62. ગુપ્તયુગનાં શાસનતંત્ર વિશે શામાંથી માહિતી મળે છે?

ઉત્તર - ગુપ્ત યુગનાં શાસનતંત્ર વિશે અભિલેખો ,સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે.

 

63. ગુપ્તયુગનું શાસનતંત્ર કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચાયેલું હતું?

ઉત્તર - ગુપ્તયુગનું શાસનતંત્ર ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું: કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક.

 

64. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટીતંત્રના કેન્દ્રસ્થાને હતા.                            ઉત્તર -

 

65. ગુપ્ત રાજાઓ કેવા બિરુદો ધરાવતા હતા?

ઉત્તર - ગુપ્ત રાજાઓ મહારાજાધિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા.

 

66. ગુપ્ત સામ્રાજ્યનાં પ્રાંતીય વહીવટી તંત્ર વિશે જણાવો.

ઉત્તર - ગુપ્ત સામ્રાજ્યના શાસનતંત્રનો બીજો વિભાગ એટલે પ્રાંતીય વહીવટીતંત્ર. તેમાં પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારની નિમણૂક કરવામાં આવતી. કુમારમાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંત ને ભુકિત કહેવામાં આવતું ,જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું તેને વિષય કહેવામાં આવતો.

 

67. ગુપ્ત સામ્રાજ્યમાં ગ્રામ કક્ષા એ શું બનાવાતુ?                                   ઉત્તર - B

A.સભા                 B.સમિતિ               C.મંડળ                D.શાખા

 

68. ગુપ્ત સામ્રાજ્ય માં કક્ષાની સમિતિમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવતો?

ઉત્તર - ગુપ્ત સામ્રાજ્ય માં કક્ષાની સમિતિમાંવડીલો ,ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો.

 

69. ગ્રુપ યુગમાં માત્ર આંતરિક વેપાર જ ખૂબ વિકસ્યો હતો.                             ઉત્તર - ×

 

70. ગુપ્તયુગમાં શાનો ખૂબ જ વિકાસ થયો હતો?                                        ઉત્તર - D

A. ઉદ્યોગો, માછીમારી, વહાણવટી               B. ખેતી ,ઉદ્યોગો ,પશુપાલન

C. તળાવો ,નદીઓ ,નહેરો                      D. ખેતી ,આંતરિક વેપાર,આંતરરાષ્ટ્રીય વેપાર

 

71. ગુપ્તયુગમાં કયા પ્રકારની ખેત- પદ્ધતિઓ જોવા મળી છે.

ઉત્તર - ગુપ્તયુગમાં વાર્ષિક વાર્ષિક અને પંચ વાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળી છે.

                                               

72. ગુપ્તયુગમાં ઉત્તર ભારતમાં શાની ખેતી થતી?                                      ઉત્તર - A

A. ઘઉં, ચોખા          B. શેરડી ,કપાસ                C. દ્રાક્ષ, કેસર          D. સફરજન ,કેળા

 

73. ગુપ્તયુગમાં ગાંધારમાં...................ની ખેતી થતી.

ઉત્તર - શેરડી

 

74. ગુપ્તયુગમાં કશ્મીરમાં શાની-શાની ખેતી થતી?

ઉત્તર - ગુપ્તયુગમાં કશ્મીરમાં દ્રાક્ષ અને કેસર ની ખેતી થતી.

 

75. ગુપ્તયુમાં નારિયેળ ની ખેતી............માં થતી હતી.                                 ઉત્તર - D

A. અલાહાબાદ         B. મગધ               C. બંગાળ              D. કામરૂપ          

 

76. ગુપ્તયુગ દરમ્યાન બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં શું થતું હતું?                     ઉત્તર - D

A. શણ અને નારિયેળ          B. દ્રાક્ષ અને સફરજન

C. કપાસ અને શેરડી           D. ચોખા અને રેશમ      

 

77. ગુપ્તયુગ દરમિયાન કપાસનો પાક ક્યાં લેવાતો ?

ઉત્તર - દરમિયાન કપાસનો પાક ગુજરાત અને સિંધમાં લેવાતો.

 

78. ગુપ્ત શાસનકાળ દરમિયાન દક્ષિણ ભારતમાં શાનો વેપાર વિકસ્યો હતો?

ઉત્તર - ગુપ્ત શાસન કાળ દરમિયાન દક્ષિણ ભારતમાં મરી- મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો.

 

79. ગુપ્તયુગમાં રાજા કર તરીકે ઉત્પાદનનો કેટલો ભાગ લેતા હતા?                    ઉત્તર - B

A. ચોથો                B. છઠ્ઠો                 C. આઠમો              D. દસમો

 

80. ગુપ્તરાજાઓ બ્રાહ્મણો અને મંદીરોને ભૂમિ દાનમાં આપતા.                        ઉત્તર -

 

81. ગુપ્તયુગની આર્થિક વિશેષતા કઈ છે?                                             ઉત્તર - D

A. ખેતી                B. ઉદ્યોગ               C. આંતરિક વેપાર      D. આંતરરાષ્ટ્રીય વેપાર  

 

82. ગુપ્તયુગમાં ભારતની માત્ર જળમાર્ગે જ યુરોપમાં માલની નિકાસ થતી.               ઉત્તર - ×

 

83. ગુપ્તયુગ દરમિયાન ભારતથી સ્થળ માર્ગે................થઈને યુરોપ સુધી માલ-સામાનની નિકાસ થતી.                                                                                          ઉત્તર - C

A. ઉત્તર એશિયા        B. દક્ષિણ એશિયા       C. મધ્ય એશિયા        D. પૂર્વ એશિયા

 

84. ગુપ્તયુગ દરમિયાન ભારતથી યુરોપ કઈ વસ્તુઓની નિકાસ થતી.?

ઉત્તર - ગુપ્તયુગ દરમિયાન ભારતથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા અને નિકાસ થતી.

 

85. ગુપ્તયુગનાં આંતરરાષ્ટ્રીય બંદરોના નામ જણાવો.

ઉત્તર - ગુપ્તયુગના આંતરરાષ્ટ્રીય બંદરો- ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તી.

 

86. ભારતના આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ- પશ્ચિમ ભાગમાં શાની શાની નિકાસ થતી?

ઉત્તર - ભારતના આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ- પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડા વગેરેની નિકાસ થતી.

 

87. ગુપ્તયુગ દરમિયાન ભારતમાં સોનાની અને ચાંદીની આયાત થતી.                  ઉત્તર -

 

88. ગુપ્તયુગની આર્થિક સ્થિતિ વિશે ટૂંકમાં જણાવો .

ઉત્તર - ગુપ્તયુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણયુગ હતો. તે સમયની વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક,ત્રિ- વાર્ષિક અને પંચ વાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. તે સમયે ઘઉં-ચોખા, શેરડી ,દ્રાક્ષ, કેસર ,કઠોળ, નાળિયેર, કપાસ વગેરેની ખેતી થતી. બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું  દક્ષિણ ભારતમાં મરી-મસાલા રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો.

    આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્તયુગની વિશેષતા હતી . ભારતથી સ્થળમાર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. વળી ખંભાત, ભરૂચ સોપારા, અને તામ્રલિપ્તીજેવા બંદરોથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમના દેશોમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ ,મસાલા ,તેજાના અને ઇમારતી લાકડાંની નિકાસ થતી. જ્યારે સોનુ-ચાંદી, કીમતી વાસણો અને સુખસગવડના સાધનો ની આયાત થતી.

 

89. ગુપ્તયુગમાં................ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે.

ઉત્તર - હિન્દુ

 

90. ગુપ્ત સમ્રાટો................ધર્મને રાજ્ય ધર્મ નો દરજ્જો આપતા.

ઉત્તર - વૈષ્ણવ

 

91. મને ઓળખો: શ્રીરામ અને શ્રીકૃષ્ણ મારા અવતારો મનાય છે.

ઉત્તર - વિષ્ણુ

 

92. ગુપ્તયુગમાં કયા દેવી બહુ પ્રખ્યાત થયા હતા?

ઉત્તર - ગુપ્તયુગમાં લક્ષ્મીદેવી બહુ પ્રખ્યાત થયા હતા.

 

93. ગુપ્તયુગમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણ મહદંશે પૂજાતા, કારણ કે ...... 

ઉત્તર - ગુપ્તયુગમાં હિંદુ ધર્મ પૂર્ણકળાએ ખીલ્યો હતા.તથા ગુપ્ત સમ્રાટોએ વૈષ્ણવ ધર્મને રાજ્યધર્મનો દરજ્જો આપ્યો હતો. વૈષ્ણવ ધર્મ પાળનારા લોકો વિષ્ણુની પૂજા કરે છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણ વિષ્ણુના  અવતાર મનાય છે. આથી જ ગુપ્તયુગમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણ મહદંશે પૂજાતા.

 

94. ગુપ્તયુગ દરમિયાન કયા પ્રાચીન ગ્રંથોનું પુનઃ સંકલન થયું હતું?

ઉત્તર - ગુપ્તયુગ  દરમિયાન રામાયણ, મહાભારત અને પુરાણોનું પુનઃવસન થયું હતું.

 

95. ગુપ્ત શાસન કાળમાં ---------- ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો.

ઉત્તર - ભગવદગીતા

 

96.વૈષ્ણવ ધર્મની જેમ શૈવા ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો.                              ઉત્તર -

 

97. ગુપ્તકાળમાં દક્ષિણ ભારત શૈવ સંતો શું કહેવાતા?                                  ઉત્તર - C

A. આલ્વાર             B. બહુનાર             C. નાયનાર            D.સેવનાર

 

98. ગુપ્તકાળમાં વૈષ્ણવ સંતો શું કહેવાતા ?

ઉત્તર - ગુપ્તકાળમાં વૈષ્ણવ સંતો આલ્વાર કહેવાતા.

 

99. ગુપ્તયુગ માં કોની -કોની પૂજા પ્રચલિત થઈ હતી ?

ઉત્તર - ગુપ્તયુગમાં મહિસાસુર મર્દિની(દુર્ગા) સૂર્ય અને કાર્તિકેયની પૂજા પ્રચલિત થઇ હતી.

       

100. ગુપ્ત વંશનો કયો રાજા બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો?                             ઉત્તર - C

A. ચંદ્રગુપ્ત પહેલો      B. શ્રીગુપ્ત     C.સમુદ્ર ગુપ્ત           D. સ્કંદગુપ્ત

 

101. બૌદ્ધ ધર્મના કયા બે પાંચ ગુપ્ત યુગ દરમ્યાન વિકસ્યા હતા?

ઉત્તર - ગુપ્તયુગ દરમ્યાન બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા.

 

102. ગુપ્તયુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી.                             ઉત્તર -

 

103. ગુપ્ત યુગ ના મહત્વના સાહિત્યકારોના નામ જણાવો.

ઉત્તર - કાલિદાસ, સ્કંધસ્વામી, હરી સ્વામી, રાણી વિજયા  તથા આર્યસૂર વગેરે ગુપ્તયુગના મહત્વના સાહિત્યકાર હતા.

 

104. મને ઓળખો: હું ગુપ્તયુગનો સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર હતો.

ઉત્તર - કાલિદાસ

 

105. કાલિદાસ ને ભારતના...............કહેવામાં આવે છે.

ઉત્તર - શેક્સપિયર

 

106. કાલિદાસ રચિત મહાકાવ્યોના નામ જણાવો.

ઉત્તર - કાલિદાસ રચિત મહાકાવ્યો આ પ્રમાણે છે: અભિજ્ઞાન શાકુંતલમ્ રઘુવંશમ્ અને મેઘદૂતમ્..

 

107. ગુપ્તયુગ દરમ્યાન એક પણ મંદિર સ્થાપત્ય બન્યું નહોતું.                         ઉત્તર - ×

 

108. ભારતના સૌપ્રથમ ઈંટેરી મંદિરોનાં નામ જણાવો.

ઉત્તર - ગુજરાતમાં ગોપ, નયના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર આ ભારતના સૌપ્રથમ ઈંટેરી મંદિરો છે.

 

109. ગુપ્તયુગ દરમિયાન કોની કોની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી?

ઉત્તર - ગુપ્તયુગ દરમિયાન દુર્ગા, બુદ્ધકૃષ્ણ અને શિવની મૂર્તિ ઓ મોટા પ્રમાણમાં બની હતી.

 

110. ગુપ્તયુગ માં બે મહાન વૈજ્ઞાનિકોના નામ જણાવો.

ઉત્તર - ગુપ્તયુગના બે મહાન વૈજ્ઞાનિકો આર્યભટ્ટ અને વરાહમિહિર હતા .

 

111. આર્યભટ્ટની મુખ્ય બે ગાણિતિક શોધો જણાવો.

ઉત્તર - આર્યભટ્ટેશૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી.

 

112. વરાહમિહિરે..............નામનો ખગોળશાસ્ત્ર નો ગ્રંથ લખ્યો હતો.

ઉત્તર - બૃહદસંહિતા

 

113. વાગ્ભટ્ટે આર્યુવેદ ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો હતો?                                   ઉત્તર - A

A.અષ્ટાંગહૃદયસંહિતા   B.બૃહદ સંહિતા                 C.ચરકસંહિતા          D.ભૃગુસંહિતા

 

114. ગુપ્તકાળ દરમ્યાન મનુષ્યો તેમજ પ્રાણીઓ માટે વૈદકશાસ્ત્ર વિકસ્યું હતું.       ઉત્તર -

 

115. ગુપ્તયુગ દરમિયાન કયા બે પ્રાણીઓની દવાઓ શોધાઇ હતી?

A.ગાય- કૂતરા          B. હાથી- ઘોડા          C.બકરી- ભેંસ          D.બિલાડી- કુતરા

 

116. ગુપ્તયુગના રસાયણશાસ્ત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે દિલ્હી પાસેનો............. .

ઉત્તર - મેહરોલી લોહસ્તંભ

 

117. ગુપ્તયુગની કઈ રચનાને હજુ સુધી કાટ લાગ્યો નથી ?

ઉત્તર - ગુપ્તયુગમાં બનેલા દિલ્લી પાસેના મેહરોલીનાં લોહસ્થંભ ને હજુ કાટ લાગ્યો નથી.

 

118. ટૂંકનોંધ લખો: ગુપ્તયુગમાં વિજ્ઞાનની સ્થિતિ

ઉત્તર - ગુપ્તયુગ દરમિયાન વિજ્ઞાન ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ હતી.આ સમયમાં આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા. આર્યભટ્ટે શૂન્યની અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરાહમિહિરે બૃહદ્સહિંતા નામનો ખગોળશાસ્ત્રનો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાગ્ભટ્ટે આર્યુવેદ અંગેનો 'અષ્ટાંગહૃદય સહિતા' નામનો મહાન ગ્રંથ લખ્યો. વળી આ સમયે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદકશાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ શોધાઇ હતી. રસાયણશાસ્ત્રના વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસેના મેહરોલીનો લોહસ્તંભ છે. જેને હજુ સુધી કાટ લાગ્યો નથી.

 

119. મને ઓળખો: ગુપ્તયુગ પછી હું પ્રાચીન ભારતનો મહત્વપૂર્ણ રાજા ગણાવું છું.

ઉત્તર - હર્ષવર્ધન

 

120. હર્ષવર્ધન થાણેશ્વરનાં કયા વંશના રાજા હતા?                              ઉત્તર - B

A.પૂષ્યગુપ્ત            B.પૂષ્યભૂતી             C.પૂષ્યચંદ્ર              D.પૂષ્યવર્ધન

 

121.સમ્રાટ હર્ષવર્ધનના પિતા નું નામ શું હતું ?

ઉત્તર - સમ્રાટ હર્ષવર્ધનનાં પિતાનું નામ પ્રભાકરવર્ધન હતું.

 

122. પ્રભાકર વર્ધનના બે પુત્રોના નામ જણાવો.

ઉત્તર - પ્રભાકરવર્ધનના બે પુત્રો રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા.

 

123. હર્ષવર્ધનની બહેન નું નામ................હતું.

ઉત્તર - રાજ્યશ્રી