પ્રકરણ ૧૧ જનની

કવિ- દામોદર બોટાદકર

સાહિત્ય પ્રકાર- ઊર્મિગીત

પ્રશ્ન-1. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો.

(1) જનની કાવ્યના ના કવિનું નામ જણાવો.

(A) રાજેન્દ્ર શાહ 
(B) સ્નેહરશ્મિ 
(C) કૈલાસ પંડિત 
(D) દામોદર બોટાદકર

=> (D)દામોદર બોટાદકર

(2) આ કાવ્યમાં 'કોની જોડ જડવી શક્ય નથી' એમ કવિ કહે છે?

(A) પિતાની 
(B) જન્મભૂમિની 
(C) માતાની 
(D) ધરતીની સોડમની

=> (C) માતાની

(3) 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.' એટલે...

(A) મા તે મા 
(B) માતા વાત્સલ્યમૂર્તિ છે.
(C) દરેકની માતા પ્રેમાળ હોય છે. 
(D) માતાનો બીજો કોઈ વિકલ્પ નથી.

=> (D) માતાનો બીજો કોઈ વિકલ્પ નથી

(4) જનનીને કોના પ્રેમ તણી પૂતળી કહી શકાય?

(A) પ્રભુના 
(B) સખાના 
(C) પિતાના 
(D) કાકાના

=> (A) પ્રભુના

(5) કવિએ 'જગથી જૂદેરી એની જાત રે' એવું કોના માટે કહ્યું છે?

(A) બહેન માટે 
(B) માતા માટે 
(C) પિતા માટે 
(D) માસી માટે

=> (B) માતા માટે

પ્રશ્ન-2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં જવાબ લખો.

(1) માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે ?
જવાબ- મધ મીઠું હોય છે અને મેહુલાનું જળ પણ મીઠું હોય છે. માતાને આનાથી પણ મીઠી ગણવામાં આવી છે.

(2) માતાની આંખ શાનાથી ભરેલી છે?
જવાબ- માતાની આંખ અમૃતથી ભરેલી છે.

(3) માતાનાં વેણ કેવા છે ?
જવાબ- માતાનાં વેણ વહાલથી ભરેલાં છે.

(4) દેવોને કોનાં દૂધ દોહ્યલાં છે ?
જવાબ- સાક્ષાત પ્રેમની મૂર્તિ સમાન માતાનાં દૂધ દેવોને દોહ્યલાં છે.

(5) માતાના કાળજામાં શું ભરેલું છે ?
જવાબ- માતાના કાળજામાં અનેક અરમાન ભરેલાં છે.

(6) માતાના હૃદયમાં શું મલકે છે ?
જવાબ- માતાના હૃદયમાં બાળક માટે મૂંગી આશિષ મલકે છે.

(7) કોનો પ્રેમપ્રવાહ એકસરખો છે ?
જવાબ- માતાના પ્રેમનો પ્રવાહ એકસરખો છે.

પ્રશ્ન-3. નીચેના પ્રશ્નો બે-ત્રણ વાક્યમાં જવાબ લખો.

(1) 'માડીનો મેઘ બારેમાસ રે.' - આ પંક્તિનો અર્થ સમજાવો.
જવાબ- વાદળી પણ વરસીને જતી રહે છે , જ્યારે માતાનો અવિરત પ્રેમ પોતાનાં સંતાનો પર નિરંતર બારેમાસ વરસ્યા કરે છે. તેના પ્રેમમાં ક્યારે ઓટ આવતી નથી.

પ્રશ્ન-4. નીચેના પ્રશ્નનો ચાર-પાંચ વાક્યમાં જવાબ લખો.

(1) 'જનની' કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટુંકમાં કરો.
જવાબ- માતાનો પ્રેમ મેહુલાના જળ અને મધથીય મીઠો હોય છે. એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે. માતાની આંખો અમૃતથી ભરેલી છે અને વેણ વહાલથી ભરેલાં છે. એની ગોદ ચંદ્રની ચાંદની જેવી શીતળ છે. એના કાળજામાં (બાળક માટે) અનેક અરમાન ભરેલાં છે. માતાનો પ્રેમ અચળ છે. એના પ્રેમનો પ્રવાહ બારેમાસ એકસરખો જ વહ્યા કરે છે.

પ્રશ્ન-5. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો:

(1) માતાના હાથ જાણે............... છે. ( રેશમથી ગૂંથેલા , સોનાથી મઢેલા )
=> રેશમથી ગૂંથેલા

(2) કવિએ માતાના હૈયાને............ જેવું કહ્યું છે. ( હેમંતની હેલ , ઠરેલ જળ )
=> હેમંતની હેલ

(3) માતાનો ખોળો........... થી સિંચાએલો છે. ( ચંદ્રની ચાંદની , ફૂલોની સોડમ )
=> ચંદ્રની ચાંદની

(4) માતા........... કરતાં અચળ છે. ( ધરતી , ચંદ્ર )
=> ધરતી

(5) ...........ના પ્રવાહ માં વધઘટ થતી રહે છે. ( માતાના પ્રેમ , ગંગા )
=> ગંગા

(6) વરસે ઘડીક............ રે લોલ. ( માની આશિષ , વ્યોમ વાદળી )
=> વ્યોમ વાદળી

પ્રશ્ન-6. નીચે આપેલાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.

(1) જગતનો આધાર માની આંગળી છે. [ √ ]

(2) માતાના પ્રેમનો પ્રવાહ ગંગાના પ્રવાહની જેમ વધે-ઘટે છે. [ × ]

(3) ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે. [ √ ]

(4) માતાના પ્રેમનો ઉજાસ ક્યારેક અસ્ત થાય છે. [ × ]

પ્રશ્ન-7. નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો:

(1) અમી - માની આંખો અમી થીભરેલી હોય છે.

(2) હેલ - માથે પાણીની હેલ મૂકીને જતી પનિહારીઓ સુંદર લાગે છે.

(3) વ્યોમ - વ્યોમમાં ટમકતા તારા રમણીય લાગે છે.

(4) દોહ્યલું - માતાનાં દૂધ દેવો માટે પણ દોહ્યલાં છે.

(5) જોડ - માના પ્રેમની જોડ જડવી મુશ્કેલ છે.

પ્રશ્ન-8. નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો:

(1) માત - જાત

(2) સોડય - જોડ

(3) પ્રાણ - લ્હાણ

(4) માસ - ઉજાશ

(5) હીર - નીર

(6) ચડેલ - ગૂંથેલ

પ્રશ્ન-9. નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો:

(1) માતા - જનની

(2) આકાશ - વ્યોમ

(3) ધરતી - ધરણી

(4) ચંદ્ર - શશી

(5) મધ - મધુ

(6) પાણી - નીર

પ્રશ્ન-10. નીચેના શબ્દોમાંથી માતાને કોના કરતાં ચડિયાતી બતાવી છે ? તે શબ્દો અલગ તારવો.

જંગલ , ધરતી , જમના , વાદળી , ગંગા , સુરજ , ચંદ્ર , તારા , વરસાદ (મેઘ) , વાવાઝોડું , સુનામી , ધરતીકંપ , મધ

=> ધરતી , વાદળી , વરસાદ (મેઘ) , ગંગા , ચંદ્ર , મધ

(1) ઉપરના અલગ તારવેલા શબ્દોવાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો.

=> 
(1) ધરતી - ધરણીમાતાયે હશે ધ્રુજતી રે લોલ.

(2) વાદળી - વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ.

(3) વરસાદ (મેઘ) - માડીનો મેઘ બારેમાસ રે.

(4) ગંગા - ગંગાના નીર તો વધેઘટે રે લોલ.

(5) ચંદ્ર - ચળકતી ચંદાની દીસે ચાંદની રે લોલ.

(6) મધ - મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ.

(2) અલગ તારવેલી આ કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ તમારી નોટબુકમાં લખો.

=> ધરતીમાતા પણ ક્યારેક ધ્રુજી જાય છે. વાદળો તો થોડીક વાર વરસીને આગળ વધી જાય છે. પણ માતાના પ્રેમ નો વરસાદ બારેમાસ વરસતો રહે છે. ગંગાનો પ્રવાહ વધઘટ થાય છે. ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે.મધ મીઠું હોય છે અને મેહુલા (વરસાદ)નું પાણી પણ મીઠું હોય છે.

પ્રશ્ન-11. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો.

"ગંગાના નીર તો....................

...................................

........................................

................................... માડીનો મેઘ બારેમાસ રે."

=> ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ ,

સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જનનીની.

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,

માડીનો મેઘ બારે માસ રે. જનનીની.


પ્રશ્ન-12. નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો:

(1) જનની = મા , માતા

(2) મેહુલો = વરસાદ , મેઘ

(3) પ્રભુ = ઈશ્વર , ભગવાન

(4) પ્રેમ = વાત્સલ્ય , હેત

(5) કાળજું = ઉર , હદય

(6) અમી = અમૃત , પીયૂષ

(7) હેમંત = સોનું , સુવર્ણ

(8) દૂધ = પય , ક્ષીર

(9) દોહ્યલું = મુશ્કેલ , અઘરું

(10) શશી = ચંદ્ર , સુધાકર

(11) ચિત્ત = હૈયું , ઉર

(12) ઉજાસ = પ્રકાશ , તેજ

પ્રશ્ન-13. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

(1) મીઠું × કડવું

(2) ધરતી × આકાશ

(3) પ્રેમ × નફરત

(4) આધાર × નિરાધાર

(5) અમૃત × વિષ

(6) આશિષ × શાપ

(7) સુંવાળું × ખરબચડું

(8) બંધન × મુક્તિ

(9) શીતળ × ઉષ્ણ

(10) વધ × ઘટ

(11) ભરેલી × ખાલી

(12) મૂંગી × બોલકી

પ્રશ્ન-14. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક શબ્દ આપો:

(1) સરળતાથી પ્રાપ્ત ન થાય તેવું - દોહ્યલું

(2) ચળે નહી તેવું - અચળ

(3) આનંદના શુભ પ્રસંગે વહેંચવામાં આવતી ભેટ - લ્હાણી

પ્રશ્ન-15. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો:

(1) એથીય મીઠી મોરી માત રે. - મીઠી - (ગુણવાચક વિશેષણ)

(2) અમીની ભરેલી એની આંખડી રે લોલ. - ભરેલી - (કૃદંત વિશેષણ)

(3) દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ. - એનાં દોહ્યલાં - (દર્શક, ગુણવાચક વિશેષણ)

(4) મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ. - મૂંગી - (ગુણવાચક વિશેષણ)

(5) માડીનો મેઘ બારે માસ રે. - બાર - (સંખ્યાદર્શક વિશેષણ)

(6) જગથી જુદેરી એની જાતરે - જુદેરી (ગુણવાચક વિશેષણ)

પ્રશ્ન-16. નીચેની સંજ્ઞાઓના પ્રકાર લખો:

(1) જનની - જાતિવાચક

(2) ગંગા - વ્યક્તિવાચક

(3) વ્હાલ - ભાવવાચક

(4) મેઘ - વ્યક્તિવાચક

(5) કાળજું - વ્યક્તિવાચક

(6) હેમંત - વ્યક્તિવાચક

પ્રશ્ન-17. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:

(1) આંખડી , આંગળી , કાળજું , મેઘ , ચાંદની
=> આંખડી , આંગળી , કાળજું , ચાંદની , મેઘ