31. સમજાવો : યુદ્ધને કારણે ગરીબીની સમસ્યા વકરી શકે છે.

ઉત્તર : ભારતે આઝાદી બાદ પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે.

યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર–સંરજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાય છે. ત્યારે જીવનજરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી વધે છે. પરિણામે ભાવો ઝડપથી વધે છે. આમ, યુદ્ધને પરિણામે દેશ–વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાય છે.

વાંરવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મૂકાયો છે. આર્થિક વિકાસ નીચો રહ્યો છે. અને વધતા ભાવોની સમસ્યા ઊભી થઇ. પરિણામે ગરીબીમાં વધારો થયો હતો.

 

32. સમજાવો : વધતો સંરક્ષણ ખર્ચ ગરીબી માટે જવાબદાર છે.

ઉત્તર : વારંવાર થયેલા યુદ્ધને કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી.  તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધૂનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરિન વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડ્યો છે.

વર્તમાન સમયમાં આંતકવાદ જેવી સમસ્યાનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે.

સંરક્ષણ પાછળ થતો ખર્ચ બિનવિકાસલક્ષી ખર્ચ છે. અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. આર્થિક વિકાસ મંદ પડે છે. અને ગરીબીનું પ્રમાણ ઊચું રહે છે.

 

33. સમજાવો : ખામીયુક્ત નીતિઓ અને બદલાતી સરકારો આર્થિક વિકાસ માટે બાધારૂપ છે.

ઉત્તર : ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકીકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતી અપનાવાઇ.

આ નીતીમાં દેશની મોટાભાગની વસ્તી જે કૃષિક્ષેત્ર પર નભતી હતી તેની અવગણના કરવામાં આવી.

દેશમાં મોટા ભાગની વસ્તીને રોજગારી એન આવક પૂરી પાડતા ખેતીક્ષેત્ર તેમજ નાના અને ગૃહઉદ્યોગોના ઓછા વિકાસને કારણે લોકોની આવકો નીચી રહી.

આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય એન સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આ યોજનાઓ દ્રારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહિ.

 

34. રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો.

ઉત્તર : ભારતમાં આયોજનકાળ દરમિયાન ગરીબી ઘટાડવા આ મુજબના ઉપાયો કરવામાં આવ્યા છે :

(1) ખેતીક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકરા વધારવી

(2) નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ

(3) અસંગઠિત ક્ષેત્રનો વિકાસ

(4) યોગ્ય કરનીતિનો ઉપયોગ

(5) માનવ મૂડીરોકાણમાં વધારો

(6) વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ

(7) રોજગારલક્ષી કાર્યક્રમો

(8) આવાસ યોજનાઓ

(9) સામાજીક સલામતીની યોજનાઓ

(10) જનધન યોજના

રોજગારલક્ષી કાર્યક્રમો :

રોજગારી સર્જન અને ગરીબી નિવારણ એકબીજા સાથે સંબંધિત છે. ગરીબિ નિવારણ માટે રોજગારલક્ષી મુખ્ય કાર્યક્રમો આ પ્રમાણે છે :

(1) સંકલિત ગ્રામવિકાસ ક્રાર્યક્રમ (IRDP) / સ્વર્ણજંયતી ગ્રામ સ્વરોજગાર યોજના (SGSY) :

છઠ્ઠી યોજનામાં ગ્રામીણ ગરીબો માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવ્યા હતા. તે બધા કાર્યક્રમોને સંકલિત કરી. 2 ઓક્ટોમ્બર, 1980થી સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમ (IRDP) શરૂ કરવામાં આવ્યો.

IRDP ના મૂળ ઉદ્દેશ ગરીબ પરિવારોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવું કે જેથી તેઓ ગરીબીરેખાથી વધુ આવક પ્રાપ્ત કરી શકે.

આ કાર્યક્રમમાં ખાસ લક્ષિત જુથો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. જેમાં નાના તેમજ સીમાંત ખેડૂતો, ખેતમજુરો તેમજ ગામડાના કારીગરોનો સમાવેશ થાય છે.

આ રીતે IRDP કાર્યક્રમ ગરીબી વિરોધી કાર્યક્રમના રૂપમાં જોવા મળ્યો.

સ્વરોજગારી માટેના કાર્યક્રમોમાં નીચે મુજબના કાર્યક્રમોનો સમાવેશ થતો હતો :

(1) IRDP (સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમ)

(2) TRYSEM (સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ)

(3) DWCRA (ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોનો વિકાસનો કાર્યક્રમ)

(4) MWS (10 લાખ કૂવાઓની યોજના)

(5) SITRA (ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટુલકિટ પૂરી પાડવી)

(6) ગંગા કલ્યાણ યોજના

1 લી એપ્રિલ, 1999 થી IRDP અને તેની સાથે સંકળાયેલી અન્ય યોજનાઓને ભેગી કરી તેને સ્વર્ણજંયતી ગ્રામ સ્વરોજગાર યોજના (SGSY) નામ આપવામાં આવ્યું.

આ યોજનામાં ગામડાઓમાં ટચકુડા ઉદ્યોગોના વિકાસ સાથે સ્વસહાય જુથોને માળખાકીય મદદ, ટેક્નોલોજી, ધિરાણ, ઉત્પાદિત વસ્તુઓના બજાર માટેની સુવિધા ગ્રામીણ ગરીબોને પૂરી પાડવામાં આવે છે.

(2) વેતન રોજગારી કાર્યક્રમો :

આ કાર્યક્રમો ગરીબી નાબૂદી માટેની વ્યુહરચનાનો એક ભાગ છે જે બહુઆયામી ઉદ્દેશો ધરાવે છે. વેતન રોજગારી માટેના કાર્યક્રમોનું લક્ષ્યાંક તેવા ગરીબો હતો જેમની પાસે તેમના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઇ સાધન ન હતું.

આ કાર્યક્રમો ફક્ત ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પૂરી નથી પાડતી પરંતુ પૂર, દુષ્કાળ, અછત અને અન્ય કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડે છે.

આ કાર્યક્રમો ફકત ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પૂરી નથી પાડતી પરંતુ પૂર, દુષ્કાળ, અછત અને અન્ય કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડે છે.

આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે “ તેમજ શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તેવા પ્રયાસો થાય છે.

વેતન રોજગારી કાર્યક્રમમાં મુખ્ય બે કાર્યક્રમોનો સમાવેશ થાય છે :

(1) જવાહરલાલ રોજગાર યોજના (JRY)

(2) રોજગારી બાંહેધરી યોજના (EAS)

(3) પ્રધાનમંત્રી રોજગાર યોજના (PMRY) :

1990ના દાયકામાં સંગઠિત ક્ષેત્રોમાં રોજગારી વૃદ્ધિ સ્થગતિ થઇ રહી હતી તેમજ જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી.

બીજી તરફ બેરોજગારી દરમાં ઝડપથી વધારો થઇ રહ્યો હતો.

આ પરિસ્થિતિમાં સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી. જેનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગારો માટે સાહસો સ્થાપના મદદ કરવાનો છે.

(4) રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી યોજના, 2005 (NREGA) :

વર્ષ 2005માં રાષ્ટ્રીય રોજગાત બાંહેધરી કાનૂન મંજૂર કરવામાં આવ્યો. જેનો મુખ્ય હેતુ સાર્વજનિક ગ્રામીણ, શહેરી ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુંટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે.

વર્ષ 2009 માં NREGA ને સુધારીને મહત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન (MGNREGA) નું સ્વરૂપ આપવામાં આવ્યું.

 

35. સમજાવો : ગરીબી નિમૂલન માટે ખેતીક્ષેત્ર અને નાના પાયાના ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

ઉત્તર : ગરીબી ધટાડવા માટે શ્રમિકોની ઉત્પાદકતા વધારવા ઉપરાંત નાના પાયાના ઉદ્યોગનો વિકાસ ખૂબ જરૂરી છે.

ખેતીક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબીને ઘટાડી શકાય છે.

આ માટે ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેક્નોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નીપજકો, સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો, કૃષિ–સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો કરાયા છે.

ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે.

આથી જો નાના અને ગૃહઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તેમને પ્રોત્સાહન આપવામાં આવે, તો મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય.

 

36. ગરીબી ઘટાડવા અસંગઠિત ક્ષેત્રનો વિકાસ જરૂરી છે. સમજાવો.

ઉત્તર : અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેતમજૂરો, હાથલારી ચલાવનારા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

આવા કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિને નક્કી કરવી, જીવનવીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવી માટેની ભલામણ કરાઇ છે.

આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતો ને ખેતી માટે પાણીની વ્યવસ્થા, ધિરાણની સગવડતાઓની ભલામણ કરાઇ છે.

 

37. યોગ્ય કરનીતિના ઉપયોગ દ્વારા ગરીબી રોકી શકાય છે. સમજાવો.

ઉત્તર : અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીત આવકની પુન:વહેંચણી માટે સરકાર દ્વારા કરનીતિનો ઉપયોગ કરવામાં આવે છે.

ધનિક વર્ગની કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે. તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગને ઓછો કર ભરવો પડે તેવી કરરાહતો આપવમાં આવે છે. જેના પરિણામે ગરીબોની આર્થિક સામાજીક સ્થિતિમાં સુધારો થાય છે. આવજની અસમાનતા એન ગરીબી ઘટે છે.

 

38. માનવ મૂડીરોકાણમાં વધારો સમજાવો.

ઉત્તર : વિકસિત રાષ્ટ્રો કે જ્યા માનવ ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળે છે.

સમાજમાં શિક્ષણનું ઊચું સ્તર કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો એન પંસદગીઓ પૂરી પાડે છે.

કૌશલ્ય વિકાસથી કામદારોના ઉત્પાદકતા વધે છે. જે ઊંચા વેતનોમાં પરિણમે છે. આ માટે કામદારોને કામના સ્થળે તાલીમ એન સંશોધન માટે સતત મૂડીરોકાણ જરૂરી છે.

 

39. ગરીબોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડવી સરકારની ફરજ છે.

ઉત્તર : ગરીબ કુંટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહતદરે ખાદ્યપદાર્થો પૂરા પાડવા જોઇએ કે જેથી ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય.

ભારતમાં આ માટે જાહેર વિતરણ–વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિંમતે પાયાની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.

 

40. આવાસયોજનાઓ પર ટૂંકનોધ લખો.

ઉત્તર : ભારતમાં ગામડાઓમાં આજે ખૂબ મોટા પ્રમાણમાં ગરીબરેખા હેઠળ જીવતાં કુંટુંબો અર્ધસ્થાયી કે કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે.

ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી વર્ષ 1985–86માં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબરેખાથી નીચેનાં કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગને મકાનની સુવિધા પૂરી પાડવા ઇન્દિરા આવાસ યોજના (IAY) શરૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત વર્ષ 2013–14માં રાજીવ આવાસ યોજના અમલમાં મૂકાઇ હતી.

શહેરી ક્ષેત્રોમાં પણ ગરીબ કુંટુંબો ગંદી ઝૂંપડપટ્ટીઓમાં રહે છે.

શહેરી ક્ષેત્રમાં ઝડપથી વધતી આવાસ સમસ્યાને ધ્યાનમાં રાખી 25 જુન, 2015 થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) શરૂ કરવામાં આવી છે.

આવાસ યોજનાઓ ગરીબ કુંટુંબોને રહેઠાણની સુવિધાઓ તો પૂરી પાડે છે. પરંતુ, સાથે–સાથે તે રોજગારી સર્જનનું મહત્વનું સ્ત્રોત પણ છે.

 

41. સામાજીક સલામતીની યોજનાઓ સમજાવો.

ઉત્તર : ભારતમાં ગરીબીને ઘટાડવાની વ્યુહરચનાના એક ભાગરૂપે વિવિધ સામાજીક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9 મે, 2015થી અટલ પેન્શન યોજના (APY) અમલમાં આવી છે.

આ સાથે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ 18 થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને રૂ. 12ના નજીવા પ્રીમિયમે રૂ. 2 લાખનો અકસ્માત વીમો તેમજ વાર્ષિક રૂ. 365ના પ્રીમિયમે રૂ. 2 લાખનો જીવનવીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરાઇ છે.

ખેતીક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFPY) શરૂ કરવામાં આવી છે.

 

42. જનધન યોજના પર ટૂંકનોધ લખો.

ઉત્તર : નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના.

આ યોજનાની શરૂઆત 28 ઓગષ્ટ, 2014ના રોજ કરવામાં આવી. જેના પ્રથમ દિવસે જ 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા અને 8 જાન્યુઆરી સુધીમાં તેની સંખ્યા 12.58 કરોડ થઈ જ્યાં 10,590 કરોડની થાપણો મૂકવામાં આવી.

જનધન યોજનાનું મહત્વ અને લક્ષણો :

પ્રતિવસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ધટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી જેના મૂળમાં સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી જ તેના બેન્ક ખાતામાં જમા થાય તે હતો.

જનધન યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શૂન્ય સિલક સાથે ખાતુ ખોલાવી શકાય છે. અને ખાતુ ખોલાવ્યાના પાંચ માસ પછી તેમાંથી રૂ. 5000 નો ઓવર ડ્રાફટ મળી શકે છે. આ યોજનામાં 26 જાન્યુઆરી પહેલા ખાતુ ખોલાવનારને જીવનવીમાનો લાભ પણ આપવાનું જાહેર થયું.

પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે નાણાંકીય  સમાવેશીકરણ માટેની સર્વગ્રાહી યોજના ગણવામાં આવી છે. જે બીજી રીતે સુક્ષ્મ ધિરાણ અને બેન્કિંફ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે.