26.એક પારદર્શક કાચ પર પ્રકાશ પાડતાં તેનો પડછાયો મેળવી શકાય છે.(√ કે ×)
જવાબ:- ×
27. નીચેનામાંથી શાનો પડછાયો મેળવી શકાશે ?
A.શુદ્ધ પાણી
B.હવા
C.લાકડું √
D.આપેલ તમામ
28. નીચેનામાંથી શાનો પડછાયો નહીં મળે?
A. શુદ્ધ પાણી
B. હવા
C. કાચ
D. આપેલ તમામ √
29.સૂર્યપ્રકાશમાં લાલ ગુલાબનો પડછાયો કયા રંગનો દેખાશે ?
A.લાલ
B.પીળો
C.સફેદ
D.કાળો √
30. સૂર્યના પ્રકાશમાં રાખેલી વસ્તુનો પડછાયો આખા દિવસ દરમિયાન
એક સમાન જ મળે છે.(√
કે ×)
જવાબ:-
×
31. 'પડછાયાનું કદ બદલાતું રહે છે'.-
સમજાવો.
જવાબ:- પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવવાથી પડછાયો રચાય
છે. પ્રકાશનાં ઉદ્ગમસ્થાનનું કે વસ્તુનું સ્થાન બદલાય તો પડછાયાનું કદ પણ બદલાય
છે. ઉદાહરણ સૂર્યનાં ત્રાંસા કિરણોના માર્ગમાં ઉભેલી વ્યક્તિ વૃક્ષ કે થાંભલાનો
પડછાયો લાંબો હોય છે. જે ધીરે-ધીરે સૂર્યના ઉપર આવવાથી ટૂંકો બને છે અને ફરીથી
સૂર્ય આથમે /દિશા બદલે ત્યારે પડછાયો લાંબો બને છે.
32. નળાકાર વસ્તુને જમીન પર શિરોલંબ મૂકી વસ્તુની સામેથી પ્રકાશ
ફેંકતા તેનો પડછાયો લંબચોરસ મળે છે.(√ કે ×)
જવાબ:-
√
33. પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટનાઓ જણાવો.
જવાબ:-
પડછાયાના કારણે
સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી વિવિધ પ્રકારની ખગોળીય ઘટનાઓ બને છે. જે સૂર્ય,
પૃથ્વી અને ચંદ્રના
પડછાયાના કારણે થાય છે.
34. પિનહૉલ કૅમેરાની રચના વર્ણવો.
જવાબ:- બે ખોખા લો ,જેમાં બીજું ખોખું સહેજ નાનું હોય. બંને ખોખાની સાંકડા
ભાગવાળી એક બાજુને કાપી નાખો, મોટા ખાખોની કાપેલી બાજુની સામેની બાજુમાં બરાબર વચ્ચે એક
નાનું કાણું પાડો. નાના ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં વચ્ચેથી 5 થી 6 સેમી ચોરસ ભાગ કાપી લો. નાના ખોખાના કાપેલા ચોરસ ભાગ પર
ટ્રેસિંગ પેપર લગાડો ,નાના ખોખાની ટ્રેસિંગ પેપરવાળી બાજુ ને મોટા ખોખાના કાપેલા ભાગમાંથી અંદર
સરકાવો.
35. પિનહૉલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?
જવાબ:- પિનહોલ કેમેરો" પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે
છે." આ સિદ્ધાંત પર કાર્ય કરે છે.
36. પિનહૉલ કેમેરા વડે...................પ્રકારનું પ્રતિબિંબ
મળે છે.
જવાબ:- ઊલટાં
37. પિનહોલ કેમેરામાં લેન્સ વપરાય છે. (√
કે ×)
જવાબ:-
×
38. પિનહોલ કેમેરા વડે સળગતી મીણબત્તીનું પ્રતિબિંબ ચત્તું દેખાય છે. .(√ કે ×)
જવાબ:-
×
39. સૂર્યગ્રહણ જોવા માટે પિનહોલ કેમેરાનો ઉપયોગ થાય છે. .(√ કે ×)
જવાબ:-
√
40. સૂર્યગ્રહણ વખતે સૂર્ય તરફ સીધું જોવું ન જોઈએ. .(√ કે ×)
જવાબ:-
√
41. પિનહોલ કેમેરામાંથી સૂર્યનું પ્રતિબિંબ..................મળે
છે.
જવાબ:- ઊલટું
42. પ્રકાશ ચક્રીય ગતિ કરે છે. (√
કે ×)
જવાબ:- ×
43. વ્યાખ્યા આપો:- પ્રકાશનું પરાવર્તન
જવાબ:- કોઈપણ સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થઇને પાછા ફરવાની
ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે.
44. અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય. (√ કે ×)
જવાબ:- √
45. પ્રકાશનાં કિરણો અરીસા પર પડતાં પાછાં ફેંકાય છે,
આ ક્રિયાને...................કહે
છે.
જવાબ:- પરાવર્તન
46. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે?
જવાબ:- સમતલ અરીસામાં
વસ્તુનું પ્રતિબિંબ ચતું અને વસ્તુના કદ
જેટલું મળે છે. પ્રતિબિંબ અતર અરીસાથી વસ્તુના અંતર જેટલું જ મળે છે.
47. તફાવત લખો: પડછાયો અને પ્રતિબિંબ
પડછાયો |
પ્રતિબિંબ |
(1)પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતાં રચાતા
અપ્રકાશિત વિસ્તારને પડછાયો કહે છે. (2)પડછાયો હંમેશાં કાળો જ મળે છે. (3)પડછાયાને પડદા પર ઝીલી શકાય. |
(1).અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનના કારણે વસ્તુનું
પ્રતિબિંબ રચાય છે. (2).પ્રતિબિંબ હંમેશા વસ્તુના રંગ જેવું જોવા મળે છે (3).પ્રતિબિંબ પડદા પર જઈ શકાતું નથી. |
48. અંધારી રાત્રે રસ્તા પરની લાઈટના અજવાળામાં એક માણસ જઈ
રહ્યો છે અને રસ્તાની બાજુમાં સહેજ દૂર ઝાડ નીચે ઉભો છે. ચોર માણસને જોઈ શકે છે,
પરંતુ માણસ ચોરને જોઈ
શકતો નથી? શા માટે ?
જવાબ:- માણસ રસ્તા પરની લાઇટના અજવાળામાં હોવાથી તેના પર પ્રકાશ
પડે છે. જે પરાવર્તિત થઈ ચોરની આંખમાં પ્રવેશે છે, માટે ચોર તે માણસને જોઈ શકે છે. ચોર સહેજ દૂર ઝાડ નીચે ઉભો
છે માટે તેના પર રસ્તા પરની લાઈટનો પ્રકાશ પડતો નથી. માટે માણસ ચોરને જોઈ શકતો નથી.
વસ્તુ પર પ્રકાશ આપાત થઇ પરાવર્તિત થઈ આંખોમાં આવે તો જ તે વસ્તુ દેખાય છે. માટે
માણસને અંધારામાં રહેલો ચોર દેખાતો નથી.
49. કારણ આપો: ચંદ્ર પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશનું
ઉદગમસ્થાન ગણાતો નથી.
જવાબ:- જે વસ્તુ અથવા પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે ,મુક્ત કરે તેને પ્રકાશનું ઉદ્ગમસ્થાન કહે છે. ચંદ્ર પોતે
પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે જેનું પુનરાવર્તન થતાં
આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ. આમ,ચંદ્ર પ્રકાશિત કરે છે, તેથી તેને પ્રકાશનું ઉદ્ગમસ્થાન ગણી શકાય નહીં.
50. પ્રકાશને પસાર કરવાના ગુણધર્મને આધારે પારદર્શક,
અપારદર્શક અને પારભાષક
પદાર્થ સમજાવો,
જવાબ:- પારદર્શક પદાર્થમાંથી પ્રકાશ પૂરેપૂરો આરપાર પસાર થઈ શકે
છે, તેથી
પારદર્શક પદાર્થની બીજી બાજુ સ્પષ્ટ પણે જોઈ શકાય છે. ઉદા. હવા
અપારદર્શક પદાર્થ
પ્રકાશને પસાર થતા દેતો નથી એટલે કે બીજી બાજુ મૂકેલી વસ્તૂ જોઇ શકાતી નથી. ઉદા.
ઈંટ
પારભાસક
પદાર્થમાંથી થોડા પ્રમાણમાં પ્રકાશ પસાર થઈ શકે છે. જેટલો પ્રકાશ આપાત થાય તે બધો
બધો જ પસાર થતો નથી. ઉદા. ડહોળું પાણી બીજી બાજુ રાખેલી વસ્તુ અસ્પષ્ટ અને ઝાંખી
દેખાય છે.
51. શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો કે જેને એક રીતે
પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો
પડે? સમજાવો.
જવાબ:- (1) જો કોઈ નળાકારને
જમીન પર ઉભો મૂકી નળાકારની સામેથી નાની ટોર્ચ વડે પ્રકાશ આપાત કરવામાં આવે
તો નવાકારની પાછળના ભાગમાં રહેલા પડદા પર તેનો લંબચોરસ પડછાયો મળે છે.
(2) જો કોઈ નળાકાર જમીન પર આડો મુકી નળાકારની સામેથી નાની ટોચૅ વડે પ્રકાશ આપાત
કરવામાં આવે તો નળાકારની બીજી બાજુએ રહેલા પડદા પર તેનો વર્તુળાકાર પડછાયો મળે છે.
આકૃતિ:-
52. કારણ આપો:- અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી.
જવાબ:- વસ્તુ પર પ્રકાશ આપાત થતા, પરાવર્તિત થઈ આપણી આંખો સુધી પહોંચે તો જ વસ્તુ જોઈ શકાય
છે. વળી, અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી. તેથી વસ્તુ પર પ્રકાશ આપાત થઈ પરાવર્તિત થતો
નથી. માટે અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી
0 Comments