124. હર્ષવર્ધનની બહેન રાજયશ્રી કોને પરણી હતી?
ઉત્તર - હર્ષવર્ધનની બહેન
રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી.
125. હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રી અપહરણ કોણે કોણે કર્યું હતું?
ઉત્તર - હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીનું
અપહરણ ગૌડ રાજવી શશાંક અને માલવરાજે
કર્યું હતું .
126. મને ઓળખો:- રાજયશ્રીને બચાવવા જતાં મારું મૃત્યુ થયું હતું.
ઉત્તર - રાજ્યવર્ધન
127. હર્ષવર્ધને કઇ સાલમાં રાજ્યારોહણ કર્યું હતું? ઉત્તર - D
A. ઈ.સ. 303 B. ઈ.સ. 404 C. ઈ.સ. 505 D. ઈ.સ. 606
128. મને ઓળખો:- મે રાજયશ્રીને બચાવી હતી.
ઉત્તર - હર્ષવર્ધન
129. હર્ષવર્ધનને રાજ્યશ્રી ને બચાવી તેના રાજ્ય કનોજ પર શાસન શરૂ કર્યું. ઉત્તર - √
130. હર્ષવર્ધનનું સામ્રાજ્ય કયા કયા પ્રદેશોમાં ફેલાયું હતું?
ઉત્તર - હર્ષવર્ધનનું રાજ્ય મગધ, ઓડીશા સારસ્વત ,ગૌડ અને મિથિલા સુધી ફેલાયેલું હતું .
131. હર્ષવર્ધનના શાસન સમયે વલભીમાં કોનુ રાજ્ય હતું ?
ઉત્તર - હર્ષવર્ધનના શાસન સમયે
વલભીમાં મૈત્રક રાજા ધ્રુવસેનનું રાજ્ય હતું.
132. હર્ષવર્ધનના શાસનકાળ વખતે દખ્ખણમાં કયો શક્તિશાળી રાજા હતો? ઉત્તર - D
A. સમ્રાટ અશોક B.ધનનંદ C.ચંદ્રગુપ્ત પહેલો D.પુલકેશી બીજો
133.હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે..............નદી પાસે યુદ્ધ થયું હતું.
A.ઔરંગા B. ભાદર C.નર્મદા D.ગોદાવરી
134. હર્ષવર્ધન પુલકેશી સાથેના યુદ્ધમાં હારી ગયા હતા. ઉત્તર - √
135. હર્ષવર્ધન મોટેભાગે...............ના શક્તિશાળી રાજા ગણાતા હતા. ઉત્તર - A
A.ઉત્તર B.દક્ષિણ C.પૂર્વ D.પશ્ચિમ
136. હર્ષવર્ધનના સમય દરમિયાન ચીની યાત્રી..............ભારત આવ્યા હતા.
ઉત્તર - યુઅન સ્વાંગ
137. હર્ષવર્ધન પહેલા શૈવભક્ત હતા પણ પછીથી કયા ધર્મના મહાન અનુયાયી બન્યા? ઉત્તર - B
A.હિન્દુ B.બૌદ્ધ C.જૈન D.શીખ
138. હર્ષવર્ધનને યોજેલ ધર્મપરિષદ વિશે જણાવો.
ઉત્તર - સમ્રાટ હર્ષવર્ધને
કનોજમાં ચીની યાત્રી યુએન શ્વાંગ ના અધ્યક્ષપદે એક ધર્મપરિષદનું આયોજન કર્યું
હતું. ત્યાં તેમણે બુદ્ધની પ્રતિમા ને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી, સ્થાપિત કરી હતી. આ પરિષદમાં મહાયાન અને હીનયાન સંપ્રદાયો
વચ્ચે ગોષ્ઠી યોજાઇ હતી.
139. મને ઓળખો: હું હર્ષવર્ધનના દરબારનો મહાન કવિ છું.
ઉત્તર - બાણભટ્ટ
140.મને ઓળખો: મેં 'હર્ષચરિતમ્' અને કાદમ્બરી
જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા.
ઉત્તર - બાણભટ્ટ
141. સમ્રાટ હર્ષવર્ધનના સમયના મહાન કવિઓના નામ જણાવો.
ઉત્તર - સમ્રાટ હર્ષવર્ધનના
દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા તથા મયુર ભટ્ટ અને જયસેન તેમના સમયના મહાન કવિઓ
હતા.
142. સમ્રાટ હર્ષવર્ધને રચેલી કૃતિઓના નામ લખો.
ઉત્તર - સમ્રાટ હર્ષવર્ધનને રચેલી કૃતિઓ પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ છે.
143. ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી હર્ષવર્ધને કયુ નાટક લખ્યું હતું? ઉત્તર - C
A.પ્રિયદર્શીકા B.રત્નાવલી C.નાગાનંદ D.હર્ષ ચરિતમ્
144. મને ઓળખો: મેં પોતાના દૂત મંડળને ચીન મોકલ્યું હતું.
ઉત્તર - હર્ષવર્ધન
145.સમ્રાટ હર્ષવર્ધનનાં રાજ્યની મુલાકાત................ના દૂતમંડળે લીધી હતી.
ઉત્તર - ચીન
146.સમ્રાટ હર્ષવર્ધનનાં નાલંદા વિદ્યાપીઠને નિભાવવા કેટલા ગામ ભેટમાં આપ્યા હતા? ઉત્તર - B
A.50 B.100 C.200 D.500
147. પુલકેશી બીજો કયા વંશ નો શક્તિશાળી રાજા હતો? ઉત્તર
- B
A.અંગિરસ B.ચાલુક્ય C.પૂષ્યભૂતી D.પુલત્સ્ય
148. પુલકેશી બીજાએ કયા વંશ પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું.
ઉત્તર - પુલકેશી બીજાએ
રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું.
149. પુલકેશી બીજાએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? ઉત્તર
- D
A.10 B.20 C.30 D.40
150. પુલકેશી બીજાએ કોને કોને હરાવ્યા હતા?
ઉત્તર - પુલકેશી બીજાએ
હર્ષવર્ધન,
દક્ષિણ ભારતના કદંબો, મહેશ્વરના ગંગો,કોંકણ મોયૉ, લાટ,માલવ અને
ગુજૅરોને હરાવ્યા હતા.
151. પુલકેશી બીજાએ દક્ષિણપથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું, કારણ કે.....
ઉત્તર - પુલકેશી બીજો દક્ષિણમાં
ચાલુક્ય વંશનો સૌથી શક્તિશાળી રાજા હતો તે મહાન વિજેતા હતો .તેણે દક્ષિણ ભારતના
કદંબો માહેશ્વરના ગંગો અને મૌર્યને હરાવ્યા હતા. આમ, આ દક્ષિણના રાજ્યોને હરાવી તેણે સમગ્ર દક્ષિણ ભારતમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું
હતું. આમ,
તેણે દક્ષિણપથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું.
152. પુલકેશી બીજો કયા- કયા વિસ્તારનનો સ્વામી હતો.
ઉત્તર - પુલકેશી બીજો કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ વિસ્તારનો સ્વામી હતો.
153. કયા રાજાએ પોતાનો એક રાજદૂત ઈરાન મોકલ્યો હતો? ઉત્તર - C
A. હર્ષવર્ધન B. ચંદ્રગુપ્ત C. પુલકેશી બીજો D. કુમારગુપ્ત
154. પુલકેશી બીજા ઇરાનનાં શહેનશાહ...............સાથે મિત્રતા બાંધી હતી. ઉત્તર - B
A અમીર B.ખુશરો C.તૈમૂર D.ઇબી બતૂતા
155. હર્ષવર્ધનના સમયે કાંચીમાં કોનું રાજય હતું? ઉત્તર - A
A. પલ્લવ B. ગુર્જર C. મૈત્રક D. કર્કોટક
156. હર્ષવર્ધનનાં સમયે રાજસ્થાનમાં ગુર્જર પ્રતિહારઓનું રાજ્ય હતું? ઉત્તર - √
157, હર્ષ વર્ધનના સમયમાં દક્ષિણ ગુજરાતમાં કોનું રાજ હતું ? ઉત્તર - A
A.ગુર્જર B.પ્રતિહાર C.પલ્લવ D.કર્કોટક
158. ગુપ્તયુગમાં કશ્મીરમાં..................નુ રાજ્ય હતું .
ઉત્તર - કર્કોટકો
159. પલ્લવ વંશના રાજાઓ સ્થાપત્ય કલાને ઉત્તેજન આપતા હતા, તેમ શાના આધારે કહી શકાય?
ઉત્તર - કાંચીનાં પલ્લવ વંશના રાજાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો
બંધાવ્યા હતા. મહાબલિપુરમાં સમુદ્ર કિનારે રથમંદિરો બંધાવ્યા હતા. તો કાંજીવરમમાં
તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું શ્રેષ્ઠ મંદિર છે. આ પરથી કહી શકાય કે
પલ્લવ વંશના રાજા ઓ સ્થાપત્ય કલાને ઉત્તેજન આપતા હતા.
160. જોડકા જોડો:-
1.
વિભાગ-અ |
વિભાગ-બ |
ઉત્તર |
1. પ્રાંત |
(A) વિષય |
1. – C |
2. જિલ્લા |
(B) ઉત્પાદનનો
છઠ્ઠો ભાગ |
2. – A |
3. કર |
(C) ભુક્તિ |
3. – B |
4. વાગ્ભટ્ટ |
(D) ખુશરો |
4 – E |
5. ઈરાનના શહેનશાહ |
(E) અષ્ટાંગ હૃદય |
5 – D |
2.
વિભાગ-અ |
વિભાગ-બ |
ઉત્તર |
1. ચંદ્રગુપ્ત પહેલો |
(A) દક્ષિણાપથના
સ્વામી |
1. – C |
2. ચંદ્રગુપ્ત બીજો |
(B) કવિરાજ |
2. – D |
3. પુલકેશી બીજો |
(C) મહારાજાધિરાજ |
3. – A |
4. સમુદ્રગુપ્ત |
(D) શકારિ |
4. – B |
161. સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીતપ્રેમી હતો તેમ શા પરથી કહી શકાય?
ઉત્તર - સમુદ્રગુપ્તે અને
કાવ્યોની રચના કરી 'કવિરાજ' નું બિરુદ મેળવ્યું હતું. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને
એકત્ર કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કર્યું હતું જ્ઞાનીઓ તેની અને તે
જ્ઞાનીઓની સોબત ઇચ્છતો હતો. વળી, તેને સિક્કાઓમાં વીણા
વગાડતો દર્શાવવામાં આવ્યો છે. આમ તે વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી હતો એમ કહી
શકાય.
162. હર્ષવર્ધને કેવી પરિસ્થિતિમાં રાજગાદી સંભાળી હતી?
ઉત્તર - હર્ષવર્ધનનાં પિતા
પ્રભાકરવર્ધનનું રાજ્ય થાણેશ્વર હતું. તેમની બહેન રાજશ્રી કનોજનાં રાજા
ધ્રુવવર્માની પરણી હતી.ગૌડ રાજવી શશાંક
અને માલવરાજે તેમની બહેનનું અપહરણ કર્યું હતું ,જેને બચાવા જતા મોટાભાઈ રાજ્યવર્ધન વીરગતિ પામ્યા હતા. આમ
એક બાજુ પિતા અને ભાઈનુ અવસાન તો બીજી બાજુ બહેનને બચાવવાની હતી.
આવી મુશ્કેલ
પરિસ્થિતીમાં હર્ષવર્ધનને રાજગાદી સંભાળી હતી.
163. ચંદ્રગુપ્ત બીજો શક્તિશાળી રાજા હોવા ઉપરાંત કલાપ્રેમી પણ હતો તે શા પરથી કહી શકાય?
ઉત્તર - ચંદ્રગુપ્ત બીજાએ મહાન
વિજયયાત્રા યાત્રા કરી હતી. તેણે પશ્ચિમ ભારતનાં શકોને હરાવી શકારિ બિરુદ ધારણ
કર્યું. આમ તે એક શક્તિશાળી રાજા હતો. તેના સમયમાં અજંતા નાં ઘણા કલામંડપો તૈયાર
થયા. રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા. દિલ્લી પાસેનો મેહરોલી
લોહસ્તંભ પણ તેના જ સમયમાં બન્યો હતો. આમ તેના સમયમાં શિલ્પ,સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. તેથી કહી
શકાય કે ચંદ્રગુપ્ત બીજો શક્તિશાળી રાજા હોવા ઉપરાંત કલાપ્રેમી પણ હતો.
164. ટૂંકનોંધ લખો:
(1) ગુપ્તયુગની ધાર્મિક સ્થિતિ
ઉત્તર - ગુપ્તયુગમાં હિન્દુધર્મ
અને હિન્દુ સંસ્કૃતિ પૂર્ણ કલાએ ખીલ્યા હતા. આ સમયમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણ
મહદંશે પૂજાતા. લક્ષ્મી દેવી તરીકે ખ્યાત થયા. રામાયણ, મહાભારત અને પુરાણોનું
પુનઃ સંકલન થયું હતું. શ્રીમદ્ ભગવદગીતા ખૂબ મહત્ત્વનો ગ્રંથ બન્યો હતો.
વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો અપાયો હતો. સાથે સાથે બૌદ્ધ ધર્મ અને જૈન
ધર્મનો પણ વિકાસ થયો હતો બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન એમ બે પંથ વિકસ્યા હતા.
શૈવધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતના શૈવ સંતો 'નાયનાર' જયારે વૈષ્ણવ
સંતો 'આલવાર' કહેવાતા. દુર્ગા ,સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત હતી. આમ ગુપ્ત
યુગમાં સહિષ્ણુ રીતે ધાર્મિક વિકાસ થયો હતો.
(2) સમ્રાટ હર્ષવર્ધન
ઉત્તર - ગુપ્ત યુગ પછી પ્રાચીન
ભારતના રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય મહત્વનું ગણાય છે. તેમના પિતાનું નામ
પ્રભાકરવર્ધન હતું.તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં માં ઈ.સ. 606 માં થાણેશ્વરની રાજગાદી સંભાળી હતી. નર્મદા પાસે થયેલા
પુલકેશી બીજા સાથેનાં યુદ્ધમાં તેમની હાર થઇ હતી. તેઓ પ્રાચીન ભારતનાં છેલ્લા મહાન
સમ્રાટ ગણાય છે. તેમણે મગધ, ઓડીસા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાયું હતું.
હર્ષવર્ધન પહેલા શૈવધર્મી હતા, પણ પાછળથી બૌદ્ધધર્મી બન્યા હતા. તેમણે ચીની યાત્રી યુઅન
સ્વાંગ ના અધ્યક્ષપદે કનોજમાં ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. હર્ષવર્ધન પોતે
ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. વળી તેમનો દરબાર બાણભટ્ટ ,મયુરભટ્ટ અને કવિ જયસેન જેવા સાહિત્યકારોથી શોભતો હતો.
હર્ષવર્ધને પ્રિયદર્શીકા અને રત્નાવલી નાટકો તથા નાગાનંદ લખ્યા હતા.તેમણે નાલંદા
વિદ્યાપીઠને નિભાવવા 100 ગામ ભેટમાં આપ્યા હતા.
(3) સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો- વિક્રમાદિત્ય
ઉત્તર - સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો
વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે. તેને વારસામાં મળેલ રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે
શક- ક્ષત્રપ રાજ્ય ને હરાવી શકારિનું બિરુદ ધારણ કર્યું. તેના નામથી જ વિક્રમ સંવત
શરૂ થયો હતો. તેણે શક્તિશાળી રાજ્યો સાથે લગ્નસંબંધો બાંધી પોતાનું સૈન્ય બળ
વધાર્યું હતું. તેણે ગુજરાતનાં ખંભાત અને ભરૂચ જેવા બંદરો પર જીત મેળવી વિદેશ
વ્યાપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું. તેના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન આવ્યો હતો.
જેણે ગુપ્ત સામ્રાજ્યના રાજ્યવહીવટી અને સમૃદ્ધિની પ્રશંસા કરી હતી. પોતે શૈવધર્મી
હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુ હતો. રાજધાની પાટલીપુત્ર બૌદ્ધ મઠો પણ
બંધાવ્યા હતા.
સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વરાહમિહિર, રાજવૈધ,
ધન્વંતરી,વૈતાલ ભટ્ટ, અમરકોષના રચયિતા અમરસિંહ વગેરે વિદ્વાનોથી તેમનો દરબાર
શોભતો હતો. તેમણે ઉજ્જેનને મગધ સામ્રાજ્ય ની બીજી રાજધાની બનાવી હતી.
તેમનો શાસનકાળ ગુપ્તયુગનો સુવર્ણયુગ કહેવાયો. આમ
તેમનો શાસનકાળ ઇતિહાસમાં અનેક રીતે પ્રસિદ્ધ પામ્યો હતો. ઈ.સ.414 માં તેમનું અવસાન થયું હતું.
(4). ગુપ્તયુગની રાજકીય સિદ્ધિઓ
ઉત્તર - ગુપ્તયુગની રાજકીય
સિદ્ધિઓ નીચે મુજબ છે:
1. સમગ્ર ભારત પર મગધનું એકચક્રી શાસન સ્થપાયું.
2. દક્ષિણ ભારતનાં રાજ્યો પર ગુપ્ત શાસકોની સત્તા સ્થપાઈ.
3. શાંતિ ,સલામતી અને વ્યવસ્થા માટે શ્રેષ્ઠ પ્રણાલિકાઓ વિકસાવાઈ.
4. વહીવટની સરળતા માટે શાસનતંત્રને વિવિધ ખાતાઓમાં વહેંચાયું.
5. નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલટી જેવી વ્યવસ્થા કરાઈ.
6. વેપાર દ્વારા આર્થિક સમૃદ્ધિ થઈ.
7. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર તથા સંબંધોનો વિકાસ થયો.
0 Comments