પાઠ-15 રાજ્ય સરકાર
1. સરકાર નું કયું અંગ કાયદા ઘડવાનું કાર્ય કરે છે?
ઉત્તર : ધારા સભા
2. સરકાર નું કયું અંગ કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે?
ઉત્તર : કારોબારી
3. ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે?
ઉત્તર : 28,9
4. રાજ્યની ધારાસભા નું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે?
ઉત્તર : વિધાન પરિષદ
5. વિધાન પરિષદ દરેક સભ્ય કેટલા મુદ્દત માટે ચૂંટાય છે?
ઉત્તર : 6
6. ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે?
ઉત્તર : 182
7. વિધાનસભાની મુદત કેટલા વર્ષની હોય છે?
ઉત્તર : પાંચ
8. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખના શાસન દરમ્યાન રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે?
ઉત્તર : રાજ્યપાલ
9. રાજ્યની કારોબારીના વડા કોણ છે?
ઉત્તર : રાજ્યપાલ
10. ગુજરાત વડી અદાલત ની સ્થાપના કયારે , કયાં થઇ હતી?
ઉત્તર : 1 મે,1960-અમદાવાદ
11. મમતા સખી યોજના નું આયોજન અને સંચાલન કોણ કરે છે?
ઉત્તર : રાજ્ય સરકાર
12. ખિલખિલાટ દ્રોપબેક યોજનાનું આયોજન અને સંચાલન કરે છે?
ઉત્તર : રાજ્ય સરકાર
13. પર્યાવરણના જનતાના કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કોણ કરે છે?
ઉત્તર : કેન્દ્ર સરકાર
14. આયુષ્માન ભારત યોજના 2018નું આયોજન અને સંચાલન કરે છે?
ઉત્તર : કેન્દ્ર સરકાર
15. રાજ્યની ધારાસભા ના ઉપલા ગૃહ ને................. કહે છે.
ઉત્તર : વિધાન પરિષદ
16. લોકશાહીમાં સરકાર લોકોની............. મુજબ વહીવટ ચલાવે છે.
ઉત્તર : ઈચ્છા
17. નગરપાલિકા અને............. એ શહેર સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.
ઉત્તર : મહાનગરપાલિકા
18. ............ એ કાયમી ગૃહ છે.
ઉત્તર : વિધાન પરિષદ
19. વિધાનસભાની ચૂંટણી દર......... વર્ષે થાય છે.
ઉત્તર : પાંચ
20. વિધાન પરિષદના એક તૃતીયાંશ સભ્યો દર............. વર્ષે નિવૃત્ત થાય છે.
ઉત્તર : બે
21. ગુજરાત વિધાનસભાના સભ્ય સંખ્યા.......... છે.
ઉત્તર : 182
22. ...........ની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે.
ઉત્તર : રાજ્યપાલ
23. ........... ની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે.
ઉત્તર : રાજ્યપાલ
24. રાજ્યના મંત્રીમંડળ ને.......... કારોબારી કહેવામાં આવે છે.
ઉત્તર : રાજકીય
25. રાષ્ટ્રપ્રમુખ............ સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક કરે છે.
ઉત્તર : વડાપ્રધાન
26. મંત્રીમંડળમાં .......... કક્ષાના મંત્રીઓ હોય છે.
ઉત્તર : ત્રણ
27. મુખ્યમંત્રી વિધાનસભામાં......... પાસે રાજ્ય નુંઅંદાજપત્ર રજૂ કરે છે.
ઉત્તર : નાણામંત્રી
28. રાજ્ય સરકાર...........કેન્દ્ર દ્વારા સામાન્ય દવાઓ નું સસ્તા દરે વેચાણ કરે છે.
ઉત્તર : જન
29. દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં............. યોજના છે.
ઉત્તર : 108
30. અટલ સ્નેહ યોજના એ............... સરકારની આરોગ્ય માટેની યોજના છે.
ઉત્તર : કેન્દ્ર
31. રાજ્યના મૂળભૂત હેતુ ઓ કયા કયા છે?
ઉત્તર : (1) કાયદો અને વ્યવસ્થાની જાણકારી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવી. (2) રાજ્યના લોકોને સર્વ મુખી કલ્યાણ સાધીને તેમના સ્વતંત્ર અને મૂળભૂત હકો નું જતન અને રક્ષણ કરવું.
32. રાજ્ય સરકારના અંગો જણાવો.
ઉત્તર : રાજ્ય સરકારના મુખ્ય ત્રણ અંગો છે. (1) ધારાસભા (2) કારોબારી અને(3) ન્યાયતંત્ર.
33. સરકાર કયા કયા સ્તરે કામ કરે છે.
ઉત્તર : સરકાર સ્થાનિક કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે.
34. રાષ્ટ્રકક્ષાની સરકાર ને શું કહે છે? તે કોનો વહીવટ કરે છે?
ઉત્તર : રાષ્ટ્રકક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કહે છે. તે સમગ્ર દેશનો વહીવટ કરે છે.
35. વિધનપરિષદ કોને કહે છે?
ઉત્તર : રાજ્યની ધારાસભા ના ઉપલા ગૃહ ને 'વિધાન પરિષદ' કહે છે.
36. વિધાન પરિષદના સભ્યો ને કોણ ચૂંટે છે?
ઉત્તર : વિધાન પરિષદના સભ્યો ને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મંડળો છૂટે છે.
37. ખરડો કાયદો ક્યારે બને છે?
ઉત્તર : સામાન્ય કે નાણાકીય ખરડા ને વિધાનસભામાં વિવિધ તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્યપાલ ની મંજૂરી માટે મોકલવામાં આવે છે રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે.
38. ગુજરાતની વિધાનસભા ભવન ક્યાં આવેલું છે? તેનું નામ શું છે?
ઉત્તર : ગુજરાતની વિધાનસભા નું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે. તેનું નામ 'વિઠ્ઠલ ભાઈ પટેલ' વિધાનસભા ભવન છે.
39. ધારાસભ્ય ને અંગ્રેજી માં કયા નામે ઓળખવામાં આવે છે?
ઉત્તર : ધારાસભ્યને અંગ્રેજીમાં M.L.A ના નામથી ઓળખવામાં આવે છે.
40. રાજ્યમાં કયો પક્ષ સરકાર રચે છે?
ઉત્તર : વિધાનસભામાં વિપક્ષના સભ્યો બહુમતી ધરાવતા હોય અથવા જે પક્ષ ને વિધાનસભાના બહુમતી સભ્યોનો ટેકો હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે.
0 Comments