પાઠ ૧૧ સુનીતા અવકાશમાં 

63. આકાશમાં આપણે શું શું જોઈ શકીએ છીએ ?

જવાબ : આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા ના સમૂહો, ગ્રહો વગેરે જોઈ શકીએ છીએ.

64. આકાશમાં ___ રોજ એક સરખો જ દેખાય છે.
જવાબ : સૂર્ય

65. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી.
જવાબ : 

66.ચંદ્ર એક __ છે.
જવાબ : ઉપગ્રહ

67. ચંદ્ર __નો ઉપગ્રહ છે.
જવાબ : પૃથ્વી

68. ચંદ્રને શાથી પૃથ્વીનો ઉપગ્રહ કહે છે.
જવાબ : પૃથ્વી એ એક ગ્રહ છે. પૃથ્વી સહિતના બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. પણ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે માટે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે.

69. અજવાળિયું કોને કહે છે?
જવાબ : સુદ એકમથી પૂનમ સુધીના પખવાડિયાને અજવાળિયું કહે છે.

71. અંધારીયું એટલે શું?
જવાબ : વદ એકમથી અમાસ સુધીના પખવાડિયા અને અંધારિયું કહે છે.

72. પૂનમની રાતે ચંદ્ર કેવો અને ક્યાં ઉગતો દેખાય છે?
જવાબ : પૂનમની રાત્રે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો પૂરો ગોળ દેખાય છે. અને તે સૂર્યાસ્ત પછી તરત જ પૂર્વ દિશામાં દેખાય છે.

73. ચંદ્ર __ દિશામાં ઊગે છે અને __ દિશામાં આથમે છે.
જવાબ : પૂર્વ , પશ્ચિમ

75. કયા દિવસે ચંદ્ર બિલકુલ દેખાતો નથી. 
જવાબ : (D)
A. પૂનમ 
B. બીજ 
C. ચોથ 
D. અમાસ 

76. ___માં ચંદ્ર સૂર્યાસ્ત પછી તરત જ દેખાય છે.
જવાબ : અજવાળિયા

77. ક્યા સમયે ચંદ્રનો ઉગવાનો સમય અને આથમવાનો સમય મોડો થતો જાય છે?
જવાબ : પૂનમ પછી અંધારિયાના સમય દરમિયાન ચંદ્ર ઉગવાનો અને આથમવાનો સમય મોડો થતો જાય છે.

78. ક્યારેક વહેલી સવારે સૂર્યોદયના સમયે પણ ચંદ્ર જોઈ શકાય છે. 
જવાબ : 

79. આપણે ત્યાં કયા તહેવારો ચંદ્ર પર આધારિત છે? 
જવાબ : આપણે ત્યાં શરદપૂનમ, ઈદ, અમાસ વગેરે તહેવાર ચંદ્ર પર આધારિત છે.

80. પૂછડિયા તારા ને ___ કહે છે.
જવાબ : ઉલ્કા

81. __ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ સળગી ઊઠે છે.
જવાબ : ઉલ્કા

82. ઉલ્કા વિશે નોંધ લખો.
જવાબ : ઉલ્કાએ આકાશી પદાર્થ છે, જે સૂર્યની આસપાસ ફરતા ખડકોના ના ટુકડાઓ છે. ઘણી વખત આવી કોઈ ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે તે પૃથ્વી સપાટી તરફ ગતિ કરે છે. આથી તે વાતાવરણમાં ઘર્ષણને લીધે સળગી ઊઠે છે. જેને આપણે ઘણી વખત ખરતો તારો કહીએ છીએ.

83. તારાઓ ઝબૂકતા નથી. 
જવાબ : ×

84. આકાશમાં ચમકતી વસ્તુ જે સતત ઝડપે કરતી દેખાય છે તે ____ હોય છે.
જવાબ : કૃત્રિમ ઉપગ્રહ

85. કૃત્રિમ ઉપગ્રહો કેવી રીતે મદદરૂપ છે?
જવાબ : કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વી તથા અન્ય ગ્રહો વિશે ની માહિતી મેળવવા તથા સંદેશાવ્યવહાર માટે ઉપયોગી છે. તેની મદદથી જ આપણે ટી.વી. ના કાર્યક્રમો જોઈ શકીએ છીએ. તથા ટેલિફોન દ્વારા સંદેશાની આપ-લે કરી શકીએ છીએ.

86. આપણે તારાઓ મોટે ભાગે રાત્રે જ કેમ જોઈએ છીએ?
જવાબ : સૂર્ય અને અન્ય શાળાઓ પૈકી સૂર્ય આપણી પૃથ્વીથી નજીક છે. સૂર્ય સ્વયં પ્રકાશિત અને તેજસ્વી છે. સૂર્યના અજવાળાને કારણે તારાઓનો પ્રકાશ આપણે દિવસે જોઈ શકતા નથી. જ્યારે રાત્રે ચન્દ્ર પરથી આવતો પ્રકાશ ખૂબ તેજસ્વી હોતો નથી. પરિણામે સૂર્ય પ્રકાશની ગેરહાજરી માં આપણે તારાઓ જોઈ શકીએ છીએ.

87. ચંદ્ર ની સપાટી પૃથ્વીની ____ દેખાય છે.
જવાબ : નીચે

88. પાંચ વર્ષની ઉંમરે સુનિતાએ ____ નો ફોયો જોયો હતો.
જવાબ : 
A. બચેન્દ્રીપાલ 
B. નીલ આર્મસ્ટ્રોંગ 
C. રાકેશ શર્મા 
D. આઇઝેક ન્યુટન

89. નીલ આમ સ્ટ્રોંગ કોણ હતા? 
જવાબ :  નીલ આર્મસ્ટ્રોંગ અમેરિકન અવકાશયાત્રી હતા, જેમણે ચંદ્રની ધરતી પર પ્રથમ પગ મૂક્યો હતો. 

90. નીલ આર્મસ્ટ્રોંગ ક્યારે ચંદ્ર પર પહોંચ્યા હતા?
જવાબ : (C)

(A) 1950
(B) 1955 
(C) 1969 
(D) 1963

91. સુનીત ને શું બનવું હતું?
A. અવકાશયાત્રી 
B. વૈજ્ઞાનિક 
C.પાઇલટ 
D.મરજીવા 

93. સુનિતાએ કઈ સિદ્ધિ મેળવી છે?
જવાબ : સુનિતાએ મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રા કરવાની સિદ્ધિ મેળવી છે.

94. સુનિતાએ બાળકોને પ્રોત્સાહન આપતા શું કહ્યું હતું?
જવાબ : સુનિતાએ બાળકોને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે,"જો તમને કંઈક જોઈએ છે અને તમને એની સિવાય બીજું કાંઈ મળે તો પીછેહઠના કરો. કાર્ય કરતા રહો, પરિણામ મ