કાવ્ય - 1 અખિલ બ્રહ્માંડ માં
કવિ-નરસિંહ મહેતા
સાહિત્ય પ્રકાર-પદ
● કવિ પરિચય ●
ગુજરાતી ભાષા ના આદ્ય કવિ નરસિંહ મહેતા નું વતન ભાવનગર જિલ્લા નું તળાજા ગામ.'શામળશા નો વિવાહ,' 'હાર', 'હૂંડી', 'કુંવર બાઈ નું મામેરું,' અને રાડ એમની આત્મા ચરિત્રાત્મક રચનાઓ છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના ભક્ત કવિ છે એમણે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ના પદો સર્જીને ગુજરાતી કવિતાને રણીયાત કરી છે નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે વસી ને આપણે ત્યાં ચિરંજીવ બન્યા છે જેમકે,' ભોળી રે ભરવાડણ', 'જળકમળ છાડી જાને ','જાગને જાદવા',' જાગોને જશોદાના જાયા ' .. ..વગેરે ભાવ નીતરતી એમની કાવ્ય વાણી, એની સરળતા અને સહજતાથી, આપણા મનમાં રમી રહે છે .
● કાવ્ય પરિચય ●
અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા ઇશ્વરના સર્વવ્યાપક સ્વરૂપની લીલા ને વર્ણવે છે નરસિંહ મહેતા કહે છે કે પરમાત્મા તાત્વિક રીતે એકજ છે ,પણ અનેક રૂપે દેખાય છે.જેમ સુવર્ણ એકજ છે પણ એમાંથી ઘડાયેલા અલનકારો ના નામ જુદા છે,એ રીતે પ્રભુ આ શ્રુસ્ટી માં વિવિધ રૂપે પ્રગટ થાય છે. પરમેશ્વરને શાસ્ત્રજ્ઞાન દ્વારા તો ખરા ,પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે
●શબ્દાર્થ●
અખિલ-આખું
જૂજવે રૂપે-જુદાં જુદાં રૂપે
અનંત -જેનો અંત નથી તેવું
ભૂધર-ભૂમિ ને ધારણ કરનાર
શ્રુતિ-શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું.(અહીં)વેદ
સ્મૃતિ-(અહીં) વેદ પછી ના શાસ્ત્રો.
પટતર -પડદો, અંતરપદ
●શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો●
જુદાં જુદાં રૂપે- જૂજવે રૂપે
ભૂમિ ને ધારણ કરનાર - ભુધર
શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું- શ્રુતિ
કાન માં પહેરવાનું એક ઘરેણું- કુંડળ
જેનો અંત નથી તેવું- અનંત
નીચેના સમાનાર્થી શબ્દો ને સામસામે જોડીને લખો
1.(1) અખિલ. આખુ સમસ્ત
(2)બ્રમાંડ. વિશ્વ. જગત
(3)ભૂમિ. જમીન. ધરા
(4)કનક. સોનુ. સુવર્ણ
(5)દેહ. શરીર. કાયા
● નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર લખો ●
(1) ગુજરાતી ભાષાના કવિ કોણ ગણાય છે?- નરસિંહ મહેતા
(2) નરસિંહ મહેતાની બે આત્મ ચરિત્રાત્મક કૃતિઓના નામ આપો.
-'શામળશા નો વિવાહ', 'કુંવર બાઈ નું મામેરું',
(3) 'અખિલ બ્રહ્માંડમાં' કૃતિના કર્તા નું નામ જણાવો .
-નરસિંહ મહેતા
(4) 'અખિલ બ્રહ્માંડમાં' કૃતિ નું સાહિત્ય સ્વરૂપ જણાવો.
-પદ,ભજન
(5) નરસિંહ મહેતાએ કયા કયા વિષયો પર પદો લખ્યાં છે.
- જ્ઞાન ,ભક્તિ અને વૈરાગ્ય
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો●
પ્રશ્ન-1 સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે?જવાબ-1 સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ (પરમાત્મા )વ્યાપેલા છે.
પ્રશ્ન-2 પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે?
જવાબ-2 પરમાત્માએ અનેક રસ લેવા માટે આવું વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે
પ્રશ્ન-3 કવિ ના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે?
જવાબ-3 કવિ ના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે
પ્રશ્ન-4 કવિ ના મતે લોકો કોને પૂજે છે?
જવાબ-4 કવિ ના મતે લોકો જે ગમે તેને પૂજે છે
પ્રશ્ન-5 ઈશ્વર દેવ બની ને ક્યાં વિરાજે છે?
જવાબ-5 ઈશ્વર દેવ બનીને દેહમાં વિરાજે છે.
પ્રશ્ન-6 કવિની દૃષ્ટિએ તત્વ મા તેજ રૂપે કોણ વસેલું છે?
જવાબ-6 કવિની દૃષ્ટિએ તત્વ માં. તેજ રૂપે ઈશ્વરવસેલો છે.
પ્રશ્ન-7 કવિ વૃક્ષમાં ઈશ્વર ને કયા સ્વરૂપે જુએ છે?
જવાબ-7 કવિ ઇશ્વર ને વૃક્ષમાં બીજ સ્વરૂપે જુએ છે.
પ્રશ્ન-8 કવિ ના મતે પ્રીત કરવાથી કોણ પ્રગટ થશે?
જવાબ-8 કવિ ના મતે પ્રીત કરવાથી ઈશ્વર પ્રગટ થશે.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો●●●●
પ્રશ્ન -1 પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે?
જવાબ-1 પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે છતાં તે પૃથ્વી ઉપર જુદા જુદા રૂપે અનંત ભાસે છે આપણા દેહ માં તે દેવ રૂપે છે તત્વ માં તેજ રૂપે છે જરૂરી છે શૂન્ય માં શબ્દ રૂપેછે .તેમજ પૃથ્વી ઉપર પવન, પાણી ,ભૂમિ રૂપે અલગ દેખાતો, પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપી રહેલો છે.
પ્રશ્ન-2 બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો?
જવાબ-2 કારણ વગર કાર્ય સંભવી શકે નહીં જેમ બીજ એ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે .બીજ ને ધરતીમાં રોપીએ તો જ થડ ,ડાળ ,પાંદડા, ફળફૂલ વગેરેથી વૃક્ષ નો વિસ્તાર થઈ શકે અર્થાત વૃક્ષનું વિસ્તારૂપી કાર્ય સંભવી શકે વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે ,આમ વૃક્ષો વચ્ચે કાર્ય-કારણનો સંબંધ છે
નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો●●●●
પ્રશ્ન-1 'અખિલ બ્રહ્માંડમાં 'પદ માં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે?
જવાબ 1 પ્રસ્તુત પદમાં નરસિંહ મહેતા ઈશ્વર ના સર્વવ્યાપક સ્વરૂપની લીલા ને વર્ણવે છે
નરસિંહ મહેતા પદ માં પરમ તત્વને સમજાવતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રીહરિ જ સર્વ વ્યાપી છે પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે કવિ કહે છે કે હે ભધરા (હેકૃષ્ણ )તું સર્વવ્યાપી છે જેમ કે પવન તું છે, પણીતું છે ,ભૂમિ તું છે, તું જ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે તે આવી રસમય વિવિધ રચના કરી છે. એ જ આશાએ તુ શિવમાંથી જીવ થયો છે .વેદ એમકહે છે કે કનક અને કુંડળ એ બેમાં કોઈ ફરક નથી કનક માંથી અનેક ઘાટના અલંકાર બનાવી એ પણ એ દરેક ઘાટમાં સોનુ જ હોય છે શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પુરે છે પણ પરમાત્મા વિષે વાત કરતા ગ્રંથે ગરબડ કરી છે મૂળ વાત કરી નથી પરિણામે જેને જે ગમે તેને જ તે પૂછે છે મન વચન અને કર્મથી એને જ સત્ય માની લે છે.
કવિ નરસિંહ મહેતા કહે છે વૃક્ષમાં બીજ તુંઅને બીજમાં વૃક્ષ પણ તું છે એ બેમાં ભેદ છે છતાં એની ભેદ રહિત સ્થિતિ અહીં રજૂ કરી છે અંત માં, નરસિંહ મહેતા કહે છે સત્ય તો એ છે કે મનથી શોધ કરતા સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રેમથી પ્રગટ થશે પરમાત્માનો સાક્ષાત્કાર, અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે આમ, નરસિંહ મહેતા પરમ તત્વને સમજાવે છે.
0 Comments