએ .
માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતકબાળ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે . રસ્તામાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે ( રોકાય ) છે ત્યારે બાપદીકરાની વાતચીત સાંભળે છે .
ખેડૂત ઘરડો અને મરણપથારીએ પડેલો હતો . તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તેના પિતાને કહે છે,"પિતાજી! આજે માર્ગમાં મને પૈસા ની થેલી મળી. તેને જોતા ( મને ) ખુશી થઈ . તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા માટે ( મેં ) હાથ લંબાવ્યો , પણ ત્યારે જ મને આપનો ( આ ) ઉપદેશ સાંભર્યો : ‘ બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી . આથી મેં તે પૈસા ની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો .' '
ચાતકનું બચ્ચું બધું સાંભળે છે . તે વિચારે છે , “ વાહ ! મરણપથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા ! હું તો કુળની પરંપરા જાળવતું નથી . અમે વાદળાનું પાણી જ પીએ છીએ એ અમારી કુળની રીતિ છે . તે હું ત્યજવા તૈયાર થયો છું . આ અયોગ્ય છે . ''
તે વિચારે છે : “ સારા આશયવાળાં પશુઓ , પક્ષીઓ અને મનુષ્યો પોતાના કુળની પરંપરા જાળવે છે ; હું ( પણ ) મારું ( પોતાનું ) કુળ રક્ષિશ ."
એમ વિચારીને તે માતાની પાસે પાછું ફરે છે અને બધી હકીકત કહે છે. માતા સંતોષ અનુભવે છે અને બચ્ચાને આશિષ આપે છે . થોડા જ સમયમાં વરસાદ થાય છે , વાદળનું પાણી પીને ચાતકના બચ્ચાની તરસ શાંત થાય છે .
સ્વાધ્યાય
પ્રશ્ન -1.अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।
1.तृषापीडितः शिशुः कस्य समीपं गच्छति ?
A.जनन्याः✅
B.नीडस्य
C.जलस्य
D.गगनस्य
2.'मेघ ' - शब्दस्य पर्यायः कः ?
A.जलम्
B.वृष्टिः
C.जलदः✅
D.गगनम्
3.सर्वैः किं रक्षितव्यम् ?
A.तडागः
B.कुलाचारः✅
C.मेघः
D.शिशुः
4.वृद्धः कीदृशः आसीत् ?
A.अन्धः
B.विकल :
C.मरणासन्नः✅
D.स्वस्थ :
5.शिशुः कस्य प्रतीक्षां करोति ?
A.मेघस्य✅
B.मेघाय
C.मेघम्
D.मेघेन
6. ' पुनरपि ' शब्दस्य उचितं सन्धिविच्छेदं दर्शयत !
A.पुन + रपि
B.पुनो + अपि
C.पुनः + अपि✅
D.पुनर् + पि
7.अहं तडागजलं पातुम्..... ।
A.इच्छति
B.इच्छसि
C.इच्छमि✅
D.इच्छतु
પ્રશ્ન-2.एक वाक्येन संस्कृतभाषाया उतरत ।
1.तृषया पीडितः कः आसीत् ?
उत्तरम्ः एक चातकशिशु तृषया पीडितः आसीत् ।
2.चातकशिशुः किं पातुं न अर्हति ?
उत्तरम्ः चातकशिशुः मेघजलं पातुं न अर्हति ।
3.कृषकपुत्रस्य दारिद्रयं केन नष्टं भविष्यति ?
उत्तरम्ः कृषकपुत्रस्य दारिद्रयं मार्गे प्राप्यतेन घनष्युतेन नष्टं भविष्यति ।
4.कृषकपुत्रेण मार्गे किं प्राप्तम् ?
उत्तरम्ः कृषकपुत्रेण मार्गे घनष्युतेन प्राप्तः
5.शिशोः तृषा केन नष्टा ?
उत्तरम्ः शिशोः तृषा मेघजलस्य पानेन नष्टा ।
પ્રશ્ન-3.रेखांकितानां पदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं चित्वा प्रश्नवाक्यं रचयत ।
( कः , का , कुत्र , कीदृशः , किम् , कस्यै )
1.जननी शिशुं बोधयति ।
જવાબ : का शिशुं बोधयति?
2.मार्गे परिश्रान्तः सः तिष्ठति ।
જવાબ : मार्गे कीदृशः सः तिष्ठति?
3.कृषक : वृद्धः आसीत् ।
જવાબ : कः वृद्धः आसीत्?
4.धनस्यूतः मार्गे प्राप्तः ।
જવાબ : धनस्यूतः कुत्र प्राप्तः
5.सः तस्यै सर्वं वृत्तान्तं कथयति ।
જવાબ : सः कस्यै सर्वं वृत्तान्तं कथयति ?
પ્રશ્ન-4 निर्देशानुसारं धातुरूपाणां परिचयं लिखत ।
1.इच्छमि - વર્તમાન કાળ, પરસ્મૈપદ, ઉત્તમપુરુષ, એક વચન.
2.गच्छति - વર્તમાન કાલ, પરસ્મૈપદ, અન્યપુરુષ, એક વચન
3.अर्हसि - વર્તમાન કાળ, પરસ્મૈપદ, મધ્યમપુરુષ, એક વચન.
4.कथयति - વર્તમાન કાલ, પરસ્મૈપદ અન્યપુરુષ, એક વચન.
5.वदति - વર્તમાન કાલ, પરસ્મૈપદ અન્યપુરુષ, એક વચન.
પ્રશ્ન-5. मातृभाषायाम् उत्तरत ।
1. કુલાચાર એટલે શું?
જવાબ: કુલાચાર એટલે કુળની પરંપરા. કે કુળ ની રીતી . જેમકે, રઘુકુળ રીત હતી કે 'પ્રાણ જાય પણ વચન ના જાય'તો એને અનુલક્ષીને દશરથ રાજાએ આપેલા કઈ કે ના વચનો નું પાલન તેઓ પોતાના પ્રાણ ત્યાગી ને પણ કરે છે.
2. માતા ચાતક શિશુ ને શું ન કરવા કહે છે ?શા માટે?
જવાબ: જાતક માતા પોતાના તરસ્યા બાળકને તળાવનું કે અન્ય જળાશયનું પાણી પીવાની ના પાડે છે. તે પોતાના બચ્ચા ને સમજાવે છે કે આપણે વરસાદનું પડેલું સીધું પાણી પીવું એ આપણા કુળની પરંપરા છે. માટે ચાતક માતા તેના બચ્ચાને અન્ય જળાશયનું પાણી પીવાની ના પાડે છે.
3. નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધન સ્પર્શ પણ ન કર્યો?
જવાબ: ખેડૂત નો પુત્ર ધનની થયેલી જોઈને ખુશ થયો. આનાથી પોતાની ગરીબાઈ દૂર થશે એમ વિચારી તેણે પૈસા લેવા હાથ લંબાવ્યો. પરંતુ તે જ વખતે તેને પોતાના પિતા એ આપેલો ઉપદેશ યાદ આવ્યો. કે 'બીજાના ધર્મ નો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી.'આથી ખેડૂત ના પુત્ર એ એ પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો.
4. ચાતક શિશુ એ તળાવ જળ શા માટે ન પીધું?
જવાબ: ચાતક શિશુ ને ખૂબ તરસ લાગી હતી. તે પોતાની માતા નું કહેવું ન માનીને અન્ય જળાશયનું પાણી પીવા જાય છે. પરંતુ તે સમયે તે રસ્તામાં એક ખેડૂત અને તેના પુત્રનો કુળની પરંપરા વિશે નો સંવાદ સાંભળે છે. ત્યારે તેનું હૃદય પરિવર્તન થાય છે. તે વિચારે છે કે આટલી બધી ગરીબાઈ છતાં જો ખેડૂતો અને તેનો પુત્ર પોતાના કુળની પરંપરા ને જાળવતો હોય, તો મારે પણ મારા કુળની રક્ષા કરવી જોઈએ. આમ વિચારી ચાતક શિશુ તળાવનું પાણી પીતું નથી.
0 Comments