16. નાણાંકીય નીતિની વ્યાખ્યા આપી સમીક્ષા કરો.

ઉત્તર : અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાંકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે. તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે.

આથી નાણાંકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતમાં શરૂઆતમાં વર્ષોમાં નાણાંકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. હાલના સમયમાં નાણાંકીય નીતિનો ઉપયોગ શાખસર્જનના નિયંત્રણ માટે થાય છે.

નાણાંકીય સત્તા દ્રારા લેવાયેલાં એવાં સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધી અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે.

સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ય બેન્કના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાનાં સાધનો સોંપતી નીતિ એટલે નાણાંકીય  નીતિ.

સાદા શબ્દોમાં, દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ય બેન્ક દ્રારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાંકીય નીતિ.

 

17. સમજાવો : નાણાકીય નીતિને સ્થિરતા લાવવાની નીતિ તરીકે ઓળખવામાં આવે છે.

ઉત્તર : અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગવો કે મંદી સર્જાય છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસે પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે.

આથી નાણાંકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

18.  નાણાકીય નીતિનાં સાધનો જણાવો.

ઉત્તર : દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ય બેન્ક દ્રારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ.

નાણાકીય નીતિના સાધનોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવવામાં આવે છે :

(1) પરિણાત્મક સાધનો                 (2) ગુણાત્મક સાધનો

(1) પરિણાત્મક સાધનો :

(A) બેન્ક રેટ

(B) રેપો રેટ અને રીવર્સ રેપો રેટ

(C) કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઇ

(D) રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર

(E) કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ

(F) ખુલ્લાં બજારમાં કાર્યો

(G) RBI ના સરવૈયાને હૂંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આચંકાઓથી મુક્ત કરવા માટે ‘સ્ટરિલાઇઝેશન’ ની નીતિ.

2) ગુણાત્મક સાધનો :

(A) સલામતીની જરૂરિયાત

(B) માર્જિનની જરૂરિયાત

(C) ધિરાણની ટોચમર્યાદા

(D) ભેદભાવયુક્ત / ભેદપારખું વ્યાજના દર

 

20. બેન્ક રેટ વિશે ટૂંકનોધ લખો.

ઉત્તર : જ્યારે વેપારી બેન્કો નાણાંની અછત અનુભવે ત્યારે RBI પાસે નાણાં ઉધાર લે છે. RBI વેપારી બેન્કોને લાંબાગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેન્ક રેટ કહેવાય.

જ્યારે RBI બેન્ક રેટ વધારે ત્યારે વેપારી બેન્કોને ધિરાણ લેવાનું મોઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે.

વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે RBI બેન્ક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે. જેથી ફુગાવો ઓછો થાય મંદી હોય ત્યારે તેથી ઊલટું કરવામાં આવે છે.

જ્યારે નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો વધુ હોત ત્યારે ફુગાવો સર્જાય છે. અને એથી ઊલટું હોય તો મંદી સર્જાય છે.

બેન્ક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે. અને બેન્ક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી RBI નાણાંનો પુરવઠો બેન્ક રેટ દ્રારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રીવર્સ રેપો રેટ દ્રારા કરે છે.

બેન્ક રેટ લાંબાગાળાનો રેટ છે. માટે તે ટૂંકાગાળામાં બદલાતો નથી.

ભારતમાં બેન્ક રેટનાં વલણો

વર્ષ

બેન્ક રેટ (%માં)

1953

3.5

1981

10

1991

12

2016

7

 

21. અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે બેન્ક રેટની શું ભૂમિકા હોય છે.

અથવા

અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે બેન્ક રેટ કઇ રીતે મદદરૂપ થઇ શકે છે?

ઉત્તર : જ્યારે વેપારી બેન્કો નાણાંની અછત અનુભવે ત્યારે RBI પાસે નાણાં ઉધાર લે છે. RBI વેપારી બેન્કોને લાંબાગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેન્ક રેટ કહેવાય.

જ્યારે RBI બેન્ક રેટ વધારે ત્યારે વેપારી બેન્કોને ધિરાણ લેવાનું મોઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે.

વ્યાજનો દર વધતાં પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે RBI બેન્ક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે. જેથી ફુગાવો ઓછો થાય.

 

22. રેપોરેટ અને રીવર્સ રેપોરેટ વિશે ટૂંકનોંધ લખો.

ઉત્તર : જ્યારે વેપારી બેન્કોને ખૂબ ટૂંકા ગાળા માટે (1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા ટૂંકાગાળા માટે) નાણાંની જરૂર પડે છે. ત્યારે તેઓ RBI પાસે નાણું લે છે. જે દરે RBI વેપારી બેન્કોને આવું નાણું આપે તે રેપો રેટ કહેવાય.

REPO રેટમાં REPO એટલે REPURCHASE RATE. ટૂંકાગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેન્કો RBIને કોઇ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે. આ વટાવનો દર એટલે રેપો રેટ.

ફુગાવાના સમયે RBI રેપો રેટ વધારે છે. જેથી વેપારી બેન્કોમાં ઓછું ધિરાણ લે છે. અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે. આમ, પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે. મંદીના સમયે RBI રેપો રેટ નીચો કરે છે.

જ્યારે RBI ને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રીવર્સ રેપો રેટ કહે છે.

જ્યારે રીવર્સ રેપોરેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કોને RBIને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે. અને તેઓ વધારાનાં નાણાં RBI ને ધિરાણ પેટે આપે છે.

આમ, તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ પેટે આપી શકે છે. અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રીવર્સ રેપોરેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં રેપો અને રીવર્સ રેપો રેટ

વર્ષ

રેપો રેટ (%)

રીવર્સ રેપો રેટ (%)

જાન્યુઆરી, 2006

6.50

5.50

માર્ચ, 2010

5.00

3.50

ઓગસ્ટ, 2016

6.50

6.00

 

22. કપરા સમયમાં વેપારી બેન્કોને RBI કઇ રીતે મદદ કરે છે ?

ઉત્તર : આ એક વિશિષ્ટ જોગવાઇ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના સમયે વેપારી બેન્કો RBI પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારીત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે.

2016માં આ દર 7 ટકાનો હતો. જેને માર્જિનલ સ્ટેન્ડિંગ કેસિલીટી કહેવામાં આવે છે.

 

23. Cash Reserve Ratio (CRR) એટલે શું? સમજાવો.

અથવા

ફુગાવાનું નિયંત્રણ કરવા CRR કઇ રીતે ઉપયોગી છે?

ઉત્તર : RBI 1934ની ધારા મુજબ દરેક વેપારી બેન્કોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ RBI પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. જેને CRR કહે છે.

CRR નો મુખ્ય હેતુ બેન્કિંગ–વ્યવસ્થા પાસે પૂરતાં પ્રમાણમાં રોકડ નાણાં રહે તે માટેનો છે. જેથી કોઇ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેચેં તો તેમને આપવા માટે બેન્કો પાસે પૂરતાં નાણાં હોય.

આ સાધન ફુગાવાનું નિણંત્રણ કરવા માટે પણ વપરાય છે. CRR વધે તો બેન્કો પાસે શાખસર્જન કરવા માટે ઓછું નાણું રહે છે. અને તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપે છે. આમ, નાણાંનો પુરવઠો અને આથી ફુગાવો નીચો રહે છે. મંદીના સમયમાં CRR ઓછો કરાય છે.

શરૂઆતનાં વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબાગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયું હતું. 1962 પછી કુલ થાપણોના 3% થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું. RBI જરૂરિયાત મુજબ CRR બદલે છે.

 

24. કાયદામાન્ય પ્રવાહિતાનું પ્રમાણ (Statutory Liquidity Ratio - SLR) સમજાવો.

ઉત્તર : બેન્કિંગ રેગ્યુલેશન એકટ મુજબ દરેક વેપારી બેન્કે CRR થી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે. જેને કાયદામાન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે.

SLR ઊંચું હોય તો બેન્કોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે. જે રકમના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે.

કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે. અને SLR વધુ હોય, તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. SLR વધુ હોય, તો પ્રજાને તેટલાં પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. SLR નીચો હોય તો પ્રજાને વધું ધિરાણ મળે છે.

 

25. અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનું નિયમન કરવા RBI શું કરે છે?

ઉત્તર : અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લાં બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ–વેચાણ કરે છે.

RBI સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે. ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે. ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે.

ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ખાસ ઉપયોગ થતો ન હતો.

 

26. સમજાવો : નાણાંવ્યવસ્થાની સમતુલા જાળવવા માટે ‘સ્ટરિલાઇઝેશન’ કરવામાં આવે છે.

ઉત્તર : જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી  હૂંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે RBIના હૂંડિયામણના ખાતામાં વધ–ઘટ થતાં તેનું સરવૈયું ખોરવાય છે. આવી પરિસ્થિતિનાં નિયંત્રણ માટે RBI હૂંડિયામણની પુરાંત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે. જેથી સમગ્ર નાણાં વ્યવહારની સમતુલા જળવાઇ રહે છે.

 

27. RBI ની નાણાંકીય નીતિના ગુણાત્મક સાધનો સમજાવો.

ઉત્તર : સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત RBI કેટલાંક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા અલગ–અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે.

ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતાં સાધનો આ સાધનો બધાં ક્ષેત્રોને એકસરખી અસર પહોંચાડવા માટે હોતાં નથી.

(1) સલામતીની જરૂરિયાત :

સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેન્કો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોક્સાઇ બેન્કે રાખવી પડે છે. આથી બેન્કો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઇ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી/બાંહેધરી પેટે લખાવે છે. જો કોઇ ગ્રાહક બેન્કની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેન્ક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે.

દેશના દરેક વર્ગને બેન્કનું ધિરાણ મળે તથા ખેતી જેવાં ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ–અલગ વર્ગ પાસે ઓછાવત્તા પ્રમાણમાં સલામતી/બાંહેધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા RBI વેપારી બેન્કોને આદેશ આપે છે. જેમ કે ગરીબ ખેડૂત પાસે નહિવત અને મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં સલામતી/બાંહેધરી લખાવવામાં આવે છે.

(2) માર્જિનની જરૂરિયાત :

સલામતી/બાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમને/વ્યક્તિને મળી શકે છે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે. RBI જુદાં–જુદાં વર્ગો માટે જુદાં–જુદાં માર્જિન રાખવાની ભલામણ કરે છે.

(3) ધિરાણની ટોચમર્યાદા :

કોઇપણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચમર્યાદા RBI નક્કી કરે છે.

(4) ભેદભાવયુક્ત / ભેદપારખું વ્યાજના દર :

અલગ–અલગ પ્રકારના ધિરાણ માટે અલગ–અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ RBI સૂચવે છે. જેને ભેદખારખુ/ ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે છે. દા.ત., એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃતિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, તો પૈસાદાર વ્યક્તિઓને ઘર કે કાર ખરીદવા માટે ખૂબ ઊંચા દરે ધિરાણ મળે છે.