1. સુરેખ ગતિ એટલે શું? ઉદાહરણ આપો.
જવાબ
:- સીધી રેખામાં ગતિ કરતા
પદાર્થની ગતિ ને સુરેખ ગતિ કહે છે. દા. ત. ઊંચાઈ પરથી મુક્ત રીતે પડતા દડાની ગતિ, સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ,
ઝાડ પરથી નીચે પડતા ફળ
ની ગતિ.
2. ચક્રીય ગતિ કોને કહેવા?
તેના બે ઉદાહરણ આપો.
જવાબ:- એક નિશ્ચિત બિંદુની આસપાસ ઘુમતા પદાર્થની ગતિને વર્તુળાકાર
ગતિ કે ચક્રીય ગતિ કહે છે. દા. ત. પંખાના પાંખિયાની ગતિ ,
વર્તુળાકાર માર્ગ પર ગતિ
કરતી કારની ગતિ.
3. નિયતકાલીન ગતિ કોને કહેવાય છે?
તેનાં બે ઉદાહરણ આપો.
જવાબ:- નિયતકાલીન સમયમાં એટલે કે ચોક્કસ સમયમાં એક ચક્કર પુર્ણ
કરતા પદાર્થ ની ગતિને નિયતકાલીન ગતિ કહે છે. દા. ત., ઘડિયાળના કાંટાની ગતિ, પૃથ્વી ફરતે ચંદ્રની ગતિ.
4. ઘડિયાળના કાંટાની ગતિ ક્યા પ્રકારની છે?
A.સુરેખ ગતિ
B.ચક્રીય ગતિ √
C.વક્રગતિ
D.આંદોલિત ગતિ
5. પૃથ્વી સૂર્યની આસપાસ કયા પ્રકારની ગતિ કરે છે?
A.આંદોલિત ગતિ
B. સુરેખ ગતિ
C.વક્રગતિ
D.નિયતકાલીન ગતિ √
6. ઉડતા પક્ષીની પાંખની ગતિ આંદોલિત ગતિ છે. (√
કે ×)
જવાબ:-√
7. ઘડિયાળના લોલકની ગતિ ક્યા પ્રકારની છે?
જવાબ:- ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ છે.
8. નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે?
A.ફરતા પંખાની ગતિ √
B.લોલકની ગતિ
C.હીંચકાની ગતિ
D.હવામાં મચ્છરની ગતિ
9. ચકડોળમાં બેઠેલી છોકરીની ગતિ ક્યા પ્રકારની છે?
જવાબ:- ચકડોળમાં બેઠેલી છોકરી વર્તુળાકાર ગતિ કરે છે .
10. હીંચકાની ગતિ ક્યા પ્રકારની છે?
જવિબ:- .હીંચકાની ગતિ આવર્તગતિ છે.
11. ઝાડ પરથી પડતા ફળની ગતિ ક્યા પ્રકારની છે?
જવાબ:- ઝાડ પરથી પડતા ફળની ગતિ સુરેખ ગતિ છે.
12. સીધા રસ્તા પર ગતિ કરતા વાહનની ગતિ.........................ગતિ કહે છે.
જવાબ:- સુરેખ
13. દોડતા વ્યક્તિના હાથની ગતિ વર્તુળાકાર ગતિ છે. (√
કે ×)
જવાબ:- ×
14.આપેલ ગતિનું વર્ગીકરણ કરો :
(1)દોડતા વખતે તમારા હાથની ગતિ (2)સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદગાડાની ગતિ (3)હીંચકા પર રહેલા બાળકની ગતિ (4)વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ(5)
સીધા પુલ પરથી પસાર થતી
રેલગાડીની ગતિ(6) ઘડિયાળના કાંટાની ગતિ
જવાબ
:–
સુરેખ ગતિ:- સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદગાડાની ગતિ,
સીધા પુલ પરથી પસાર થતી
રેલગાડીની ગતિ.
ચક્રીય
ગતિ:- ઘડિયાળના કાંટાની
ગતિ
આવર્ત
ગતિ:- દોડતી વખતે તમારા
હાથની ગતિ, હીંચકા પર રહેલા બાળકની ગતિ, વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ.
15. વધુ ઝડપથી ખસતો પદાર્થ ઓછા સમયમાં વધુ અંતર આવરી લે છે. (√ કે ×)
જવાબ:- √
16. દરેક ગતિમાન પદાર્થ એકસરખી જ ગતિ કરે છે. .(√ કે ×)
જવાબ:- ×
17. ઝડપી ગતિ અને ધીમી ગતિને ઉદાહરણ દ્વારા સમજાવો.
જવાબ:- ગતિ કરતા પદાર્થ પૈકી કોઇ પદાર્થની ગતિ ઝડપી તો કોઇ
પદાર્થની ગતિ ધીમી હોય છે. સામાન્ય રીતે, પદાર્થની ગતિ ઝડપી છે કે ધીમી તે એકબીજાની સાપેક્ષ નક્કી
થાય છે. કાર- A 10કિલોમીટર અંતર5 મિનિટમાં કાપે છે. જ્યારે કાર-B 10 કિમી અંતર 10મિનિટમાં કાપે છે. તો અહીં કાર-A
ઝડપી ગતિ અને કાર-B
ધીમી ગતિ કરે છે. તેમ
કહેવાય. આમ નિશ્ચિત અંતર ઓછા સમયમાં કાપતા પદાર્થની ગતિ ઝડપી કહેવાય. જ્યારે અંતંર
વધુ સમયમાં આ પદાર્થની ગતિ ધીમી કહેવાય.
18. એકસરખું અંતર કાપવા માટે જે પદાર્થ સમય લે તેની ઝડપ ઓછી
ગણાય.(√ કે ×)
જવાબ:- ×
19. વ્યાખ્યા આપો:- ઝડપ
જવાબ:-
પદાર્થે એકમ સમયગાળામા
કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે.
20. કારની ઝડપ 50 કિમી/કલાક છે- તે શું દર્શાવે છે?
જવાબ:- કારની ઝડપ50 કિમી/કલાક છે -જે દર્શાવે છે કે કાર 1 કલાકમાં 50 કિમી અંતર કાપે છે.
21. નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે?
A. ઝડપ= સમય× અંતર
B. ઝડપ= અંતર/ સમય
√
C. ઝડપ= સમય /અંતર
D.ઝડપ=1/અંતર ×સમય
22. વ્યાખ્યા આપો:- અનિયમિત ગતિ
જવાબ:- સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝાડ બદલાતી રહે તો તેવી
ગતિને અનિયમિત ગતિ કરે છે.
23. વ્યાખ્યા આપો:- નિયમિત ગતિ
જવાબ:- સૂરેખ પથ પર અચળ
ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કરે છે.
24. તફાવત આપો:- નિયમિત ગતિ અને અનિયમિત ગતિ
નિયમિત ગતિ |
અનિયમિત ગતિ |
(1) સુરેખ પથ પર અચળ ઝડપેતી પદાર્થ ની ગતિ અને નિયમિત ગતિ
કહે.
(2) નિયમિત ગતિ માટે અંતર -સમય નો આલેખ સુરેખ મળે છે. |
(1)સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ ની ઝડપ બદલાતી રહે તો તેવી
ગતિ અનિયમિત ગતિ કહે છે. (2) અનિયમિત ગતિ માટે અંતર -સમયનો આલેખ સુરેખ હોતો નથી. |
25. દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે. (√
કે ×)
જવાબ:-
×
26. નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી હોય છે.
(√ કે ×)
જવાબ:- √
27. નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમયગાળા દરમિયાન
પુનરાવર્તન થતું નથી?
A.એક પૂનમ પછી બીજી પૂનમ
B.એક સૂર્યાસ્ત પછી બીજો સૂર્યાસ્ત
C.એક ધરતીકંપ પછી બીજો ધરતીકંપ √
D.પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિક્રમણ
28. એક દિવસનો સમયગાળો કઈ કુદરતી ઘટના પરથી નક્કી થાય છે?
જવાબ:- એક દિવસનો સમયગાળો દર્શાવવા માટે એક સૂર્યોદય બાદ બીજા
સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસના સમયગાળા તરીકે દર્શાવી શકાય છે.
29. એક પૂનમ પછી તરત આવતી બીજી પૂનમના સમયગાળાને....................કહે
છે.
જવાબ:- 1 માસ
30. સૂર્યની આસપાસ પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા
સમયગાળાને..................કહે છે.
જવાબ:- 1 વર્ષ
0 Comments