10. ગતિ અને અંતરનું માપન

1. પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવરજવર માટે...............નો ઉપયોગ કરવામાં આવતો હતો.

ઉત્તર : હોડી

2. .............ની શોધ બાદ વાહનવ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપુર્ણ પરિવર્તન આવ્યાં.
ઉત્તર : પૈડાં

3. ઓગણીસમી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાન સુધી પરિવહન માટે..................શક્તિનો ઉપયોગ કરતા હતા.
ઉત્તર : પશુ

4. શરૂઆતમાં બળદગાડાનાં પૈડાં......................નાં બનેલાં હતાં.
ઉત્તર : લાકડા

5. વરાળયંત્રની શોધ પછી વાહનવ્યવહાર ઝડપી બન્યો, કારણ કે............
ઉત્તર : વરાળયંત્રની શોધની ઊર્જાનું રૂપાંતર કરી એન્જિન ની મદદથી ચાલતાં વાહનોની શોધ થઇ શકી. વરાળયંત્રની શોધની એક નવા જ શક્તિસ્ત્રોતનો સમાવેશ થયો. વરાળયંત્ર દ્રારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના બનવાથી વાહનવ્યવહાર ઝડપી બનયો.

6. એક જ પાટા પર ચાલતી ટ્રેનનું નામ જણાવો.
ઉત્તર : એક જ પાટા પર ચાલતી ટ્રેનને મોનોરેલ કહે છે.

7. અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઊડતા વિમાનને.......................કહે છે.
ઉત્તર : સુપરસોનિક વિમાન

8. હેતુલ ચંદ્ર ઉપર જઇ પાછો આવવા માંગે છે, તો તેણે ક્યું સાધન વાપતવું જોઇએ ?
ઉત્તર : અવકાશયાન

9. હવા, પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતાં પરિવહનનાં સાધનોનાં પ્રત્યેકનાં બે–બે ઉદાહરણો આપો.
ઉત્તર : હવામાં પરિવહન : વિમાન, હેલિકોપ્ટર, સુપરસૉનિક વિમાન

પાણી પર પરિવહન : હોડી, આગબોટ, વહાણ

જમીન પર પરિવહન : બસ, ટ્રેન, મોટરકાર, સાઇકલ

10. આપેલાં સાધનોને પ્રાચીનથી અત્યાધુનિક પરિવહનના ક્રમમાં ગોઠવીને લખો 
: ઇલેકિટ્રક ટ્રેન, સુપરસોનિક વિમાન, સાઇકલ, આગબોટ, બળદગાડું, બસ
ઉત્તર : બળદગાડું, સાઇકલ, આગબોટ, બસ, ઇલેકિટ્રક ટ્રેન, સુપરસોનિક વિમાન.

11. કોઈ વસ્તુની લંબાઈ કે પહોળાઈ માપવાની જરૂર પડે તેવા ચાર કિસ્સા લખો.
ઉત્તર :
 (1) કાપડમાંથી કપડાં સીવવા માટે. 
(2) બારી, બારણાં કે અન્ય ફર્નિચર બનાવવા 
(3) ખેતરમાં વાવણી સમયે સિંચાઇ પદ્ધતિ માટે કે વાડ બનાવવા 
(4) રૂમના તળિયે લાદી બેસાડવા માટે વગેરે માટે વસ્તુની લંબાઇ કે પહોળાઇ માપવાની જરૂર પડે છે.

12. માપન વિશે નોંધ લખો.
ઉત્તર : માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલાક જ્ઞાત જથ્થા સાથેની સરખામણી. માપનના પરિણામને બે ભાગમાં રજુ કરી શકાય : સંખ્યા અને એકમ. આજકાલ ઉપયોગમાં લેવાતી માપન પ્રણાલી આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી છે. લંબાઇ, પહોળાઇ, ઊંચાઇ, ગતિ, સમય. અંતર વગેરેને આપણે માપી શકીએ છીએ. માપન કરવાથો આપણે આપણાં કાર્યો સરળતાથી અને ચોક્કસાઇપૂર્વક કરી શકીએ છીએ.

13. પહેલાંના સમયમાં લોકો લંબાઇ માપવા શાનો ઉપયોગ કરતા હતા?
ઉત્તર : પહેલાનાં સમયમાં લોકો વેંત, હાથ, ડગલાં, પગલાં વગેરેનો ઉપયોગ લંબાઇ માપવા માટે કરતા હતા. આ ઉપરાંત પગની લંબાઇ, આંગળીની જાડાઇ, ક્યુબિટ વગેરેનો ઉપયોગ થતો હતો.

14. કોણીની આંગળીઓના છેડા સુધીના અંતરને..................કહે છે.
ઉત્તર : ક્યુબિટ

15. રોમવાસીઓ....................દ્વારા લંબાઇ માપવા હતા.
ઉત્તર : પગલાંઓ

16. પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઇના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી ?
ઉત્તર : દરેક વ્યક્તિના પગ અથવા પગલાંનું માપ એકસમાન હોયું નથી. એક જ વ્યક્તિના પગલાં દ્રારા મપાયેલી લંબાઇ જુદી જુદી હોઇ શકે છે. આથી, પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઇના એકમ માત્રાના સ્વરૂપે કરવામાં આવતો નથી.

17. ફ્રેન્ચે માપન માટેની ચોક્કસ રીત બનાવી, જેને...................કહે છે.
ઉત્તર : મેટ્રિક પદ્ધતિ

18. લંબાઇના માપનનો સર્વસામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો ?
ઉત્તર : પ્રાચીન સમયમાં લોકો લંબાઇનું માપ લેવા માટે આગળ, વેંત, હાથ કે ડગલાંનો ઉપયોગ કરતા. પરંતુ જુદા જુદા માણસોની આંગળીની જાડાઇ, વેંતની લંબાઇ, હાથની લંબાઇ અને ડગલાંની લંબાઇ એકસમાન હોતી નથી. આમ, જુદા જુદા માણસો એક જ વસ્તુની લંબાઇ માપે તો સમાન ન મળે. જો માપનનું સાધન અને એકમ નિશ્વિત હોય, તો એક જ વસ્તુની લંબાઇ કોઇપણ વ્યક્તિ માપે તો પણ એકસમાન જ મળે. આથી લંબાઇના માપનો સર્વસામાન્ય એકમ જરૂરી બન્યો.

19. લંબાઇનો SI એકમ ક્યો છે?
ઉત્તર : મીટર

20. 1 મીટર ...................સેન્ટિમીટર.
ઉત્તર : 100

21. 1 સેન્ટિમીટર ...............મિલિમીટર.
ઉત્તર : 10

22. લંબાઇનો સૌથી નાનો એકમ જણાવો.
ઉત્તર : મિલિમીટર

23. મીટર કરતાં મોટો એકમ જણાવો.
ઉત્તર : કિલોમીટર

24. 1 મીટર  .....................કિલોમીટર
ઉત્તર : 0.001

25. 5 કિલોમીટર  .................મીટર.
ઉત્તર : 5000

26. કોઇપણ બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યાવહારિક એકમ...................છે.
ઉત્તર : કિલોમીટર

27. 1 મીટર  ...................મિલિમીટર.
ઉત્તર : 1000

28. 750 સેન્ટિમીટર  ....................મીટર.
ઉત્તર : 7.50

29. નીચે આપેલ લંબાઇના એકમોને તેમની વધતી લંબાઇના આધારે ગોઠવો :
1 મીટર, 1 સેન્ટિમીટર, 1 કિલોમીટર, 1 મિલિમીટર

ઉત્તર : 1 મિલિમીટર, 1 સેન્ટિમીટર, 1 મીટર, 1 કિલોમીટર

30. એક વ્યક્તિની ઊંચાઇ 1.65 મીટર છે. તેને સેન્ટિમીટર તથા મિલિમીટરમાં દર્શાવો.
ઉત્તર : ૧૬૫ સેન્ટીમીટર
૧૬૫૦૦  મિલી મિટર   

31. રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. આ અંતરનો કિલોમીટરમાં દર્શાવો.
ઉત્તર : ૩.૨૫૦  કિલો મીટર

32. માપપટ્ટીની જાડાઇ....................એકમમાં મપાય છે.
ઉત્તર : મિલીમીટર

33. લંબાઇ માપવા માટે દરજી.............નો ઉપયોગ કરે છે.
ઉત્તર : મીટરપટ્ટી

34. કાપડનો વેપારી કાપડ માપવા માટે શાનો ઉપયોગ કરે છે?
ઉત્તર : કાપડનો વેપારી કાપડ માપવા માટે મીટરપટ્ટીનો ઉપયોગ કરે છે.

35. વૃક્ષની જાડાઇ માપવા માટે.......................નો ઉપયોગ થાય છે.
ઉત્તર : માપનપટ્ટી (મેઝરિંગ ટેપ)