1. 'લોનર' નો અર્થ શું થાય?

ઉત્તર : 'લોનર' નો અર્થ એકલો રહેવાવાળો થાય.

 

2. ગૌરવ જાનીએ પોતાનો પ્રવાસ ક્યાંથી શરૂ કર્યો હતો?         

ઉત્તર : (B)

(A) દિલ્લી

(B) મુંબઈ

(C) કાશ્મીર

(D) પૂના

 

3. ગૌરવ જાની કેટલા સમય માટે પ્રવાસે જવાની તૈયારી કરતા હતા?    

ઉત્તર : (C)

(A) 6 મહિના માટે

(B) 4 મહિના માટે

(C) 2 મહિના માટે

(D) 1 મહિના માટે

 

4. ચર્ચા કરો : બે મહિના માટે પ્રવાસે જવું હોય તો કઈ કઈ તૈયારી કરવી પડે છે?

ઉત્તર : વિદ્યાર્થીએ જાતે લખવો.

 

5. મુંબઈથી દિલ્લી સુધી આશરે કેટલા કિમી અંતર થાય?                

ઉત્તર : (C)

(A) 1200 કિમી

(B) 1300 કિમી

(C) 1400 કિમી.

(D) 1600 કિમી

 

6. ગૌરવ જાનીને દિલ્લીમાં મુંબઈ કરતાં કંઈક નવું જોવા મળ્યું.         

ઉત્તર : X

 

7. દિલ્લીના મકાની કેવાં હતાં? 

ઉત્તર : દિલ્લીમાં ઘર સિમેન્ટ, ઈંટ, કાચ અને સ્ટીલથી બનેલાં હતાં.

 

8. ગૌરવ જાનીને શું જોવાની ઉત્સુકતા હતી?

ઉત્તર : ગૌરવ જાનીને લાકડામાંથી બનેલાં ઘર, ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવાની ઉત્સુકતા હતી.

 

9. ગૌરવ જાની દિલ્હીથી બે દિવસની મુસાફરી કરીને ક્યાં પહોંચ્યા?    

ઉત્તર : C

(A) શિમલા

(B) મનાલી

(C) કશ્મીર

(D) શ્રીનગર

 

10. મુંબઈથી કશ્મીર સુધી મુસાફરી કરતાં કયાં કયાં રાજ્યોમાંથી પસાર થવું પડે છે?

ઉત્તર : મુંબઈથી કશ્મીર સુધી મુસાફરી કરતાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાંથી પસાર થવું પડે છે .

 

11. જોડકાં જોડો :

(1) ગુજરાત     

(A) શિમલા           

(2) મહારાષ્ટ્ર   

(B) ચંદીગઢ     

(3) રાજસ્થાન

(C) મુંબઈ        

(4) હરિયાણા      

(D) ગાંધીનગર   

(5) હિમાચલ પ્રદેશ

(E) જયપુર        


જવાબ

1 - D

2 - C

3 - E

4 - B

5 - A

 

12. મનાલી કયા રાજયમાં આવેલું છે?  

ઉત્તર : C

(A) હરિયાણા             

(B) ઉત્તર પ્રદેશ

(C) હિમાચલ પ્રદેશ      

(D) ઉત્તરાખંડ

 

13. મનાલી એક....................પ્રદેશ છે.

ઉત્તર : પડાહી

 

14. મનાલી શા માટે જાણીતું છે?

ઉત્તર : મનાલી હવા ખાવાના સ્થળ તરીકે જાણીતું છે.

 

15. મનાલીમાં લોકો શા માટે આવે છે?

ઉત્તર : મનાલીમાં લોકો હરવા ફરવા અને ટ્રેકિંગ માટે આવે છે.

 

16. મનાલીમાં કેવા પ્રકારનાં મકાનો જોવા મળે છે?

ઉત્તર : મનાલી પહાડી પ્રદેશ હોવાથી અહીં નાં મોટા ભાગનાં મકાનો પહાડી ઢોળાવો પર બંધાયેલાં છે. અહીંનાં મકાનો પથ્થર અને લાકડા નાં બનેલા હોય છે તથા છાપરા ઢાળવાળાં હોય છે.

 

17. તંબુ એ....................ઘર છે.

ઉત્તર : કામચલાઉ

 

18. તંબુ કેવા કેવા પ્રકારના હોય છે?

ઉત્તર : તંબુ નાયલોન, પ્લાસ્ટિક કે તાડપતરીના કાપડના હોય છે.

 

19. તંબુ બાંધવા શું શું જોઈએ?

ઉત્તર : તંબુ બાંધવા લાકડાં , જાડાં દોરડા, ખીલા તથા પ્લાસ્ટિક કે કાપડ જોઈએ.

 

20. તંબુનો ઉપયોગ કોણ કોણ કરે છે?

ઉત્તર : તંબુનો ઉપયોગ વિચરતી જાતિના લોકો અને પ્રવાસીઓ કરે છે.

 

21. તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર દસ જ વસ્તુઓ લઈ જઈ શકાય , તો તેવી દસ વસ્તુઓની યાદી બનાવો.

ઉત્તર : (1) કપડા (2) સ્લિપિંગ બૅગ (3) સ્વેટર (4) ટોર્ચ (5) ખાવાના પેકેટ (6) પાણી (7) મચ્છરદાની (8) બુટ ચંપલ (9) મેરો  (10) નાનો સ્ટવ

 

22. તમે કેવા કેવા પ્રકારના મકાનો જોયા છે?

ઉત્તર : અમે વાંસ ઘાસ , પથ્થર અને માટીથી બનેલાં કાચાં મકાનો, પતરાંનાં છાપરાવાળાં ઝૂંપડાં, ઈંટ, પથ્થર અને સિમેન્ટથી બનેલાં પાકા મકાનોમાં બંગલા અને બહુમાળી મકાનો વગેરે જોયા છે.

 

23. કયા વિસ્તારને ઠંડું રણ કહે છે?    

ઉત્તર : C

(A) મનાલી

(B) કુલુ

(C) લેહ લદાખ

(D) કશ્મીર

 

24. લેહ - લદાખને ઠંડું રણ શા માટે કહે છે?

ઉત્તર : લેહ - લદાખમાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે, અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડાં સપાટ મેદાનો છે, આથી તેને ઠંડું રણ પણ કહે છે.

 

25. લદ્દાખનાં ઘરો કેવાં હતાં?

ઉત્તર : લદાખનાં મોટા ભાગનાં ઘરો બે માળનાં હતાં. ઘકર પથ્થરોનાં બનેલાં હતાં. જે એકની ઉપર એક મૂકેલા હતા. દીવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીંપેલી હતી. ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું. ઉપરના માળે જવા લાકડાનો દાદર હતો. નીચેના માળમાં એક પણ બારી ન હતી. ઉપરના માળમાં બારીઓ હતી તેની ઉપર છાપરું હતું. અહીં છાપરાં સપાટ ધાબા જેવાં હતાં.

 

26. 'જુલે - જુલેનો અર્થ શો થાય?

ઉત્તર : 'સુસ્વાગતમ્ , સુસ્વાગતમ્'

 

27. તાશીના ઘરની દીવાલો શાની બનેલી?      

ઉત્તર : B

(A) ઈંટોની

(B) પથ્થરોની

(C) લાકડાંની

(D) માટીની 


28. લદાખમાં ઘરનો નીચેનો ભાગ શા માટે વપરાતો હતો

ઉત્તર : ઘરનો નીચેનો ભાગ પશુઓ માટે અને જરૂરી વસ્તુઓના સંગ્રહ માટે વપરાતો. જયારે ખૂબ ઠંડી પડે ત્યારે તેનો રહેવા માટે પણ ઉપયોગ થતો હતો.

 

29. ઘરમાં ઉપરના માળે જવા દાદર ............. નો બનેલો હતો.  

ઉત્તર : A

(A) લાકડાં

(B) પથ્થર

(C) ઈટો

(D) આપેલ તમામ

 

30. છાપરાને મજબૂત બનાવવા .................નો ઉપયોગ થતો.  

ઉત્તર : વૃક્ષોના થડ

 

31. છાપરાં પર શું શું સૂકવેલું જોવા મળતું હતું?

ઉત્તર : છાપરાં પર નારંગી, કોળાં, લાલ મરચાં, સોનેરી પીળી મકાઈ, ડાંગરનાં ડૂંડાં, છાણાં વગેરે સૂકવેલું જોવા મળતું હતું.

 

32. લેહ - લદાખમાં છાપરાં ઢાળવાળાં પતરાનાં બનેલાં હતાં. ( કે X )         

ઉત્તર : ×

 

33. લદાખના લોકો માટે ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ કયો હતો?                

ઉત્તર : C

(A) પહેલો માળ

(B) ઉપરનો માળ

(C) છાપરાં

(D) આંગણું

 

34. લદાખનાં બધાં ધરોનાં છાપરાં એકસરખાં સપાટ હતાં. ( કે X )      

ઉત્તર :

 

35. લદાખના લોકો ફળો અને શાકભાજીની સૂકવણી શા માટે કરતા હતા?

ઉત્તર : લદાખના લોકોને શિયાળામાં તાજા ફળો અને શાકભાજી મળતાં નથી. આથી તેઓ ઉનાળામાં શાકભાજી અને ફળોની સુકવણી કરીને રાખે  છે.

 

36. લદાખનાં ઘરોનું ભોયતળિયું......................નું બનેલું હતું.

ઉત્તર : લાકડાં

 

37. તાશી અને તેના પરિવારજનો શિયાળામાં નીચેના માળે શા માટે રહેતા હતા?

ઉત્તર : નીચેના માળે એક પણ બારી ન હતી, બારી ન હોવાને લીધે નીચેનો માળ ફાળો રહેતો હતો. શિયાળાની ઠંડી હવાથી બચી શકાતું હતું આ માટે રાશિ અને તેના પરિવારના લોકો શિયાળામાં નીચેના માળે રહેતા હતા.

 

38. તમારા ઘરનું છાપરું કેવું છે? તે કયાં કામો માટે વપરાય છે ? (નમૂનારૂપ જવાબ)

ઉત્તર : અમારા ઘરનું છાપરું પાકું સિમેન્ટ, કપચી, રેતી અને સળિયાથી બનેલું ધાબું છે. અમારા ધાબાનો ઉપયોગ અમે અનાજ તથા ખાદ્યસામગ્રી સિકવવા, કપડાં સૂકવવા, ઉનાળામાં સૂવા તથા ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે કરીએ છીએ.

 

39. ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈએ છે

ઉત્તર : B

(A) 4000

(B) 5000

(C) 6000

(D) 7000