(1) Present Continuous Tense ચાલુ વર્તમાનકાળ

Continuous  tenses ને  progressive tenses. પણ કહે છે

Uses: ક્યારે ઉપયોગ કરવું:

1. વર્તમાન સમયમાં કોઈ ક્રિયા ચાલુ છે. એટલે કે કોઈ કાર્ય હમણાં, અત્યારે થઈ રહ્યું છે.

You are watching video on YouTube now.

તમે હમણાં YouTube પર વિડિયો નિહાળી રહ્યા છો.

You are learning tenses now.

તમે હમણાં કાળ શીખી રહ્યા છો.

Children are playing cricket at this moment.

બાળકો આ ક્ષણે ક્રિકેટ રમી રહ્યા છે.

Neha is writing homework now.

નેહા હમણાં ગૃહકાર્ય લખી રહી છે.

I am teaching you Present Continuous Tense now.

હું તમને હમણાં ચાલુ વર્તમાનકાળ ભણાવી રહ્યો છું


2.નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાનું આયોજન છે, તેવું દર્શાવવા.માટે

The students are visiting the fun fair tomorrow.

વિદ્યાર્થીઓ આવતીકાલે આનંદ મેળા ની મુલાકાત  લઈ રહ્યા છે.

The Prime Minister of India is coming Gujarat next Saturday.

પ્રાઇમ મિનિસ્ટર આવતા શનિવારે ગુજરાતમાં  આવી રહ્યા છે.


3. કોઈ કાર્ય હાલના સમયમાં, હાલના દિવસોમાં કે હાલના દિવસો દરમ્યાન થઇ રહ્યું છે. 

I am taking tuition of folk dance (લોકનૃત્ય)

• હું લોકનૃત્યનું ટ્યુશન લઇ રહ્યો છું.

Government is providing employments now a days 

આજકાલ (હાલના દિવસોમાં) સરકાર લોકોને નોકરી આપી રહી છે.

I am trying to learn English. 

હું અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

He is looking for a new job. 

તે નવી નોકરી શોધી રહ્યો છે.

We are searching a new flat or raw house in this locality. 

આ વિસ્તાર માં અમે નવો ફ્લેટ અથવા રો હાઉસ શોધી રહ્યા છીએ. 

ચાલુ વર્તમાન કાળ ને ઓળખવા ની નિશાની:

સમયદર્શક શબ્દો 

Now – અત્યારે,

At present - હાલમાં,

At this time - આ સમયે ,હાલમાં, 

At this moment – આ ક્ષણે,

Now a days - અત્યારે,

continually, continuously, constantly.

Listen , Hear, Run, Look, See . Watch. જેવા શબ્દ પછી અલ્પવિરામ આવે અને પછી કર્તા વાળું વાક્ય આવે ત્યારે-----

1.Look, the birds are flying in the sky.

2. Watch, children are playing football on the ground now.

3.Listen,someone is singing song.

Sentence Structure:-વાક્ય રચના 

હકાર વાક્ય માટે વાક્ય રચના:

Affirmative sentence:

કર્તા + am/is/are+ ing વાળું મુખ્ય ક્રિયાપદ (V4)+ કર્મ + અન્ય શબ્દો.

1.I am teaching grammar at this time.

2.Manisha is writing homework at present.

નકાર વાક્ય માટે વાક્ય રચના: Negative sentence :

કર્તા + am/is/are + not + ing વાળું મુખ્ય ક્રિયાપદ (V4)+ કર્મ + અન્ય શબ્દો.

1.Jatin is not writing homework now.

2.You are not going to school.


પ્રશ્નાર્થ વાક્ય માટે વાક્ય રચના: Interrogative sentence :

Am/is/are+ કર્તા + ing વાળું મુખ્ય ક્રિયાપદ (V4)+ કર્મ + અન્ય શબ્દો.

1.Is she writing homework?


Wh પ્રશ્ન વાક્ય માટે વાક્યરચના.

Wh શબ્દ + am/is/are +કર્તા+ ing વાળુ મુખ્ય ક્રિયાપદ(V4)+ કર્મ+ અન્ય શબ્દો.

Where are you standing now?


Who પ્રશ્ન વાક્ય માટે વાક્યરચના.

Who + is + ing વાળું મુખ્ય ક્રિયાપદ (V4)+ કર્મ+ અન્ય શબ્દો.

Who is writing homework now ?


મુખ્ય ક્રિયાપદ ની પાછળ ing લગાડવાના નિયમ:

1.સામાન્ય રીતે ક્રિયાપદ અંતે ing લગાડવાથી ચાલુ વર્તમાન કાળના રૂપ બને છે.

catch – catching, 

drink - drinking,

sing - singing.

2.ક્રિયાપદ ને અંતે e હોય અને તેની આગળ એક વ્યંજન અને એક જ સ્વર હોય તો eને દૂર કરી –ing પ્રત્યય લાગે છે. એટલે કે 【મુખ્ય ક્રિયાપદના  છેલ્લા ત્રણ અક્ષર:- સ્વર+ વ્યંજન+ e 】 હોય તો છેલ્લો અક્ષર e ને દૂર કરી ing લગાડવું.

come - coming, 

mistake- mistaking .

write - Writing , 

Take-taking,

drive - driving, 

give - giving.

3.ક્રિયાપદ ના અંતે વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય ત્યારે વ્યંજને બેવડાવીને -ing પ્રત્યય લાગે છે.

run - running, set – setting,

swim - swimming, stop - stopping

ખાસ નોંધ : Cheat:-t ની આગળ e અને a  નામના બે સ્વર છે તેથી t ડબલ થાય નહીં. એટલે કે cheat- cheating આ સાચું છે. પરંતુ cheatting આ ખોટું છે

open મા છેલ્લો અક્ષર n પર ભાર પડતો ન હોવાથી આગળ એક જ સ્વર હોવા છતાં પણ - n ડબલ nn થતો નથી. Openning ખોટું છે.opening સાચું છે.

ખાસ નોંધ:- ક્રિયાપદ ના અંતે y હોય તો y નો i કે  ડબલ- yy થતો નથી. પરંતુ માત્ર ing પ્રત્યય લાગે છે.

play - playing, 

buy – buying,

cry - crying,

ક્રિયાપદ ના અંતે l હોય તો તેને બેવડાવીને ing પ્રત્યય લાગે

travel – travelling,

Quarrel - quarrelling ,

cancel - cancelling.

મુખ્ય ક્રિયાપદ ને અંતે ie હોય તો તેના સ્થાને y મૂકી ing પ્રત્યય લાગે છે. 

Die - dying, 

Tie - tying, 

Lie - lying.

  નીચે દર્શાવેલી વાત ખાસ યાદ રાખો

• નીચે બતાવેલા કેટલાક ક્રિયાપદો તેના અર્થ ને કારણે ચાલુ વર્તમાનકાળમાં વાપરી શકાતા નથી.

ઉદાહરણ તરીકે :

I am seeing the sunrise. આ રીતે વાક્ય લખવાને બદલે સામાન્ય રીતે આપણે I see the sunrise. લખીએ છીએ : હું સૂર્યોદય જોઈ રહ્યો છું.

I’m hearing the noise. ( wrong)

I hear the noise. (right)

He is seeing the picture. (wrong)

He sees the picture. (right)

Sunita is liking sweets.( wrong) 

Sunita likes sweets. (right)

I’m looking the movie.(wrong)

I’m watching the movie. (right)

•આમ નીચે બતાવેલા કેટલાક ક્રિયાપદો તેના અર્થ ને કારણે ચાલુ વર્તમાનકાળમાં વાપરી શકાતા નથી.

1) Verbs of perception,દ્રષ્ટિ સૂચક ક્રિયાપદો:-

 see, hear, smell, notice, recognize.

2) Verbs of appearing, સામે કંઈક દેખાય છે તેવું બતાવતા ક્રિયાપદો .

appear, look, seem.

3) Verbs of emotion, લાગણી દર્શાવતા ભાવવાચક ક્રિયાપદ. 

want, wish, desire, feel, like, love, hate, hope, refuse, prefer. 

4) Verbs of વિચાર, ચિંતન ,અભિપ્રાય બતાવતા ક્રિયાપદ 

think, suppose believe, agree, consider, trust, remember, forget, know, understand, imagine, mean, mind. 

5) have ( માલિકી નો ભાવ બતાવતા ક્રિયાપદ) own, possess, belong to, contain’, consist of, be (be નું passive voice માં being થઈ શકે.)

ઉપર દર્શાવેલા આ ક્રિયાપદોનો ઉપયોગ simple present tense :-સાદા વર્તમાન કાળ માં થાય છે.  

ખાસ નોંધ :- જોકે ,તેઓ નો ઉપયોગ મૂળ અર્થમાં પરિવર્તન કરીને ચાલુ વર્તમાનકાળમાં વાપરી શકાય છે.

ઉદાહરણ: I am thinking of (=considering the idea of) going to America. હું અમેરિકા જવાનો વિચાર કરી રહ્યો છું.

Mr. Shah is minding (=looking after) the baby while his wife is out for shopping. જ્યારે મિસ્ટર શાહની પત્ની ખરીદી માટે બહાર હોય છે ત્યારે તે બેબી ની સંભાળ રાખે છે.

ટૂંકમાં યાદ રાખો:- કેટલા ક્રિયાપદો જેવા કે

see, hear, believe, belong, depend, hate, know, like, love, mean, need, prefer, realise, suppose, want, understand, fit, contain વગેરેનો ઉપયોગ કોઈપણ ચાલુ કાળમાં થતો નથી.

EXERCISE:-1

•Fill in the blanks using verb forms of Present Continuous Tense.

1) Look, the old man _________the road. (cross) 

2) They __________ the programme now. (watch) 

3) Mother __________ my favourite dish for lunch. (make) 

4) Take an umbrella with you. It __________ (rain) 

5) Divya __________ because she lost her purse. (cry) 

6) The students __________ for their exams which begin tomorrow. (prepare) 

7) Shreya cannot talk to you because she __________ her home work. (do) 

8) The children __________ in the water. (play) 

9) What __________ you __________ about ? (talk) 

10) The beggar __________ for alms. (beg) 

11.Water ---------, you can add sugar now.(boil)

12.Let’s go out. It ----- not----- now.(rain)

13.I do not have my car today. I ---------   to office by an auto.(go)

14.What------your mother ------ at this moment.(do)

15. Please don't talk loudly while l  --------- . (read)

16.Look, the monkeys --------- on the roof.(jump)

17.The teacher------- to his class room( go )

18.Where is your father ----- now-a-days ? (work)

19. Please keep silence, a small baby -------.(sleep)

20. Be careful when you --------- your vehicle.(drive)

21. They ------ to her carefully.(listen)

22. Don't disturb me while I ------- my  lesson in my class.(read)

23. Who ----- there now ? (shout)

24.We ----- not ----- to solve this issue.(try)

25.This shop --------- a big discount.(provide)

Ans:

(1) is crossing 

(2) are watching 

(3) is making 

(4) is raining 

(5) is crying 

(6) are preparing 

(7) is doing 

(8) are playing 

(9) are you talking 

(10) is begging 

(11) is boiling 

(12) is raining 

(13) am going

14.is doing.

15.am reading 

16.are jumping 

17. is going 

18. working 

19.is sleeping 

20.are driving 

21. are listening 

22.am reading 

23.is shouting 

24.are trying 

25.is  providing.