પ્રકરણ ૧૦ સજીવોમાં શ્વસન
1. શ્વાસોચ્છ્શ્વાસ એ પાચનક્રિયાનો એક ભાગ છે.(√ કે ×)
જવાબ:- ×
2.સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જણાવો.
જવાબ:- સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે.
3. સજીવના દરેક કોષ એકસરખાં કાર્યો જ કરે છે.(√ કે ×)
જવાબ:- ×
4. કોષને વિવિધ કાર્યો કરવા___ ની જરૂર છે.
જવાબ:- ઉર્જા
5.ખોરાકમાં સંગ્રહિત__શ્વસન દરમ્યાન છૂટી પડે છે.
જવાબ:- ઉર્જા
6.ખોરાકમાંથી શક્તિ મેળવવા માત્ર પાચનક્રિયાની જરૂર છે.(√ કે ×)
જવાબ:- ×
7. કોષીય શ્વસન એટલે શું? સમજાવો.
જવાબ:- શરીરમાં પ્રવેશે હવામાંનો O દરેક કોષો સુધી પહોંચે છે. કોષોમાં O ની મદદથી ખોરાકના કણનું ઑક્સિડેશન કરી તેમાંથી ઊર્જા મુક્ત કરવાની ક્રિયાને કોષીય શ્વસન કહે છે. બધા જ સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે. જ્યારે કોષમાં ખોરાક (ગ્લુકોઝ)નું O ઉપયોગથી ઓક્સિડેશન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા સર્જાય છે. આ ક્રિયાને જારક શ્વસન પણ કહે છે.
8. કોષમાં ખોરાક (ગ્લુકોઝ)નું ઑક્સિજનના ઉપયોગથી ઑક્સિડેશન થાય ત્યારે ગ્લુકોઝનું ___અને__ માં રૂપાંતર થાય છે.
જવાબ:- કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા
7. વ્યાખ્યા આપો:-
(1)જારક સ્વસન
જવાબ:- જ્યારે ઑક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે, ત્યારે તેને જારક શ્વસન કહે છે.
(2) અજારક શ્વસન
જવાબ:- જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય છે, ત્યારે તેને અજારક શ્વસન કહે છે.
10. અજારક શ્વસનમાં કયો પદાર્થ બને છે?
A.ઓક્સિજન
B.પાણી
C.આલ્કોહોલ √
D.એક પણ નહીં
11. સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીમાં શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે?
જવાબ:- રમતવીરને સ્પર્ધા દરમિયાન વધુ ઊર્જાની જરૂર પડે છે. વધારે શક્તિ મેળવવા માટે ગ્લૂકોઝના વધુ અણુઓ તોડવા માટે વધુ ને વધુ ઓક્સીજનની જરૂર પડે છે. કોષોને ઓક્સિજન વધુ જથ્થો પૂરો પાડવા વધુ ઝડપથી શ્વાસ લેવો પડે છે જેથી ઉશ્વાસ પણ ઝડપી બને છે આમ, સામાન્ય પરિસ્થિતિની સરખામણીમાં સ્પર્ધા દરમિયાન અથવા અંતમાં રમતવીર ઓક્સિજનનો પૂરતો પૂરવઠો મેળવવા ઝડપી અને ઊંડો શ્વાસ લે છે.
12.યીસ્ટ અજારકજીવી સજીવ છે.(√ કે ×)
જવાબ:- √
13.અજાયકજીવી એટલે શું? ઉદાહરણ આપો.
જવાબ:- જે સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે તેમને અજારકજીવી કહે છે.દા.ત. યીસ્ટ
14.યીસ્ટમાં થતું અજારક શ્વસન સમીકરણ સાથે સમજાવો.
જવાબ :-યીસ્ટ ઑક્સિજનની ગેરહાજરીમાં જીવે છે. તે અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઑક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ માંથી, આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મુક્ત કરે છે.
ગ્લુકોઝ-------- આલ્કોહોલ +કાર્બન ડાયોક્સાઇડ +શક્તિ
15.આપણા સ્નાયુઓ હંમેશા અજારક શ્વસન કરે છે.(√ કે ×)
જવાબ:- ×
16.આપણને ઓક્સિજન ન મળે તો ગ્લુકોઝનું દહન થાય નહીં.(√ કે ×)
જવાબ:- ×
17.સ્નાયુઓમાં થતા અજારક શ્વસનમાં કયો પદાર્થ બને છે?

A. CO2
B. N2
C. લેક્ટિક ઍસિડ √
D. ઍસિટીક ઍસિડ
18.આપણા સ્નાયુકોષોમાં થતા અજારક શ્વસન __દરમ્યાન બને છે. અને__ મુક્ત થાય છે.
જવાબ:- લેક્ટિક ઍસિડ, શકિત
19.કારણ આપો: ક્યારેક ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાય છે.
જવાબ:- ભારે કસરત દરમ્યાન ઘણી શક્તિની જરૂર પડે છે. આ વખતે પૂરતી શક્તિ ઉત્પન્ન કરવા માટે ઑક્સિજનનો પુરવઠો મર્યાદિત બને છે. ત્યારે ગ્લુકોઝનું અજારક શ્વસન થતાં લેક્ટિક ઍસીડ ઉત્પન્ન થાય છે જે એકઠો થવાથી સ્નાયુઓ ખેંચાઇ જાય છે.
20. કારણ આપો: ગરમ પાણીથી સ્નાન કરવાથી કે માલિશ કરવાથી સ્નાયુના ખેંચાણમાં થી છુટકારો મળે છે.
જવાબ:- ભારે કસરત દરમિયાન અજારક શ્વસનના કારણે ઉત્પન્ન થતાં લેક્ટિક એસિડને કારણે સ્નાયુઓ ખેંચાય છે. ગરમ પાણીના સ્નાનથી લોહીનું ભ્રમણ વઘવાથી સ્નાયુકોષો ને મળતા ઓક્સિજનનો પૂરવઠો વધવાથી જારક શ્વસનના કારણે લેક્ટિક એસિડ ઓછો થતાં સ્નાયુઓના ખેંચાણમાંથી મુક્તિ મળે છે.
21.ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઇ જાય છે, કારણ કે તેમાં __નો ભરાવો થાય છે.

A. કાર્બન ડાયોક્સાઇડ
B.આલ્કોહોલ
C.લૅકિટક એસિડ √
D.પાણી
22.વાઈન અને બિયર બનાવવા શાનો ઉપયોગ થાય છે ?શા માટે ?
જવાબ:-વાઈન અને બિયર બનાવવા માટે એક કોષીય સજીવ યીસ્ટનો ઉપયોગ થાય છે. યીસ્ટ અજારક શ્વસન કરે છે. આ પ્રક્રિયા દરમ્યાન આલ્કોહોલ બનતો હોય છે.
23. શ્વાસોચ્છ્શ્વાસ એટલે શું?
જવાબ:- શ્વાસોચ્છ્શ્વાસ એટલે શ્વસનાંગો દ્વારાઓક્સિજનયુક્ત હવા લેવી અને કાર્બન ડાયોક્સાઇડ યુકત હવા બહાર કાઢવી.
24 શ્વાસ અને ઉશ્વાસ એટલે શું?
જવાબ:-ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવી એટલે શ્વાસ. કાર્બન ડાયોક્સાઇડ યુકત હવા શરીરની બહાર કાઢી એટલે ઉશ્વાસ.
25.શ્વસનદર એટલે શું?
જવાબ :-એક મિનિટમાં વ્યક્તિ દ્વારા થતી શ્વાસોચ્છ્શ્વાસની ક્રિયાના દરને શ્વસનદર કહે છે .
26.આરામદાયી સ્થિતિમાં પુખ્તવયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસનદર __હોય છે
A. 9-12
B.15-18. √
C.21-24
D.30-33
27. ભારે કસરત દરમિયાન શ્વસનદર કેટલો હોય છે?
A. 25 √
B. 10
C. 15-18
D. 50
28. જેમ જેમ શારીરિક શ્રમ વધે તેમ તેમ શ્વસનદર ઘટે છે.(√ કે ×)
જવાબ:- ×
29.ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસનદર ઘટે છે.(√ કે ×)
જવાબ:-×
30.પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે ,કારણ કે.....
A. 5 કિલોમીટર કે તેથી વધુ ઊંચાઈ હવા નથી.
B. વ્યક્તિ માટે જે હવા હોય છે, તે જમીનની હવા કરતા ઓછી હોય છે.
C. હવાનું તાપમાન એ જમીનના તાપમાન કરતાં વધુ હોય છે.
D. હવાનું દબાણ અને જમીનના દબાણ કરતાં વધુ હોય છે .

0 Comments