પ્રકરણ ૬ પેશીઓ
પ્રશ્ન 5 સ્થૂલકોણક પેશીની રચના અને કાર્યો જણાવો. અથવા વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સ્થાયી પેશી વર્ણવો.ઉત્તર :
સ્થૂલકોણક પેશી :
- વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલકોણક પેશી કહે છે.
- વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે [નોંધ : સ્થૂલકોણક પેશી દ્વિદળી વનસ્પતિનાં હવાઈ અંગોમાં જોવા મળે છે.ભૂગર્ભીય અંગ મૂળમાં ક્યારેય હોતી નથી.]
- આ પેશીના કોષો જીવંત,લાંબા અને કોણીય (ખૂણા) બાજુ અનિયમિત મોટા હોય છે.
- કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે.
- કોષોની પ્રાથમિક દીવાલ પર ખૂણાના ભાગે સ્કૂલન થયેલું હોય છે.
કાર્યો:
- વનસ્પતિના અંગો ને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે.
- વનસ્પતિને યાંત્રિક આધાર પણ આપે છે.
પ્રશ્ન 6. સમજાવો : દઢોતક પેશી (Sclerenchyma) ની રચના અને કાર્ય અથવા દઢોતક પેશીનાં લક્ષણો અને કાર્ય વર્ણવો.
અથવા
વિસ્તૃતમાં વર્ણવો : મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી
ઉત્તર :
- મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દઢોતક પેશી કહે છે.
સ્થાન :
- પ્રકાંડમાં,વાહિપુલની નજીક,પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હોય છે. નાળિયેરની રેસાયુક્ત છાલ દઢોતક પેશીની બનેલી છે.
લક્ષણો :
- આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે.
- કોષોની પ્રાથમિક દીવાલ પર લિગ્નિનનું સ્થૂલન હોય છે.
- કોષોની દીવાલ જાડી હોય છે.
- કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી.
- કોષો મૃત હોય છે.
- વનસ્પતિ ના ભાગો ને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે.
ઉત્તર :
- વનસ્પતિનાં અંગોના સૌથી બહારના એક સ્તરને અધિસ્તર કહે છે.
રચના :
- અધિસ્તરના કોષો મૃદૂતક પેશીના બનેલા,એક સ્તરમાં ગોઠવાયેલા અને આંતરકોષીય અવકાશ વગર સળંગ ગોઠવણી ધરાવે છે.મોટા ભાગના અધિસ્તરીય કોષો ચપટા હોય છે અને તેમની બાહ્ય તથા પાર્થ દીવાલ આંતરિક કોષદીવાલ કરતાં જાડી હોય છે.વનસ્પતિના હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણ (ક્યુટિન) ના સ્ત્રાવથી આવરિત હોય છે.
કાર્યો :
- અધિસ્તર વનસ્પતિના બધા ભાગોને રક્ષણ આપે છે.
- અધિસ્તર પર મીણયુક્ત (ક્યુટિન) આવરણ વનસ્પતિને પાણીના વ્યયની સામે રક્ષણ,યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે.
- શુષ્ક વસવાટમાં આવેલી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તરી જાડું હોય છે તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે છે.
- મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરે છે.
પ્રશ્ન 8 જટિલ સ્થાયી પેશી કોને કહે છે? તેનાં ઉદાહરણ આપી જણાવો કે શા માટે તેમને સંવહન પેશી કહે છે?
ઉત્તર :
ઉત્તર :
- એક કરતાં વધારે પ્રકારના કોષો એકસાથે મળીને કાર્ય કરે તેવી પેશીને જટિલ સ્થાયી પેશી કહે છે. ઉદાહરણ : જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશી પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે અને અન્નવાહક પેશી ખોરાકનું વહન કરે છે. આમ,જટિલ સ્થાયી પેશી મુખ્યત્વે વહન કાર્ય સાથે સંકળાયેલી હોવાથી તેને સંવહન પેશી (વાહક પેશી) કહે છે.
પ્રશ્ન 9 જલવાહક પેશી (Xylem) ની રચના અને કાર્યો વર્ણવો.
અથવા
ટૂંક નોંધ લખો : જલવાહક પેશી
ઉત્તર :
ઉત્તર :
- વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહે છે.
જલવાહક પેશીના બંધારણમાં ચાર ઘટકોનો સમાવેશ થાય છે :
(1) જલવાહિનિકી
(2) જલવાહિની
(3) જલવાહક મૃદૂતક અને
(4) જલવાહક તંતુઓ (દઢોતક)
(2) જલવાહિની
(3) જલવાહક મૃદૂતક અને
(4) જલવાહક તંતુઓ (દઢોતક)
- જલવાહિનિકી અને જલવાહિનીની સંરચના જાલિકાકાર હોય છે.આ કોષોની કોષદીવાલ જાડી હોય છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઊર્ધ્વ ત૨ફ સ્થળાંતર કરે છે.
- જલવાહક મૃદુતક જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે તે ખોરાકનો સંગ્રહ કરે છે તેમજ પાણીના પાર્શ્વ બાજુએ કિનારી તરફ સંવહન કરવામાં મદદરૂપ થાય છે.
- જલવાહક તંતુઓ મુખ્યત્વે મજબૂતાઈના કાર્યમાં મદદરૂપ છે.
0 Comments