27. 11 વર્ષની ઉંમરે નારાયણભાઈ કયા આશ્રમમાં રહેતા હતા ? 
ઉત્તર : D
(A) કોચરબ આશ્રમ 
(B) હરિજન આશ્રમ
(C) જૈન આશ્રમ 
(D) સાબરમતી આશ્રમ

28. પહેલાંનાં શૌચાલય કેવાં હતાં ?
ઉત્તર :
પહેલાંનાં શૌચાલયમાં બેઠક નીચે બાસ્કેટ ( ડબ્બા જેવું ) મૂકવામાં આવતું. સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડીને ખાળકૂવા પાસે ખાલી કરવું પડતું હતું.

29. ગાંધીજીના આશ્રમમાં કયું કામ દરેક જણે જાતે કરવું પડતું હતું ?
ઉત્તર :
ગાંધીજીના આશ્રમમાં સંડાસ સાફ કરવાનું કામ દરેક જણે જાતે કરવું પડતું હતું.

30. ગાંધીજીના આશ્રમમાંથી ઘણા લોકો કેમ જતા રહેતા હતા ?
ઉત્તર :
ગાંધીજીના આશ્રમનો નિયમ હતો કે દરેક વ્યક્તિએ શૌચાલયમાંથી બાસ્કેટ ઊંચકીને ખાળકૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું. સામાન્ય રીતે આ કામ તે સમયે એક જ જાતિના લોકો કરતા હતા. વળી, આ કામને ઘણા લોકો ગંદુ કામ માનતા હોવાથી આશ્રમમાં રહેવા આવનાર ઘણા લોકોને આ કામ ગમતું ન હતું. આથી આ કામના ડરથી ઘણા લોકો ગાંધીજ નો આશ્રમ છોડી જતા રહેતા હતાં.

31. વર્ધા શહેર ક્યા રાજ્યમાં આવેલું છે ? 
ઉત્તર : B
(A) ગુજરાત 
(B) મહારાષ્ટ્ર
(C) મધ્યપ્રદેશ 
(D) રાજસ્થાન

32. ગાંધીજી અને તેમના સાથીઓ ગામમાં કર્યું કામ કરવા લાગ્યા ?
ઉત્તર :
ગાંધીજી અને તેમના સાથીઓ ગામમાં શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યાં.

33. નારાયણભાઈને કઈ વાતનો ગુસ્સો આવ્યો હતો ? 
ઉત્તર : વર્ધા પાસેના ગામમાં ગાંધીજી અને તેમના સાથીઓ સફાઈ અભિયાન ચલાવતા હતા. ત્યારે એક દિવસ ગામનો એક માણસ શૌચક્રિયા પતાવી શૌચાલયની બહાર નીકળીને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો. આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે. તમે તેને સાફ કરો. આ જોઈને નારાયણભાઈને ગુસ્સો આવ્યો હતો.

34. ગાંધીજીના મતે..............એ ખૂબ ગંભીર બાબવત છે. 
ઉત્તર : A
(A) અસ્પૃશ્યતા 
(B) ગરીબી
(C) અસ્વચ્છતા 
(D) શૌચક્રિયા

35. ગામલોકો સ્વચ્છતા વિશે શું માનતા હતા ?
ઉત્તર :
સ્વચ્છતા રાખવાનું કામ તથા શૌચાલય સાફ કરવાનું કામ ગાંધીજી અને તેમના સાથીઓનું છે - એવું ગામલોકો માનતા હતા.

36. ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈને આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો ? કેમ ?
ઉત્તર :
ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈને આવતા માણસે મહાદેવભાઈ સાથે ખરાબ વ્યવહાર કર્યો. કારણ કે, તે સમયમાં સફાઈકામ કરવાવાળા લોકોને અસ્પૃશ્ય માનવામાં આવતા હતા.

37. ગાંધીજીના મતે કોઈ કામ શીખવું એ...........છે.
ઉત્તર :
કલા

38. ગાંધીજી કહેતા કે દરેક માણસે દરેક પ્રકારનાં કામ કરવાં જોઈએ . તમે શું માનો છો ?
ઉત્તર :
ગાંધીજીના મતે દરેક માણસે દરેક પ્રકારનાં કામ કરવાં જોઈએ. જો આમ થાય તો આખો સમાજ બદલાઈ જાય. અમીર - ગરીબનો ભેદ જતો રહે. આપણો દેશ સ્વાવલંબી બને.

39. શૌચાલય અને ગટર સાફ કરતાં વ્યકિતઓ સાથે તમે કેવું વર્તન કરશો?
ઉત્તર :
શૌચાલય અને ગટર સાફ કરતાં વ્યક્તિઓ સાથે સારી રીતે વર્તીશું, તેમને માન આપીશું , કારણ કે કોઈ કામ ખરાબ નથી.

40. જગુભાઈ શું કામ કરતા હતા ? 
ઉત્તર : C
(A) શિક્ષકનું 
(B) પશુપાલનનું 
(C) ખેતીનું 
(D) સીવણનું

41. અન્નનો બગાડ અટકાવવા જગુભાઈ શું કરતા હતા ? 
ઉત્તર : ગામમાં કોઈ પણ પ્રસંગમાં જગુભાઈ અચૂક હાજર રહેતા . ભોજન સમયે જો કોઈની થાળીમાં અન્ન બાકી રહ્યું હોય નો તે પ્રેમથી સમજીવીને તે એમને ખવડાવતા . આ રીતે તેઓ અન્નનો બગાડ થતો અટકાવતા .

42. જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે ?
ઉત્તર :
જગુભાઈ પાસેથી આપણે ઘણું શીખવા જેવું છે. જેમ કે, દરેક કામ ચોકસાઈ અને ઝીણવટથી કરવું જોઈએ. અન્નનો બગાડ થતો અટકાવવો જોઈએ. જો આસપાસ કચરો પડેલો દેખાય તો બીજાને કહેવા કરતાં જાતે ઉપાડી લઈને તેને યોગ્ય જગ્યાએ નાખી દેવો જોઈએ, જેથી લોકો જોઈને શીખે.

43. સ્વચ્છતા જીળવવી એ દરેકની જવાબદારી છે.(√ કે X )
ઉત્તર :

44. તમારી શાળાની સફાઈ કોણ કરે છે ? તેઓ શાની - શાની સફાઈ કરે છે ? 
ઉત્તર :
અમારી શાળાની સફાઈ શાળા દ્વારા રાખવામાં આવેલ સફાઈ કર્મચારી ભાઈઓ - બહેનો કરે છે , તેઓ શાળાના બધા ઓરડા, ગેલેરી, પાટલીઓ, મેદાન, સંડાસ - બાથરૂમ વગેરે સાફ કરે છે .

45. શાળામાં તમે સફાઈ કામ કરતા લોકોને કેવી રીતે મદદ કરશો ?
ઉત્તર :
અમે અમારી પેન્સિલનો કચરો કચરાટોપલીમાં જ નાખીશું, નોટબુકમાંથી જો પાનું ફાડ્યું હોય તો પણ કચરાપેટીમાં જ નાખીશું. રિસેસમાં નાસ્તો કરતી વખતે જો કંઈ ઢોળાયું હોય તો તે ભેગું કરીને કચરાપેટીમાં નાખીશું. આ રીતે અમે સફાઈ કરતા લોકોને મદદ કરીશું.

46. શું છોકરાઓ અને છોકરીઓ , પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતાં કામ સરખાં છે ?
ઉત્તર :
ના, છોકરાઓ અને છોકરીઓને કરવાનાં કામો અલગ - અલગ છે, પણ અત્યારના જમાનામાં દરેક પ્રકારનાં કામ દરેક કરે છે. તેમાં સ્ત્રી પુરુષનો કોઈ ભેદભાવ નથી. 

47. કામની વહેંચણીમાં તમે કોઈ બદલાવ લાવવા માગો છો ? કેવા પ્રકારનો ? 
ઉત્તર :
હા , કામની વહેંચણીમાં દરેક વ્યકિતને તેમની ક્ષમતા અને કુશળતા અનુસારનું કામ મળે તેવું હું ઇચ્છું છું, તેમાં સ્ત્રી કે પુરુષનો ભેદ ન હોવો જોઈએ.