પ્રકરણ ૭ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

36. પંચમઢી જેવાવરણ આરક્ષિત ક્ષેત્રની સ્થાનિક વનસ્પતિ જણાવો. 
ઉત્તર : સાલ,જંગલી આંબો 

37. પંચમઢી જેવાવરણ આરક્ષિત ક્ષેત્રનાં સ્થાનિક પ્રાણીઓ જણાવો. 
ઉત્તર : બાયસન (જંગલી બળદ),ભારતીય વિશાળ ખિસકોલી અને ઊડતી ખિસકોલી પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રનાં સ્થાનિક પ્રાણીઓ છે. 

38. શું સ્થાનિક જાતિઓ પણ લુપ્ત થઈ શકે છે?કેમ? 
ઉત્તર : સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ શકે છે.સ્થાનિક જાતિઓ જયાં વસવાટ કરતી હોય તે નિવાસસ્થાનનો નાશ થવાથી,તે વિસ્તારમાં માનવવસતીનો વધારો થવાથી કે તેમના નિવાસસ્થાનમાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિઓના અસ્તિત્વને જોખમ પહોંચે છે. 

39.______ એ સજીવોની વસતિનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતરપ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. 
ઉત્તર: જાતિ

40. એક જ જાતિના સભ્યો____ લક્ષણો ધરાવે છે. 
ઉત્તર : સમાન 

41. વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? સમજાવો. 
ઉત્તરઃ આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર કે જયાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે. તેવા વિસ્તારોને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે.અભયારણ્યમાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.કેટલાંક સંકટમાં મૂકાયેલાં જંગલી પ્રાણીઓ જેવાં કે,કાળું હરણ,હાથી, સોનેરી બિલાડી,ઘડિયાળ,કાદવમાં રહેતો મગર,અજગર,ગેંડા વગેરે અભયારણ્યોમાં સુરક્ષિત છે. 

42. લુપ્ત થતા જંગલી પ્રાણીઓ કે જે અભયારણ્યોમાં સુરક્ષિત છે,તેમનાં નામ જણાવો. 
ઉત્તર : કાળું હરણ,હાથી,સોનેરી બિલાડી,ગુલાબી શીર્ષવાળુ બતક,ઘડિયાળ,કાદવમાં રહેતો મગર,અજગર, ગેંડા વગેરે જેવાં પ્રાણીઓ અભયારણ્યમાં સુરક્ષિત છે. 

43. ભારતીય અભયારણ્યોમાં કેવા વિસ્તારોનો સમાવેશ થાય છે? 
ઉત્તર ભારતીય અભયારણ્યોમાં મોટાં સપાટ જંગલો,પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખત્રિકોણ પ્રદેશની ઝાડીવાળી જમીન અથવા ઝાડીઓ વગેરેનો સમાવેશ થાય છે.

44. શા માટે સુરક્ષિત જંગલો વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી?
ઉત્તર : સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી. કારણ કે, તેની આસપાસના ક્ષેત્રમાં વસવાટ કરતા લોકો તેનો અતિ ઉપયોગ કરી તેને હાનિ પહોંચાડે છે.

45. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? સમજાવો. 
ઉત્તર : પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત આરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે.તે વનસ્પતિજાત,પ્રાણીજાત,ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. ઉદા.તરીકે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે.આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ આવેલા છે.તેમાં ગુફાઓ પણ આવેલી છે. 

46._______ , રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. 
ઉત્તર: સાતપુડા 

47. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે. (✔ કે X)
ઉત્તર✔ 

48. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં____ પણ આવેલ છે. 
(A) ખડકોનાં મકાન 
(B) ખડકોની ગુફાઓ 
(C) ખડકોની ઝૂંપડી 
(D) આપેલ તમામ 

ઉત્તર : (D) આપેલ તમામ 

49. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં____ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. 
ઉત્તર : 55

50. સરકારે વાધના સંરક્ષણ માટે____ અમલમાં મૂક્યો છે. 
ઉત્તર : પ્રૉજેક્ટ ટાઇગર

51. પ્રૉજેક્ટ ટાઇગરનો ઉદ્દેશ જણાવો. 
ઉત્તર : પ્રોજેક્ટ ટાઇગરનો ઉદેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસતિની જાળવણી કરવાનો છે.

52. સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. (✔ કે X)
ઉત્તર✔ 

53. નાશ : પ્રાય જાતિ એટલે શું? 
ઉત્તર : એવાં પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે.અને તે લુપ્ત થઈ શકે છે તેવાં પ્રાણીઓને નાશ : પ્રાય જાતિ કહે છે.

54. ડાયનોસોર લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયાં. (✔ કે X)
ઉત્તર✔ 

55. કારણ આપો : નાનાં પ્રાણીઓને મારવાં ન જોઈએ. 
ઉત્તર : આવાં પ્રાણીઓ કદમાં નાનાં હોવા છતાં તેઓ નિવસનતંત્રની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે. નિવસનતંત્રમાં તેઓ આહાર જાળ અને આહાર શૃંખલાની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે.કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ,પ્રાણીઓ તેમજ સૂક્ષ્મ જીવ અને અજૈવ ધટકો ભેગા મળીને નિવસનતંત્રનું નિર્માણ કરે છે.આમ,બધાં જ પરસ્પર આધારિત હોય છે;માટે નાનાં પ્રાણીઓને મારવાં ન જોઈએ. 

56. પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાનમાં અડચણ સર્જાય તો શું થાય? 
ઉત્તરઃ પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાનમાં અડચણ સર્જાય તો પ્રાણીઓ માટે ખતરો ઊભો થાય છે.નાનાં કે મોટાં બધા જ પ્રાણીઓ એ આહારજાળ અને આહારશૃંખલાનો ભાગ છે.જો નિવાસસ્થાનમાં અડચણ સર્જાય તો પ્રાણીઓ સુરક્ષિત રીતે રહી શકતાં નથી.આથી,તેમની જાતિ માટે ખતરો ઊભો થાય છે. 

57. નિવસનતંત્રનું નિર્માણ કેવી રીતે થાય છે? 
ઉત્તર : કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ,પ્રાણીઓ તેમજ સૂક્ષ્મ જીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસનતંત્રનું નિર્માણ કરે છે.

58. રેડ ડેટા બુક એટલે શું? 
ઉત્તરઃ રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે,જેમાં બધી નાશ:પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે.વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. 

59.____,___ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા હોય છે. 
ઉત્તર : વનસ્પતિઓ , પ્રાણીઓ 

60. પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી_______ પરિવર્તનના કારણે ઊડીને આવે છે.
ઉત્તર: વાતાવરણીય 

61. પ્રવાસી પક્ષીઓ એટલે શું? 
ઉત્તર : ઘણી વખત પક્ષીઓનું મૂળ નિવાસસ્થાન તેની આબોહવાકીય પરિસ્થિતિને કારણે ચોક્કસ થોડા સમય માટે ત્યાં રહેવા યોગ્ય હોતું નથી.આથી આવા વિસ્તારના પક્ષીઓ જે ઊડીને એક દેશમાંથી બીજા દેશમાં દૂરના અંતરની યાત્રા કરે છે,તેને સ્થળાંતરિય પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે. 

62. 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત_____ વૃક્ષોને કાપવામાં આવે છે. 
ઉત્તર : 17 

63. કાગળને 10 થી 12 વખત રિસાઇકલ કરી શકાય છે. (✔ કે X)
ઉત્તર: X

64. કારણ આપો આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. 
ઉત્તર : જો વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો,એક વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકાય છે.એ સિવાય કાગળ ઉત્પનાદનમાં વપરાતા પાણી તેમજ ઊર્જાની પણ બચત કરી શકાય છે.કાગળ ઉત્પાદનમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો કરી શકાય છે. ઘર,ઑફિસ,ઉદ્યોગ,પેકિંગ માટે વપરાતા કાગળનો બચાવ કરવાથી વૃક્ષો,વીજળી,પાણીની બચત થઈ શકે છે. 

65. પુનઃવનીકરણનો ઉદ્દેશ જણાવો. 
ઉત્તરઃ પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલાં વૃક્ષોની ઘટ પૂરી કરવા નવાં વૃક્ષોની રોપણી કરી જંગલવિસ્તાર વધારવાનો છે. 

66. પુનઃવનીકરણમાં રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિનાં હોય છે,જે જંગલમાં જોવા મળતાં નથી. (✔ કે X)
ઉત્તર: X

67. આવનારી પેઢી પર વનનાબૂદીની અસર જણાવો. 
ઉત્તર : આવનારી પેઢી પર વનનાબૂદીની અસરો આ મુજબ છે: 

(1) વરસાદનું પ્રમાણ ઘટતાં પાણીની અછત સર્જાશે. 
(2) જમીનનું બંધારણ સંતુલિત,ફળદ્રુપ ન રહેતાં પાક-ઉછેરમાં તકલીફ થાય. 
(3) વનસ્પતિ ઘટવાથી વરસાદ ઘટે. 
(4) તાપમાનમાં વધારો થાય. 
(5) વાતાવરણમાં co નું પ્રમાણ વધે. 

68. વનસંરક્ષણ અધિનિયમનો હેતુ જણાવો. 
ઉત્તર : વનસંરક્ષણ અધિનિયમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે.તેમજ એવો ઉપાય કરવાનો છે,જેનાથી જંગલોમાં અને તેની આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે.