1. પ્રકાશ વિના વસ્તુઓ જોઇ શકાતી નથી. ( કે ×)

જવાબ:-

 

2. વ્યાખ્યા આપો: પ્રકાશિત પદાર્થો

જવાબ:- જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે. સૂર્ય ,તારા ,મીણબત્તી વગેરે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. માટે તેમને પ્રકાશીત પદાર્થો/ ઉદગમસ્થાન /સ્ત્રોતો કહી શકાય.

 

3. પ્રકાશના સ્ત્રોતોના પ્રકાર જણાવી દરેકના બે ઉદાહરણ આપો.

 જવાબ :- પ્રકાશના સ્ત્રોતો બે પ્રકારના છે:(1) કુદરતી સ્ત્રોત: સૂર્ય, તારા ,આગિયો વગેરે કુદરતી પ્રકાશના સ્ત્રોતો છે.(2) કૃત્રિમ સ્ત્રોત: ફાનસ,,મીણબત્તી, વીજળીનો બલ્બ વગેરે માનવ દ્વારા નિર્મિત પ્રકાશના ઉદ્ગમસ્થાનો છે.

 

4. વસ્તુ ક્યારેય દેખાય છે?

જવાબ:- પ્રકાશિત પદાર્થોમાંથી પ્રકાશ વસ્તુ/ પદાર્થ પર પડે અને પછી આપણી આંખ સુધી પહોંચે ત્યારે તે વસ્તુ /પદાર્થ આપણને દેખાય છે.

 

5. નીચે આપેલા નામોનું પ્રકાશના 'કુદરતી સ્ત્રોતો 'અને' કૃત્રિમ સ્ત્રોતો' માં વર્ગીકરણ કરો.

(મીણબત્તી, સૂર્ય, તારા, ટોર્ચ ,બલ્બ, ટ્યુબલાઈટ, અગ્નિ,આગિયો)

જવાબ:-

 કુદરતી સ્ત્રોતો:- સૂર્ય ,તારા, આગિયો

 કૃત્રિમ સ્ત્રોતો:- મીણબત્તી, ટોર્ચ, બલ્બ, ફાનસ  ટ્યુબલાઈટ,અગ્નિ

 

6. પારદર્શક પદાર્થ એટલે શું તેનાં બે ઉદાહરણ આપો.

જવાબ:- જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે તેને પારદર્શક પદાર્થ કહે છે. પારદર્શક પદાર્થની આરપાર બીજી વસ્તુને જોઈ શકાય છે. ઉદાહરણ હવા-પાણી, કાચ.

 

7. વ્યાખ્યા આપો: અપારદર્શક પદાર્થ

જવાબ:- જે પદાર્થોમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થો કહે છે તેની આરપાર બીજી વસ્તુ ન દેખાય.

 

8. અપારદર્શક પદાર્થોના પાંચ ઉદાહરણ આપો.

જવાબ:- દીવાલ ,પૂંઠું ,લોખંડ, લાકડું ,કાગળ વગેરે.

 

9. પારભાષક પદાર્થ એટલે શું? તેના ઉદાહરણ આપો.

જવાબ:- જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ પસાર થઈ શકે તેને પારભાષક પદાર્થ કહે છે. આરપાર જોતાં વસ્તુ  અસ્પષ્ટ દેખાય છે. ઉદાહરણ દુધિયો કાચ, ડહોળું પાણી ,મીણિયો કાગળ.

 

10. પ્રકાશ જે પદાર્થમાંથી સરળતાથી પસાર થઈ શકે તેવા પદાર્થને.................કહે છે.

જવાબ:- પારદર્શક પદાર્થ

 

11. વાદળ એ.................પદાર્થ છે.

જવાબ:- પારભાસક

 

12. નીચેનામાંથી પારભાસક પદાર્થ કયો છે?

A.અરીસો

B.દુધિયો કાચ     

C.ચશ્માનો કાચ

D.દૂધ

 

13. જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તેવા પદાર્થને શું કહે છે?

A.અપારદર્શક     

B. પારભાસક

C. પારદર્શક

D.આપેલ તમામ

 

14. નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે?

A. કાચ       

B. દૂધિયો કાચ

C.ડહોળું પાણી

D.અરીસો

 

15.કારણ આપો: ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણી વાર ચશ્માંના કાચ લૂછતી હોય છે.

જવાબ:- કાચ પારદર્શક છે. ચશ્માંના કાચ પર ધૂળનાં રજકણો આરપાર સ્પષ્ટ જોઈ શકાતું નથી. ક્યારેક શિયાળામાં ઉચ્છવાસના કારણે પણ ચશ્માનો કાચ ઝાંખો દેખાય છે. ચશ્માંના કાચને લુછવાથી ધૂળનાં રજકણો અને ભેજ દુર થાય છે. જેથી વ્યક્તિને આરપાર સ્પષ્ટ દેખાય છે.

 

16. તફાવત લખો: પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ

પારદર્શક પદાર્થ

અપારદર્શક પદાર્થ

(1)પારદર્શક પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ જાય છે. (2) પારદર્શક પદાર્થનો પડછાયો પડતો નથી.

(3)હવા,પાણી, કાચ વગેરે પારદર્શક પદાર્થો છે.

(1) અપારદર્શક પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી.

(2). અપારદર્શક પદાર્થનો પડછાયો પડે છે.

(3)દીવાલ,લાકડું, લોખંડ વગેરે અપારદર્શક પદાર્થો છે.

 

 

17. આપેલા પદાર્થોને માગ્યા મુજબ વર્ગીકૃત કરો:

હવા, પાણી, ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનુ પડ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, લોખંડનો લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ, દીવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટોર્ચ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું, કેરોસીન  સ્ટવ,સૂર્ય, આગિયો, ચંદ્ર

જવાબ:-

અપારદર્શક:-   ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ ,અરીસો, લાકડાનું પાટિયું ,લોખંડનો લાલચોળ ટુકડો, પ્રકાશિત  ફ્લોરોસન્ટ ટ્યુબ,દીવાલ ,કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત,  કાર્ડબોર્ડ ,પ્રકાશિત ટોર્ચ,તારનું ગૂંચળું કેરોસીન સ્ટવ, સૂર્ય,ચંદ્ર

પારદર્શક:-      હવા ,પાણી, સાદા કાચની પ્લેટ, સેલોફેન પેપર ,

પારભાષક :-    પ્લાસ્ટિકનું  પડ,ધુમાડો, ધુમ્મસ. પ્રકાશિત:- લોખંડનો લાલચોળ ટુકડો, પ્રકાશિત  ફ્લોરોસન્ટ ટ્યુબ,ગેસ બર્નરની જ્યોત, પ્રકાશિત ટોર્ચ, કેરોસીન સ્ટવ, સૂર્ય ,આગિયો

અપ્રકાશિત:-    હવા ,પાણી ,ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનો પડ,સીડી, ધુમાડો,સાદા કાચની પ્લેટ, ધુમ્મસ,  છત્રી,દિવાલ,સેલોફેન પેપર,  કાર્ડબોર્ડ ,તારનું ગૂંચળું, ચંદ્ર

 

18.પડછાયો એટલે શું ?

જવાબ:- પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવતાં પ્રકાશનાં કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. આથી વસ્તુને બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે તેને પડછાયો કહે છે.

 

19. પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો................રચાય છે.

જવાબ:- પડછાયો

 

20. પ્રકાશ ક્યારે અવરોધાય છે?

જવાબ:- પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે.

 

21. અંધારામાં આપણને આપણો પડછાયો જોવા મળતો નથી, કારણ કે ....

જવાબ:- પડછાયો રચાવા માટે પ્રકાશ, અપારદર્શક પદાર્થ અને પડદો હોવા જરૂરી છે. જયાં અંધારુ હોય ત્યાં પ્રકાશ હોતો નથી. માટે અંધારા ઓરડામાં આપણને પડછાયો મળી શકશે નહીં.

 

22. .................પદાર્થનો પડછાયો પડી શકે નહીં.

જવાબ:- પારદર્શક

 

23. પડછાયો હંમેશા પડદા પર રચાય છે. ( કે ×)

જવાબ:-

 

24. પડછાયાની ઘટનામાં ઇમારત પડદા તરીકે પણ વર્તે છે. ( કે ×)

જવાબ:-

 

25. પડછાયો રચાવાની અનિવાર્ય શરત એટલે નીચેના પૈકી કઈ વસ્તુઓની હાજરી?

A. પ્રકાશ

B. અપારદર્શક પદાર્થ

C.પડદો

D.આપેલ તમામ