પ્રકરણ ૧૦ તરૂણાવસ્થા તરફ

1.વ્યાખ્યા આપો : તરુણાવસ્થા
ઉત્તર : જીવનકાળની એવી અવસ્થા છે જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેનાં પરિવર્તનો થાય છે,તેને તરુણાવસ્થા કહે છે.

2.બધાં જ પ્રાણીઓ નિશ્ચિત વયે પહોંચ્યા પછી જ _____ કરે છે.
ઉત્તર : પ્રજનન

3.માનવમાં તરુણાવસ્થા લગભગ ____ વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે.
ઉત્તર : 11

4.માનવમાં તરુણાવસ્થા 18 અથવા 19 વર્ષની ઉમર સુધી જ રહે છે. (✔ કે X)
ઉત્તર : ✔

5.કઈ વયજૂથનો ગાળો તરુણ-અવધિનો છે?
(A) 4 થી 8 વર્ષ 
(B) 9 થી 15 વર્ષ 
(C) 11 થી 18 કે 19 વર્ષ 
(D) 21 થી 28 વર્ષ

ઉત્તર :(C) 11 થી 18 કે 19 વર્ષ

6.કઈ ઉંમરની વ્યક્તિને તરુણ કહે છે?
ઉત્તર : 13 થી 18 કે 19 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિને તરુણ કહે છે.

7.દરેક વ્યક્તિઓમાં તરુણાવસ્થાની અવધિ સરખી હોય છે. (✔ કે X)
ઉત્તર : X

8.યૌવનારંભનો સંકેત જણાવો.
ઉત્તર : તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિના શરીરમાં આવતા બદલાવ યૌવનારંભનો સંકેત દર્શાવે છે.

9.તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. (✔ કે X)
ઉત્તર : ✔

10.યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ જણાવો.
ઉત્તર : યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ વ્યક્તિની ઊંચાઈમાં એકાએક થતો વધારો છે.

11. 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના____ % ઊંચાઈ પ્રાપ્ત કરે છે જયારે છોકરી તેની પૂર્ણ ઊંચાઈના____ % ઊંચાઈ પ્રાપ્ત કરે છે.
ઉત્તર : 81 , 88

12.પૂર્ણ ઊંચાઈની ગણતરીનું સૂત્ર જણાવો.
ઉત્તર : વર્તમાન ઊંચાઈ/ વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઇની % x 100

13.એક છોકરાની ઉંમર 9 વર્ષ અને ઊંચાઈ 120 સેમી છે. વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે?
ઉત્તર : 9 વર્ષની ઉંમરે ઊંચાઈની ટકાવારી (%) = 75

120/75 x 100 = 160 સેમી.

14.જન્મના સમયથી જ વૃદ્ધિની કુદરતી પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. (✔ કે X)
ઉત્તર : ✔

15.તરુણાવસ્થામાં શરૂઆતમાં છોકરાઓ છોકરીઓની સરખામણીમાં ધીમે વધે છે. (✔ કે X)
ઉત્તર : ✔

16.લગભગ____ વર્ષની ઉંમરે વ્યક્તિ પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે.
ઉત્તર : 18

17.વ્યક્તિની ઊંચાઈ શેના પર આધાર રાખે છે?
ઉત્તર : વ્યક્તિની ઊંચાઈ તેને માતા-પિતા દ્વારા પ્રાપ્ત કરેલ જનીન પર આધાર રાખે છે.

18.છોકરાઓ કરતાં છોકરીઓની સરેરાશ ઊંચાઈ વધારે હોય છે. (✔ કે X)
ઉત્તર : X

19.છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુ વિકાસની સરખામણીમાં વધુ હોય છે. (✔ કે X)
ઉત્તર : ✔

20.યૌવનારંભમાં થતા શારીરિક આકારમાં બદલાવ વિશે લખો.
ઉત્તર : યૌવનારંભમાં વૃદ્ધિને કારણે છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે.છોકરીઓમાં આ સમયે કમરની નીચેનો ભાગ પહોળો થાય છે.વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે.આમ,છોકરા-છોકરીઓમાં અલગ-અલગ બદલાવ જોવા મળે છે.

21.યૌવનારંભમાં છોકરાઓના અવાજમાં શું ફેરફાર થાય છે?
ઉત્તર : યૌવનારંભમાં છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે. છોકરીઓનો અવાજ ભારે બને છે અને ક્યારેક અવાજ ઘોઘરો પણ બને છે.થોડા અઠવાડિયા પછી અવાજ સામાન્ય બને છે.

22.કંઠમણિ વિશે નોંધ લખો.
ઉત્તર : યૌવનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે.છોકરાઓમાં આ વૃદ્ધિ વધુ થાય છે,જેથી મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે.આ ઉપસી આવેલા ભાગને કંઠમણિ કહે છે.છોકરીઓમાં સ્વરપેટીનો વિકાસ સામાન્ય થતો હોવાથી તેઓમાં કંઠમણિ દેખાતી નથી.

23.છોકરાઓમાં જોવા મળતી કંઠમણિ ખરેખર અપેક્ષાકૃત મોટી બનેલી ____ છે.
ઉત્તર : સ્વરપેટી

24. યૌવનારંભમા છોકરીઓના અવાજમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે?
ઉત્તર : યૌવનારંભમા સ્વરપેટી માં વૃદ્ધિ ની શરૂઆત થાય છે.તેમજ તેમનો અવાજ સામાન્ય રીતે ઊંચો અને તીવો થાય છે.

25.કારણ આપો : યૌવનારંભ દરમિયાન ક્યારેક છોકરાઓનો અવાજ ઘોઘરો થઈ જાય છે.
ઉત્તરઃ યૌવનારંભ દરમિયાન કંઠની ગ્રંથિ (સ્વરપેટી) માં વૃદ્ધિની શરૂઆત થાય છે.છોકરાઓમાં સ્વરપેટીનો વિકાસ છોકરીઓની સાપેક્ષ વધુ થાય છે.ક્યારેક છોકરાઓમાં સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થાય છે જેના પરિણામે તેમનો અવાજ ઘોઘરો થઈ જાય છે.

26.કારણ આપો : તરુણાવસ્થા દરમ્યાન ચહેરા પર ખીલ કે ફોડલીઓ થાય છે.
ઉત્તર : તરુણાવસ્થા દરમ્યાન પ્રસ્વેદ અને તૈલિગ્રંથિઓનો સ્રાવ વધી જાય છે.આ ગ્રંથિઓમાંથી સ્ત્રવતા સ્ત્રાવને લીધે ચહેરા પર ખીલ કે ફોડલીઓ થાય છે.આથી તરુણાવસ્થા દરમ્યાન પ્રસ્વેદ અને તૈલિગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતા કારણે ખીલ (ફોડલીઓ) થાય છે.

27.તરુણાવસ્થા દરમ્યાન કઈ નલિકાવિહીન ગ્રંથિઓ સક્રિય બને છે?
ઉત્તર : તરુણાવસ્થા દરમ્યાન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે શુક્રપિંડ તેમજ અંડપિંડ સક્રિય બને છે.

28.તરુણાવસ્થા દરમ્યાન છોકરાઓના પ્રજનન અંગોમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે?
ઉત્તર : તરુણાવસ્થા દરમ્યાન છોકરાઓના પ્રજનન અંગો જેવાં કે શુક્રપિંડ અને શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે.તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે.

29.યૌવનારંભ દરમ્યાન છોકરીઓનાં પ્રજનન અંગોમાં શું ફેરફાર જોવા મળે છે?
ઉત્તરઃ યૌવનારંભ દરમ્યાન છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે.તેમજ અંડપિંડમાંથી અંડકોષો પરિપક્વ બની મુક્ત થવાનું શરૂ થઈ જાય છે.ગર્ભાશયનો વિકાસ થાય છે.

30.યૌવનારંભ દરમ્યાન માનસિક,બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા વિશે જણાવો.
ઉત્તર : યૌવનારંભમાં વ્યક્તિની વિચારસરણીમાં પણ પરિવર્તન આવે છે.પહેલાની સાપેક્ષે કિશોર વધુ સ્વતંત્ર અને પોતાની તરફ વધુ સચેત બને છે.બૌદ્ધિક વિકાસ થતાં તે વિચારવામાં વધુ સમય લે છે.આ સમયે તેના મગજની શીખવાની ક્ષમતા સૌથી વધુ હોય છે.આ સમયગાળામાં આવતા શારીરિક અને માનસિક બદલાવ પ્રત્યે તરુણ અનુકૂળ બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે પોતાને અસુરક્ષિત અનુભવે છે. તરુણોએ આ બદલાવને હળવાશથી લઈને સ્વીકારવો જોઈએ.

31. 12,13 વર્ષની ઉંમર પછી છોકરીઓની કમરની નીચેનો ભાગ પહોળો બને છે. આ ફેરફારનું કારણ જણાવો.
ઉત્તર : તરુણાવસ્થામાં જાતીય અંતઃસ્ત્રાવોની અસર હેઠળ છોકરીઓમાં નિતંબના હાડકાં પહોળા બને છે જે ગર્ભવિકાસ માટે જરૂરી છે.જેનાથી કમરની નીચેનો ભાગ પહોળો બને છે.

32.શુક્રપિંડ એ નર પ્રજનન અંગ છે. (✔ કે X)
ઉત્તર : ✔

33.માદા પ્રજનન અંગ તરીકે____ કાર્ય કરે છે.
ઉત્તર : અંડપિંડ

34. શુક્રપિંડ_____ જયારે અંડપિંડ_____ઉત્પન્ન કરે છે.
ઉત્તર : શુક્રકોષ, અંડકોષ

35.અંતઃસ્ત્રાવ એટલે શું?
ઉત્તર : અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વડે સ્ત્રાવ પામતા અને ચોક્કસ જગ્યાએ ચોક્કસ કાર્ય કરતા રાસાયણિક પદાર્થોને અંત:સ્ત્રાવ કહે છે.આ અંત:સ્રાવો પોતાના લક્ષ્યાંક સ્થળ પર પહોંચીને ચોક્કસ કાર્ય કરે છે.