5 : ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો
ઉત્તર :
- આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે.
- ધાતુવિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ્યચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનનાં અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ મહત્તમ ફાળો આપ્યો છે, જે આપણા માટે ગૌરવની વાત છે.
- ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં પણ પોતાનો સિંહફાળો આપ્યો છે.
- અર્વાચીન યુગના સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે.
- પાશ્ચાત્ય દેશોની મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે.
ઉત્તર :
- પ્રાચીનકાળથી જ ભારતના લોકો ધાતુવિદ્યાનો પોતાના વ્યાવહારિક જીવનમાં ઉપયોગ કરે છે.
- પ્રાચીન સમયે ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. એના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા, તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચૌલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુશિલ્પો, ચેન્નઇના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતુ નૃત્યકલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ, દેવ–દેવીઓ, પશુ-પક્ષી તથા સોપારી કાપવાની સૂડીઓ વગેરેને ગણાવી શકાય.
- આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા દસમી અને અગિયારમી સદીથી વિકાસ પામી.
ઉત્તર :
- રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનીજો, છોડ, કૃષિ માટેનાં બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેના પરિવર્તન તથા સ્વાસ્થની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે.
- રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. એમણે 'રસરત્નાકર' અને 'આરોગ્યમંજરી' જેવા ગ્રંથો લખ્યા છે.
- આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.
- પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેમ મનાય છે.
- નાલંદા વિદ્યાપીઠમાં રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ હતી.
- રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્યરસ, ઉપરસ, દસ પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે છે.
- ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં રસાયણવિદ્યાની ઉત્કૃષ્ટતા દ્રશ્યમાન થાય છે.
- 7.5 ફૂટ ઊંચી, 1 ટન વજન ધરાવતી તામ્રમૂર્તિ સુલાતાનગંજ (બિહાર) માંથી મળી આવેલી તથા 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવેલી છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) દિલ્લીમાં નિર્માણ કરાવેલા વિજય સ્તંભને હજી સુધી વરસાદ, ટાઢ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી! આ ભારતની રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો છે.
ઉત્તર :
- પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શલ્યચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
- ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાગ્ભટ્ટે પોતાનાં સંશોધનોથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે.
- મહર્ષિ ચરકે 'ચરકસંહિતા' નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ, ઔષધિઓનું વર્ણન કર્યું છે.
- મહર્ષિ સુશ્રુતે 'સુશ્રુતસંહિતા' માં શલ્યચિકિત્સા (વાઢકાપ વિદ્યા-શસ્ત્રક્રિયા) નાં એવાં ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો કે જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકતા હતા.
- વાગ્ભટ્ટનો 'વાગ્ભટ્ટસંહિતા' પણ મહત્વનો ગ્રંથ છે.
- ચરકસંહિતા, સુશ્રુતસંહિતા અને વાગ્ભટ્ટસંહિતા પ્રત્યેક વૈદ્ય માટે આ ત્રણ ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી છે.
- પ્રાચીન ભારતના હિંદુઓના ઔષધશાસ્ત્રમાં ખનીજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે.
- દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેનાં સૂચનો આપવામાં આવ્યાં છે.
- તે સમયમાં વાઢકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા.
- પેઢુ, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ધૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી.
- તૂટેલા કાન કે નાકની સારવાર અને 'પ્લાસ્ટિક સર્જરી' પણ જાણતા હતા.
- મૃત શરીરના વાઢકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા. પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો કરતા.
- તેઓ સ્ત્રી તથા બાળરોગોના નિષ્ણાંત પણ હતા.
- રોગોનાં કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી, તેનું નિદાન કરી, રોગ મટયા પછી પાળવાની પરેજી પણ આપતા હતા.
- પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોનાં શાસ્ત્રોનો પણ વિકાસ થયો હતો.
- અશ્વ (ઘોડો) તથા હસ્તી (હાથી)ના રોગો પર ગ્રંથો લખાયા હતા. એમાં 'હસ્તી આયુર્વેદ' તથા શાલિહોત્રનું 'અશ્વશાસ્ત્ર' ખુબ જ પ્રખ્યાત છે.
- વૈદક શાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાનક્ષેત્રે 'અષ્ટાંગહ્રદય' જેવા ગ્રંથો લખી મહત્વનો ફાળો આપ્યો હતો.
5. પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો.
ઉત્તર :
ઉત્તર :
- જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે. તે ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે.
- ભારતે દુનિયાને શૂન્ય(0) ની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનના પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી
- શૂન્ય (0) ની શોધ આયભટ્ટે કરી. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક 'ગૃત્સમદ્' નામના ઋષિ હતા.
- પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ 1 (એક) ની પાછળ 53 (ત્રેપન) શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નિર્ધારિત કર્યા છે.
- 'મોહેં-જો-દડો' અને 'હડપ્પા' ના અવશેષોમાં તોલમાપનાં સાધનોમાં 'દશાંશ-પદ્ધતિ' જોવા મળી છે.
- ભાસ્કરાચાર્યે ઇ.સ. 1150માં 'લીલાવતી ગણિત' અને 'બીજ ગણિત' નામના ગ્રંથો લખ્યા. તેમણે સરવાળા (+) તથાબાદબાકી (–)નું પણ સંશોધન કર્યું હતું.
- બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા.
- આપસ્તંભે શુલ્વસૂત્રોમાં (ઈ.સ. 800 પૂર્વે) વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓનાં પ્રમાણ નિશ્ચિત કર્યા છે. એમાં પણ બોધાયન પ્રમેય (ત્રિકોણમિતિ) સિદ્ધાંતનું વિશ્લેષણ છે.
- આર્યભટ્ટના 'આર્યભટ્ટીયમ્' ગ્રંથમાં ㄫ(પાઈ)ની કિંમત 22/7 (3.14) જેટલી થાય છે. તેનો ઉલ્લેખ છે. તેમણે પ્રતિપાદિત કર્યું છે કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક ㄫ(પાઈ) છે.
- ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. તેથી આર્યભટ્ટને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
- આ ઉપરાંત આર્યભટ્ટે 'દશગીતિકા', આર્યભટ્ટીયમ્ જેવા ગ્રંથ લખ્યા હતા. 'આર્યસિદ્ધાંત'માં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે.
- ગણિત, અંકગણિત અને રેખા-ગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન પણ શોધ્યું હતું.
- આ ઉપરાંત ગણિતશશાસ્ત્રનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી. તેમાં બોધાયન, આપસ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય.
6. પ્રાચીન ભારતના જુદા જુદા વિજ્ઞાન વિષયક ગ્રંથોની યાદી તૈયાર કરો.
ઉતર :
ઉત્તર :
8. જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો.
ઉત્તર :
ઉતર :
વિજ્ઞાન
આધારિત શાસ્ત્રોના નામ |
કર્તા |
1. પ્રજનન શાસ્ત્ર |
બ્રાભ્રવ્ય પાંચાલ |
2. ચિકિત્સાસંગ્રહ |
ચક્રપાણિદત્ત |
3. કામસૂત્ર |
વાત્સ્યાયન |
4. વૃક્ષ આયુર્વેદ |
મહામુનિ પારાશર |
5. યોગશાસ્ત્ર |
મહર્ષિ પતંજલિ |
6. યંત્ર સર્વસ્વ |
મહર્ષિ ભારદ્વાજ |
7. કાલગણના |
શકમુનિ |
ઉત્તર :
- શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે.
- ખગોળશાસ્ત્રને લગતા ઘણાં જ ગ્રંથો ભારતમાં લખાયેલા છે.
- આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો.
- ગૃહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સાચો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું.
- જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ 'આર્યભટ્ટ' રાખવામાં આવ્યું તે આર્યભટ્ટનું ખગોળવિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમણે 'પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે' તેમ સાબિત કર્યું હતું. જેને વિદ્વાનો 'અજરભર' નામથી સંબોધતા હતા.
- એ જ રીતે બ્રહ્મગુપ્તે 'બ્રહ્મસિદ્ધાંત' ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોને પણ ઉલ્લેખિત કર્યા છે.
8. જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો.
ઉત્તર :
- જ્યોતિષશાસ્ત્રને 'તંત્ર', 'હોરો' અને 'સંહિતા' એવા ત્રણ ભાગમાં વહેંચનાર વરાહમિહિર મહાન ખગોળવેત્તા તથા જ્યોતિષશાસ્ત્રી હતા.
- તેમણે 'બૃહદ્સંહિતા' નામના ગ્રંથની રચના કરી, જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવો, કૂવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવી છે. આપણને ગર્વ થવો જોઇએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી કેવી નિપુણતા ધરાવતા હતા.
- ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સાચો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું.
9. ટૂંક નોંધ લખો: પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર
ઉત્તર :
ઉત્તર :
- પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે.
- વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે જેની ગણના, મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઇ રહી છે.
- પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે.
- વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી, કઇ દિશામાં કરવી તે દર્શવાવેલું હોય છે.
- બૃહદ્સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે.
- પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભાએ, અગાઉના પ્રકાશનોમાં સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો.
- વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે.
- વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવમંદિર, બ્રહ્મસ્થાન, ભોજનકક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવી હોય છે.
- વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે. જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી રહી છે.
ઉત્તર :
- પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે.
- આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયો છે, જે વિશ્વના બહુ ઓછા દેશમાં છે.
- આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિના ધર્મ, જીવનપદ્ધતિ તથા મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં આપણા દેશમાં એકતાનાં દર્શન થાય છે.
- વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે એ ભુલાવું ન જોઈએ.
0 Comments