6. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
ઉત્તર : આર્થિક વિકાસ એ આર્થિક
વૃદ્ધિ કરતાં કંઇક વિશેષ છે.
- આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે. જેમાં અર્થતંત્રની આવક વધે છે. પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી. લોકોના મનોવલણ બદલાતા નથી. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્રનું માળખું લોકોના મનોવલણ બદલાય છે.
- જિરાલ્ડ મેયરે જણાવ્યું છે કે, ‘વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન.’
- આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવતને નીચે મુજબ રજુ કરી શકાય :
આર્થિક વૃદ્ધિ |
આર્થિક વિકાસ |
1. આર્થિક વૃદ્ધિ એ ઘટના
છે. 2. આર્થિક વૃદ્ધિમાં
પરિમાણાત્મક પરિવર્તન થાય છે. 3. આર્થિક વૃદ્ધિમાં
અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુન: ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. 4. આર્થિક વૃદ્ધિ વિકસિત
દેશો સાથે સકળાયેલા ખ્યાલ છે. 5. આર્થિક વૃદ્ધિને
માપવાનું કાર્ય સરળ છે. 6. વૃદ્ધિનો ખ્યાલ સીમિત
છે. 7. આર્થિક વૃદ્ધિને માથાદીઠ
આવકના વધારા સાથે સંબંધ છે. 9. આર્થિક વિકાસ વિના
આર્થિક વૃદ્ધિ શક્ય છે. |
1. આર્થિક વિકાસ પ્રક્રિયા
છે. 2. આર્થિક વિકાસમાં
પરિમાણાત્મ્ક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. 3. આર્થિક વિકાસમાં
અર્થતંત્રમાં વણવપરાયેલાં સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. 4. આર્થિક વિકાસ
વિકાસશીલદેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. 5. આર્થિક વિકાસને ચોક્કસ
રીતે માપવાનું કાર્ય મુશ્કેલ છે. 6. વિકાસનો ખ્યાલ વિસ્તૃત
છે. 7. આર્થિક વિકાસને માથાદીઠ
આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. 8. આર્થિક વિકાસની
પ્રક્રિયા ધીમી છે. 9. આર્થિક વૃદ્ધિ વિના
આર્થિક વિકાસ શકય નથી. |
7. આર્થિક વિકાસના નિર્દેશકોનું મહત્વ સમજાવો.
ઉત્તર : આર્થિક વિકાસના નિર્દેશકોનું મહત્વ આ પ્રમાણે
છે :
દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો થયો હોય તો કેટલી
ઝડપથી થયો છે? દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે? તે જાણવા અને તેનું માપ
કાઢવા માટે કેટલાંક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આવાં પરિબળો બાબતોને આર્થિક
વિકાસનાં નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે.
આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ
પરિબળો એવાં છે કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. તેથી આર્થિક વિકાસના
નિર્દેશકો દ્રારા બે સમયગાળા વચ્ચેના, બે દેશો કે રાજ્યોના આર્થિક વિકાસની તુલના
થઇ શકે છે.
જેમ થરમોમિટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે,
નોંધે છે. તેમ આ પરિબળો દેશના વિકાસને માપે છે.
8. આર્થિક વિકાસના નિર્દેશકો સમજાવો.
ઉત્તર : જેમ થરમોમિટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને
માપે છે, નોંધે છે. તેમ આ પરિબળો દેશના વિકાસને માપે છે.
આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો આ પ્રમાણે છે:
(1) રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર :
આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં
લાંબાગાળા સુધી સતત વધારો થઇ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે. તેમ ગણાય.
જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર
ઊંચો ગણાય અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી
હોય તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય છે. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય
તો તે સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો તે
સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. જો રાષ્ટ્રીય આવકમાં ધટાડો થતો હોય તો તે આર્થિક
વિકાસની પીછેહઠની સ્થિતિ ગણાશે.
આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહિ પણ વાસ્તવિક આવક ધ્યાનમાં
લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજારભાવે નહિ પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે
છે.
દેશ |
રાષ્ટ્રીય
આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર (2014) |
નોર્વે |
2.2 |
અમેરિકા |
2.4 |
શ્રીલંકા |
4.5 |
ચીન |
7.3 |
ભારત |
7.3 |
પાકિસ્તાન |
4.7 |
મર્યાદાઓ :
રાષ્ટ્રીય આવકને વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં
કેટલીક મર્યાદાઓ રહેલી છે, જે આ પ્રમાણે છે.
(A) રાષ્ટ્રીય આવકની
ગણતરીની મુશ્કેલી :
બેવડી ગણતરી, સ્વવપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી,
ગેરકાયદેસર આવક, ડર ટાળો, કરચોરી જેવી પ્રવૃત્તિ, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતા
વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવાં કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો
વૃદ્ધિ દર જાણી શકાતો નથી. તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણાય નહિ.
(B) વસ્તી :
એક માત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી
શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઇએ. દેશ કરતા દેશની રાષ્ટ્રીય
આવક વધારે હોય તો દેશ કરતાં વધારે ન કહેવાય કારણકે જો દેશની રાષ્ટ્રીય આવકની સાથે દેશની
વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ દેશથી વધારે છે. તેમ ન કહેવાય.
(C) રાષ્ટ્રીય આવક
ગણવાની જુદી–જુદી પદ્ધતિઓ :
રાષ્ટ્રીય આવક ગણવાની જુદી–જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ
થાય છે. જેમાં ઉત્પાદન આવક અને ખર્ચની પદ્ધતિ મુખ્ય છે. કોઇએક પદ્ધતિ કરતાં બીજી
પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે. બધા દેશો
જુદી–જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય
તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે.
(2) માથાદીઠ આવકનો વૃદ્ધિ દર :
દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે
સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક છે.
આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં
લાંબાગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે. તેમ કહેવાય.
આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે. અને તે
દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચઢિયાતો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાતો માથાદીઠ આવકના નિર્દેશને
સ્વીકારવાની હિમાયત કરે છે.
રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર
ઊંચો હોય તે દેશનો વિકાસનો દર ઊંચો ગણાય.
જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય.
જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસમાં સ્થગિતતાની
સ્થિતિ આવી છે તેમ કહેવાય.
જો કોઇ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહઠની
સ્થિતિ દર્શાવે છે.
આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવનધોરણ સુધારીને માનવવિકાસ
ઊંચે લઇ જવાનો છે અને તે માટે માથાદીઠ આવકમાં વધારો એ તેનું એક ઉત્તમ નિર્દેશક છે.
જો વિકાસથી લોકોનું જીવનધોરણ સુધારે નહિ તો તે સાચા અર્થમાં
વિકાસ નથી.
માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો
વધુ સારો નિર્દેશક છે.
માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો
લાવે છે અને તેથી જ તે વિકાસનો સાચો માપદંડ છે.
દેશ |
માથાદીઠ
રાષ્ટ્રીય આવક (US $માં) 2014 (સમખરીદશક્તિના માપદંડ મુજબ) |
વૃદ્ધિ દર
(ટકામાં) |
નોર્વે |
64992 |
1.1 |
અમેરિકા |
52947 |
1.6 |
શ્રીલંકા |
9779 |
3.5 |
ચીન |
12547 |
6.7 |
ભારત |
5497 |
6.0 |
પાકિસ્તાન |
4866 |
2.6 |
મર્યાદાઓ :
માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ નીચે મુજબ છે :
(A) માત્ર અંદાજો:
દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે. તેથી તેના આંકડા
આપણને લગભગ સાચા મળી રહે છે. પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી. ભારતમાં
વસ્તીદર 10 વર્ષે ગણાય છે. એટલે કે બાકીનાં વર્ષોમાં વસ્તીના આંકડાના માત્ર અંદાજો
બાંધવામાં આવે છે. તેથી સાચી માથાદીઠ આવક મળતી નથી.
(B) રાષ્ટ્રીય આવક – માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી :
રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઇ ગયાં તેવી રીતે
માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તેની મુશ્કેલીને કારણે સાચી સ્થિતિ
જાણી શકાતી નથી.
(C) માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે :
માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે. આ સરેરાશના
આધારે કોઇ નિર્ણય ના લઇ શકાય કે દેશોના વિકાસની કક્ષા જાણી શકાય નહિ. જો માથાદીઠ
આવક વધે અને દેશોમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેમ
કહેવાય. જો વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી. તેમ કહેવાય. તેથી પણ
માથાદીઠ આવકરૂપી નિર્દેશક ખામી ભરેલો ગણાય છે.
(D) સરખામણીની મુશ્કેલી :
દુનિયાના દેશોની માથાદીઠ આવક જે–તે દેશના ચલણમાં દર્શાવેલ
હોય છે. તેને પ્રથમ અમેરિકન ડોલરમાં ફેરવવી પડે ત્યારબાદ સરખામણી કરી શકાય કે ક્યા
દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો કે નીચો છે. દુનિયાના દેશોએ પોતાના હૂંડિયામણ દરો
ઉપર અનેક જાતના અંકુશો મૂકેલાં હોવાથી તેમનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી તેથી
દેશોની સાચી સરખામણી થઇ શકતી નથી.
(E) ભ્રામક નિર્દેશક છે :
માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા
નાગરિકોને મળે છે. તેવું નથી હોતું. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે
છે. તેના કરતા છુપાવે છે. વધારે તેથી તે સાચો નિર્દેશક નથી.
(3) જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા :
જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું?
માનવજીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ
વસ્તુઓ અને સેવાઓની વપરાશનાં ધોરણો પર આધારીત છે.
વપરાશનાં ધોરણો એટલે સમયના કોઇ એક
ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમુહ દ્રારા.
(1) વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ
તથા અન્ય બિનટકાઉ વસ્તુઓ
(2) વપરાશમાં લેવાયેલ ટકાઉ અને
અર્ધ ટકાઉ વસ્તુઓ
(3) વપરાશમાં લેવાયેલ સેવાઓના સમુહ
આ વપરાશના ધોરણ કે જીવનધોરણ તેમના
જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. તેથી વપરાશના ધોરણ કે જીવનધોરણને જીવનની
ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે.
દેશના નાગરિકોનું જીવનધોરણ ઊચું
જાય તો જીવનનો ભૌતિક સુધારો થયો છે તેમ કહી શકાય.
જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ
થતી બાબતો :
કોઇ એક વર્ષના ગાળામાં દેશના લોકોએ
વપરાશમાં લીધેલ વસ્તુઓ અને સેવાઓના સમુહ માનવજીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે.
આ વસ્તુઓ અને સેવાઓમાં મુખ્યત્વે આ
ઘટકોનો સમાવેશ થાય છે :
(1) ખોરાક (કેલરી, પ્રોટીન, ચરબી)
(2) આરોગ્ય અને તબીબી સેવાઓ
(વસ્તીના એકમદીઠ ડોક્ટરનું પ્રમાણ)
(3) રહેઠાણ અને કપડાં (ઓરડાની
સંખ્યા, ઓરડાદીઠ સરેરાશ વ્યક્તિ)
(4) શિક્ષણ અને મનોરંજન (કેટલા ટકા
વસ્તીને પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ મળે છે. ટીવી, થિયેટર્સ વગેરે)
(5) પરિવહન અને માહિતી પ્રસારણ
સેવાઓ વસ્તીદીઠ રસ્તા, રેલ્વેની લંબાઇ, ટેલિફોન સંખ્યા
(6) ઊર્જાશક્તિ (માથાદીઠ ઊર્જાની
વપરાશ)
(7) દેશની વસ્તીને મળતું પીવાનું
ચોખ્ખું પાણી
(8) સરેરાશ આયુષ્ય
(9) બાળમૃત્યુનું પ્રમાણ
(10) ડ્રેનેજની સુવિધા
જો ઉપર્યુક્ત 10 બાબતોમાં સુધારો
થઇ રહ્યો છે. તો દેશમાં માનવજીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે તેમ કહી શકાય. જો
સુધારો ન થયો હોય તો ક્યા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે. તે જાણી તેના ઉપાયો યોજી
દેશના વિકાસને વધારી શકાય છે.
માનવજીવનના કોઇપણ નિર્દેશકને
સાપેક્ષ રીતે પણ રજૂ કરી શકાય. સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા નિર્દેશકને 100નો આંક અપાય
છે.
જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક :
દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં
કેન્દ્રિત થાય. તે વિકાસ નથી. દેશનો વિકાસ એવો હોવો જોઇએ. જે ગરીબોનાં જીવનધોરણને
ઊંચું લાવે. નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય.
આ બાબતને ધ્યાનમાં રાખીને મોરીસ
ડેવિસ મોરીસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજુઆત કરી છે. જેને ટૂંકમાં PQLI
તરીકે ઓળખવમાં આવે છે.
આ આંકમાં માનવજીવનના ભૌતિક
ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા
આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. કોઇ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની
ગુણવત્તા ચઢિયાતી હોય તો તેનો અર્થ એવો થાય કે, તે દેશ કે રાજ્યમાં આર્થિક વિકાસની
કક્ષા એટલે કે સપાટી ઊંચી છે. ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે ત્રણ ધોરણો
દર્શાવાય છે.
જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં
સમાવિષ્ટ – ત્રણ બાબતો (ધટકો) :
(1) શિક્ષણ – પ્રમાણ :
દેશમાં સાક્ષરતાનું પ્રમાણ
શિક્ષણની સ્થિતિ દર્શાવે છે.
દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની
ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે.
(2) અપેક્ષિત આયુષ્ય :
બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું
આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે.
જે પ્રજાનું સરેરાશ આયુષ્ય વધે તો
આરોગ્યની સેવાઓ સારી છે. તેમ કહેવાય.
(3) બાળમૃત્યુદર (વર્ષ દરમ્યાન) :
જીવતાં જન્મેલા દે હજાર બાળકોએ એક
વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોની સંખ્યાને બાળમૃત્યુદર
કહે છે.
જો બાળમૃત્યુદર ઘટે તો દેશમાં
આરોગ્યની સગવડતા વધી છે. તેમ કહેવાય.
PQLI : શિક્ષણનું પ્રમાણ +
અપેક્ષિત આયુષ્યનો આંક + બાળમૃત્યુદરનો આંક
PQLI માં આ ત્રણ બાબતોનો સમાવેશ
કરવા પાછળ વિશિષ્ટ હેતુઓ રહેલા છે :
(1) આ ત્રણેય બાબતો અંગેના
વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મેળવી શકાય છે.
(2) આ ત્રણેય નિર્દેશકો(પરિબળો)
પ્રયત્નો નહિ પરંતુ પરિણામ દર્શાવે છે.
(3) આ ત્રણેય બાબતો વસ્તુલક્ષી
હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરાં પાડે છે.
શિક્ષણ :
જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો
માપદંડ છે. શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે. વ્યક્તિની કુશળતા
અને દેશના વિકાસની આવશ્યક બાબતો ગણાય છે.
અપેક્ષિત આયુષ્ય :
સામાજીક પરિસ્થિતિ અને સુખાકારીનું
પ્રતિબિંબ છે. અપેક્ષિત આયુષ્યનો વધારો પોષણ તબીબી સારવાર તથા પર્યાવરણીય
સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ છે.
બાળમૃત્યુ દર :
સામાજીક પરિસ્થિતિ અને સુખાકારીનું
પ્રતિબિંબ છે. બાળમૃત્યુદર પીવાના સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ,
માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબિંબ છે.
જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના
:
દરેક નિદર્શ (શિક્ષણ, આયુષ્ય,
બાળમૃત્યુદર) ને 100નો ભાર આપવામાં આવે છે.
દેશની તે નિદર્શની કામગીરીના આધારે
0 થી 100ના આંકની વચ્ચેના ગુણ મુકવામાં આવે છે.
આ ત્રણ બાબતોમાં એ દેશને મળેલા
ગુણોનો સરવાળો થાય છે.
સરવાળાને 3 વડે ભાગીને સરેરાશ
કાઠવામાં આવે છે.
જે આંક મળે તે PQLI ના આંક તરીકે
ઓળખાય છે.
મહત્વની બાબતો :
(1) જેમ દેશનો PQLI 100 ની નજીક તે દેશની ઉપર્યુક્ત ત્રણ બાબતોમાં
કામગીરી ઉત્તમ છે. તેમ કહેવાય.
(2) જેમ દેશનો PQLI 0 ની નજીક, તે
દેશની ઉપર્યુક્ત ત્રણ બાબતોમાં કામગીરી કનિષ્ટ (ઊતરતી કક્ષાની) છે તેમ કહેવાય.
(3) PQLI 0 થી 100 ની વચ્ચે હોઇ
શકે છે.
(4) PQLI ના આંકથી એક જ દેશનાં બે રાજ્યો
કે બે જુદા–જુદા દેશોની તુલના થઇ શકે છે.
(5) જેમ PQLI નો આંક વધારે તેમ
વધારે તેમ દેશનો આર્થિક વિકાસ વધારે તેમ કહેવાય.
(6) જેમ PQLI નો આંક નીચો તેમ
દેશનો આર્થિક વિકાસ નીચો છે તેમ કહેવાય.
સકારાત્મક બાબતો :
(1) PQLIમાં માનવજીવનના ધોરણને
સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે.
(2) માથાદીઠ આવકના નિર્દેશક કરતા
PQLI ચઢિયાતા છે.
(3) આર્થિક વિકાસના નિર્દેશક તરીકે
PQLI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળા છે.
(4) PQLI થી જુદા જુદા દેશો,
દેશોનાં જૂથો, એક જ દેશનાં વિવિધ રાજ્યોની તુલના થઇ શકે છે.
(5) શહેરી–ગ્રામીણ, સ્ત્રી પુરુષના
PQLI બનાવી તેમની તુલના થઇ શકે છે.
મર્યાદાઓ :
(1) માત્ર ત્રણ જ બાબતોનો સમાવેશ
કર્યો છે. અને આ ત્રણ જ બાબતોના આધારે સચોટતાથી દેશોનો વિકાસ થયો છે કે નહિ સાચો
આંક મેળવવા આ ત્રણ બાબતો સિવાયની બાબતોનો પણ સમાવેશ કરવો જોઇએ.
(2) માત્ર સરેરાશ દર્શાવે છે :
ત્રણ નિર્દેશકના મળેલા આંકને 3 વડે ભાગવાથી મળતો આંક PQLI છે. જે સરેરાશ છે.
સરેરાશથી તે દેશની ત્રણ બાબતોમાં અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહિ. સરેરાશથી
નિર્ણયો લેવાતા નથી.
(3) કોઇ દેશનો PQLI નો ઊંચો હોય તો
દેશનો વિકાસ બીજા દેશ કરતા વધારે છે. તેમ સામાન્યીકરણ કરી શકાય નહિ.
(4) ત્રણ ધોરણને માનવવિકાસમાં
એકસરખું મહત્વ અપાય છે જે અયોગ્ય છે. ત્રણેય બાબતો માનવજીવનમાં એકસરખું મહત્વ
ધરાવતી નથી.
(5) જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં
આવકવૃદ્ધિ મહત્વની છે જેની ઉપેક્ષા કરી છે.
(6) ધનિક દેશોની PQLI વધવાની ગતિ
ધીમી હોય છે. કારણકે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી.
(4) માનવવિકાસનો આંક :
વિકાસનો અદ્યતન નિર્દેશક માનવવિકાસ
આંક છે.
1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ
કાર્યક્રમમાં (UNDP) દ્રારા માનવવિકાસ અહેવાલ (HDR) રજૂ થયો.
આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે
માનવવિકાસનો આંક (HDI) રજુ કરવામાં આવ્યો.
HDIમાં આર્થિક માપદંડોની સાથે
બિનઆર્થિક માપદંડ ઉપર વધુ ભાર મુકવામાં આવ્યો છે.
HDI તૈયાર કરવામાં મહત્વની
ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રીનો ફાળો પણ છે.
જુદા–જુદા દેશોમાં થતાં વિકાસના
પ્રયત્નોનું મુલ્યાંકન કરીને આંક તૈયાર કરાય છે.
1990 થી HDI ને માપવા માટે જે
વિવિધ ન્યુનતમ અને મહત્તમ મૂલ્યનો ઉપયોગ થયો હતો જેમાં 2010 માં સુધારો કરવામાં
આવ્યો છે.
માનવવિકાસના આંકના ધટકો :
HDI તૈયાર કરવામાં સુગમ બને એ માટે
માત્ર ત્રણ જ પરિબળો ધ્યાનમાં લેવાય છે.
આ પરિબળોના આંકની યાદી આપવાને બદલે
તેની સરેરાશ ઉપર આધારીત સંયુક્ત આંક તૈયાર કરાય છે.
(A) અપેક્ષિત આયુષ્ય :
જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત
આયુષ્ય કેટલું છે. તેને આધારે આંક અપાય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો
તંદુરસ્તીથી વંચિત ગણાય છે.
જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ
સારી માનવામાં આવે છે.
(B) જ્ઞાન (શિક્ષણ) :
જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત
શિક્ષિતોની ટકાવારી કેટલી છે. તે જાણવામાં આવે છે. આમાં 15 વર્ષ અને તેનાથી વધુ
ઉંમરની વ્યક્તિના અક્ષરજ્ઞાનને ધ્યાનમાં લેવાય છે.
જેમાં બે બાબતોનો સમાવેશ થાય છે:
(1) સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને
(2) સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો
દેશમાં શાળા કક્ષા માટે કેટલાં
વર્ષ અપેક્ષિત છે. તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલાં વર્ષ ગાળે છે. તેના આંક
મેળવવામાં આવે છે.
(C) સારું જીવનધોરણ :
જીવનધોરણ એટલે મળતી સગવડતા જેમાં
પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવ, સેનિટેશનની સેવા, બાળમૃત્યુ દર, ઓછાં વજનવાળાં
બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેનાં બાળકોનો મૃત્યુદર,
પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે. અને સારા જીવન–ધોરણનો આધાર આવક ઉપર હોય
છે. આવકનો સૂચક આંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક (GNI), PPP સમખરીદ શક્તિના ધોરણે
મપાય છે.
મુખ્ય બાબતો :
ત્રણ ધોરણોને આધારે ગણાતા HDIનું
મહત્તમ મૂલ્ય 1 ગણાય છે.
HDI નું મુલ્ય 0 થી 1 ની વચ્ચે હોય
છે.
જે દેશનો HDI 1 ની નજીક તે વધુ
વિકસિત ગણાય છે. તેને HDI માં ઊંચો ક્રમ મળે છે.
જે દેશનો HDI 1 થી દૂર તે ઓછો
વિકસિત છે. તેને HDIમાં ક્રમ નીચો મળે છે.
વર્ષમાં 2014માં દુનિયાના 188
દેશોમાં HDIમાં 0.944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે અને ભારત 0.609 અંક સાથે
130માં ક્રમે હતો.
2015નો માનવજીવનનો અહેવાલ અને
વિશ્વના દેશો :
વર્ષ 2015માં માનવવિકાસનો અહેવાલ
(HDR) રજુ થયો. તેમાં વર્ષ 2014માં વિશ્વના દેશોની માનવવિકાસ આંકમાં સ્થિતિ શું
હતી. તે આ કોષ્ટક દર્શાવે છે.
દેશ |
HDI (2014)માં |
માથાદીઠ આવક |
જન્મ સમયે અપેક્ષિત સરેરાશ આયુષ્ય |
અભ્યાસના અપેક્ષિત વર્ષો |
અભ્યાસના વાસ્તવિક વર્ષો |
|
મૂલ્ય |
ક્રમ |
|||||
નોર્વે |
0.944 |
1 |
64992 |
81.6 |
17.5 |
12.6 |
અમેરિકા |
0.915 |
8 |
52947 |
79.1 |
16.5 |
12.9 |
ચીન |
0.727 |
90 |
12547 |
75.8 |
13.1 |
7.5 |
ભારત |
0.609 |
130 |
5497 |
68.0 |
11.7 |
5.4 |
પાકિસ્તાન |
0.538 |
147 |
4866 |
66.2 |
7.8 |
4.7 |
નાઇઝર |
0.348 |
188 |
908 |
61.4 |
5.4 |
1.5 |
2015ના HDIના અહેવાલમાં વિશ્વના
188 દેશોને આવરી લેવામાં આવ્યા છે. માનવવિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4
વિભાગમાં વહેંચાયા છે :
(1) સૌથી વધુ માનવવિકાસ ધરાવતાં
રાષ્ટ્રો : 1 થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવવિકાસનું મૂલ્ય 0.890 છે.
(2) વધુ માનવવિકાસ ધરાવતાં
રાષ્ટ્રો : 50 થી 105 રાષ્ટ્રો સરેરાશ 0.735 HDI
(3) મધ્યમ માનવવિકાસ ધરાવતાં
રાષ્ટ્રો : 106 થી 143 રાષ્ટ્રો સરેરાશ 0.614 HDI
(4) નીચો માનવવિકાસ ધરાવતાં
રાષ્ટ્રો : 144 થી 188 રાષ્ટ્રો સરેરાશ 0.493 HDI
2015 ના માનવવિકાસ અહેવાલનાં તારણો
:
(1) 2014માં માનવવિકાસની દ્રષ્ટિએ
0.944ના મૂલ્ય સાથે નોર્વેનો પ્રથમ નંબર છે.
(2) ભારતનો માનવવિકાસ આંક 0.609 છે
અને તેનું 188 દેશોમાં 130મું સ્થાન છે.
(3) ભારતનો HDIના વર્ગીકરણમાં
મધ્યમ માનવવિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે.
(4) 2014માં HDIમાં છેલ્લા ક્રમે
આફ્રિકા ખંડમાં આવેલ 0.348ના આંક સાથે નાઇઝરનું સ્થાન છે.
માનવવિકાસ આંકનું મહત્વ :
(1) આર્થિક વિકાસના HDI ના
માપદંડમાં માત્ર આર્થિક નહિ સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ
સમાવેશ કર્યો છે. તેથી તે પરિપૂર્ણ બને છે.
(2) HDI આર્થિકનીતિ ધડનારાઓને
સૂચવે છેકે આર્થિક વિકાસ સાધન છે. અને માનવકલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. વિકાસ સાધન
છે અને માનવકલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે.
(3) સાચી પ્રગતિ
(4) HDI વિધેયાત્મક છે. HDI વધે તો
તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે.
(5) HDIથી વિકાસમાન દેશોને ક્ય
વિકાસની શકયતા વધારે છે. ક્યાં સરકારે વધારે કામ કરવાનું છે.
(6) HDI વધારે પ્રગતિશીલ ખ્યાલ છે.
મર્યાદાઓ :
(1) HDI માં ત્રણ જ સામાજિક
નિર્દેશકોનો સમાવેશ કરાયો છે. જે ઓછા છે. બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો
જોઇતો હતો.
(2) HDIમાં ત્રણેય પરિબળોને સરખું
મહત્વ અપાયું છે. ખરેખર ત્રણેયનું જુદી–જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ હોય
છે.
(3) માનવવિકાસનો આંક નિરપેક્ષ
સ્થિતિ દર્શાવાતો નથી. કોઇ એક દેશ અન્ય દેશોની તુલનાએ ક્યા સ્થાને છે. તે
દર્શાવવામાં આવે છે. જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે.
9. PQLI ની આજની શું સ્થિતિ છે?
ઉત્તર : વિશ્વમાં 2003 પછી PQLI ની ત્રણ બાબતોને આધારે બનતા આંકને બદલે તેમાં
માનવજીવનને સ્પર્શતી બીજી ત્રણ બાબતોનો સમાવેશ કરીને જીવનની ગુણવત્તાનો આંક (QLI)
તૈયાર કરવામાં આવે છે.
10. નીચેની સંજ્ઞા સમજાવો.
(1) HDI : HUMAN DEVELOPMENT INDEX (માનવ વિકાસ આંક)
(2)
GDI : GENDER DEVELOPMENT INDEX (જાતિય સમાયોજન આંક)
(3) TAI
: TECHNOLOGICAL ACHIEVEMENT
INDEX (ટેક્નોલોજી સિદ્ધિ આંક)
(4)
HPI : HUMAN POVERTY INDEX (માનવ ગરીબી આંક)
(5)
HCI : HUMAN CONSUMER INDEX (માનવ વપરાશ આંક)
(6)
PQLI : PHYSICAL QUALITY OF LIFE
INDEX (જીવનની
ભૌતિક ગુણવત્તાનો આંક)
0 Comments