પ્રકરણ ૬ પેશીઓ
પ્રશ્ન 1. એકકોષીય અને બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે? સમજાવો.
ઉત્તર :
- એકકોષીય સજીવોમાં એક જ કોષ પાયાનાં બધાં જ કાર્યો કરે છે.ઉદાહરણ તરીકે,અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા,ખોરાકનું અંતઃગ્રહણ અને શ્વસનવાયુઓનો વિનિમય તેમજ શ્વસન અને ઉત્સર્જન જેવાં કાર્યો થાય છે.
- બહુકોષીય સજીવોમાં કોષો લાખો-કરોડોની સંખ્યામાં હોય છે.તેમાં પ્રત્યેક વિશિષ્ટ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય છે.
- આ કોષસમૂહ નિયત કાર્ય પૂર્ણ ક્ષમતાથી કરે છે.ઉદાહરણ તરીકે,મનુષ્યમાં સ્નાયુકોષો સંકોચન અને શિથિલનને લીધે હલનચલન દર્શાવેછે.ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે.રુધિરના પ્રવાહ દ્વારા શ્વસન વાયુઓ,ખોરાક,અંતઃસ્ત્રાવો અને નકામાં દ્રવ્યોનું વહન થાય છે.વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા એક ભાગમાંથી અન્ય ભાગોમાં થાય છે.
- આથી બહુકોષી સજીવોમાં શ્રમવિભાજન (કાર્ય વહેંચણી) માટે પેશી-અંગ-અંગતંત્રો ઉદ્વિકાસ પામે છે.
પ્રશ્ન 2 પેશી એટલે શું? પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે? પેશીનાં ઉદાહરણ લખો.
ઉત્તર :
ઉત્તર:
- પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષસમૂહ. પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે.
- પેશીનાં ઉદાહરણ : રુધિર,અન્નવાહક,સ્નાયુ વગેરે.
ઉત્તર:
- વર્ધનશીલ પેશી એટલે જેપેશીના કોષો,કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરેતેને વર્ધનશીલ પેશી કહે છે.
- વનસ્પતિ દેહ માં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારમાં જ થાય છે આ સ્થાને વર્ધનશીલ પેશી આવેલી છે.
- સ્થાન:આપેશીમૂળની ટોચ અને પ્રકાંડની ટોચના ભાગે આવેલી હોય છે.
- કાર્ય: નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઇમાં વધારો કરે છે.
- સ્થાન: આ પેશી બે સ્થાયી પેશી ની વચ્ચે અને પર્ણોના તલ પ્રદેશમાં આવેલી હોય છે.
- કાર્ય:ડાળીઓનીઆંતરગાંઠ વચ્ચેનું અંતર વધારે.
- સ્થાન: આપેશી મૂળ અને પ્રકાંડ ના પરિઘીય વિસ્તારમાં જોવા મળે છે.
- કાર્ય: મૂળ અને પ્રકાંડ ની પરિઘીય વૃદ્ધિ વધારે.
- આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે.
- કોષો સ્પષ્ટ કોષકેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે છે.
- કોષો સેલ્યુલોઝયુક્ત પાતળી કોષદીવાલ ધરાવે છે.
- કોષો રસધાની ધરાવતા નથી.
ઉત્તર :
મૃદૂતક પેશી :
- વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે તેને મૃદૂતક પેશી કહે છે.તે સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે.
- કોષો જીવંત હોય છે.
- મૃદૂતક પેશી પાતળી કોષદીવાલવાળા સરળ કોષોની બનેલી છે.
- કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે.
- કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે.
- કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે.
- મૃદૂતક કોષો હરિતદ્રવ્ય (Chlorophyll) યુક્ત હરિતકણ ધરાવતા હોય,તો તેને હરિતકણોતક (Chlorenchyma) કહે છે.તે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા હવાકોટરો (વિશાળ વાયુકોટરો) ધરાવતી મૃદૂતક પેશી આવેલી છે. આ પ્રકારની મૃદૂતકને વાયૂતક (Aerenchyma) પેશી કહે છે.તે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે.
- તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન (પ્રકાશસંશ્લેષણ) કરવાનું કાર્ય કરે છે.
- તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે.
- તેપોષકદ્રવ્યોઅનેપાણીનોસંગ્રહપણકરેછે.
- તેવનસ્પતિનાંઅંગોનુંઆધારોતકરચેછે.
- તેજલીયવનસ્પતિઅંગોનેતારકક્ષમતાબક્ષેછે.
- તેજીવરસનાઘટકોનુંસંયોજનકરેછે.
0 Comments