પાઠ-15 રાજ્ય સરકાર
\ 41. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ નું શાસન ક્યારે કોણ લાદે છે?
ઉત્તર : કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં રાજ્યમાં બંધારણીય જોગવાઈઓ અનુસાર સરકાર ચાલી શકે તેમ નથી કે સરકારની રચના થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે.42. વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે?
ઉત્તર : વિધાનસભામાં અધ્યક્ષ ના માધ્યમથી પ્રશ્નો પુછાય છે.
43. મંત્રીમંડળ અને વહીવટી અધિકારીઓને કેવી કારોબારી કહેવામાં આવે છે?
ઉત્તર : મંત્રી મંડળ ને 'રાજકીય કારોબારી' અને વહીવટી અધિકારીઓને 'વહીવટી કારોબારી' કહેવામાં આવે છે.
44. રાજ્યપાલ મોટાભાગની સત્તાઓ કોણ ભોગવે છે?
ઉત્તર : રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે.
45. રાજ્યમાં રાષ્ટ્રીય પ્રમુખ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે?
ઉત્તર : રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે.
46. મંત્રીમંડળમાં કેટલી અને કઈ કઈ કક્ષાએ મંત્રીઓ હોય છે?
ઉત્તર : મંત્રીમંડળમાં ત્રણ કક્ષાના મંત્રીઓ હોય છે.(1) કેબિનેટ કક્ષાના મંત્રીઓ (2) રાજ્યકક્ષાના મંત્રીઓ (3) નાયબ કક્ષાના મંત્રીઓ.
47.સંઘયાદીમાં કેટલા વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે ?
ઉત્તર : સંઘયાદીમાં 97 વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે.
48. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે, ક્યાં થઈ હતી?
ઉત્તર : ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1મે, 1960માં અમદાવાદ ખાતે થઈ હતી.
49. વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કહે છે?
ઉત્તર : વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સલાહ મુજબ કહે છે.
50. વડી અદાલત કઈ અદાલત તરીકેની ફરજો બજાવે છે ?
ઉત્તર : વડી અદાલત નઝીરી અદાલત (court of records ) તરીકેની ફરજો બજાવે છે.
51. આરોગ્ય એટલે શું? અથવા આરોગ્યની વ્યાખ્યા આપો.
ઉત્તર : આરોગ્ય એટલે શારિરીક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમકુશળતા ( સુખાકારી ) ની સંપૂર્ણ અવસ્થા.
52. રાજ્ય સરકાર કયા કયા રોગો માટે રસીકરણના કાર્યક્રમો ચલાવે છે?
ઉત્તર : રાજ્ય સરકાર ઓરી, અછબડા, પોલિયો, વગેરે રોગના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમો ચલાવે છે.
53. ખિલખિલાટ ડ્રોપબૅક યોજના શું છે?
ઉત્તર : ખિલખિલાટ ડ્રોપબૅક યોજના મુજબ સરકારી હોસ્પિટલમાંથી પ્રસુતિ પછી માતા અને નવજાત શિશુને તેમના ઘરે પહોંચાડવા માટે 'ખિલખિલાટ' વાહનની નવી જ વ્યવસ્થા કરવામાં આવી છે.
54. આયુષ્યમાન ભારત યોજના - 2018 નું બીજું નામ શું છે?
ઉત્તર : આયુષ્માન ભારત યોજના - 2018નું બીજું નામ 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' છે.
55. આયુષ્માન ભારત યોજનાની બે મહત્વની બાબતો કઈ છે?
ઉત્તર : આયુષ્માન ભારત યોજના ની બે મહત્વની બાબતો : (1) રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (2) કલ્યાણ કેન્દ્ર.
56. વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો.
ઉત્તર : વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત નીચે પ્રમાણે છે.
(1) તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
(2) તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
(3) એ સરકારી સંસ્થામાં હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં.
(4) વ્યક્તિ નાદર, અસ્થિર મગજનો કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં.
57. રાજ્ય સરકારના કોઈપણ ચાર કાર્ય જણાવો.
ઉત્તર : રાજ્ય સરકારના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે.
57. રાજ્ય સરકારના કોઈપણ ચાર કાર્ય જણાવો.
ઉત્તર : રાજ્ય સરકારના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે.
(1) તે લોક કલ્યાણ સાધે છે.
(2) રાજ્ય ના લોકો ની પાયાની જરૂરિયાતો વીજળી, રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય વગેરેને લગતા કાર્યો કરે છે.
(3) તે સસ્તા ની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે.
(4) પુર અતિવૃષ્ટિ, દુકાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વખતે તે લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે.
(5) તે રાજ્યમાં લોકોને ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરે સુવિધાઓ પૂરી પાડે છે.
58. નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કયા કાર્યો કરે છે.
ઉત્તર : (1) તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજ નું વિતરણ કરે છે.
58. નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કયા કાર્યો કરે છે.
ઉત્તર : (1) તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજ નું વિતરણ કરે છે.
(2)તે ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે.
(3) તે દારૂ બંધી અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મૂકે છે.
(4) તે તાત્કાલિક સેવા માટે 108 ની યોજના ચલાવે છે.
(5) તે સ્વચ્છતા અભિયાન અને શોચાલય યોજનાનું સંચાલન કરે છે.
(6) તે જનઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓ નું સસ્તાદરે વિતરણ કરે છે.
59. ટૂંકનોંધ લખો : વિધાન સભાની રચના
ઉત્તર : રાજ્યની ધારાસભા નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60 થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં. વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા સભ્યો થી થાય છે. રાજ્યના વિસ્તારને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. દરેક રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે. વિધાનસભાના સભ્યો અને રાજ્યના 18 કે તેથી વધુ ઉંમરના નોંધાયેલા મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિએ ચુંટે છે. ચૂંટાયેલા સભ્ય ધારાસભ્ય કે વિધાનસભ્યો કહેવાય છે. અંગ્રેજીમાં તે M.L.A. કહેવાય છે. વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ ન હોય કે સરકાર ની રચના થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં 'રાષ્ટ્રપ્રમુખ શાસન' લાદે છે.
60. ટૂંકનોંધ લખો : રાજ્યપાલ ના કાર્યો
ઉત્તર :

(1) તેઓ રાજ્યની વિધાનસભાના ના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે.
(2) તેઓ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના મંત્રીઓની નિમણૂક કરે છે.
(3) તેઓ વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખે છે.
(4)તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ ની નિમણુંક કરે છે.
(5) તેઓ વિધાનસભાએ પસાર કરેલ ખરડા પર સહી કરીને ખરડા ને કાયદાનું સ્વરૂપ આપે છે.
(6) તેઓ રાષ્ટ્રપ્રમુખ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે.
(7) તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટમાં ધ્યાન રાખે છે.
61. ટૂંકનોંધ લખો : મુખ્ય મંત્રીના કાર્યો
ઉત્તર : (1) તે મંત્રીમંડળની બેઠક બોલાવે છે.
61. ટૂંકનોંધ લખો : મુખ્ય મંત્રીના કાર્યો
ઉત્તર : (1) તે મંત્રીમંડળની બેઠક બોલાવે છે.
(2) તે દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે.
(3) તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે.
(4) તે મંત્રીમંડળની લીધેલા નિર્ણયો ની જાણકારી રાજ્યપાલ ને આપે છે.
(5) તે મંત્રી મંડળના મંત્રીઓને જુદાં જુદાં ખાતાઓ ની વહેચણી કરે છે.
(6) તે અવશક્યતા અનુસાર તે પોતાને યોગ્ય લાગે તેમ મંત્રી મંડળ ની પુનઃ રચના કરે છે.
(7) તે વિધાનસભામાં નાણા મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજુ કરાવે છે.
(8) તે રાજ્યના નાગરીકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે.
62. ટૂંકનોંધ લખો : ગુજરાત રાજ્યની વડી અદાલત
ઉત્તર : ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે,1960 ના રોજ અમદાવાદ ખાતે થઈ હતી. હાલમાં ગુજરાત ની વડી અદાલત અમદાવાદમાં છે.વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સહિત અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયધીશોની સલાહ મુજબ કરે છે.

ગુજરાત રાજ્યની વડી અદાલત આ પ્રમાણેના કાર્યો કરે છે.
(1) તે નાગરિકોના મૂળભૂત હકો નું રક્ષણ અને જતન કરે છે.
(2) તે નાગરિકોની અપીલો તેમજ જાહેર હિતની અરજીઓ ના ચૂકાદા આપે છે.
(3) તે ફોજદારી અને દિવાની દાવાઓ ના ચૂકાદા વિરૂદ્ધ વકીલોએ સાંભળે છે.
(4) તે રાજ્યના કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે.
(5) તે નજીરી અદાલત તરીકે ફરજ બજાવે છે.
63. બંધબેસતા જોડકાં જોડો.
63. બંધબેસતા જોડકાં જોડો.
વિભાગ અ | વિભાગ બ |
1. સરકારનું કાયદા ઘડનાર અંગ | 1. વિધાનપરિષદ |
2. સરકારના કાયદાનો અમલ કરનાર અંગ | 2. ધારાસભા |
3. ધારાસભાનું ઉપલું ગૃહ | 3. વિધાનસભા |
4. ધારાસભાનું નીચલું ગૃહ | 4. ન્યાયતંત્ર |
| 5. કારોબારી |
ઉત્તર |
1. – 2 |
2. – 5 |
3. – 1 |
4. – 3 |
|
2.
વિભાગ અ | વિભાગ બ |
1. રાજ્યના બંધારણીય વડા | 1. એમ.એલ.એ. |
2. મંત્રીમંડળના વહીવટી વડા | 2. અધ્યક્ષ |
3. વિધાનસભાનું સંચાલન કરનાર | 3. રાજ્યપાલ |
4. ધારાસભ્ય | 4. મુખ્યમંત્રી |
| 5. એમ.પી. |
ઉત્તર |
1. – 3 |
2. – 4 |
3. – 2 |
4. – 1 |
0 Comments