1. બેન્કોનો ઉદ્દભવ સમજાવો.
ઉત્તર : અંગ્રેજીમાં
બેન્ક શબ્દનો અર્થ જથ્થા કે સમુહ થાય છે.
સંસ્કૃત ભાષામાં બેન્કને મળતો શબ્દ ‘ભાંડ’ છે.
જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે છે અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે.
અંગ્રેજીમાં બેન્ક શબ્દ ફ્રાંસ અને ઇટાલીના
શબ્દો ‘Banca’ અને ‘Banque’ પરથી ઉતરી આવ્યો છે.
યુરોપમાં પ્રાચીન સમયમાં શરાફો ઢળતી પાટલી પર
નાણાંની લેવડ–દેવડ અને જુદા–જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા.
આમ, પાટલી પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી અને
આમ બેન્ક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. આમ કહી શકાય કે બેન્ક શબ્દને નાણાંના
ભંડોળ સાથે સંબંધ છે.
વિશ્વની સૌપ્રથમ બેન્ક તરીકે સ્પેઇનમાં 1401માં
સ્થપાયેલી ‘બેન્ક ઓફ બાર્સિલોના’ ગણાય છે.
જ્યારથી નાણું ચલન તરીકે સ્વીકૃતિ પામ્યું
ત્યારથી નાણાંનું કાર્ય ફકત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત
ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના
સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું.
નાણાંના કાર્યો વધતાં નાણાંના મૂલ્યની જાળવણીનો
પ્રશ્ન ઊભો થયો. ટૂંકમાં નાણાં આધારિત અર્થ વ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની
હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઇ સંસ્થાની જરૂર પડી જે કાર્ય બેન્ક દ્રારા
થતું જોવા મળે છે.
2. સમજાવો : બેન્ક શબ્દને નાણાંના ભંડોળ સાથે
સંબંધ છે.
ઉત્તર : અંગ્રેજીમાં
બેન્ક શબ્દનો અર્થ જથ્થા કે સમૂહ થાય છે.
સંસ્કૃત ભાષામાં બેન્કને મળતો શબ્દ ‘ભાંડ’ છે.
જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઇ શકે છે. અને આ શબ્દ પરથી ‘ભંડોળ’ શબ્દ બન્યો છે.
અંગ્રેજીમાં બેન્ક શબ્દ ફ્રાંસ અને ઇટાલીના
શબ્દો ‘Banca’ અને ’Banque’ પરથી ઉતરી આવ્યો છે.
યુરોપમાં પ્રાચીન
સમયમાં શરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ–દેવડ અને જુદા–જુદા પ્રદેશોમાં નાણાંની
ફેરબદલી કરતા હતા.
આમ, પાટલી પર નાણાંના
જથ્થાની ફેરબદલી થતી અને આમ ‘બેન્ક' શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો.
આમ કહી શકાય કર બેન્ક
શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે.
3. બેન્ક શબ્દનો અર્થ
સમજાવો.
ઉત્તર : બેન્કિંગની સેવા
આપતી સંસ્થા એટલે બેન્ક.
‘માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે
ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેન્ક કહે છે.’
‘બેન્ક એટલે
નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે
સ્વીકારે, તેના બદલામાં વ્યાજ આપે, તે થાપણો સાચવે, વળી તે થાપણોમાંથી જે લોકોને
જરૂર હોય તેમને ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે તથા અતિરિક્ત નાણાંનું
દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે.’
ટૂંકમાં, અર્થતંત્રમાં બેન્કો દ્રારા નાણાંની
હેરફેર થાય છે. નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં
સતત હેરફેર થતી ન રહે તો નાણાંના પડી રહેલાં જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું
થતું જાય છે. ફરતાં નાણાંનું મૂલ્ય વધતું રહે છે.
4. બેન્કોનું વર્ગીકરણ જણાવો. અથવા બેન્કોના
મુખ્ય પ્રકારો જણાવો.
ઉત્તર : સામાન્ય રીતે
બેન્કો બે પ્રકારની હોય છે.
(1) વાણિજ્ય/વેપારી બેન્ક
(2) મધ્યસ્થ બેન્ક
5. વેપારી બેન્ક વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર : ભારતમાં 1949ની
બેન્કિંગ કંપની ધારા મુજબ, ‘વેપારી બેન્ક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના
વ્યવહારો કરે એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે જે
ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફટ, પે—ઓર્ડર વગેરે
દ્રારા ઉપાડ થઇ શકે.’
વેપારી બેન્ક્ ધંધાદારી એકમ છે. અને નફા માટે
કાર્ય કરે છે.
પ્રજા પોતાની બચતો આવી બેન્કોમાં જમા કરાવે છે.
જેને બેન્ક થાપણોના સ્વરૂપમાં સાચવે છે. અને તે થાપણો બેન્ક કાર્યોમાં રોકે છે. એક
રીતે બેન્ક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃતિઓમાં વાપરે છે. અને તેની પ્રજાને તેના
બદલામાં થાપણો પર વ્યાજ ચૂકવે છે.
થાપણોનું બેન્ક ખેતી કે ઉદ્યોગ ક્ષેત્રમાં
રોકાણ કરી શકે અથવા તો સરકારની જામીનગીરીઓ ખરીદી શકે અથવા જે લોકોને રૂપિયાની જરૂર
હોય તેવા લોકોને ધિરાણ આપી શકે. રોકાણ કરે ત્યારે બેન્કને નફો કે આવક મળે છે.
અને ધિરાણના બદલામાં બેન્ક વ્યાજ વસૂલ
કરીને કમાણી કરે છે.
થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેન્ક આપે
તેના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરી બેન્ક નફો કમાય છે. આમ, બેન્ક
ધંધાદારી સંસ્થા છે.
બીજા શબ્દોમાં બેન્કો નાણાંની હેરફેર કરીને નફો
કમાવવા માટેનો ધંધો કરે છે. તેથી જ તેમને વેપારી બેન્ક કહેવાય છે.
6. વેપારી બેન્કના મુખ્ય કાર્યો સમજાવો.
ઉત્તર : વેપારી બેન્કોના
મુખ્ય કાર્યો નીચે મુજબ છે :
(1) થાપણો સ્વીકારવી :
પ્રજા પાસે રહેલી બચતોને બેન્ક સ્વીકારે છે અને
તેને થાપણના સ્વરૂપે સાચવે છે.
પ્રજાની બચતો પોતાની પાસે રાખે એટલે તેમને
વ્યાજ ચૂકવે છે.
બીજા શબ્દોમાં કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા
બેન્કને ધિરાણ આપે છે. જેના બદલામાં બેન્ક વ્યાજ ચૂકવે છે.
થાપણો મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે :
(1) ચાલુ ખાતાની થાપણો
(2) બચત ખાતાની થાપણો
(3) મુદ્દતી થાપણો (ફિક્સ ડિપોઝિટ)
(2) ધિરાણની સવલતો પૂરી પાડવી :
અર્થતંત્રમાં ધંધા માટે કે અન્ય કારણો માટે
રોકાણકર્તાઓને વ્યક્તિઓને, ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડે
ત્યારે બેન્કો પાસે ધિરાણ લે છે. બેન્ક વ્યાજ લઇને વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું
પાડે છે.
સમયના સંદર્ભમાં ધિરાણ ટૂંકાગાળાનું, મધ્યમ
ગાળાનું કે લાંબા ગાળાનું હોઇ શકે.
ટૂંકાગાળાનું ધિરાણ 1 વર્ષ સુધીનું, મધ્યમ
ગાળાનું ધિરાણ 1 થી વધુ વર્ષ અને 5 વર્ષ સુધીનું, લાંબાગાળાનું ધિરાણ 5 થી 15 વર્ષ
સુધીનું હોય છે.
વિવિધ પ્રવૃતિઓ અનુસાર ટૂંકાગાળો, મધ્યમ ગાળો
કે લાંબા ગાળો નક્કી થતો હોય છે.
ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરણ, ખાનગી હેતુ
માટે, ખેતી માટે, ધંધાકીય હેતુ માટેનું હોઇ શકે.
(3) ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની
કામગીરી :
બેન્ક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને
ઉપાડની સવલત વિવિધ રીતે પૂરી પાડે છે. જેમાં ચેક, ઉપાડ ચિઠ્ઠી, ડ્રાફટ, પે–ઓર્ડર,
ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ATM (ઓટોમેટિક ટેલર મશીન), ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે
સુવિધાઓનો સમાવેશ થાય છે.
(4) શાખસર્જનની કામગીરી :
નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે
માટે બેન્કો શાખસર્જનનું કાર્ય કરે છે. શાખસર્જન દ્રારા પ્રવર્તમાન નાણાંની
જથ્થામાંથી નવા નાણાંનું સર્જન થાય છે. એટલે કે નાણાંનો પુરવઠો બને છે. જયારે
શાખસર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે અને જ્યારે શાખસર્જનની
પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે.
(5) આંતર બેન્કિંગ વ્યવહારો કરવા :
એક બેન્ક બીજી બેન્કને ટૂંકા કે લાંબા સમય માટે
ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકાગાળાનું ધિરાણ એક બેન્ક બીજી બેન્કને મધ્યસ્થ
બેન્ક દ્રારા આપે છે. અને આને કોલ મની કહેવાય છે. તેની ઉપર લેવાતા વ્યાજના દરને
કોલ મની રેટ કહેવાય છે.
7. વેપારી બેન્કની થાપણો વિશે વિસ્તૃત માહિતી
આપો.
ઉત્તર : પ્રજા પાસે
રહેલી બચતોને બેન્ક સ્વીકારે છે. અને તેને થાપણના સ્વરૂપે સાચવે છે. વળી, પ્રજાની
બચતો પોતાની પાસે રાખે એટલે તેમને વ્યાજ ચૂકવે છે.
બીજા શબ્દોમાં કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા
બેન્કને ધિરાણ આપે છે. જેના બદલામાં બેન્ક્ વ્યાજ ચૂકવે છે.
થાપણો મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે :
(1) ચાલુ ખાતાની થાપણો :
આ ખાતું ધંધા, પેઢી કે વ્યક્તિના નામે
ખોલવવામાં આવે છે. એમાં રખાતી થાપણો બધા પ્રકારની થાપણો કરતાં વધુ તરલ હોય છે.
ધંધા માટે દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો હોય
તેટલી વાર ઉપાડ શકે છે.
આ ખાતેદારને ચેકબુકને મળે છે. પરંતુ વ્યાજ
મળતું નથી. ઉપરથી બેન્ક તેમની પાસે અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ વસૂલ કરે છે.
આ ખાતામાં જમા રકમ કરતાં અતિરિક્ત ઉપાડ પણ ધંધા
માટે કાયદા મુજબ કરી શકાય છે.
(2) બચત ખાતાની થાપણો :
આ ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકાગાળા માટેની
બચતો રાખે છે.
જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્રારા
ઉપાડી શકે છે. વળી, આવી થાપણો પર તેમને વ્યાજ પણ મળે છે.
આજના સમયમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ
વગેરેથી પણ બચત ખાતામાંથી ઉપાડ કરી શકાય છે. આ ખાતાંમાંથી ઉપાડ અંગેના કાયદા દરેક
બેન્કે નિર્ધારિત કરેલા હોય છે.
રીકરિંગ ખાતાની સગવડ :
આ થાપણો પણ બચત ખાતાની થાપણોનો એક પ્રકાર છે.
જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઇચ્છતી હોય કે
ન કરી શકતી હોય તેવી વ્યક્તિઓ દર મહિને કોઇ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવતી રહે
છે.
આમ, વ્યક્તિની થાપણ વધતી જાય છે. અને જમા થયેલી
થાપણ પર તેને વ્યાજ મળતું રહે છે. આવી થાપણોને રીકરિંગ થાપણો કહે છે.
(3) મુદ્દતી થાપણો (ફિક્સ ડિપોઝીટ) :
આ થાપણો ચોક્કસ મુદ્દત માટે મુકવામાં આવે છે.
આ થાપણો પર બેન્ક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે.
જ્યારે લાંબાગાળા માટે વ્યક્તિ બચત કરવા ઇચ્છતી
હોય ત્યારે આવી થાપણો રાખે છે. અને જરૂર પડે અતિરિક્ત ઉપાડની સલવત મેળવી શકે છે.
8. શાખસર્જનની કામગીરી વર્ણવો.
ઉત્તર : નાણાંનો પુરવઠો
નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેન્કો શાખસર્જનનું કાર્ય કરે છે. શાખસર્જન
દ્રારા પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી નવા નાણાંનું સર્જન થાય છે, એટલે કે નાણાંનો
પુરવઠો બને છે. જ્યારે શાખસર્જનની પ્રવૃતિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે અને
જ્યારે શાખસર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે.
બેન્ક જ્યારે પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણ
આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણલેનાર વ્યક્તિના નામનું ખાતું તે જ
બેન્કમાં કે તેની બીજી શાખામા ખૂલે છે. આ ચેક જમા થતા આ નવા ખાતામાં તેટલા રૂપિયા
જમા થાય છે. આ વ્યુત્પન્ન થાપણમાંથી તે જ પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે.
નવું ખાતું ખૂલે છે. અને નવી જમા રકમ નોંધાય છે. આમ, એક થાપણમાંથી અનેક થાપણો
સર્જાય છે.
બીજી બાજું દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના
ખાતામાં જમા થયેલાં ધિરાણનાં નાણાંનો ઉપાડ કરીને વાપરે ત્યારે અર્થતંત્રમાં
નાણાંનો પુરવઠો વધે છે.
થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઇપણ બેન્ક
કાયદા અનુસાર આપી શકતી નથી. દરેક થાપણના અમુક ટકા અનામત રાખીને બાકીની રકમમાંથી જ
ધિરાણ આપવામાં આવે છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે.
ધારો કે પ્રાથમિક થાપણ રૂ. 1000ની હોય અને રોકડ
અનામતનું પ્રમાણ કાયદેસર રીતે 20% હોય. તો બેન્કો 1000
આમ, શાખસર્જન : પ્રાથમિક થાપણ
જ્યારે ગ્રાહકો તેમના ચાલુ ખાતામાં જમા રકમ
કરતાં વધુ ઉપાડ કરે છે. તેને અતિરિક્ત ઉપાડ કહેવાય છે. અને આવા ઉપાડથી પણ શાખસર્જન
થાય છે.
9. વેપારી બેન્કમાં ગૌણ કાર્યો સમજાવો.
ઉત્તર : ભારતમાં 1949ની
બેન્કિંગ કંપની ધારા મુજબ, ‘વેપારી બેન્ક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેની
વ્યવહારો કરે એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે જે
ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે–ઓર્ડર વગેરે
દ્રારા ઉપાડ થઇ શકે.
વેપારી બેન્કો નીચે મુજબનાં ગૌણ કાર્યો કરે છે
:
(1) ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ
પૂરી પાડવાનું કાર્ય :
બેન્ક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે
છે.
દા.ત., એકબીજાથી અજાણ્યા આયાતકારોને અને
નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે છે. કેટલીક આર્થિક પ્રવૃતિઓ માટે બાંહેધરી આપે
છે.
ક્યારેક બેન્કો કરવેરાનાં ચલણો ભરવાની વગેરે
સુવિધાઓ પણ ગ્રાહકોને આપે છે.
ગ્રાહકોની કિંમતી વસ્તુઓ જેવી કે. દાગીના.
મહત્વના ડોક્યુમેન્ટ વગેરે સાચવવા માટે બેન્કો સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા ભાડું
વસૂલ કરીને પોતાના ગ્રાહકોને પૂરી પાડે છે.
ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક
વર્ગને ખૂબ નાના ધિરાણ પૂરું પાડે છે.
ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી બાબતે
વિશ્વસનિયતા પૂરી પાડવા માટે બેન્ક ડ્રાફ્ટ અથવા પે–ઓર્ડરની સુવિધા પૂરી પાડે છે.
(2) બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પુરી
પાડવાનું કાર્ય :
બેન્કોનો ખ્યાલ અને કાર્યપદ્ધતિ સમય સાથે સતત
બદલાતા રહે છે. બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહે છે.
આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર એક બેન્કના
ખાતામાંથી કોઇ અન્ય બેન્કના ગ્રાહકના ખાતામાંથી કોઇ અન્ય બેન્કના ગ્રાહકના ખાતામાં
મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે NEFT (National Electronic Transfer) અને RTGS (Real Time Gross Settlement) જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે. આ બંને સુવિધાઓ CORE (Centralized Online Real Time Exchange) બેન્કિંગના લીધે શક્ય બની છે.
ઇન્ટરનેટ બેન્કિંગ તથા
મોબાઇલ ફોનના બેન્કિંગ ‘એપ’ દ્રારા ગ્રાહક પોતાના ખાતાની બધી વિગતો કમ્પ્યુટર અથવા
મોબાઇલ ફોન પર મેળવી શકે છે. વસ્તુઓની ખરીદી કરી શકે છે. અને ટિકિટો પણ બુક કરી
શકે છે.
10. DEMAT ખાતું કોને
કહે છે?
ઉત્તર : DEMAT ખાતું એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરીઓ વગેરેને ભૌતિક સ્વરૂપેના
સાચવવા પડે તે માટેનું
ઇલેક્ટ્રોનિક ખાતું. જેથી આવું ખાતું ધરાવનાર
લોકો પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકે.
11. શિડ્યુલ બેન્કો
કોને કહે છે?
ઉત્તર : જે સંસ્થાઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ
પામી હોય તેને શિડ્યુલ બેન્ક કહેવાય છે. અને તે જ ખરી બેન્ક છે. આવી બેન્કોને
રિઝર્વ બેન્કના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડે છે.
12. મધ્યસ્થ બેન્ક પર ટૂંકનોંધ લખો.
ઉત્તર : દુનિયાના દરેક
દેશમાં એક મધ્યસ્થ બેન્ક હોય છે. જે તમામ બેન્કોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન
અને અંકુશની કામગીરી બજાવે છે.
મધ્યસ્થ બેન્ક ગ્રાહકોના તથા પ્રજાના હક અને
હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે.
આર.પી. કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેન્ક એટલે,
‘એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ
અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય’
મધ્યસ્થ બેન્ક એટલે દેશની સર્વોચ્ય બેન્ક જેનું મુખ્ય કાર્ય નાણાંબજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે.
તથા
દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે.
સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો
થતી હોય છે. જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે. નાણાંકીય
વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેન્ક દ્રારા બજાવવામાં
આવે છે. મધ્યસ્થ બેન્ક આમ કરવા માટે નાણાંકીય નીતિ ઘડે છે. ટૂંકમાં મધ્યસ્થ બેન્ક
અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાન જવાબદારી સ્વીકારે છે.
મધ્યસ્થ બેન્ક સરકારને પણ નાણાકીય સલાહ–સૂચનો
આપે છે.
13. ભારતની રિઝર્વ બેન્ક પર ટૂંકનોધ લખો.
ઉત્તર : દુનિયાના દરેક
દેશમાં એક મધ્યસ્થ બેન્ક હોય છે. જે દેશની તમામ બેન્કોની કામગીરીનું સંચાલન,
મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે.
ભારતની મધ્યસ્થ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ
ઈન્ડિયાના નામે ઓળખાય છે.
1934ની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ RBI ની સ્થાપના એપ્રિલ 1, 1935 માં થઇ હતી. રૂ. 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી RBI
સ્થાપાઇ હતી. જાન્યુઆરી 1, 1949માં RBIનું રાષ્ટ્રીયકરણ કરવમાં આવ્યું.
RBI દેશની સર્વોચ્ય
બેન્ક છે. જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે. તેનું નિયંત્રણ
કરે છે. અને સાથે–સાથે ભારતની નાણાંકીય નીતિ ઘડે છે.
ભારતની સર્વોચ્ય બેન્ક
તરીકે RBI નીચેનાં નાણાંકીય કાર્યો કરે છે :
(1) ચલણ બહાર પાડવાનું
કાર્ય
(2) સરકારની બેન્ક
તરીકેનું કાર્ય
(3) બેન્કોની બેન્ક
અને બેન્કોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય
(4) શાખ નિયમનની
કામગીરી
(5) વિદેશી
હૂંડિયામણની જાળવણીનું કાર્ય
14. RBI ના નાણાંકીય
કાર્યો જણાવો. અથવા
RBIની નાણાંકીય
જવાબદારીઓ સમજાવો.
ઉત્તર : ભારતની મધ્યસ્થ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે.
RBI આ પ્રમાણેના
નાણાંકીય કાર્યો કરે છે.
(1)ચલણ બહાર પાડવાનું
કાર્ય :
રૂ. 2 અને 2 થી વધુ
રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ RBI બજાવે છે.
ચલણી સિક્કાઓ અને રૂ.
1 ની કાગદી નોટ ભારત સરકારના નાણાં ખાતા દ્રારા બહાર પાડવામાં આવે છે. પરંતુ
સરકારના એજન્ટ તરીકે RBI તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે.
(2) સરકારની બેન્ક
તરીકેનું કાર્ય :
RBI કેન્દ્ર સરકાર તથા
રાજ્ય સરકારોની બેન્ક, તેમના નાણાંકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ
બજાવે છે.
એજન્ટ તરીકે સરકારના
બોન્ડ, સરકારનાં ખાતાઓ, ચલણી સિક્કાઓ, એક રૂપિયાની નોટ વગેરેનો વહીવટ કરે છે. તથા
સરકારને ધિરાણ પણ આપે છે.
(3) બેન્કોની બેન્ક
અને બેન્કોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય :
RBI ભારતની બધી જ
શિડ્યુલ્ડ બેન્કોની બેન્ક તથા નિયમનકાર છે. તે બેન્કોની રોકડ અનામતનું સંચાલન કરે
છે.
વેપારી બેન્કોની ધિરાણ
અંગેની નીતિની દિશા નક્કી કરે છે. અને વ્યાજના દર પણ આદેશિત કરે છે.
કોઇપણ શિડ્યુલ્ડ
બેન્કની નાણાંકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે.
(4) શાખ નિયમનની
કામગીરી :
નાણાંકીય નીતિનાં
વિવિધ સાધનોની મદદ વડે RBI વેપારી બેન્કોની શાખસર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના
પુરવઠાનું નિયમન કરે છે.
(5) વિદેશી
હૂંડિયામણની જાળવણીનું કાર્ય :
જ્યારે હૂંડિયામણનો દર
કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે RBI હૂંડિયામણનો દર નક્કી કરે છે.
જ્યારે વિદેશી હૂંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય
ત્યારે RBI બજારમાં વિદેશી હૂંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હૂંડિયામણની
સરખામણીમાં ભારતના રૂપિયાનું મુલ્ય જાળવે છે.
આમ, RBI ભારતના ચલણનું
મુલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાની કામગીરી બજાવે છે.
15. RBI ના બિનનાણાંકીય કાર્યો સમજાવો.
ઉત્તર : ભારતની મધ્યસ્થ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. જેના
બિનનાણાંકીય કાર્યો આ પ્રમાણે છે :
(1) નિયમન અને
દેખરેખની કામગીરી :
RBI ભારતમાં સમગ્ર
મૂડીબજાર અને નાણાબજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે. જેમાં વેપારી
બેન્કોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેન્કો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા
સહકારી બેન્કોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન રાખે છે.
(2) પ્રોત્સાહન કાર્યો
:
આપણા દેશમાં આજે પણ
અનેક લોકોએ બેન્કનાં ખાતાં ખોલાવ્યાં નથી.
વધુ લોકો સંગઠિત
નાણાંબજારમાં આવે તે માટે સતત પ્રયાસો કરે છે.
વળી, લોકોના હિત માટે
સહકારી બેન્કોને પણ પ્રોત્સાહન આપે છે.
ઘણા લોકો તેમની ધિરાણ
માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાબજાર પર આધારિત છે. ધંધાની ચૂકવણીઓ ચેકને બદલે
કેશ દ્રારા કરે છે. જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી અને તેથી નાણાંનું મૂલ્ય
તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલીઓ થાય છે. આથી RBI લોકોમાં આ
અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્નો કરે છે.
ગામડાઓમાં બેન્કોની
વધુ શાખાઓ ખોલાય તેવા પ્રયત્નો કરે છે. આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેન્કમાં
ખાતાં ખોલાવ્યાં નથી.
(3) સમાવેશી વિકાસ
માટેનાં કાર્યો :
ભારતમાં આર્થિક
ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાના કારણે જ્યારે નાણાંકીય અથવા તો
આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવાં પરિવર્તનોનો લાભ
મળવો જરૂરી છે. RBI આ માટે બેન્કિંગ
ક્ષેત્રે સતત પ્રયાસો કરતી રહી છે.
ધિરાણ માટેની અગ્રિમતા
ધરાવતાં ક્ષેત્રો જેવાં કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો તેમજ પરંપરાગત ગૃહ
ઉદ્યોગ વગેરે માટે ખાસ ધિરાણ–વ્યવસ્થા ઊભી કરી છે.
લોકોમાં બેન્કિંગ અને
નાણાં–વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટેનો પ્રચાર કરે છે.
હાલના સમયમાં
પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન RBI કરે છે.
બેન્કોના ગ્રાહકોના
હિત અને હકની જાળવણી પણ કરે છે.
બેન્કિંગ પ્રવૃત્તિઓના
સુધારાઓ તથા સંશોધનને વેગ આપવા માટે RBI દરેક પ્રકારના
નાણાંકીય આંકડાઓ તથા નિષ્ણાતોના લેખો પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે. જે દરેક
વ્યક્તિને વિના મૂલ્યે પ્રાપ્ત થઇ શકે છે.
0 Comments