પ્રકરણ ૭ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
૧. વનનાબૂદી એટલે શું?
ઉત્તરઃ વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે તેને વનનાબૂદી કહે છે .
૨.વનનાબૂદીનાં કારણો જણાવો.
ઉત્તરઃ વનનાબૂદીનાં કારણોમાં ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી,ઘર તેમજ કારખાનાંઓનું નિર્માણ કરવું, ફર્નિચર બનાવવા તથા બળતણ માટે લાકડાંનો ઉપયોગ કરવો વગેરેનો સમાવેશ થાય છે.
૩.________તેમજ _______કુદરતી વનનાબૂદીનાં કારણો છે.
ઉત્તર: કુદરતી આગ, દુષ્કાળ
૪. વનનાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે થાય છે? તે સમજાવો.
ઉત્તર : વનનાબૂદીના કારણે વૃક્ષોની સંખ્યા ઘટે છે. ઓછાં વૃક્ષોનો અર્થ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ તાપમાનમા. વાતાવરણમાં રહેલ Co,પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે.આથી,પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે કે ગ્લોબલ વૉર્મિંગ સર્જાય છે.તેના કારણે પૃથ્વીના જલચક્રનું સંતુલન બગડી જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે.
૫. દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ શાના કારણે થાય છે?
ઉત્તર : વનનાબૂદીથી ઓછાં વૃક્ષોને કારણે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થાય,જેથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે.કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે.એટલે તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિગ થાય છે.પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન બગડી જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે,જેના કારણે દુષ્કાળની પરિસ્થિતિ આવે છે.
૬. ભૂમિનું ઉપલું પડ અનાવરિત થઈ જાય તો શું થાય?
ઉત્તર : વનસ્પતિ ભૂમિનું રક્ષણ કરતું આવરણ છે.વૃક્ષોની માત્રા ઘટવાથી વરસાદ અને પવનના કારણે સેન્દ્રિય પદાર્થો અને હળવા કણો ઉપરના આવરણમાંથી દૂર થાય છે.જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. જમીન પડતર બને છે.
૭. રણનિર્માણ એટલે શું?
ઉત્તર: ભૂમિ પર વૃક્ષોનું પ્રમાણ ઘટવાથી પવન,વરસાદ અને બરફના કારણે થતું ધોવાણ વધે છે.સખત પથ્થર ધરાવતાં સ્તરો ખુલ્લા થવાથી જમીનના નિર્માણ સમયે રેતીના કણોનું પ્રમાણ ક્રમશ : વધે છે તથા માટી અને સેન્દ્રિયપદાર્થોનું પ્રમાણ ઘટે છે. આમ, રણનું નિર્માણ શરૂ થાય છે.
8. વનનાબૂદીના કારણે ભૂમિ પર થતી અસરો જણાવો.
ઉત્તર : ભૂમિના ગુણધર્મો જેવા કે,પોષક તત્ત્વો,બંધારણ વગેરે પર વનનાબૂદીની અસર થાય છે.ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે.ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ઉપરનું પડ દૂર થતાં ભૂમિમાં રહેલા સેન્દ્રિય પદાર્થો તેની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે.જેથી દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. રણવિસ્તારમાં વધારો થાય છે.
9 . આપણે વૃક્ષો કાપતાં રહીશું તો શું થશે?
ઉત્તર : આપણે વૃક્ષો કાપતા રહીશું તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે.વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે.ઓછાં વૃક્ષોને કારણે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થશે. જેથી વાતાવરણમાં તેની માત્રા વધી જશે. કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. એટલે તેની માત્રા માં વધારે પરિણામે ગ્લોબલ વોર્મિંગ થશે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. વૃક્ષોના અભાવમાં વાતાવરણીય પ્રદૂષણમાં વધારો થશે.
10. નીચે આપેલા મુદ્દા પર વનનાબૂદીની અસરો જણાવો :
(1) વન્ય પ્રાણીઓ:
સિંહ,વાઘ,વરુ,દીપડો જેવાં વન્ય પ્રાણીઓનાં રહેઠાણ નાશ પામે છે.તેમને મળતો ખોરાક ઘટતો જાય છે.વનનાબૂદીના કારણે હવામાન,જમીન પર થતી વિપરીત અસર વન્ય પ્રાણીઓના સ્વાથ્ય પર પણ વિપરીત અસર કરે છે.
(2) પર્યાવરણ :
(2) પર્યાવરણ :
વૃક્ષો વરસાદ લાવવાનું,વાતાવરણમાં તાપમાન તેમજ ભેજ જાળવવાનું કાર્ય કરે છે.જમીનના કણોને બાંધી રાખી બંધારણ,ફળદ્રુપતા જાળવે છે.વનનાબૂદીના કારણે વરસાદ,જમીન અને હવાનું સંતુલન ખોરવાય છે.
(3) ગામડાંઓ :
(3) ગામડાંઓ :
ગામના લોકો વનમાંથી ખોરાક,રહેઠાણ,રક્ષણ વગેરે મેળવે છે.વનનાશના કારણે તેમાં વસતી પ્રાચીન જાતિઓ પોતાનો ખોરાક,રહેઠાણ અને રક્ષણ ગુમાવે છે.તેથી ગામડાંઓ તૂટે છે,નાશ પામે છે.
(4) શહેર :
(4) શહેર :
વન્ય પ્રાણીઓને આહાર અને નિવાસસ્થાન ન મળતાં તેઓ માનવ વસતી તરફ આવે છે.ગ્રામ્ય લોકો શહેરમાં આવતાં વસતીવધારો થાય છે.જેનાથી બીજી સમસ્યાઓ ઉદ્દભવે છે.
(5) પૃથ્વી :
(5) પૃથ્વી :
પૃથ્વીના મૃદાવરણમાં આવેલી વનસ્પતિ સૃષ્ટિનો નાશ થવાથી તાપમાન વધે છે.જેના કારણે વરસાદ અનિયમિત બને છે.સમય જતાં મૃદાવરણનું બંધારણ જળવાતું નથી અને જીવાવરણનું સંતુલન ખોરવાતું જાય છે.
(6) આવનારી પેઢી :
(6) આવનારી પેઢી :
વનનાબૂદીના કારણે આવનારી પેઢી ઘણાં પ્રાણીઓ અને વનસ્પતિ જોઈ નહીં શકે.પ્રદૂષિત હવા અને પાણીની અછત તેમની સળગતી સમસ્યાઓ હશે.
11. જીવાવરણ એટલે શું?
ઉત્તરઃ જીવાવરણ એટલે પૃથ્વીનો એવો ભાગ કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે.
12. જૈવવિવિધતા એટલે શું?
ઉત્તર : જૈવવિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ,પ્રાણીઓ અને જીવોની વિભિન્ન પ્રજાતિઓનો સમૂહ.
13. આપણે જેવવિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ?
ઉત્તર : જૈવવિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી જ વનસ્પતિઓ,પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિઓનો સમૂહ.જે બધું જ એકબીજા સાથે જોડાયેલું હોય છે.તેમાંથી કોઈ પણનો નાશ સમગ્ર જૈવ વિવિધતા માટે નકારાત્મક બને છે.જો વનસ્પતિનું પ્રમાણ ઘટે તો વાતાવરણમાં 02,Co2,તાપમાન,ભેજનું પ્રમાણ જળવાઈ રહે નહીં. જમીનની ફળદ્રુપતા જાળવવા તથા ભૂ–જૈવ રાસાયણિક ચક્ર ચલાવવા સૂક્ષ્મ જીવો જરૂરી છે.નિવસનતંત્રમાં ગોઠવાયેલી આહારજાળમાં તમામ સજીવ ઘટકો જરૂરી છે.
14. સુરક્ષિત ક્ષેત્ર એટલે શું?ટૂંકમાં સમજાવો.
ઉત્તર : વનસ્પતિઓ,પ્રાણીઓ અને તેમના નિવાસોનાં સંરક્ષણ માટે આ નિવાસોને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે. જેને અભયારણ્ય,રાષ્ટ્રીય ઉધાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે છે.અહીં વૃક્ષારોપણ,ખેતી,ચરવું , વૃક્ષોની કાપણી અને શિકાર પર પ્રતિબંધ હોય છે.
15. સુરક્ષિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે?
(A) અભયારણ્ય

(B) રાષ્ટ્રીય ઉદ્યાન
(C) જૈવ આરક્ષિત વિસ્તાર
(D) આપેલ તમામ
ઉત્તર : (D) આપેલ તમામ
16. જેવાવરણ આરક્ષિત વિસ્તારમાં કઈ ક્રિયાઓ પર પ્રતિબંધ છે?
ઉત્તર : જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં ખેતી,ચરાઈ,વૃક્ષોની કાપણી,પ્રાણીઓનો શિકાર વગેરે જેવી ક્રિયાઓ પ્રતિબંધિત છે.
17. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું?
ઉત્તરઃ રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર છે.જયાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે છે.
18. અભયારણ્ય એટલે શું?
ઉત્તર અભયારણ્ય એટલે એવો વિસ્તાર જયાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે.
19. જૈવ આરક્ષિત વિસ્તાર એટલે શું?
ઉત્તર : જૈવ આરક્ષિત વિસ્તાર એટલે વન્ય જીવો,વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવનપર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર.
20. ગુજરાતમાં_____ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે.
ઉત્તર : ગીર
21. ગુજરાતમાં આવેલાં અભયારણ્યોનાં નામ લખો.
ઉત્તર : ગીર અભયારણ્ય,વેળાવદર,નળસરોવર–પક્ષી અભ્યારણ્ય,જાંબુઘોડા અભયારણ્ય,ખીજડિયા અભયારણ્ય,ધુડખર અભ્યારણ્ય.
22. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?
(A) કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ

(B) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન - ગુજરાત
(C) રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન
(C) રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન
(D) સુલતાનપુર રાષ્ટ્રીય
ઉત્તર : (D)સુલતાનપુર રાષ્ટ્રીય
23. ભાવનગર પાસે વેળાવદર કયા પ્રાણી માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે?
ઉત્તર : કાળિયાર
24. નીચેનામાંથી કયું પક્ષી અભયારણ્ય છે?
(A) નળસરોવર
ઉત્તર : (D)સુલતાનપુર રાષ્ટ્રીય
23. ભાવનગર પાસે વેળાવદર કયા પ્રાણી માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે?
ઉત્તર : કાળિયાર
24. નીચેનામાંથી કયું પક્ષી અભયારણ્ય છે?
(A) નળસરોવર
(B) ગીર
(C) જેસોર
(D) પેરિયાર
ઉત્તર : (A) નળસરોવર
25. દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં છે?
ઉત્તર : જમ્મુ - કાશ્મીર
26. ભારતના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રોનાં નામ લખો.
ઉત્તર : (1) ગ્રેટ રણ ઓફ કચ્છ (ગુજરાત) (2) ગલ્ફ ઓફ મનાર (તામિલનાડુ) (3) પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તાર (4) સુંદરવન (પશ્ચિમ બંગાળ) ભારતનાં મહત્ત્વનાં જૈવ આરક્ષિત ક્ષેત્રો છે.
27. કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની_____ તેમજ____ને જાળવી રાખવામાં સહાયક હોય છે.
ઉતર: જૈવ વિવિધતા, સંસ્કૃતિ
28.____ જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન છે.
ઉત્તર :પંચમઢી
29. પંચમઢી જૈવ આરક્ષણ ક્ષેત્ર વિશે નોંધ લખો.
ઉત્તર : પંચમઢી જૈવ આરક્ષણ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારનાં પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે.આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે.તેમાં સાતપુડા નામનો રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના વન્ય પ્રાણી અભયારણ્ય આવેલાં છે.
30. જૈવ વિવિધતાનો નાશ શેના કારણે થાય છે?
ઉત્તર : (1) વનનાબૂદી (2) ગ્લોબલ વોર્મિંગ (3) પ્રદૂષણ– હવા,પાણી,જમીન (4) કુદરતી આગ (5) દુષ્કાળ (6) ભૂમિના બંધારણમાં પોષક તત્ત્વોના ફેરફારના કારણે,જલસંગ્રહ ક્ષમતામાં ફેરફારના કારણે (7) માનવ દ્વારા પ્રાણી અને વનસ્પતિઓનો અમર્યાદિત અયોગ્ય ઉપયોગ (9) પ્રાકૃતિક ફેરફારો વગેરે જૈવ વિવિધતાના નાશ માટે જવાબદાર કારણો છે.
31. વનસ્પતિસૃષ્ટિ એટલે શું? તેનાં ઉદાહરણ આપો.
ઉત્તરઃ કેટલીક વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે.આવા વિશિષ્ટ વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિઓને વનસ્પતિસૃષ્ટિ કહે છે.ઉદાહરણ તરીકે સાલ,સાગ,આંબો,જાંબુડો,હંસરાજ,અર્જુન વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિસૃષ્ટિ છે.
32. પ્રાણીસૃષ્ટિ એટલે શું? તેનાં ઉદાહરણ આપો.
ઉત્તર : કેટલાક પ્રાણીઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જ જોવા મળે છે.આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતાં પ્રાણીઓને પ્રાણીસૃષ્ટિ કહે છે. ઉદા.તરીકે ચિંકારા,નીલગાય,જંગલી કૂતરો,વરુ,દીપડો,ચિત્તલ,બાર્કિંગ ડીઅર (ભસતું હરણ) વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણીસૃષ્ટિ છે.
33. બાકિંગ ડીઅર પંચમઢી વિસ્તારની પ્રાણીસૃષ્ટિમાં જોવા મળે છે. (✔ કે X)
ઉત્તર : ✔
35. સ્થાનિક જાતિ એટલે શું?
ઉત્તર : વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે.

0 Comments