પ્રકરણ-૩ પછે શામળિયોજી બોલિયા
પ્રેમાનંદ
પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો
1. ગોરાણી એ શ્રી કૃષ્ણ સુદામા ને કયુ કામ સોંપ્યું હતું
A. ગાય દોહવાનું
B. લાકડા બળતણ લાવવાનું✅
C. કુવાડો લાવી આપવાનું
D. ભિક્ષા માંગી લાવવાનું
2. 'પછે શામળિયો' આખું કાવ્ય કોના સંવાદરૂપે આગળ વધે છે
A. સાંદિપની ઋષિ અને તેના પત્ની વચ્ચે
B. શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે✅
C. શ્રીકૃષ્ણ અને બલરામજીના ની વચ્ચે
D. સુદામા અને સાંદિપની ઋષિ વચ્ચે
3. શ્રીકૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે
A. પછી ગુરુજી શોધવા નીસરીયા
B. ટાઢે બેએધ્રુજે આપણી દેહ
C. મળી જમતા ત્રણે ભ્રાત
D. તમો પાસ અમો વિદ્યા શીખતા✅
4. સાંદીપનિ ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો એવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે
A. પછી ગુરુજી શોધવા નીસયૉ
B. કહ્યું સ્ત્રીને તે કીધો કેર
C. આપણ રુદીયા સાથે ચાંપિયા
D. ઉપરના ત્રણેય વાક્યોમાં✅
પ્રશ્ન-2. નીચેના પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યમાં લખો
1. સાંદિપનનિ ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો.
ઉત્તર : કોઈ કારણસર સાંદિપની ઋષિ ગામ ગયા હતા. અને જ્યારે તેઓ ગામ થી પરત ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ,ગોરાણી એ કૃષ્ણ અને સુદામા ને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે ખૂબ અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે સાંદીપનિ ઋષિને ખૂબ ચિંતા થાય છે અને એ માટે તેમને પહેલાં તો ગોરાણી ઉપર ખૂબ ગુસ્સે થયા. અને પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામા ને શોધવા નીકળી પડ્યા. જંગલમાં જઈ જોયું તો કૃષ્ણ સુદામા ઠંડીથી ધ્રૂજી રહ્યા હતા. આ જોઈ સાંદિપની ઋષિ એકદમ વ્યાકુળ બની તેઓને આલિંગન કરી, બંનેને આશ્રમમાં લઈ આવ્યા. આમ સાંદીપનિ ઋષિને જાણે પોતાના સંતાનો હોય તેમ ચિંતા થાય છે.
2. શ્રી કૃષ્ણ અને બલરામ જી વચ્ચે કઈ સ્પર્ધા થઇ હતી?
ઉત્તર : શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે સ્પર્ધા થઇ હતી કે કોણ સૌથી પહેલાં વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે, અને કોણ પહેલા ભારો તૈયાર કરે
પ્રશ્ન-3. નીચેના પ્રશ્નોના ઉત્તર સાત-આઠ લીટીમાં લખો
1. શ્રી કૃષ્ણ સુદામાનુ વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો
ઉત્તર : શ્રી કૃષ્ણ અને સુદામા વિદ્યાર્થીકાળ દરમ્યાન સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે રહી અને ભણતા હતા. તેઓ ત્યાં બે માસ સુધી સાથે રહ્યા. બંને વચ્ચે ખુબજ પ્રેમ હતો. લાગણી હતી .ત્યાં તેઓ બધા જ કામ સાથે મળી કરતા હતા. જેવા કે બંને ભિક્ષા માંગવા જતા હતા. સાથે જમતા હતા અને બંને ઘાસ ની બનાવેલી પથારી પર સાથે જ સુતા હતા, તેઓ એકબીજાને પોતાના સુખ દુઃખની વાતો કરતા હતા, સવારે વહેલા ઉઠી વેદ ની ધૂન કરતા, હતા ગોરાણી કોઈપણ કામ સોંપે તો તેઓ ખૂબ મને લગાવીને એ કામ કરતા હતા. એકવાર ગોરાણી એ જંગલમાંથી લાકડાં લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. અને વૃક્ષોના થડ ફાડીને લાકડા ના ભારા તૈયાર કરી લાવવાના હતા, તે જ સમયે ખૂબ જ અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ તેઓએ એકબીજાનો સાથ ન છોડ્યો, અને સાથે રહ્યા શ્રી કૃષ્ણ સુદામા પાસે એ વાતનો કરાર કર્યો કે, સુદામા એ જ એને વિદ્યા શીખવી હતી તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી.
આમ આ કાવ્યમાં કૃષ્ણ અને સુદામાનું જીવન પ્રેમ અને અગાઢ મૈત્રીનના સંબંધોથી વણાયેલું હતું.
પ્રશ્ન- 4. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો
" તમો પાસ અમો શીખતા, તને સાંભરે રે?
હું ને મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે રે?"
ઉત્તર : આ કાવ્ય પંક્તિ માં પ્રથમ પંક્તિમાં ભગવાન શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા તેવું સ્વીકાર કરે છે. સુદામાએ તેના પર કરેલ ઉપકાર માટે એટલે કે સુદામા ને પોતાને મહાન બનાવવા બદલ શ્રીકૃષ્ણનો આભાર વ્યક્ત કરે છે. અને બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે, ખરેખર તમે એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ અને કહે છે 'કે તમે મને મોટો બનાવી યશ આપ્યો છે કીર્તિ આપી છે' એ ભગવાન શ્રીકૃષ્ણની મહાનતા છે સુદામાના આ શબ્દો ભગવાન શ્રીકૃષ્ણ માટે વિનમ્રતા નો ભાવ દર્શાવે છે.
વ્યાકરણ
1.સમાનાર્થી શબ્દ લખો.
1.સાંભરે- સ્મરણ કરે, યાદ કરે
2.વેદ ની ધૂન- વેદનું જ્ઞાન
3. જાચવુ- યાચના કરવી, માંગવું
4. કાષ્ટ- લાકડા
5. મુશળધાર - સાંબેલા જેવી ધાર
6. જુજવા - જુદા અલગ
7. સોમદ્રષ્ટિ - ચંદ્ર જેવી શીતળ કૃપાદ્રષ્ટિ
2.વિરુદ્ધાર્થી શબ્દ લખો.
1.સાંભરવું - વિસરવું
2.શીતળ - ઉષ્ણ
3. રૂઢિપ્રયોગ ના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો.
1. હૃદય સાથે ચાંપવું- પ્રેમથી ભેટવું, આલિંગન આપવું.

0 Comments