60.ટૂંકનોંધ લખો: પરાગનયનના પ્રકારો

આકૃતિ:-

પરાગનયનના મુખ્ય બે પ્રકાર છે: (1)સ્વપરાગનયન અને(2) પરપરાગનયન.

(1)સ્વપરાગનયન:- એક પુષ્પના પરાગાશય માંથી પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય ,તો તેને સ્વપરાગનયન કહે છે. આ ક્રિયા પવન કે પાણી દ્વારા સરળતાથી થાય છે. તેથી, આ ક્રિયામાં કીટકોની જરૂર પડતી નથી. તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે.

(2) પરપરાગનયન:- એક પુષ્પની પરાગરજ તે જ છોડ ના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય, તો તેને પરપરાગનયન કહે છે. આ ક્રિયામાં કીટકોની જરૂર વધુ પડે છે. તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સારી જાતનાં હોય છે.

 

61. વ્યાખ્યા આપો:- ફલિતાંડ

જવાબ:- નરજન્યુઓ અને માદાજન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે.

 

62. નર અને માદા જન્યુઓનું સંયુગ્મનને______________કહે છે.

A.ફલન    

B.પરાગનયન

C.પ્રજનન

D.બીજ નિર્માણ

 

63. ફલિતાંડ_____________માં વિકસે છે.

જવાબ:- ભ્રુણ

 

64. ફલનની પ્રક્રિયા આકૃતિ સાથે વર્ણવો.

જવાબ:-

આકૃતિ:-

પુષ્પમાં ફલનની ક્રિયા પરાગનયનની ક્રિયા બાદ થાય છે. પરાગનયન દ્વારા એક પુષ્પની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના સ્ત્રીકેસર ના પરાગાસન પર સ્થાપિત થાય છે. આ પરાગરજ અંકુરિત થાય છે. તેમાંથી પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહીનીમાં આગળ વધી વૃદ્ધિ પામી અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં ઉત્પન્ન થયેલાં નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે. અને ત્યાં રહેલા માદાજન્યુઓ  સાથે  સંયુગ્મન પામી ફલિતાંડ બને છે. આ ક્રિયાને ફલન કહે છે. ફલિતાંડ ત્યારબાદ ભ્રુણમાં વિકસે છે .

 

65.ફલન પછી અંડાશય શામાં પરિણમે છે ?

જવાબ :- ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે.

 

66. ફળ એ પરિપક્વ થયેલું___ છે.

જવાબ:- અંડાશય

 

67.બીજ રક્ષણાત્મક બીજા આવરણમાં______________ધરાવે છે.

જવાબ:-  ભ્રુણ

 

68.ફળને કયાં બે જૂથમાં વહેંચી શકાય?

જવાબ:- ફળને માંસલ ફળ અને શુષ્ક ફળ એમ બે જૂથમાં વહેંચી શકાય.

 

69. વર્ગીકરણ કરો:

( કેરી, બદામ, નારંગી, અખરોટ, સફરજન, વાલ, તડબૂચ ,વટાણા)

જવાબ:-

માંસલ રસાળ ફળ:- કેરી, નારંગી ,સફરજન, તડબૂચ,

કઠણ શુષ્ક ફળ:- બદામ, અખરોટ, વાલ, વટાણા

 

70.બીજને અંકુરિત થવા માટે કયાં પરિબળો જરૂરી છે ?

જવાબ:- બીજને અંકુરિત થવા માટે જમીન, પાણી, સૂર્યપ્રકાશ, હવા જેવા પરિબળો જરૂરી છે.

 

71. બીજનો ફેલાવો કયાં કયાં પરિબળો દ્વારા થાય છે?

જવાબ:- બીજના ફેલાવવામાં પવન, પાણી તથા પ્રાણીઓ અગત્યનો ભાગ ભજવે છે. કેટલીક વનસ્પતિમાં તેની શિંગો ફાટવાથી પણ બીજનો ફેલાવો થાય છે .

 

72. સરગવો અને મેપલનાં બીજ કેવાં હોય છે?

જવાબ:- સરગવો અને મેપલનાં બીજ પાંખોવાળા બીજ છે .

 

73.આકડો /મદાર અને સૂર્યમુખીનાં બીજ કેવાં હોય છે?

જવાબ:- આકડો /મદાર અને સૂર્યમુખીનાં બીજ વજનમાં હલકા અથવા રોમમય હોય છે.

 

74.કારણ આપો: વનસ્પતિનાં બીજ ફેલાવાની પ્રક્રિયા જરૂરી છે.

જવાબ:- બીજમાંથી વનસ્પતિનો નવો છોડ ઉત્પન્ન થાય છે. જો વનસ્પતિના બીજ ન ફેલાય તો એક જ વનસ્પતિના બધાં  બીજ  એક જ જગ્યા પર પડે અને બધાં ત્યાં જ વૃદ્ધિ પામવા પ્રયત્ન કરે તો તેમને જરૂરી માત્રામાં પાણી, ખનીજક્ષારો, જગ્યા અને સૂર્યપ્રકાશ ન મળે પરિણામે તે બીજ વનસ્પતિ તરીકે વિકાસ ન પામે. આથી, બીજ ફેલાવાની પ્રક્રિયા જરૂરી છે.

 

75. કુદરતમાં એક જ પ્રકારનાં પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે- શા માટે?

જવાબ:- કુદરતમાં એક જ પ્રકારનાં પુષ્પો જુદી જુદી જગ્યાએ ઊગતાં જોવા મળે છે. કારણ કે, વનસ્પતિના બીજ પવન,પાણી અને પ્રાણીઓ દ્વારા જુદી -જુદી જગ્યાએ ફેલાય છે. આ બીજને ઊગવા માટે ના જરૂરી પરિબળો જેવા કે સૂર્યપ્રકાશ, હવા, પાણી અને ખનીજ ક્ષારો યોગ્ય પ્રમાણમાં મળતાં તે ઊગે છે. પરિણામે એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઊગે છે.

 

76. એરંડા અને બાલસમનાં બીજ કેવી રીતે ફેલાય છે?

જવાબ:- એરંડા અને બાલસમના છોડ પર થતી તેની શિંગ સુકાઈ જાય છે. આ શિંગ સુકાયા બાદ ફાટે છે અને તેની અંદર રહેલા બીજ દૂર સુધી વેરાય છે. આમ ,આ રીતે એરંડા અને બાલસમનાં બીજ ફેલાય છે.

 

77. નાળિયેરનાં બીજ કેવી રીતે ફેલાય છે?

જવાબ:- નાળિયેરનાં વૃક્ષ મુખ્યત્વે નદી કિનારે કે દરિયા કિનારે થાય છે. આ નાળિયેરીના ફળ એટલે કે નારિયેળ પાણીમાં તરે છે અને પાણીમાં રહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આમ, નાળિયેરના બીજ પાણી દ્વારા ફેલાય છે.

 

78. જોડકા જોડો:-

 

વિભાગ- અ             

વિભાગ -બ

(1) સરગવો             

(A) રોમમય બીજ

(2) ઘાસ                 

(B) પાંખોવાળાં બીજ

(3) સૂર્યમુખી            

(C) હલકા બીજ


જવાબ

(1)__(B)

(2)__(C)

(3)__(A)

 

79. ગાડરિયાનાં બીજ કેવાં હોય છે ?એ કેવી રીતે ફેલાય છે ?

જવાબ:- ગાડરિયાનાં બીજની બહારની સપાટી કાંટાવાળી હોય છે. તેમાં હુક જેવી રચનાને લીધે આ બીજ ચાલતાં પ્રાણીની ચામડી પર ચોંટી જાય છે અને પ્રાણી જ્યાં જાય ત્યાં તે જાય છે. આમ, ગાડરિયાના બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે.

 

80. તફાવત આપો: અલિંગીપ્રજનન અને લિંગી પ્રજનન

અલિંગીપ્રજનન

લિંગી પ્રજનન

(1) એક જ સજીવનાં દૈહિક ભાગ દ્વારા નવા સજીવના સર્જનની ક્રિયાને અલિંગી પ્રજનન કહે છે.

(1) નરજન્યુ  અને માદાજન્યુઓના ફલનની ક્રિયાના અંતે સજીવ ઉત્પન્ન થાય છે. આ સમગ્ર પ્રક્રિયાને લિંગી પ્રજનન કહે છે.

(2) અલિંગી પ્રજનનથી સર્જાતી સંતતિ તેમના પિતૃઓથી સમાન હોય છે.

(2) લિંગી પ્રજનન થી સર્જાતી સંતતિ તેમના પિતૃઓથી ભિન્ન હોય છે.

                  

81. તફાવત આપો : એકલિંગી પુષ્પ અને દ્વીલિંગી પુષ્પ

એકલિંગી પુષ્પ

દ્વિલિંગી પુષ્પ

(1) જે પુષ્પ માત્ર પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પ કહે છે.

(1) જે પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે તેને  દ્વીલિંગી પુષ્પ કહેવાય છે.

(2) મકાઈ, પપૈયા અને કાકડી જેવા વનસ્પતિના પુષ્પો એકલિંગી પુષ્પ દર્શાવે છે.

(2) સરસવ, ગુલાબ, પેટુનિયા, ધતુરો, જાસુદ વગેરે વનસ્પતિ ના પુષ્પો દ્વિલિંગી પુષ્પ દર્શાવે છે.


82. તફાવત આપો : સ્વપરાગનયન અને પરાગનયન

સ્વપરાગનયન

પરપરાગનયન

(1) સ્વપરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસર ના પરાગાસન પર સ્થપાય છે.

(1) પરપરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થપાય છે.

(2) તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજની કક્ષા સાધારણ હોય છે.

(2) તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજની કક્ષા સારી હોય છે.

                

83. શું ગુલાબની કલમ કરી નવો છોડ મેળવી શકાય ? કેવી રીતે ?

જવાબ:- હા. ગુલાબની કલમ કરીને નવો છોડ મેળવી શકાય છે. આ માટે, ગુલાબની કલમ લઈ તેને જમીનમાં દાટો. આ કલમને યોગ્ય પ્રમાણમાં પાણી આપતાં રહો. કલમને યોગ્ય પ્રમાણમાં પાણી, હવા અને સૂર્યપ્રકાશ મળતાં તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે.

 

84. આપણે બટાકામાંથી નવો છોડ ઉગાડી શકીએ ? કેવી રીતે ?

જવાબ:- બટાકાના છોડ વનસ્પતિક પ્રજનન નામની અલિંગી પ્રજનન પદ્ધતિથી મેળવી શકાય છે. બટાકાને ધ્યાનથી જોતાં તેના પર ડાઘા/ ચાઠાં દેખાશે, જેને આંખકહે છે. આ આંખ વનસ્પતિક પ્રજનન કરી નવો છોડ ઉત્પન્ન કરી શકે છે. આથી, બટાકાની આંખ સાથેનો ટુકડો જમીનમાં દાટી દરરોજે તેને યોગ્ય પ્રમાણમાં પાણી આપતાં બટાકાનો નવો છોડ ઉગાડી શકાય છે.

 

85. લીલું શું છે ? તે ક્યાં ક્યાં જોવા મળે છે ?

જવાબ:- તળાવમાં કે લાંબા સમયથી સ્થિર રહેલા પાણીમાં જોવા મળતો લીલો ચીકણો જથ્થો એટલે લીલ. તે બાંધિયાર પાણી હોય તેવા તળાવમાં, ભેજવાળા સ્થાનોએ કે કૂવામાં જોવા મળે છે.

 

86. કારણ આપો : કોઇ તળાવમાં થોડી માત્રામાં જોવા મળતી લીલ થોડા દિવસો બાદ ખૂબ વધુ માત્રામાં જોવા મળે છે.

જવાબ:- લીલો અવખંડન દ્વારા નવી લીલીનું સર્જન કરે છે. થોડી માત્રામાં રહેલી લીલને પણ પૂરતા પ્રમાણમાં પાણી અને પોષણતત્વો મળે ત્યારે તે યોગ્ય પ્રમાણમાં ઉગે છે. લીલમાં અવખંડનને લીધે તેના તંતુઓ કે ટુકડા બે જુદા જુદા તંતુમાં વિભાજન પામે છે. જે નવા સજીવ તરીકે વર્તે છે. નવા તંતુ વિકાસ પામી  પાછા અવખંડન પામી નવા સજીવ બનાવે છે. આમ, સતત ચાલતી રહેતી આ પ્રક્રિયાને લીધે થોડી માત્રામાં જોવા મળતી લીલ થોડા દિવસમાં વધુ માત્રામાં જોવા મળે છે.

 

87. કારણ આપો : કેટલીક વનસ્પતિમાં ખૂબ જ હલકાં હોય છે.

જવાબ:- વનસ્પતિના બીજ પવન, પાણી અને  પ્રાણીઓ દ્વારા વહન પામે છે. પવન દ્વારા વહન પામતાં બીજ વજનમાં ખૂબ જ હલકાં હોય તે ખૂબ જ જરૂરી છે, અન્યથા પવન દ્વારા આવા બીજનું વહન ન થઈ શકે. આથી જ પવન દ્વારા વહન પામતા બીજ ખૂબ જ હલકાં હોય છે.

 

88. તફાવત આપો : સ્ત્રીકેસર અને પુંકેસર

સ્ત્રીકેસર

પુંકેસર

(1) સ્ત્રીકેસર એ પુષ્પોનું માદા પ્રજનન અંગ છે.

(1) પુંકેસર એ પુષ્પનું નર પ્રજનન અંગ છે.

(2) સ્ત્રીકેસર ના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે. અંડકમાં અંડકોષો સર્જાય છે.

(2) પુંકેસર ના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. પરાગરજમાં  નરજન્યુજનક સર્જાય છે.

(3) સ્ત્રીકેસર ત્રણ ભાગનું બનેલું છે.(A) પરાગાસન(B) પરાગવાહિની અને (C) બીજાશય(અંડાશય)

(3) પુંકેસર બે ભાગ ધરાવે છે. (A) પરાગાશય અને (B) તંતુ


89. તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા તે  વર્ણવો.

જવાબ:- લિંગી પ્રજનન એ નરજન્યુઓ અને માદાજન્યુઓના સંયોગ્મન થવાથી થતી ક્રિયા છે. મોટાભાગની વનસ્પતિઓ અને પ્રાણીઓ લિંગી પ્રજનન દર્શાવે છે. લિંગી પ્રજનનથી સર્જાતી સંતતિઓ તેમના પિતૃઓથી ભિન્ન હોય છે. વનસ્પતિમાં લિંગી પ્રજનનના  અંતે બીજનું સર્જન થાય છે જ્યારે પ્રાણીઓમાં પોતાના જેવી દેખાતી સંતતિ સર્જે છે.