પ્રકરણ ૫ ગરીબી
1. આર્થિક અસમાનતાને
કારણે સમાજમાં કેવી પરિસ્થિતિ જોવા મળે છે ?
ઉત્તર : મોટા ભાગના
વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ અને આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. ત્યાં વસ્તીનો મોટો
ભાગ ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુતમ જરૂરિયાતો જેવી કે
પૂરતો પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી. તો બીજી તરફ
ઘનીક અને સાધન–સંપન્ન વર્ગ ઊંચી આવક અને
ઊચું જીવનધોરણ જીવતા હોય છે.
અર્થતંત્રમાં જોવા
મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઇર્ષાભાવ તેમજ વર્ગવિગ્રહ
જેવી પરિસ્થિતિ જોવા મળે છે.
જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી સાચા અર્થમાં આર્થિક વિકાસ કરી શકાય નહિ.
2. સમજાવો : ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી.
ઉત્તર : માનવવિકાસ અહેવાલ, 1997 મુજબ
આર્થિક વિકાસ તે સાધન અને માનવવિકાસ તે ધ્યેય છે. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં
પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે.
જ્યાં સુધી સમાજમાંથી
આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં
વિકાસ કરી શકાય નહિ.
આ સંદર્ભમાં ભારતમાં
આયોજનકાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે પણ
સ્વીકાર્યો છે.
ખાસ કરીને પાંચમી પંચવર્ષીય યોજના અને તે પછીની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદી માટેની વ્યુહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ આવકની અસમાનતાને કારણે ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી.
3. ગરીબીનો અર્થ સમજાવો.
ઉત્તર : જ્યારે સમાજનો એક મોટો વર્ગ
પોતાની પાયાની લધુતમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી. તે પરિસ્થિતિને ગરીબી
કહેવાય.
જો સમાજનો આ મોટો વર્ગ
ન્યુનતમ જીવનધોરણથી પણ નીચું જીવનધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે.
તેમ કહી શકાય.
વિશ્વમાં મોટા ભાગના
દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે. પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ
હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમજ બદલાતી રહે છે.
ગરીબી માટેના મોટા
ભાગનાં અર્થઘટનોમાં સમાજનાં એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઇ સમાજમાં પ્રવર્તમાન
અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નકકી
કરતાં ધોરણોમાં તફાવત જોવા મળે છે.
આ સંદર્ભમાં ગરીબીનાં
જુદાં–જુદાં અર્થઘટનોને બે વિભાગમાં વહેંચી શકાય :
(1) ગરીબીનો પરંપરાગત
અર્થ અથવા આવક ગરીબી.
(2) ગરીબીનો આધુનિક
અર્થ અથવા બિનઆવક ગરીબી.
ગરીબીના આવક અભિગમ
મુજબ જીવનજરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નકકી કરવામાં આવેલ આવક કે
ખર્ચની લઘુતમ સપાટી એટલે ગરીબી રેખા.
ગરીબી રેખા દ્રારા નકકી
થયેલ આવક કે ખર્ચની લઘુતમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ
કહેવાય.
આમ, આ અર્થઘટન અનુસાર
ગરીબી એક અભાવની સ્થિતિ છે.
ભારતમાં ગરીબી રેખા
માટે જરૂરી ચોક્કસ ન્યુનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતાં લઘુતમ વપરાશી
ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ આ પદ્ધતિથી નકકી થતી ગરીબીરેખાની મર્યાદા એ છે
કે તે ફકત અપૂરતા ખોરાકની કે ભૂખમરાથી સ્થિતિને દર્શાવે છે.
ગરીબી ફકત ભૂખમરાની
સ્થિતિ નથી, લઘુતમ સરેરાશ જીવનધોરણના
ખ્યાલમાં ખોરાક ઉપરાંત કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા,
પીવા નું પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે. અને તેથી જ ગરીબીના આધુનિક
અભિગમ તરીકે બિનઆવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો છે.
આધુનિક
અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્વનું પાસું છે. પરંતુ તે
માનવજીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે.
કાર્ય કરવાની તથા
પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે. તે ગરીબો પાસે હોતી
નથી.
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ
કાર્યક્રમ (UNDP) ના માનવવિકાસ અહેવાલમાં માનવવિકાસ આંક (HDI) અને માનવ ગરીબી આંક
(HPI) ની ગણતરીમાં મુખ્ય ત્રણ બાબતો જ્ઞાન, આરોગ્ય અને સારા જીવનધોરણનો સમાવેશ
કરવામાં આવ્યો છે.
4. સમજાવો : વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નકકી કરતા ધોરણોમાં તફાવત
જોવા મળે છે.
ઉત્તર : જ્યારે સમાજનો એક મોટો વર્ગ
પોતાની પાયાની લઘુતમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી. તે પરિસ્થિતિને ગરીબી
કહેવાય.
જો સમાજનો આ મોટો વર્ગ
ન્યુનતમ જીવનધોરણથી પણ નીચું જીવનધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે.
તેમ કહી શકાય.
ગરીબી એક સાપેક્ષ
ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતા બદલાતો રહે છે.
ગરીબી માટેના મોટા
ભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન–સ્તરને ધ્યાનમાં લઇ સમાજમાં પ્રવર્તમાન
અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નકકી
કરતાં ધોરણોમાં તફાવત જોવા મળે છે.
5. સમજાવો : ગરીબી એક અભાવની સ્થિતિ છે.
ઉત્તર : જો સમાજનો મોટો વર્ગ ન્યુનતમ
જીવનધોરણથી પણ નીચું જીવનધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે. તેમ કહી
શકાય.
ગરીબીના આવક અભિગમ
મુજબ જીવનજરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નકકી કરવામાં આવેલ આવક કે
ખર્ચની લઘુતમ સપાટી એટલે ગરીબી રેખા.
ગરીબી રેખા દ્રારા નકકી
થયેલ આવક કે ખર્ચની લઘુતમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ
કહેવાય.
આમ, આ અર્થઘટન અનુસાર
ગરીબી એક અભાવની સ્થિતિ છે.
6. નિરપેક્ષ ગરીબી સમજાવો.
ઉત્તર : જીવનની લઘુતમ જરૂરિયાતો સંતોષવા
માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નકકી કરવામાં આવેલ આવક કે ખર્ચની
લઘુતમ સપાટી એટલે ગરીબી રેખા.
આ ગરીબીરેખાથી ઓછી આવક
કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ
ઓળખાય છે.
નિરપેક્ષ ગરીબીના
ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબીરેખા હેઠળ જીવતા ચોક્ક્સ વર્ગને નકકી કરી શકાય છે. અને
આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડી શકાય છે.
7. ગરીબીરેખા સમજાવો.
ઉત્તર : જીવનની લઘુતમ જરૂરિયાતો સંતોષવા
માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નકકી કરવામાં આવેલ આવક કે ખર્ચની
લઘુતમ સપાટી એટલે ગરીબી રેખા.
આ લઘુતમ માથાદીઠ
વપરાશી ખર્ચ નકકી કરવા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ દ્રારા
ગ્રામ્યક્ષેત્રો માટે વ્યક્તિદીઠ દૈનિક 2400 કેલેરી અને શહેરીક્ષેત્રો માટે દૈનિક
2100 કેલેરી નકકી કરવામાં આવી.
આ પદ્ધતિને આયોજન પંચ
દ્રારા 1969માં મંજૂર કરાઈ અને 1960-61ની કિંમતોને આધારવર્ષ તરીકે લઇ માથાદીઠ
માસિક રૂ. 20 નકકી કરવામાં આવી.
દાંડેકર અને રથે આ
કાર્યપદ્ધતિના આધારે ગ્રામ્યક્ષેત્રો માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક
રૂ.15 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ આવક રૂ. 22.5 નકકી કર્યો.
ત્યાર બાદ આયોજન પંચ
દ્રારા પ્રો. ડી.ટી. લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નકકી કરાયેલ તજ્જ્ઞ જૂથ એ વર્ષ 1993
માટે 1973–74 ની આધાર કિંમતે ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ માસિક રૂ. 49 અને
શહેરીક્ષેત્રો માટે માથાદીઠ માસિક રૂ. 57 વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો.
8. ગરીબી રેખાની ગણતરીની કઇ મર્યાદા છે?
અથવા
સમજાવો. : ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે.
ઉત્તર : ગરીબીરેખાની ગણતરીની પદ્ધતિની એક
મોટી મર્યાદા એ છે કે, તેમાં ફકત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે.
ગરીબી એક આર્થિક
પરિસ્થિતિ છે, અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબીરેખા ‘ભૂખમરાની રેખા’
બનીને રહી જાય છે.
ગરીબી રેખાના ખ્યાલને
ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘતમ સ્તર નકકી કરવું જોઇએ અને તે માટે જીવન
જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સમતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઇનું ઇંઘણ,
કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ થવો જોઇએ.
9. ગરીબી માપન પદ્ધતિની પુન:રચના સમજાવો ?
ઉત્તર : આ સંદર્ભમાં ગરીબી માપનની
પદ્ધતિની પુન: રચના કરવા પ્રો. સુરેશ તેંડુલકરની અધ્યક્ષવાળી સમિતિએ પોતાનો અહેવાલ
વર્ષ 2009માં સરકારને સોપ્યો.
સમિતિએ ગરીબી–રેખાને
નકકી કરતી નવી કાર્યપદ્ધતિ નકકી કરી. જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત
શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો.
આ નવી પદ્ધતિ મુજબ
વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રો માટે રૂ. 816 અને
શહેરી ક્ષેત્રો માટે રૂ. 1000 ગરીબીરેખા તરીકે નક્કી કરવામાં આવી છે.
10. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી કઇ રીતે નક્કી કરવામાં આવે છે ?
ઉત્તર : આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ
ગરીબી નક્કી કરતાં સામાન્ય રીતે કોઇ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ
દ્રારા વપરાશમાં લેવાતાં બધાં જ જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્રારા ગરીબીરેખા નક્કી
કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે
ગરીબીરેખાનું નિર્ધારણ વિશ્વ બેન્ક દ્રારા વર્ષ 2005માં સમખરીદશક્તિ ના આધારે
દૈનિક આવક 1.25 ડોલર નકકી કરી. જે વર્ષ 1990 માટે 1 ડોલર હતી અને વર્ષ 2015માં તે
દૈનિક આવક 1.90 ડોલર નક્કી કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય
ગરીબીરેખાની મદદથી જુદા–જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી
શકાય છે.
0 Comments