10. ગતિ અને અંતરનું માપન

36. કંપાસબોક્સમાંની માપપટ્ટીની લંબાઇ..................સેમી હોય છે. 

ઉત્તર : 15 

37. તમારી માપપટ્ટી 0 અંક પાસેથી તૂટેલી હોય, તો તે માપપટ્ટી વડે તમે પેન્સિલની લંબાઇ કઈ રીતે માપશો ? 
ઉત્તર : માપપટ્ટી 0 અંક પાસેથી તૂટેલી છે, તો પેન્સિલની લંબાઇ માપતી વખતે તેનો એક છેડો 1 અંક પર મૂકીશું અને તેનો બીજો છેડો માપપટ્ટીના જે અંક પાસે આવે તે અંક નોંધીશું. હવે આ નોંધેલા અંકમાંથી 1 અંક બાદ કરીશું. જેથી પેન્સિલની સાચી લંબાઇ શોધી શકાય. 

38. આપેલ વતિનું વર્ગીકરણ કરો : (લોલકની ગતિ, ચીચવામાં બેઠેલા બાળકોની ગતિ, ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, પવનથી ડોલતી ઘંટડીની ગતિ, નળમાંથી ટપકતાં પાણીનાં ટીપાંની ગતિ, સાઇકલનાં પૈડાંની ગતિ, ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ) 

ઉત્તર :
સુરેખગતિ : ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, નળમાંથી ટપકતાં પાણીના ટીપાંની ગતિ. 

વર્તુળાકાર ગતિ : ઘડિયાળના કાંટાની ગતિ, ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, સાઇકલનાં પૈડાંની ગતિ. આવર્તગતિ : લોલકની ગતિ, ચીચવામાં બેઠેલા બાળકોની ગતિ, પવનથી

39. કોઇપણ વસ્તુની લંબાઇનું માપન કરતી વખતે કઇ ભૂલ થઇ શકે ? તે ભૂલ ન થાય તે કઇ બાબતો ધ્યાનમાં રાખશો ? 
ઉત્તર : લંબાઇના માપન માટેની પદ્ધતિનો અમલ કરવાથી ભૂલ થાય નહીં તે માટે નીચેની બાબતોનો ખ્યાલ રાખવો જોઇએ : (1) જે વસ્તુની લંબાઇ માપવાની છે. તેનો એક છેડો ફુટપટ્ટીના 0 અંક સામે મૂકીશું. 

(2) વસ્તુ ફુટપટ્ટીને અડીને સમાંતર રહે તેમ ગોઠવીશું. 

(3) વસ્તુનો બીજો છેડો ફુટપટ્ટીન ક્યા અંક સામે છે તે જોતી વખતે આપણી આંખ, વસ્તુનો બીજો છેડો અને ફુટપટ્ટીનો અંક/કાપો સીધી રેખામાં અને ફુટપટ્ટીને લંબ રહે તેમ રાખીશું. જો ફુટપટ્ટીનો કોઇ છેડો તૂટેલો હોય તો બીજા કોઇ પૂર્ણાંકનો પ્રારંભિક અને અંતિમ માપ તરીકે ઉપયોગ કરીશું. 

વસ્તુનો છેડો/કાપો અને આંખ ત્રણેય સીધી રેખામાં ફુટપટ્ટીને લંબ હોવા જરૂરી છે. 

40. વક્રરેખા માપવા માટે શેનો ઉપયોગ કરશો ? 
ઉત્તર : દોરા 

41. વાંકાચૂકા આકારની લંબાઇ કેવી રીતે માપશો ? 
ઉત્તર : વાંકાચૂંકા આકારની લંબાઇ માપવા માટે દોરીનો ઉપયોગ કરીશું. દોરીને વાંકાચૂંકા આકાર સાથે ક્રમશ: પ્રારંભમાં એક છેડો રાપી, આગળ દબાવતાં જતા. આગળના બીજા છેડા સુધી પહોંચી દોરી આગળ નિશાન કરીશું. હવે દોરીના પ્રાંરભિક છેડાથી અંતિમ સ્થાન સુધીની લંબાઇ મીટરપટ્ટી વડે માપતાં વાંકાચૂંકા આકારની કુલ લંબાઇ મળશે. 

42. વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે તે કેવી રીતે નક્કી કરશો ? 
ઉત્તર : જો વસ્તુ/પદાર્થ/વ્યક્તિ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે ગતિમાં છે તેમ કહેવાય. વળી જો વસ્તુ/પદાર્થ/વ્યક્તિ સમયની સાથે પોતાનું સ્થાન ન બદલે તો સ્થિર છે તેમ કહી શકાય. 

43. ‘‘ઘડિયાળ સ્થિર છે, પણ તેનો સેકન્ડ કાંટો સ્થિર નથી’’ – આ વિધાન સમજાવો. 
ઉત્તર : ઘડિયાળ પોતે સમયની સાથે પોતાનું સ્થાન બદલતી નથી માટે તે સ્થિર છે તેમ કહેવાય. જ્યારે સેકન્ડ કાંટો સમયની સાથે પોતાનું સ્થાન બદલાતો રહે છે તેથી તે ગતિમાં છે તેમ કહી શકાય એટલે કે તે સ્થિર નથી તેમ કહી શકાય. 

44. ગતિ એટલે શું ? 
ઉત્તર : કોઇ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતાં ફેરફારને(પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન) ગતિ કહે છે. 

45. ‘ઝાડ પરથી ફળનું પડવું  એ...............પ્રકારની ગતિ છે. 
ઉત્તર : સુરેખ 

46. સઇકલનાં પૈડાંની ગતિ.........................હોય છે. 
ઉત્તર : વર્તુળાકાર 

47. આવર્તગતિનાં બે ઉદાહરણ આપો. 
ઉત્તર : સિતારના તારની ગતિ, ઘડિયાળના લોલકની ગતિ, હિંચકાની ગતિ વગેરે આર્વતગતિના ઉદાહરણો છે. જેમાં વસ્તુ એક નિશ્વિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન થાય છે. 

48. ગતિના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. 
ઉત્તર : ગતિના ચાર પ્રકારો છે : 

(1) સુરેખ ગતિ : પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય ત્યારે તેને સુરેખ ગતિ કહે છે. ઉદાહરણ : બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ 

(2) વક્રગતિ : પદાર્થનો ગતિમાર્ગ વક્રરેખા હોય છે. ઉડતો મચ્છર વાંકીચૂંકી દિશામાં ગતિ કરે છે. ઉદાહરણ : કીડી અને ઉડતા મચ્છરની ગતિ. 

(3) વર્તુળાકાર ગતિ : દોરી વડે બાંધેલા પથ્થરને હાથ વડે ગોળગોળ ફેરવતાં તે વર્તુળ ગતિ કરે છે એટલે કે પદાર્થ કોઇ એક બિંદુને અનુલક્ષીને પોતાનું સ્થાન બદલે ત્યારે વર્તુળાકાર ગતિ કરે છે. ઉદાહરણ તરીકે વીજળીના પંખાના પાંખિયાની ગતિ 

(4) આવર્ત ગતિ : વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે, તો તેને આવર્ત ગતિ કહે છે. ઉદાહરણ તરીકે લોલક ગતિ. 

49. સિતારના તારની ગતિ.....................અને સિલાઇ મશીનમાં સોયની ગતિ................પ્રકારની છે. 
ઉત્તર : આવર્ત ગતિ, આવર્ત ગતિ 

50. ચદડોળમાં બેઠેલી છોકરીની ગતિ....................અને હીંચકા પરના બાળકની ગતિ.....................પ્રકારની હોય છે. 
ઉત્તર : વર્તુળાકાર, આવર્ત ગતિ 

51. જમીન પર ગબડતો દડો ક્યા પ્રકાતની ગતિ કરે છે ? 
ઉત્તર : જમીન પર ગબડતો દડો પોતાની ધરી પર ફરતાં ફરતાં એટલે કે વર્તુળાકાર ગતિ કરે છે. આ ઉપરાંત, તે પોતાનું સ્થાન બદલે છે. એટલે કે સરળ રેખીય ગતિ પણ કહે છે. 

52. હવાથી હલતા વૃક્ષનાં પર્ણો ક્યા પ્રકારની ગતિ કરે છે? 
ઉત્તર : હવાથી હલતા વૃક્ષનાં પર્ણો એ આવર્ત ગતિ કરે છે. 

53. એક કરતાં વધુ પ્રકારની ગતિ દર્શવતાં બે ઉદાહરણો જણાવો. 
ઉત્તર : (1) ફરતો ભમરડો ધરીની આસપાસ વર્તુળાકાર ગતિ કહે છે અને સાથે સાથે પોતાની જગ્યા પણ બદલે છે. એટલે કે તે વક્રગતિ પણ કરે છે. 
(2) ક્રિકેટની રમતમાં બોલરે ફેંકેલો દડો વર્તુળાકાર ગતિ ઉપરાંત સુરેખ ગતિ પણ કહે છે. 
(3) સાઇકલ ચાલતી હોય ત્યારે તેનું પૈડું વર્તુળાકાર ગતિ અને સરળ રેખીય ગતિ કરે છે. 

54. પૈંડાથી ચાલતાં વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. (✔ કે ✖) 
ઉત્તર : ✔

55. વરાળયંત્રની શોધ પછી વાહનવ્યવહારનાં ઝડપી સાધનોનો વિકાસ થયો. (✔ કે ✖)
ઉત્તર: ✔

56. બે સ્થાન વચ્ચેનું અંતર હંમેશા નાનું જ હોય. (✔ કે ✖)
ઉત્તર : ✖

57. એક વર્ગના બધા જ વિદ્યાર્થીઓ પોતના પગલાં વડે વર્ગખંડની લંબાઇ માપે તો લંબાઇ એક સમાન મળશે. (✔ કે ✖)
ઉત્તર : ✖

58. વેત અથવા પગલાં વડે માપેલી લંબાઇ દ્વારા ચોક્કસ માપન મળે છે. (✔ કે ✖)
ઉત્તર : ✖

59. પ્રાચીન સમયમાં લંબાઇના એકમ સ્વરૂપે વપરાતા ફૂટની લંબાઇ બધે સરખી હતી. (✔ કે ✖)
ઉત્તર :

60. આકાશમાં ઊડતું પક્ષી ગતિમાં નથી. (✔ કે ✖)
ઉત્તર :

61. પાણીમાં તરતી માછલી ગતિ કરે છે. (✔ કે ✖)
ઉત્તર :

62. સિલાઈ મશીન સ્થિર હોય છે. (✔ કે ✖)
ઉત્તર :

63. સ્કૂટરનાં પૈડાંની ગતિ એ વર્તુળાકાર ગતિ છે. (✔ કે ✖)
ઉત્તર :

64. ઊડતો પતંગ હંમેશા વર્તુળાકાર ગતિ કરે છે. (✔ કે ✖)
ઉત્તર :