1. પેટ્રોલ પંપ પર ખનીજતેલ બચાવવાના પોસ્ટરો શા માટે લખેલા હશે?

ઉત્તર : પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટેના પોસ્ટરો લખેલા જોવા મળે છેકારણ કે આ બધું ખનીજ તેલમાંથી મળે છે અને ખનિજ તેલનો જથ્થો પૃથ્વી પર મર્યાદિત છે. માટે લોકોમાં જાગૃતિ લાવવા આવા પોસ્ટર લગાવવામાં આવે છે.

 

2. ખનીજતેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે?

ઉત્તર : ખનીજ તેલ સિવાય જમીનમાંથી કુદરતી વાયુ ઉપરાંત કોલસો અને બીજા ખનીજો જેવા કે લોખંડતાંબુ,જસતબોકસાઈટસોનુચાંદી વગેરે મળી આવે છે.

 

3. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત................છે.

ઉત્તર : સૂર્ય

 

4. ઊર્જાના સ્ત્રોતના પ્રકાર કેટલા છેકયા કયા?

ઉત્તર : ઊર્જાના સ્ત્રોતના બે પ્રકાર છે:    (1) ખોટી ન જાય તેવા (નવીનીકરણીય) ઊર્જા સ્ત્રોત  

                                                           (2) ખૂટી જાય તેવા  (અનવીનીકરણીય) ઊર્જા સ્ત્રોત.

 

5. નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત માં કોનો કોનો સમાવેશ થાય છે?

ઉત્તર : નવીનીકરણીય ઊર્જા સ્ત્રોત માં સૌર ઊર્જાપવન ઊર્જાજળઊર્જા વગેરેનો સમાવેશ થાય છે.

 

6. અનવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો કયા કયા છે?

ઉત્તર : પેટ્રોલિયમકોલસોકુદરતી ગેસ,યુરેનિયમ વગેરે અનવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો છે.

 


7. નીચેનામાંથી કયો અનવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે?                                                                   ઉત્તર : (C)

A. પવન ઊર્જા          B. જૈવ ઊર્જા           C. કુદરતી ગેસ                 D. સૌર ઊર્જા

 

8. યુરેનિયમ એ.....................ઊર્જા સ્ત્રોત છે.

ઉત્તર :  અનવીનીકરણીય

 

9. બાયોગેસ એ અનવીનીકરણીય ઊર્જા સ્રોત છે.                                              ઉત્તર : ×

 

10. પેટ્રોલિયમકોલસો વગેરેને આ નવીનીકરણીય ઊર્જા સ્રોત કહે છે. શા માટે?

ઉત્તર :  પેટ્રોલિયમકોલસો વગેરેને અને નવીનીકરણીય ઊર્જા સ્ત્રોત કહે છેકારણ કે આ બધાં ઇંધણ એક વાર વપરાઈ ગયા પછી ફરી તેનો કોઈ ઉપયોગ કરી શકાતો નથી.

 

11. આપેલો જા સ્ત્રોતનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો:

( સૂર્યપવનપેટ્રોલડીઝલ, CNG, બાયોગેસકેરોસીનકોલસો)

ઉત્તર : નવીનીકરણીય ઊર્જા સ્ત્રોત : સૂર્યપવન,CNG, બાયોગેસ

          અનવીનીકરણીય ઊર્જા સ્રોત : પેટ્રોલડીઝલ,કેરોસીનકોલસો

 

12. પેટ્રોલ,ડીઝલકોલસો વગેરેનો ઉપયોગ શા માટે ઘટાડવો જોઇએ?

ઉત્તર : પેટ્રોલ,ડીઝલકોલસો વગેરેનો ઉપયોગ નીચેના કારણોને લીધે  ઘટાડવો જોઈએ :

(1) આ ઉર્જા સ્ત્રોત એક વાર ઉપયોગ કર્યા પછી તેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી.

(2) આ સ્ત્રોતોનો જથ્થો ભારત અને વિશ્વમાં ખૂબ જ મર્યાદિત છે.

(3) આ સ્ત્રોતો એકવાર ખતમ થઇ જશે પછી તેને બનતા હજારો લાખો વર્ષ લાગશે.

(4) તેમના ઉપયોગના કારણે હવાનું પ્રદૂષણ વધતું જાય છે.

(5) પૃથ્વી પરનું તાપમાન સતત વધતું જાય છે. પૃથ્વી પર ગ્રીનહાઉસ ઇફેક્ટ જોવા મળે છે.

(6) એસિડ વર્ષા જેવી હોનારત પણ થાય છે.

 

13. પેટ્રોલ અને ડીઝલ વાળા વાહનોનો ઉપયોગ ઘટાડવા કયા પગલાં લઈ શકાય.

ઉત્તર : પેટ્રોલ અને ડીઝલ વાળા વાહનોનો ઉપયોગ ઘટાડવા નીચે મુજબ પગલાં લઈ શકાય:

(1) પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવા કે બસ ટ્રેન વગેરેનો વધુ ઉપયોગ કરવો.

(2)  ટૂંકા અંતરની મુસાફરી માટે ચાલતા જવાનો કે સાઇકલ પર જવાનો આગ્રહ રાખો.

(3) વાહનો દ્વારા બિનજરૂરી આવન-જાવન ટાળવી.

(4)ટ્રાફિક સિગ્નલ અને રેલવે ક્રોસિંગ બંધ હોય ત્યારે ત્યાં વાહન બંધ રાખી ઊભા રહેવું.

(5) સૌર ઊર્જાપવન ઊર્જાજળ ઉર્જા વગેરે થી ચાલતા સાધનો નો ઉપયોગ વધારવો અને તેનાથી ચાલતા સાધનોની શોધ કરવી.

(6) શાળા કે ઓફિસે જવા માટે જો પ્રાઇવેટ કાર વાપરતા હોઈએ તો મિત્રો અને કર્મચારીઓ સાથે ભાગીદારી કરી એક જવાન દ્વારા બધા જઈ શકાય.

 

14. જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે?

ઉત્તર : જો વાહનોની સંખ્યા વધતી જશે તો :

(1) રસ્તા ઉપર ટ્રાફિક વધી જશે.

(2) અકસ્માતની સંખ્યા વધી જશે.

(3) પેટ્રોલડીઝલની અછત સર્જાશે તેથી તેના ભાવો સતત વધતા જશે.

(4) વાતાવરણમાં હવા અને અવાજનું પ્રદૂષણ વધશે એટલે આંખગળાનાકાનનાક અને ફેફસાંના રોગો વધશે.

(5) ગ્રીન હાઉસ ઇફેક્ટ વધતી જશે.

(6) એસિડ વર્ષા જેવા દુષ્પરિણામો ભોગવવા પડશે.

 

15. બધા લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ શા માટે કરતા નથી?

ઉત્તર : બધા લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ નથી કરતા કારણ કે બસમાં ખૂબ ભીડ હોય છે ઉપરાંત બજારમાં પોતાની સુવિધા અનુસાર આસન પર એક જગ્યાએ પહોંચી શકાતું નથી. બધો સામાન લઈને બસમાં મુસાફરી કરવું મુશ્કેલીભર્યું બને છે.

 

16. વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવશો.

ઉત્તર :  વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટે આ ઉપાયો કરી શકાય :

(1) સરકારી વાહનોની સુવિધા વધારવી

(2) રસ્તાઓ મોટા પહોળા બનાવવા

(3) ટ્રાફિકના નિયમોની સમજ વધારવી તથા તેનું યોગ્ય પાલન થાય તેનું ધ્યાન રાખવું.

 

17. ટ્રાફીક સિગ્નલની લાઈટ પર ઊભા રહેતા વાહનો એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા કયા ફાયદા થાય છે?

ઉત્તર : સિગ્નલની લાઈટ પર ઊભા રહેતા વાહનો એન્જિન બંધ કરીએ તો ઇંધણની (પેટ્રોલ) બચત થાય છે અને એટલા સમય પૂરતું પ્રદૂષણ થતું અટકાવી શકીએ છીએ.

 

18. પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં એક સરખો હોય છે.                                                                          ઉત્તર : ×

 

19.  પેટ્રોલ-ડીઝલના ભાવ 2014માં હતો તેટલો જ અત્યારે હોય.                                                        ઉત્તર : ×

 

20.  પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે?

ઉત્તર : વાહનોના ઉપયોગ વધતા પેટ્રોલ અને ડીઝલની માંગ (જરૂરિયાત) વધે છે પણ તેની સામે તેનું ઉત્પાદન અને જથ્થો મર્યાદિત છેઆથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે.

 

21. ડ્રાય ક્લિનિંગ માટે...............નો ઉપયોગ થાય છે.

ઉત્તર : પેટ્રોલ

 

22. ફાનસમાં................નો ઉપયોગ થાય છે.                                                                                   ઉત્તર : (D)

A. ડીઝલ               B. પેટ્રોલ               C. ગૅસ                         D. કેરોસીન

 

23. જનરેટર શેનાથી ચાલે છે                                                                                                      ઉત્તર : (A)

A. ડીઝલ               B. પેટ્રોલ               C. ગૅસ                         D. કેરોસીન

 

24. વિમાનમાં ક્યું ઈંધણ વપરાય છે?                                                                                       ઉત્તર : (B)

A. પેટ્રોલ               B. ગેસોલીન            C.ગેસ                  D. ડીઝલ

 

25. ડીઝલથી ચાલતાં બે વાહનોનાં નામ જણાવો.

ઉત્તર : ટેકટર ખટારો

 

26. ફકત પેટ્રોલથી ચાલતાં હોય તેવાં બે સાધનો ( વાહનો ) જણાવો .

ઉત્તર : સ્કૂટર મોટર સાઇકલ (બાઇક )

 

27. ઇંધણ ક્યાં ઉપયોગી છે?

ઉત્તર : વાહનવ્યવહારમાં ઇંધણનો મોટા પાયે ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઉદ્યોગોમાં પણ શક્તિના સ્રોત તરીકે ઈધણ વર્ષરાય છે. રસોઇ બનાવવા માટે પણ ઈંધણ જરૂરી છે . પ્રકાશ ફેલાવવા માટે તેમજ રંગ - રસાયણો અને પ્લાસ્ટિક બનાવવા પણ ઈંધણ જરૂરી છે.

 

28. ઇંધણ બચાવવાના ઉપાયો સૂચવો.

ઉત્તર : ઈધણ બચાવવાના ઉપાયો આ મુજબ છે : ઈંધણથી ચાલતાં વાહનોની જગ્યાએ શક્ય હોય તો સાઈકલનો ઉપયોગ કરવો. વ્યક્તિગત વાહનોની જગ્યાએ જાહેર પરિવહન સુવિધાનો વધુ ઉપયોગ કરવો . રેલવે ક્રોસિંગ કે સિગ્નલ બંધ હોય ત્યારે વાહનનું એન્જિન બંધ કરી દેવું . સૌર ઊર્જાનો વધુને વધુ ઉપયોગ કરવો . સૂર્ય ઊર્જા આધારિત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ .

 

29. લીલો લાકડાંને સળગાવતાં ધુમાડો વધારે થાય છે.                                                                       ઉત્તર : 

 

30. ચૂલા કે સગડીમાં ઈંધણ તરીકે કઈ કઈ વસ્તુઓ વપરાય છે?

ઉત્તર : ચૂલા કે સગડીમાં ઈંધણ તરીકે લાકડાં છાણાં કોલસો સુકાં પાંદડાં વગેરે વપરાય છે .

 

31. કારણ આપો : ગામડામાં રહેતા ઘણા લોકો છાણાંનો ઈંધણ તરીકે ઉપયોગ કરે છે .

ઉત્તર : ગામડામાં લોકો ખેતીની સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ કરતા હોય છે . આથી ગાય - ભેંસનું છાણ સરળતાથી ઉપલબ્ધ હોવાથી ગામડામાં થવા લોકો તેનો રસોઈ બનાવવામાં ઈંધણ તરીકે ઉપયોગ કરે છે .

 

32. લાકડાં અથવા છાણાંથી ચૂલાથી રસોઈ કરનાર વ્યક્તિને કઈ કઈ તકલીફ પડે છે ?

ઉત્તર : લાકડા અથવા છાણાંથી રસોઈ કરનાર વ્યક્તિને તેમાંથી નીકળતા ધુમાડાને કારણે આંખોમાં બળતરા ખાંસી માથાનો દુ:ખાવો તથા ફેફસાને લગતી કોઈ બીમારી થઈ શકે છે. વળી તેમાં રસોઈ બનવામાં સમય પણ વધુ જાય છે.

 

33. પહેલાં આપણા દેશમાં......................જેટલા લોકો છાણાં લાકડાનો રસોઈ માટે ઉપયોગ કરતા હતા .

ઉત્તર : બે તૃતીયાંશ

 

34. કારણ આપો :  કેટલાંક લોકો રસોઈ બનાવવા લાકડાં છાણાંનો વધુ ઉપયોગ કરે છે .

ઉત્તર : ગરીબ લોકો ઈંધણ પાછળ પૈસા ન ખર્ચાય તે માટે આજુબાજુમાંથી લાકડાં વીણી લાવે છે તેમજ છાણાં પણ જાતે બનાવે છે . આમ લાકડાં અને છાણાં માટે તેઓને કોઈ કિંમત ચૂકવવી પડતી નથી . તેથી તેઓ લાકડાં છાણાંનો વધુ ઉપયોગ કરે છે .

 

35. પહેલાંના લોકો લાકડાંનો ક્યા - કયા કામ માટે ઉપયોગ કરતા હતા?

ઉત્તર : પહેલાંના લોકો લાકડાંનો ઉપયોગ રસોઈ કરવા ગરમી મેળવવા પાણી ગરમ કરવા અને પ્રકાશ મેળવવા માટે પણ કરતા હતા .

 

36. હવે પછીનાં વર્ષોમાં ક્યા બળતણનો ઉપયોગ વધશે અને ક્યા બળતણનો ઉપયોગ ઘટશે?

ઉત્તર : હવે પછીનાં વર્ષોમાં એલ.પી.જી. સૌરઊર્જાબાયોગેસનો ઉપયોગ વપશે અને છાણાં લાકડાં કેરોસીન વગેરેનો ઉપયોગ ઘટશે .

 

37. 'ઉજ્જવલા યોજના વિશે જણાવો.

ઉત્તર : "પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના" PMUV ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ.સ. 2016 માં કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલયના સૌજન્યથી શરૂ કરવામાં આવી છે . આ યોજના હેઠળ બી.પી.એલ. પરિવારોને રાંધણ ગેસનું મફત કનેકશન આપવામાં આવે છે . આમ કરવાથી કરોડો સ્ત્રીઓ ચૂલાને લીધે ઉત્પન્ન થતા ધુમાડાથી બચી શકશે .

 

38. અત્યારે રસોઈ કરવા માટે.................નો ઉપયોગ વધુ થાય છે.

ઉત્તર : LPG ( ગૅસ)