1. બસમાંથી રસ્તા પર જતા કયા કયા વાહનો જોવા મળે છે?

ઉત્તર : બસમાંથી રસ્તા પર જતા સાઈકલ, રીક્ષા, બસ, પેડલ રીક્ષા, સ્કૂટર, કાર, બાઈક, ટ્રક વગેરે સાધનો જોવા મળે છે.

 

2. હાઈવ પર નીચેના પૈકી કયા સાધનો ની સંખ્યા ઓછી દેખાતી હોય છે?                  ઉત્તર :  (D)

A. કાર                         B.રીક્ષા                         C. સ્ફૂટર                       D. સાઇકલ

 

3. રસ્તા પરના સિગ્નલ પર................લાઈટ થતા ડ્રાઈવર બસ ઉભી રાખે છે.

ઉત્તર :   લાલ

 

4. જ્યારે વધુ વાહનોની સતત અવર જવર થાય ત્યારે શું થાય છે?

ઉત્તર :  જ્યારે વધુ વાહનોની સતત અવર જવર થાય ત્યારે વાહનોના હોર્નના અવાજનો ઘોંઘાટ અને ધુમાડો નીકળે છે. જેને કારણે હવા અને અવાજનું પ્રદૂષણ થાય છે.

 

5. ક્યા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે?

ઉત્તર : સ્કૂટર, બાઈક, રીક્ષા, કાર, બસ, ખટારો, ટ્રેન વગેરે વાહનોમાં પેટ્રોલ-ડીઝલ બળતણ તરીકે જોઈશે.

 

6. કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે?

ઉત્તર : હાથલારી, પેડલ રીક્ષા, સાઈકલ, બળદગાડુ, ઊંટગાડી વગેરે પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે.

 

7. નીચેનામાંથી કયું વાહન પેટ્રોલથી નથી ચાલતું?                                                                                       ઉત્તર : (B)

A. કાર                         B. સાઇકલ             C. સ્કૂટર               D. બાઈક

 

8. શેના થી ચાલતી રીક્ષાઓ ઓછું પ્રદુષણ કરે છે?                                           ઉત્તર : (A)

A. C.N.G.              B. પેટ્રોલ               C. કેરોસીન             D.ડીઝલ

 

9. અવાજના પ્રદૂષણને કારણે કયા કયા રોગો થાય છે?

ઉત્તર : અવાજના પ્રદૂષણને કારણે બહેરાશ, માથાનો દુખાવો, અનિંદ્રા, હાઈ બ્લડપ્રેશર વગેરે જેવા રોગો થાય છે.

 

10. હવાના પ્રદૂષણને કારણે શું થાય છે?

ઉત્તર : હવાના પ્રદૂષણને કારણે આંખ, નાક, ગળા અને ફેફસાના રોગો જેવા કે શરદી, ખાંસી, દમ વગેરે થાય છે.

 

11. વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી કેવી મુશ્કેલીઓ થાય છે?

ઉત્તર : ભાનુમતિ આવતા ધુમાડાથી આંખોમાં બળતરા, ખાલી ચડવી, ખાંસી ચડવી, શ્વાસ ચડવો, ગળામાં દુખાવો થવો વગેરે જેવી મુશ્કેલીઓ થાય છે.

 

12. વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ?

ઉત્તર : વાહનોના ઘોંઘાટથી કાન અને માથામાં દુખાવો જેવી મુશ્કેલીઓ અનુભવાય છે.

 

13. વાહનોને ઝડપથી હંકારવા થી આપણે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?

ઉત્તર : વાહનોને ઝડપથી હંકારવાથી અકસ્માત થવાની સંભાવના વધુ રહે છે. આ સાથે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થવાને કારણે સમસ્યાઓ વગેરે જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

 

14. પેટ્રોલ પંપ પર કેવા કેવા પોસ્ટરો હતા?

ઉત્તર :  પેટ્રોલ પંપ પર "પેટ્રોલ ડીઝલ કાયમ માટે રહેશે નહીં, તમારા બાળકો માટે તેલ બચાવો", "દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો", " જ્યારે તમે કાર ઉભી રાખી ત્યારે એન્જિન બંધ કરો." "ઈંધણ બચાવો" જેવા પોસ્ટરો હતા.

 

15. પેટ્રોલ, ડીઝલ વગેરે................માંથી મળે છે.

ઉત્તર : ખનીજ તેલ

 

16. ખનીજતેલ પ્રાકૃતિક રીતે બને છે.                                                            ઉત્તર :

 

17. ખનીજ તેલ નું નિર્માણ કેવી રીતે થયું છે, તે લખો.

ઉત્તર : ઘણા બધા સજીવો સમુદ્ર તળીયે મૃત અવસ્થામાં દટાઈ ગયા. તેના પર માટી અને કાંપના સ્તર એક પછી એક ઢાંકતા  ગયા. આથી લાખો વર્ષના અંતે આ અવશેષો પ્રચંડ ગરમી અને દબાણના કારણે ખનિજતેલ માં રૂપાંતર પામ્યા.

 

18. ખનીજતેલના નિર્માણમાં બહુ સમય લાગતો નથી.                                        ઉત્તર : ×

 

19. નીચેના માટે ભારતના કયા રાજ્ય માંથી ખનીજ તેલ મળે છે.                                                                                             ઉત્તર : (C)

A. રાજસ્થાન            B. મેઘાલય             C. મહારાષ્ટ્ર                    D. દિલ્હી

 

20. ભારતના ક્યાં ક્યાં રાજ્યોમાંથી ખનિજતેલ મળે છે?

ઉત્તર : ભારતના અસમ, ગુજરાત , મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાંથી ખનિજતેલ મળે છે.

 

21. ખનીજતેલ પૃથ્વીના પેટાળમાંથી બધા જ દેશો માંથી મળે છે.                                                                                               ઉત્તર : ×

 

22. ખનીજતેલ પૃથ્વીના પેટાળમાંથી કેવી રીતે મેળવાય છે?

ઉત્તર : પૃથ્વીના પેટાળમાં ઓઇલ ક્યાં છે તે શોધવા વૈજ્ઞાનિકો ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે. પછી પાઈપો અને યંત્રો દ્વારા ખનીજતેલ ખેંચવામાં આવે છે.

 

23. યંત્રો દ્વારા પાઇપમાંથી મેળવેલું ખનીજતેલ કેવું હોય છે?

ઉત્તર : યંત્રો દ્વારા પાઇપમાંથી મેળવેલો ખનીજતેલ ગંધવાળું, જાડુ અને કાળા રંગનું પ્રવાહી હોય છે.

 

24. ખનીજ તેલ.............રંગનું પ્રવાહી છે.

ઉત્તર : કાળા

 

25. ...................માં ખનીજ તેલમાંથી વિવિધ પદાર્થો છૂટા પાડવામાં આવે છે.

ઉત્તર : રિફાઇનરી

 

26. પેટ્રોલિયમને રિફાઇન્ડ કરીને તેમાંથી શું શું અલગ પાડવામાં આવે છે.

ઉત્તર : પેટ્રોલિયમને રિફાઇન્ડ કરીને તેમાંથી કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને વિમાન માટે (ગેસોલિન) ઇંધણ મેળવવામાં આવે છે. ઉપરાંત તેમાંથી LPG, ડામર (કોલટાર),ગ્રિઝ વગેરે પણ મેળવવામાં આવે છે.

 

27. પેટ્રોલિયમ માંથી નીચેનામાંથી શું નથી મળતું?                                     ઉત્તર : (C)        A. પેટ્રોલ               B. ડીઝલ               C. બાયોગેસ            D. કેરોસીન

 

28. ગુજરાતમાં કયા કયા સ્થળે ખનીજતેલ રિફાઇનરી આવેલી છે?

ઉત્તર :  ગુજરાતમાં વડોદરા અને જામનગર ખાતે ખનીજતેલ રિફાઇનરી આવેલી છે.

 

29. પેટ્રોલિયમ ક્યાં ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે?   

ઉત્તર : પેટ્રોલિયમ પ્લાસ્ટિક, રંગ-રસાયણ, દવાઓ, ફર્ટિલાઇઝર, કૃત્રિમ સુગંધ વગેરે ઉદ્યોગ માટેનો કાચો માલ પૂરો પાડે છે.

 

30. આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ? શા માટે?

ઉત્તર : પેટ્રોલ અને ડીઝલની ખનીજ તેલમાંથી મળે છે.આ ખનિજતેલનો જથ્થો મર્યાદિત છે  વળી ખનીજતેલ પ્રાકૃતિક રીતે જ બને છે, જેને ઘણા વર્ષો લાગતાં હોવાથી તે તૂટી જશે તો ફરીથી બનાવી શકાય નહીં. આથી જ આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.