32.લીલ
નાના-મોટા ટુકડામાં તૂટીને નવી લીલનું સર્જન થવાની ક્રિયાને____________કહે છે.
જવાબ:- અવખંડન
33.ટૂંકનોંધ
લખો :અવખંડન અથવા સ્પાયરોગાયરામાં અવખંડન સમજાવો.
જવાબ:- લીલ અવખંડન પદ્ધતિથી પ્રજનન કરે છે એટલે કે નવી લીલનું સર્જન કરે છે. લીલને જ્યારે પૂરતા પ્રમાણમાં પાણી અને પોષક તત્વો મળે ત્યારે લીલ ઊગે છે. યાંત્રિક દબાણના કારણે લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુતરીકે વર્તે છે અને આમ ,લીલનો વિકાસ થાય છે. અવખંડનની પ્રક્રિયા જો સતત ચાલુ રહે તો ટૂંકા સમયગાળામાં લીલ વિશાળ વિસ્તારમાં ફેલાયેલી દેખાય છે.સ્પાયરોગાયરમાં અવખંડન દ્વારા લીલનો વિકાસ થાય છે.
34. વાસી
બ્રેડ કે રોટલીનો ટુકડો રાખી મૂકવાથી તેના પર____________જોવા મળે છે.
જવાબ:- ફૂગ
35. બીજાણુ
અલિંગી પ્રજનન અંગ છે. (√ કે ×)
જવાબ:- √
36. કારણ
આપો: લાંબા સમયગાળા બાદ પણ બીજાણુ અંકુરણ પામે છે.
જવાબ:-
બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે. દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે. જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં
પણ ટકી રહે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે.
આમ,
લાંબા સમયગાળા બાદ પણ બીજાણુ અંકુરણ પામે છે.
37. બીજાણુ
સર્જન દ્વારા પ્રજનન કરતી ત્રણ વનસ્પતિઓના નામ લખો.
જવાબ:-
મ્યુકર,મૉસ, હંસરાજ વગેરે બીજાણું સર્જન દ્વારા પ્રજનન કરતી
વનસ્પતિઓ છે.
38.હંસરાજમાં
બીજાણુધાની ક્યાં આવેલી છે?
જવાબ:-
હંસરાજમાં બીજાણુધાની તેના પર્ણની નીચેની બાજુએ આવેલી હોય છે.
39. ટૂંકનોંધ
લખો: બીજાણુ સર્જન દ્વારા પ્રજનન
જવાબ:-
બીજાણું સર્જન એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. મ્યુકર બ્રેડના ટુકડા પર જોવા મળે
છે. જે બીજાણું સર્જન દ્વારા પ્રજનન કરે છે. મ્યૂકરમાં રહેલી બીજાણુધાનીમાં
બીજાણુઓ હોય છે. આ બીજાણુઓ બીજાણુધાનીમાંથી મુક્ત થઈ હવામાં તરતા રહે છે અને
અનુકૂળ પરિસ્થિતિમાં એક જગ્યાએ સ્થાયી થઈ ઊગી નીકળે છે. આમ,ખૂબ હલકા હોવાને કારણે મયુકરના બીજાણું દૂર- દૂર સુધી ફેલાય છે. બીજાણું
સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે, જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં
પણ ટકી રહે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણું અંકુરણ પામ્યા
અને નવા સજીવ તરીકે વિકસે છે.મ્યુકર,મૉસ અને હંસરાજ બીજાણું સર્જન પદ્ધતિ વડે પ્રજનન
કરે છે.
40. જોડકાં
જોડો :
(1)
વિભાગ-
અ |
વિભાગ
-બ |
(1)યીસ્ટ |
(A) કલિકા સર્જન |
(2)હંસરાજ |
(B) અવખંડન |
(3)બ્રેડની ફૂગ |
(C) બીજાણુ સર્જન |
(4)લીલ |
(D) બીજાણુધાની |
જવાબ |
(1)
- (A) |
(2) - (C) |
(3) - (D) |
(4) - (B) |
(2)
વિભાગ-
અ |
વિભાગ
-બ |
(1)ફૂગ |
(A) જમીન |
(2) લીલ |
(B) બ્રેડ |
(3) હંસરાજ |
(C) પાણી |
જવાબ |
(1) - (B) |
(2) - (C) |
(3) - (A) |
જવાબ:-×
42. લીલા
માં કલિકાસર્જન દ્વારા પ્રજનન થાય છે.(√ કે ×)
જવાબ:- ×
43. બીજાણુ
સર્જન કરતી વનસ્પતિ____________છે.
(A) ગુલાબ
(B) બ્રેડ મોલ્ડ √
(C) બટાકા
(D) આદુ
44. અલિંગી
પ્રજનનની વિવિધ પદ્ધતિઓ અને તે શેમાં જોવા મળે છે, તે જણાવો.
જવાબ:- (1)કલમ
કરવી: આ પદ્ધતિ ગુલાબ, ચંપો, મેંદી,
આંબો વગેરેમાં જોવા મળે છે.
(2) કલિકા વડે વાનસ્પતિક પ્રજનન: આ પદ્ધતિ શક્કરિયા, બટાકા, પાનફુટીમાં જોવા મળે છે.
(3) કલિકાસર્જન: આ પદ્ધતિ યીસ્ટમાં
જોવા મળે છે.
(4) અવખંડન: આ પદ્ધતિ સ્પાયરોગાયરા માં
જોવા મળે છે.
(5) બીજાણું સર્જન: આ પદ્ધતિ મ્યુકર,મૉસ અને હંસરાજમાં જોવા મળે છે.
45.____________એ વનસ્પતિનું નર પ્રજનન અંગ છે.
જવાબ:-
પુંકેસર
46._____________એ
વનસ્પતિનું માદા પ્રજનન અંગ છે.
જવાબ:- સ્ત્રીકેસર
47.
વ્યાખ્યા આપો:
(1) એકલિંગી
પુષ્પો
જવાબ:- જે
પુષ્પો માત્ર સ્ત્રીકેસર ચક્ર અથવા માત્ર પુંકેસર ચક્ર ધરાવે છે, તેને એકલિંગી પુષ્પો કહે છે.
(2)
દ્વિલિંગી પુષ્પો
જવાબ:- જે
પુષ્પો સ્ત્રીકેસર અને પુંકેસર બંને ચક્રો ધરાવે છે, તેને દ્વિલિંગી પુષ્પો
કહે છે.
48. જે પુષ્પ નર અથવા માદા પ્રજનન અંગ
ધરાવતું હોય તેવા પુષ્પને _____________પુષ્પક કહે છે.
જવાબ:- એકલિંગી
49.'એકલિંગી પુષ્પો' અને 'દ્વિલિંગી
પુષ્પોમાં' વર્ગીકરણ કરો:( મકાઈ, જાસુદ,
પપૈયું, કાકડી, પેટુનિયા,
ગુલાબ)
એકલિંગી
પુષ્પો:- મકાઈ ,પપૈયુ, કાકડી
દ્વિલિંગી પુષ્પો :-
જાસુદ,
સરસવ, પેટુનિયા, ગુલાબ
50.બન્ને નર
અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે. (√ કે ×)
જવાબ:- √
51.____________
નરજન્યુઓ ઉત્પન્ન કરે છે.
A.પરાગરજ √
B.પરાગાસન
C.પરાગવાહીની
D.અંડાશય
52.
પુંકેસરના ભાગોનાં નામ જણાવો.
જવાબ:-
પુંકેસરના બે ભાગ પાડી શકાય: પરાગાશય અને
તંતુ
53.સ્ત્રીકેસરના
ભાગોનાં નામ જણાવો.
જવાબ:-
સ્ત્રીકેસરના ત્રણ ભાગ પાડી શકાય: પરાગાસન, પરાગવાહીની, અંડાશય
54. પુંકેસર
અને સ્ત્રીકેસરની નામનિર્દેશનવાળી આકૃતિ દોરી તેના વિશે નોંધ લખો :
જવાબ :-
આકૃતિ:-
55. નરજન્યુ
એ_____________
ના પરાગરજમાં ઉત્પન્ન થાય છે.
જવાબ:- પરાગાશય
56. પરાગાશય
અથવા અંડકોષ_____________માં ઉત્પન્ન થાય છે.
જવાબ:-
અંડક
57.પરાગરજનું
વહન કોના કોના દ્વારા થાય છે?
જવાબ:-
પરાગરજનું વહન પવન,પાણી,અને કીટકો
દ્વારા થાય છે .
58.કારણ
આપો: પુષ્પો સુગંધિત અને વિવિધ રંગી હોય છે.
જવાબ:-
પુષ્પ એ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે. પુંકેશરમાં આવેલા પરાગાશયમાં રહેલી
પરાગરજ ઉત્પન્ન કરે છે. આ પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન સુધી પહોંચે તો નરજન્યુઓ
સ્ત્રીકેસરના માદાજન્યુઓ સાથે જોડાઈ શકે અને પ્રજનનની ક્રિયા થાય. પવન ,પાણી અને કીટકો પરાગરજના વાહકો
છે. કીટકોને આકર્ષવા માટે પુષ્પો સુગંધિત
અને વિવિધરંગી હોય છે. જેનાથી પરાગનયનની ક્રિયા સરળ બને છે.
59.પરાગનયન
એટલે શું ?તેના પ્રકાર જણાવો.
જવાબ:-
પુષ્પના પરાગાશયમાંથી પરાગરજના પરાગાસન તરફના અને પરાગનયન કહે છે. પરાગનયનના બે
પ્રકાર છે.(1) સ્વપરાગનયન (2)પરપરાગનયન
0 Comments