1. ગુપ્ત વંશ ની સ્થાપના ક્યારે થઈ હતી?
ઉત્તર- ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્તવંશની સ્થાપના થઇ.

2............. યુગને ભારતનો ' સુવર્ણયુગ' કહેવામાં આવે છે.
ઉત્તર - ગુપ્ત

૩. સુવર્ણયુગ એટલે શું?
ઉત્તર - સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ આબાદી સૂચવતો સમયગાળો.

4. ગુપ્ત વંશ નો સ્થાપક કોણ હતો?
ઉત્તર : ચંદ્રગુપ્ત પહેલો

A. શ્રીગુપ્ત     B. ચંદ્રગુપ્ત પહેલો              C.સમુદ્રગુપ્ત            D. ચંદ્રગુપ્ત

5. શ્રીગુપ્ત ના પુત્ર નું નામ ઘટોત્કચ હતું.
ઉત્તર :

6. મને ઓળખો. હું ઘટોત્કચ ગુપ્ત ના અનુયાયી તરીકે ઈ.સ 319 માં પાટલીપુત્ર ની ગાદીએ બેઠો.
ઉત્તર - ચંદ્રગુપ્ત પ્રથમ

7. ચંદ્રગુપ્ત પ્રથમ ના લગ્ન કોની સાથે થયા હતા?
ઉત્તર - ચંદ્રગુપ્ત પ્રથમ ના લગ્ન શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે થયા હતા.

8. ચંદ્રગુપ્ત પ્રથમે............ અને___જીતી લઈ મગધ નો વિસ્તાર કર્યો હતો.
ઉત્તર - પ્રયાગરાજ અને સાકેત

9. ગુપ્ત સવંત ની શરૂઆત કોણે કરાવી હતી?
ઉત્તર - ચંદ્રગુપ્ત પ્રથમ

10. સૌરાષ્ટ્રના વલભી રાજ્યના શાસકોએ પણ ગુપ્ત સંવત નો સ્વીકાર કર્યો હતો.
ઉત્તર -  

11. ગુપ્ત સવંત ના આરંભના કારણે હિંદને શો ફાયદો થયો?
ઉત્તર - ગુપ્ત સવંત ના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાર્યક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની.

12. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પુત્ર...................ગાદીએ આવ્યો.
ઉત્તર - સમુદ્રગુપ્ત

13. મને ઓળખો. હું ગુપ્ત રાજા છું.મારા વિશેની માહિતી પ્રયાગરાજ ના સ્તંભ લેખ પરથી મળે છે.
ઉત્તર - સમુદ્રગુપ્ત

14. અલાહાબાદના સ્તંભલેખ ની પ્રશસ્તિ રાજકવિ  હરીષેણે રચેલી છે.
ઉત્તર -

15. રાજકવિ હરિષેણે પ્રયાગ - પ્રશસ્તિ માં શાનુંવર્ણન કર્યું છે?
ઉત્તર- રાજકવિ હરિષેણે પ્રયાગ - પ્રશસ્તિમા સમ્રાટ સમુદ્રગુપ્ત નાં દિગ્વિજયો અને સાંસ્કૃતિકસિદ્ધિઓનું વર્ણન છે.

16. સમ્રાટ સમુદ્રગુપ્ત મહાન વિજેતા હતો, કારણ કે......
ઉત્તર - સમ્રાટ સમુદ્રગુપ્તે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજયો થી માંડી અફઘાનિસ્તાનના કુશણ સુધીના રાજ્યો જીત્યા હતા. દક્ષિણમાં લગભગ ૧૨ જેટલા રાજાઓને હરાવ્યા હતા .તેણે તે રાજ્યોને ખાલસા કરવાને બદલે તેમને ખંડિયા રાજા તરીકે ડહાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. આમ, સમ્રાટ સમુદ્રગુપ્ત મહાન વિજેતા હતો.

17. સમૃદ્ધગુપ્ત ના સમયમાં રાજ્યનો વહીવટ ચલાવવા............અને.................ની નિમણૂક કરવામાં આવતી હતી.
ઉત્તર : સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો - વિક્રમાદિત્ય

18. ગુપ્તવંશના કયા રાજાએ કવિરાજ નું બિરુદ મેળવ્યું હતું?
ઉત્તર - સમૃદ્ધગુપ્ત

19. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે?
ઉત્તર- સમૃદ્ધગુપ્ત

20. કયા રાજાએ પોતાના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રય બંધાવ્યા હતા?
ઉત્તર - ગુપ્તસમ્રાટ સમૃદ્ધગુપ્તે પોતાના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રય બંધાવ્યા હતા.

21. મને ઓળખો: હું ગુપ્ત સમ્રાટ છું. મેં અશ્વમેધ યજ્ઞ કરવ્યો હતો.
ઉત્તર - સમુદ્રગુપ્ત

22. સમુદ્રગુપ્તે કયા ધર્મને ઉત્તેજન આપ્યું હતું?
ઉત્તર - હિંદુ

23. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક સમ્રાટ એટલે સમૃદ્ધ ગુપ્ત.  
ઉત્તર -

24. સમુદ્રગુપ્ત નો અવસાન ઈ. સ............... માં થયું હતું.
ઉત્તર - 375

25. સમુદ્રગુપ્તના સ્થાને કોણ ગાદી પર અવ્યો?
ઉત્તર - ચંદ્રગુપ્ત બીજો

26. મને ઓળખો: હું ગુપ્ત વંશનો સૌથી પ્રભાશાળી શાસક છું.
ઉત્તર - ચંદ્રગુપ્ત બીજો

27. ચંદ્રગુપ્ત બીજાના રાજ્યની સરહદો.............રાજ્યને અડકીને આવેલી હતી.
ઉત્તર - શક

28. ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતના કયા વંશના રાજ્યને હરાવ્યું હતું?
ઉત્તર - ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતના શક - ક્ષત્રપ વંશ ના રાજ્ય ને હરાવ્યું હતું.

29. ચંદ્રગુપ્ત બીજાએ ' શકારી' બિરુદ કેવી રીતે ધારણ કર્યું હતું?
ઉત્તર-  ચંદ્રગુપ્ત બીજાના સામ્રાજ્ય ની સરહદો શક રાજ્યને અટકીને આવી હતી. તેણે ગુજરાત પર હુમલો કરી  શક - ક્ષત્રપ  વંશના રાજ્ય નો અંત આણ્યો.આ વિજયની યાદમાં તેને 'શકારી' બિરુદ ધારણ કર્યું અને તે વિક્રમાદિત્ય કહેવાયો.

30. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં શક- ક્ષત્રપો કેટલા વર્ષથી પગદંડો જમાવીને બેઠા હતા?
ઉત્તર - 300

31. ભૃગુકચ્છ હાલ કયા નામે ઓળખાય છે?
ઉત્તર - ભરૂચ

 32. ખંભાત ગુપ્ત શાસન દરમિયાન કયા નામે ઓળખાતું?
ઉત્તર - ખંભાત ગુપ્ત શાસન દરમિયાન સ્તંભતીર્થ ના નામે ઓળખાતું.

33. વિક્રમાદિત્યે ગુજરાતના કયા પ્રદેશો જીતી લીધા હતા?
ઉત્તર - વિક્રમાદિત્યે ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો,  ભૃગુકચ્છ  (ભરૂચ) અને સ્તંભતીર્થ (ખંભાત)ના ધીકતા બંદરો જીતી લીધા હતા.

34. ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિ ના માલિક બન્યા, કારણકે...
ઉત્તર - ચંદ્રગુપ્ત બીજાએ વારસામાં મળેલ ગુપ્ત સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. શક - ક્ષત્રપો ને હાંકી કાઢવા શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધ્યા ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ભૃગુકચ્છ અને સ્તંભતીર્થના ધીકતા બંદરો જીતી લીધા, પરિણામે રાજ્યનો દરિયાઇ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા.

35. મને ઓળખો: હું ચીની યાત્રાળુ છું. મેં ચંદ્રગુપ્ત દ્વિતીય ના સમયના વહીવટ અને સમૃદ્ધિ વિશે ઉલ્લેખ કરેલ છે.
ઉત્તર - ફાહિયાન

36. ચંદ્રગુપ્ત બીજો અન્ય ધર્મો પ્રત્યે આદરભાવ ધરાવતો હતો તે શા પરથી કહી શકાય?
ઉત્તર - ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવધર્મી હતો તમારામાં પરંતુ તેના સેનાપતિ  આમ્રકારદેવ બૌદ્ધધર્મી અને રાજ્યમંત્રી વરસેન શૈવધર્મી હતા. તેમના સમયમાં રાજધાની પાટલીપુત્ર માં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. આ પરથી કહી શકાય કે ચંદ્રગુપ્ત બીજો અન્ય ધર્મ પ્રત્યે આદરભાવ ધરાવતો હતો.

37. કયા સમ્રાટ ના સમયમાં ગુપ્તયુગ ' સુવર્ણયુગ' તરીકે ઓળખાયો?
ઉત્તર - સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા નાં સમયમાં ગુપ્તયુગ ' સુવર્ણયુગ' તરીકે ઓળખાયો.

38.મને ઓળખો: હું વિક્રમાદિત્ય નો રાજકવિ હતો.
ઉત્તર - કાલિદાસ

39. ધન્વંતરિ સંસ્કૃત ભાષાના મહાન લેખક અને કવિ હતા.
ઉત્તર -
×

40. વિક્રમાદિત્ય ના રાજવૈદ્ય કોણ હતા?
ઉત્તર - ધન્વંતરિ

41.મને ઓળખો : મેં વિક્રમાદિત્યના સમયમાં અમરકોષ ની રચના કરી હતી.
ઉત્તર - અમરસિંહ

42. વિક્રમાદિત્ય નો રાજ દરબાર કયા રત્નોથી શોધતો હતો?
ઉત્તર - વિક્રમાદિત્ય નું રાજ દરબાર સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખક કાલિદાસ,  રાજવૈદ્ય ધન્વંતરી ,વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલભટ્ટ અને અમરસિંહ જેવા રત્નોથી શોધતો હતો.

43. અજંતાનાં ઘણા કલામંડપો કયા ગુપ્ત શાસકના સમયમાં તૈયાર થયા હતા?
ઉત્તર - અજંતાના ઘણા કલામંડપો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનાં સમયમાં તૈયાર થયા હતા.

44.  સમ્રાટ વિક્રમાદિત્યનાં સમયમાં દિલ્લી પાસેનો............લોહસ્તંભ સ્થપાયો.
ઉત્તર - મેહરોલી

45. દિલ્લી પાસેના મેહરોલી..........ને સદીઓ થયા છતાં હજુ સુધી કાટ લાગ્યો નથી.
ઉત્તર - લોહસ્તંભ

46. ટૂંકનોંધ લખો: સુવર્ણયુગ તરીકે ગુપ્તયુગ
ઉત્તર - સુવર્ણયુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ -આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી હતી. આ યુગમાં લોકો એકંદરે સુખી અને સમૃદ્ધ હતા .ગુપ્તયુગમાં એકંદર રાજકીય એકતા, શાંતિ અને સલામતી સ્થપાઈ હતી. વેપાર અને ઉદ્યોગોનો વિકાસ થયો હતો. આ યુગમાં મહાકવિ કાલિદાસ, વૈદ્ય ધન્વંતરિ,વૈજ્ઞાનિક  વરાહમિહિર વૈતાલ ભટ્ટ અને અમરસિંહ જેવા વિદ્વાનો થઈ ગયા. આ સમયમાં શિલ્પ,સ્થાપત્ય અને ચિત્રકલાનો વિકાસ થયો હતો. આ સમયમાં અનેક મંદિરોની સ્થાપના થઈ હતી. મેહરોલી લોહસ્તંભ પણ આ જ સમયમાં સ્થપાયો હતો. આમ, ગુપ્તયુગમાં પ્રજાની આર્થિક સ્થિતિ  સાંસ્કૃતિક સ્થિતિ સારી હતી .તે સમયે કલા,  સ્થાપત્ય  અને વિજ્ઞાન ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ થઈ હતી.આથી કહી શકાય કે  ગુપ્તયુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો.

47. ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત...............ને બીજી રાજધાની બનાવી .
ઉત્તર - ઉજ્જૈન

48. વિક્રમાદિત્ય નો અવસાન કઈ સાલમાં થયું હતું?                          
A.319                  B.375                  C.414                  D.434
ઉત્તર - C

49. વિક્રમાદિત્ય પછી તેનો પુત્ર................ગાદીએ આવ્યો.                  
A. ચંદ્રગુપ્ત પહેલો      B. ચંદ્રગુપ્ત બીજો      C. ઘટોત્કચ            D. કુમારગુપ્ત પહેલો         
ઉત્તર – કુમારગુપ્ત પહેલો 

50. કુમારગુપ્ત પહેલાના શાસન દરમિયાન તેના પુત્ર સ્કંદગુપ્તના પરાક્રમ વિશે જણાવો.
જવાબ - કુમારગુપ્ત પહેલાના શાસન દરમિયાન પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો, જેને સ્કંદગુપ્તે તરત જ  શમાવી દીધો હતો તથા ઉત્તર સરહદે હુણોઅે હુમલો કરતાં સ્કંદગુપ્તે તેમને પાછા કાઢ્યા હતા.

51. કુમારગુપ્ત પહેલો...............નો ભક્ત હતો.  
ઉત્તર -
કાર્તિકેય

52. કુમારગુપ્ત બૌદ્ધો અને જૈનોને દાન આપ્યા હતા.              
ઉત્તર -

53. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઇ હતી?  
ઉત્તર – નાલંદા
A. વલભી              B. નાલંદા                      C. વિક્રમશીલા          D. કાશી

54. કુમારગુપ્તને કયા બે સ્થાપત્યો માટે યાદ કરવામાં આવે છે?
 ઉત્તર - કુમારગુપ્તને નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલી ગુફાઓના નિર્માણ માટે યાદ કરવામાં આવે છે.

55. કુમારગુપ્ત પહેલા પછી કોણ ગાદીએ બેઠું? 
ઉત્તર – સ્કંદગુપ્ત
A. અમરસિંહ           B. સ્કંદગુપ્ત                    C. ચંદ્રગુપ્ત            D. સમુદ્રગુપ્ત

56. ગુપ્તયુગનો છેલ્લો મહાન રાજા કોણ હતો?
ઉત્તર - ગુપ્તયુગ નો છેલ્લો મહાન રાજા કુમાર ગુપ્ત પહેલાનો પુત્ર સ્કંદગુપ્ત હતો.

57. ................ના અભીલેખમાં જણાવ્યા પ્રમાણે સ્કંદગુપ્ત એ શાસનકાળના શરૂઆતના વર્ષોમાં ગુણોને હરાવ્યા હતા.
 ઉત્તર - ગિરનાર

58. કયા શાસકનાં સમયમાં ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી? 
ઉત્તર -
સ્કંદગુપ્ત
A. ચંદ્રગુપ્ત             B. કુમારગુપ્ત          C. સ્કંદગુપ્ત            D. સમુદ્રગુપ્ત

59. હૂણો સાથેની લડાઈમાં સમુદ્રગુપ્તનું પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું. 
ઉત્તર -

60. ગુપ્ત શાસનનો અંત આવ્યો, કારણકે...
ઉત્તર - કુમારગુપ્ત પહેલા પછી તેનો પુત્ર સ્કંદગુપ્ત ગાદીએ આવ્યો. ત્યાર પછીના શરૂઆતના વર્ષોમાં તેને હૂણો સાથે લડાઈ કરવી પડી હતી, જેમાં પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું હતું. જેથી ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી . સ્કંદગુપ્ત પછીના શાસકો નિર્બળ સાબિત થયા. તેઓ ઝનૂની અને શક્તિશાળી હૂણોના આક્રમણને રોકી શક્યા નહિ, તેથી ઇ.સ. 550માં ગુપ્ત શાસનનો અંત આવ્યો.

61. ગુપ્ત સામ્રાજ્ય નો અંત ક્યારે થયો હતો.  
ઉત્તર – B
A. ઈ.સ. 440           B. ઈ.સ. 550           C. ઈ.સ. 660           D. ઈ.સ. 770