37. પર્વતીય બકરીઓ ખડકાળ ઢાળ પર ક્યા કારણથી સરળતાથી દોડી શકે છે ?
ઉત્તર : પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે જેના કારણે તે સરળતાથી, ઝડપથી ઇજા થયા વગર ખડકાળ ઢાળ પર સરળતાથી દોડી શકે છે.
ઉત્તર : (1) સિંહનો ભૂખરો રંગ તેને ઘાસના મેદાનમાં છુપાવા માટે મદદરૂપ થાય છે.
(2) તેના ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્ક્સ સ્થાન વિશે ખ્યાલ આપે છે.
39. હરણમાં જોવા મળતાં અનુકૂલનો જણાવો.
ઉત્તર : (1) વનસ્પતિના મજબુત પ્રકાંડ ચાવવા માટે મજબુત દાંત હોય છે.
40. ભૂમીય નિવાસસ્થાનના પ્રકારો જણાવો.
ઉત્તર : જંગલો, રણપ્રદેશ, ઘાસનાં મેદાનો, દરિયાકાંઠાના વિસ્તાર, પર્વતીય વિસ્તાર, દર–નિવાસ વગેરે ભૂમીય નિવાસસ્થાનો છે.
41. .............અને ....................જળચર પ્રાણીઓ હોવા છતાં ધારારેખીય શરીર રચના ધરાવતાં નથી.
ઉત્તર : સ્કિવિડ અને ઓક્ટોપસ
42. વહેલ...................દ્રારા હવા શરીરની અંદર લે છે.
ઉત્તર : શ્વસન છિદ્રો
43. ડોલ્ફિન અને વહેલ સમયાંતરે પાણીની સપાટીની બહાર આવે છે, કારણ કે.................
ઉત્તર : દરેક સજીવને જીવન જીવવા માટે ઓક્સિજન જરૂરી છે. જેના માટે તે કોઇને કોઇ અંગ ધરાવે છે. ડૉલ્ફિન અને વહેલ માથાના ઉપરના ભાગે ગોઠવાયેલ શ્વસન છિદ્રો દ્વારા હવા લે છે. અને લાંબા સમય સુધી પાણીમાં રહે છે. તેઓને જ્યારે ફરીથી શ્વાસ માટે હવાની જરૂર હોય ત્યારે ફરીથી પાણીની સપાટી પર આવે છે. આમ, તેઓ શ્વસન દરમિયાન હવા લેવા માટે સમયાંતરે પાણીની સપાટીની બહાર આવે છે.
44. જલીય વનસ્પતિના મૂળનું મુખ્ય કાર્ય જણાવો.
ઉત્તર : જલીય વનસ્પતિના મૂળનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક જ સ્થળે જકડી રાખવાનું છે.
45. જલીય વનસ્પતિના પ્રકાંડની વિશિષ્ટતાઓ જણાવો.
ઉત્તર : જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલાં અને હલકાં હોય છે. પ્રકાંડ પોલા હોવાથી તેમાં હવા રહી શકે છે. જે વનસ્પતિને પાણીમાં ડૂબી જતી અટકાવે છે. આ ઉપરાંત પ્રકાંડ લાંબા અને હલકાં હોવાથી પાણીનાં વહેણની સાથે વળી શકે છે જેથી તૂટી જતાં નથી.
46. કમળમાં પર્ણો અને પુષ્પની વિશિષ્ટતાઓ જણાવો.
ઉત્તર : કમળ જલીય વનસ્પતિ છે. કમળના પર્ણો ઉપરથી અને નીચેની બંને સપાટી પર પર્ણરંઘ્રો ધરાવે છે. જેથી પાણી ગુમાવે છે. પર્ણો મોટા અને પહોળા હોવાથી પાણીની સપાટી પર તરતાં રહે છે. જેથી પ્રકાશસંશ્લેષણ થઇ શકે. પર્ણ અને પુષ્પોની પાંખડીઓ પર ચીકણું શ્લેષ્મ દ્વવ્ય હોય છે. જે તેમને પાણીથી ભીંજાવા દેતું નથી. પાણી સરકીને જતું રહે છે. જેથી વનસ્પતિ અને પુષ્પ કોહવાઈ જતા નથી.
47. પાણીમાં સંપુર્ણ ડૂબેલી જલીય વનસ્પતિનાં અનુકુલનો જણાવો.
ઉત્તર : (1) જલીય વનસ્પતિનાં પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવાં હોય છે જેથી વહેતા પાણીમાં વળી શકે છે અને તૂટી જતાં નથી.
48. વૈજ્ઞાનિક રીતે સમજાવો : દેડકો જમીન અને પાણી, એમ બંને જગ્યાએ રહી શકે છે.
ઉત્તર : દેડકો શ્વસનઅંગ તરીકે ફેફસાં અને ચામડી ધરાવે છે. જ્યારે તે જમીન પર રહે છે. ત્યારે ફેફસાં શ્વાસોચ્છવાસ દ્રારા શ્વસનક્રિયામાં મદદ કરે છે. જ્યારે તે પાણીમાં હોય છે ત્યારે ચામડી દ્રારા શ્વસન કરે છે. દેડકાંની ચામડી પરનું ચીકણું દ્રવ્ય તેને પાણી સામે સક્ષણ આપે છે. તેનાં આગળના પગ ટૂંકા અને પાછળનાં પગ લાંબા હોવાથી તે જમીન પર કૂદી શકે છે. પાછળના પગની આંગળીઓ ત્વાચાથી જોડાયેલી હોવાથી પગનો હલેસાં તરીકે ઉપયોગ કરી પાણીમાં તરી શકે છે. આમ દેડકા જમીન અને પાણી અમે બંને જગ્યાએ રહેવા માટેનાં અનુકૂલનો ધરાવતાં હોવાથી બંને જગ્યાએ રહી શકે છે.
49. તફાવત આપો.
(1) જલીય વનસ્પતિ અને રણમાં ઊગતી વનસ્પતિ
ઉત્તર :
જલીય વનસ્પતિ |
રણમાં ઊગતી વનસ્પતિ |
1. તેનાં પર્ણો મોટાં અને ચીકણાં હોય છે.
જેથી પ્રકાશસંશ્લેષણ કરી શકે . 2. તેનાં પર્ણદંડ પોલાં, હલકાં અને વળી શકે
તેવા હોય છે. 3. મૂળ પાણીમાં પળિયે સ્થાપિત અથવા તરતાં હોય
છે. 4. ઉદાહરણ તરીકે કમળ, શિંગોડા |
1. તેનાં પર્ણો
નાંના અને ઓછાં હોય છે. જેથી બાષ્પોત્સર્જન દ્રારા પાણી ઓછું ગુમાવે છે. 2. પર્ણ કે પ્રકાંડ
લીલાં, જાડાં હોય છે. 3. મૂળ વિકસિત અને
ઊંડે સુધી વિસ્તરેલાં હોય છે. 4. ઉદાહરણ તરીકે
થોર, બાવળ |
(2) ઊંટનાં અનુકૂલનો અને પર્વતીય બકરીઓનાં
અનુકૂલનો
ઉત્તર :
ઊંટનાં
અનુકૂલનો |
પર્વતીય
બકરીઓનાં અનુકૂલનો |
1. તે રણવાસી પ્રાણી છે. 2. તેનાં પગ લાંબા, તળિયા પહોળાં અને
ગાદીવાળા હોય છે. 3. તેની ચામડી જાડી અને વધુ રૂંવાટી વગરની હોય છે. 4. તેનામાં પાણી અને ખોરાકનો સંગ્રહ કરવાનું
અનુકલન છે. |
1. તે પર્વતવાસી પ્રાણી છે. 2. તેનાં પગ પાતળાં અને મજબૂત ખરીવાળા હોય
છે. 3. તેની ચામડી જાડી અને રૂંવાટીવાળી હોય છે. 4. તેનામાં પાણી અને ખોરાકનો સંગ્રહ કરવાનું
અનુકૂલન નથી. |
50. સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો : ( હળ, મશરૂમ, સીવવાનો સંચો, રેડિયો, હોડી, જળકુંભી, અળસિયુંમ વાદળ, વંદો)
ઉત્તર : સજીવ : મશરૂમ, જળકુંભી, અળસિયું, વંદો
નિર્જીવ : હળ, સીવવાનો સંચો, રેડિયો, હોડી, વાદળ
51. પ્રાણીઓ ખોરાક માટે...................અને..................પર નિર્ભર હોય છે.
ઉત્તર : વનસ્પતિ, પ્રાણીઓ
52. શ્વાસોચ્છવાસ એ .................ક્રિયાનો એક ભાગ છે.
ઉત્તર : શ્વસન
53. નીચેન સજીવોના વાત–વિનિમય માટેનાં અંગો જણાવો.
(1) માનવી : ....................
(2) વહેલ : ......................
(3) અળસિયાં : ..................
(4) માછલી : ....................
(5) દેડકો : .......................
(6) વનસ્પતિ : .....................
54. રાત્રે ઘટાદાર વૃક્ષ નીચે સૂવું ન જોઇએ, કારણ કે..........
ઉત્તર : વનસ્પતિ પર્ણોમાં રહેલાં સૂક્ષ્મછિદ્રો દ્રારા હવા લઈ ઓક્સિજનનો ઉપયોગ કરી બહાર કાઢે છે. આ ઉપરાંત સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમ્યાન નો ઉપયોગ કરી ઓક્સિજન મુક્ત કરે છે. રાત્રિ દરમ્યાન પ્રકાશસંશ્લેષણ થતું નથી. તેથી વનસ્પતિ માત્ર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. જેથી રાત્રે ઘટાદાર વૃક્ષ નીચે સૂવું ન જોઇએ.
55. વ્યાખ્યા લખો : ઉત્તેજના
ઉત્તર : સજીવની આસપાસના એવા બદલાવ કે જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે. તેને ઉત્તેજના કહે છે.
56. આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે, તેને.................કહે છે.
ઉત્તર : ઉત્તેજના
57. માનવીની આંખો..................પ્રત્યે સંવેદનશીલ છે.
ઉત્તર : પ્રકાશ
58. સૂર્યમુખીનું ફુલ ..................પ્રત્યે સંવેદનશીલ છે.
ઉત્તર : સુર્યપ્રકાશ
59. લજામણીમાં પર્ણ..................પ્રત્યે સંવેદનશીલ છે.
ઉત્તર : સ્પર્શ
60. પાણી મેળવતો કૂંડામાંનો છોડ......................પ્રત્યે સંવેદનશીલ છે.
ઉત્તર : સૂર્યપ્રકાશ
61. વ્યાખ્યા આપો : ઉત્સર્જન
ઉત્તર : સજીવો દ્રારા શરીરમાં ઉત્પન્ન થતા બિનજરૂરી અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી પ્રવાહી સ્વરૂપે દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે.
62. વ્યાખ્યા આપો : પ્રજનન
ઉત્તર : દરેક સજીવ દ્રારા પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે.
63. વનસ્પતિ ઉત્તેજનાની સામે પ્રતિચાર આપે છે. તે દર્શાવતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર : હેતુ : વનસ્પતિ ઉત્તેજનાની સામે પ્રતિચાર આપે છે તે સાબિત કરવું.
સાધન–સામ્રગી : કૂંડામાં ઉગાડેલો છોડ
આકૃતિ :
પધ્ધતિ : કૂંડામાં ઊગેલો એક ટટ્ટાર છોડ લો. ઘરનાં રૂમમાં એવી બારી પસંદ કરો. જેમાંથી થોડા સમય માટે સૂર્યપ્રકાશ અંદર આવી શકે. બારીથી થોડે દૂર કૂંડમામાં ઉગાડેલો છોડ મૂકો. આ છોડને નિયમિત રીતે પાણી આપો. હવે એક–બે દિવસ પછી છોડ ટટ્ટાઠ છે કે વળેલો તેનું અવલોકન કરો.
અવલોકન : વનસ્પતિનો છોડ બારી તરફ સૂર્યપ્રકાશની દિશામાં વળીને વિકાસ પામતો હોય છે.
નિર્ણય : વનસ્પતિ સૂર્યપ્રકાશની ઉત્તેજના સામે પ્રતિચાર આપે છે.
64. બચ્ચાંને જન્મ આપનાર કોઇ પણ ચાર સજીવોનાં નામ જણાવો.
ઉત્તર : માનવી, ગાય, હાથી, વાંદરો
65. ઇંડા મૂકતાં કોઇપણ ચાર સજીવોનાં નામ જણાવો.
ઉત્તર : કીડી, પતંગિયું, ચકલી, કાગડો.
66. બીજાંકુરણ દ્રારા નવો છોડ ઉગતો હોય તેવી ચાર વનસ્પતિઓનાં નામ આપો.
ઉત્તર : ઘઉં, બાજરી. મગ, ચણા
65. ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઇ વનસ્પતિ કે પ્રાણી કોઇ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવન જીવે છે, તેને .........................કહે છે.
ઉત્તર : અનુકૂલન
66. બટાટાનાં..............માંથી નવો છોડ વિકસી શકે છે.
ઉત્તર : પ્રાંકુર
65. ગુલાબ, મેંદી જેવી વનસ્પતિની ...................કરીને નવો છોડ ઉગાડી શકાય છે.
ઉત્તર : કલમ
66. વનસ્પતિ પણ હલનચલન કરે છે – ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તર : સૂર્યમુખીનાં ફૂલ પ્રકાશની દિશા પ્રમાણે પોતાની દિશા બદલે છે. કેટલીક વનસ્પતિનાં ફુલ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં રાત્રે જ ખીલે છે, ઉદાહરણ તરીકે રાતરાણી. કેટલીક વનસ્પતિનાં ફુલ સવારે ખીલે છે અને સૂર્યાસ્ત થતા પુષ્પ બંધ થઇ જાય છે. લજામણી જેવી વનસ્પતિનાં પર્ણને કોઈ અડકે ત્યારે પર્ણ બંધ થઇ જાય છે. આમ, વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપતાં હલનચલન કરે છે.
65. સજીવો પ્રજનન શા માટે કરે છે ?
ઉત્તર : દરેક સજીવ એકબીજાથી ભિન્ન અને કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. પરંતુ દરેક સજીવ મૃત્યુ પામે છે તેથી પોતાના જેવા જ બીજા સજીવોની ઉત્પત્તિ દ્રાર પોતાની જેવી જ જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખવા માટે પ્રજનન કહે છે.
66. સજીવોનાં સામાન્ય લક્ષણો જણાવો.
ઉત્તર : (1) સજીવ વૃદ્ધિ અને વિકાસ પામે છે.
67. તફાવત આપો :
(1) શ્વસન અને પ્રકાશસંશ્લેષણ
શ્વસન |
પ્રકાશસંશ્લેષણ
|
1. આ ક્રિયા વનસ્પતિ અને પ્રાણી બંનેમાં થાય
છે.
2. આ ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે
અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. |
1. આ ક્રિયા ફકત લીલી વનસ્પતિઓમાં
સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે. 2. આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વપરાય
છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. |
(2) સજીવ અને નિર્જીવ
સજીવ |
નિર્જીવ |
1. તે ખોરાક લે છે. 2. તે વૃદ્ધિ અને વિકાસ પામે છે. 3. તે શ્વસન કરે છે, ઉત્તેજનાને પ્રતિચાર આપે
છે. 4. તે પ્રજનન કરે છે. 5. તે હલન–ચલન કે પ્રચલન કરે છે. |
1. તે ખોરાક લેતાં નથી. 2. તે વૃદ્ધિ અને વિકાસ પામતાં નથી. 3. તે શ્વસન કરતાં નથી, ઉત્તેજનાને પ્રતિચાર
આપતાં નથી. 4. તે પ્રજનન કરતાં નથી. 5. તે પ્રચલન કરતાં નથી. |
ઉત્તર : (1) તે ખોરાક લેતાં નથી.
(2) તે વૃદ્ધિ અને વિકાસ પામતાં નથી.
(3) તે શ્વસન કરતાં નથી, ઉત્તેજનાને પ્રતિચાર આપતાં નથી.
(4) તે પ્રજનન કરતાં નથી.
(5) તે પ્રચલન કરતાં નથી.
(6) તેઓ સંવેદના ધરાવતાં નથી.
69. નીચેનાં વાક્યો પૂર્ણ કરો.
(1) રણના ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે.............
ઉત્તર : તેઓ રેતીમાં ખૂબ ઊંડે દરમાં રહે છે. રાત્રિ દરમ્યાન બહાર આવે છે.
(2) હિમ–ચિત્તાને ઠંડીથી બચવા માટે..............
ઉત્તર : જાડી ચામડી હોય છે, તેના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે.
(3) જલીય વનસ્પતિનાં પ્રકાંડ.................
ઉત્તર : લાંબા, પોલાં અને હલકાં, નમનીય હોય છે.
(4) વનસ્પતિ શ્વસનક્રિયા દરમિયાન................
ઉત્તર : પર્ણના સૂક્ષ્મછિદ્રો દ્રારા હવા અંદર લે છે, ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે.
(5) દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની આંગળીઓ.............
ઉત્તર : ચામડી દ્રારા જોડાયેલી હોય છે.
0 Comments