ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. આથી તેની રાજસભામાં દૂર દૂરના પ્રદેશોમાંથી અનેક વિદ્યાનિપૂણ પંડિતો આવતા હતા.
એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલો હતો. તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે. તેનો પરિચય જાણવા તે તેને મહેલમાં બોલાવે છે પછી તે બે ની વચ્ચે આ વાર્તાલાપ થયો:
ભોજ- આપ કોણ છો
યુવક- હું ઘટ પંડિત છું
ભોજ- ઘટ પંડિત? ઘટ પંડિત એટલે શું?
યુવક- કેમ ઘડો છલોછલ પાણીથી ભરેલો હોય છે એવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું.
ભોજ-(યુવકનો ગર્વ પૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકારથી) જો તું ઘટ પંડિત છે, તો હું મુદ્દગર છું.મુદ્દગર પોતાના પ્રહાર વડે ઘડા નો નાશ કરે છે. હું પણ ઘડા રૂપ તારો વિનાશ કરું છું.
યુવક - જો આપમુદ્દગર તરીકે વર્તશો તો હું અગ્નિ છું. હું અગ્નિ થઈને મુદ્દગર ને ભસ્મીભૂત કરી નાખીશ.
ભોજ - જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ. વરસાદ ની આગળ અગ્નિ ઉભો રહી શકતો નથી. તેમ તું પણ મારી આગળ ઊભો રહી નહી શકે.
યુવક - વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી જઈ શકે છે. વરસાદ રૂપે રહેલા આપને હું આમતેમ વહી જઈશ.
ભોજ - જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઇ જનાર સર્પ બનીશ. સર્પ થતો હું સતત પવન રૂપ તમારું રક્ષણ કરીશ.
યુવક - આપજો સર્પ થશો તો હું સર્પ ખાનાર ગરુડ બનીશ.
ભોજ - (વાણી ની રમત વધારતા) તુજો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે.
યુવક - (મનથી વિષ્ણુ અને પ્રણામ કરીને પંડિતાઇ બતાવો તો તે આગળ બોલે છે) જો આપ ચક્રધારી વિષ્ણુ હો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુગટ છું. મુંગટ સદા મસ્તકની ઉપર જ રહે છે.
ભોજ - (યુવકની પંડિતાઈ અનુભવીને) તો હું મુગટની ઉપર શોભતું ફૂલ છું. એમ હું અત્યારે તારી ઉપર રહીશ.
યુવક - આપજો ફુલ થશો તો હું પણ ભ્રમર થઈને તમારી ઉપર રહીશ.
ભોજ - એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું. ફૂલની અંદર રહેલો ભમરો સૂર્ય અસ્ત થતા કેદ થાય છે. તો હું પણ તમને કેદ કરીશ.
યુવક - વાહ ! તમે સૂર્ય છો તો હું મહા પ્રભાવશાળી છું. રાહુ તો સૂર્યને ગ્રસે છે.
ભોજ - (જરા ઊંચે સાદે) જો તમે રાહુ હો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ. દાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિતરૂપે શાંત થશે.
યુવક - (હસીને ચતુરાઇથી) જો તમે દાતા હો તો હું સંતુષ્ટ છું તમારા દાનની કોશિશ નિષ્ફળ જશે. સર્વ રીતે નિર્લોભી હું તમારું દાન નહી લઉ.
આમ આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ,ત્યારે સંતોષ પ્રાપ્ત થતા બધુ શાંત થાય છે. એ વચન અનુસાર વિવાદ પણ પોતાની મેળે જ શમી ગયો.
છેવટે ચતુર તેમજ જ્ઞાન અને ગુણ વડે યુક્ત તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારાદેશના સ્વામી ભોજરાજે કહ્યું, "અહો ઘટ પંડિત ગુણો ના પુજારી એવા ધારાદેશમાં આપનું સ્વાગત છે. આપ વિજેતા થયા. સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ હરાવી ન શકે, કેમકે સંતોષજ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે."
2. લોકો સભામાં જાય છે. उत्तर : जनाःसभां गच्छन्ति ।
3. ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે. उत्तर : धारादेशे गुणानां पुजा भवति ।
4. ભોજપુરી મજામાં પ્રિય હતો उत्तर : भोजः प्रजासु प्रियः आसीत् ।
5. અગ્નિ મૃદગર ને બાળે છે. उत्तर : वह्यीः मुद्गरं दहति ।
4. मातृभाषायाम् उत्तरत। ।
1. રાજાભોજ કેવા હતા? જવાબ : રાજા ભોજ વિદ્યાપ્રેમી કલાપ્રેમી અને પોતાની પ્રજા પ્રત્યે સ્નેહ રાખનાર હતા. તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા.
2 યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે? જવાબ : યુવક માને છે, કે જેમ ઘડામાં છલોછલ પાણીથી ભરેલું હોય છે તેમ, પોતાનામાં પણ પૂરેપૂરું જ્ઞાન છે. એટલે તે પોતાની જાતને ઘટ પંડિત માને છે.
3. રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? શા માટે? જવાબ : રાજા ભોજ અને યુવક નો સંવાદ જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે અટકી જાય છે. કેમકે 'સંતોષ પ્રાપ્ત થતાં બધું જ શાંત થઈ જાય છે' એ વચન અનુસાર રાજા ભોજ અને યુવક નો વિવાદ અટકી જાય છે.
4. ધારા દેશની શિ વિશેષતા હતી? જવાબ : તારા દેશનો રાજા ભોજ વિદ્વાનો કવિઓ અને કલાકારોનો કદરદાન હતો. તેના સમયમાં સાહિત્ય વિદ્યા કાવ્ય કલા ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. આવી ધારાનગરી ના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને આ વિવિધ કલાઓમાં પારંગત હતા. તેથી આવો તારા દેશ દૂર દૂરના દેશોમાં થી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરનાર હતો.
0 Comments