1.એક સવારે કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર કેમ મૂકી દેતો હતો?
જવાબ:-
એક સવારે ખૂબ જ ઠંડી હતી. તેથી તેની આંગળીઓ થીજી ગઈ હતી. તેથી તે તેની કુહાડી વારંવાર બાજુ પર મૂકી દેતો હતો.

2. આપણા હાથ ઠંડીમાં ઠરી જાય છે ત્યારે તેને ગરમાવો આપવા આપણે શું શું કરીએ છીએ?
જવાબ:- આપણા હાથ ઠંડીમાં ઠરી જાય છે ત્યારે તેને ગરમાવો આપવા આપણે જુદા જુદા ઉપાયો કરીએ છીએ : 
(1) હાથમાં ઊન કે ચામડાના ગરમ મોજા પહેરી લઈશું.
(2)હાથને એકબીજા સાથે જોરથી ઘસીશું.
(3)હાથ પર ફૂંકો મારીશું.
(4)હાથને તાપણા આગળ ધરી શેક કરીશુ વગેરે.

3. ઠંડીના કારણે આપણા હાથ- પગ થ્રીજી જઈ શકે.(√ કે ×)
જવાબ:-


4.કઠિયારો હાથને ગરમ રાખવા શું કરતો હતો ?
જવાબ:-
કઠિયારો હાથને ગરમ રાખવા હાથ પર જોરથી ફૂંક મારતો હતો.

5. શિયાળામાં બહારની હવા કરતાં મોંની ફૂંકમાંથી નીકળતી હવા ઠંડી હોય છે.(√ કે ×) 
જવાબ:- ×

6.શિયાળામાં આપણા મોંમાંથી નીકળતી હવા ____હોય છે.
જવાબ:-
ગરમ

7.લાકડાં સળગાવવા કઠિયારાએ શું કર્યુ ?
જવાબ:- લાકડા સળગાવવા કઠિયારાએ ચૂલો બનાવી તેમાં લાકડાં મૂકી આગ સળગાવી. ચૂલામાં ફૂંકો મારી જેથી લાકડાં ઝડપથી સળગે.

8. કઠિયારાએ ગરમ બટાકાને ઝડપથી ઠંડા કરવા શું કર્યું?
A.ઠંડા પાણીમાં મૂક્યા.
B.પૂંઠાથી પવન નાખ્યો.
C. ફૂંકો મારી.     
D. A અને B બંને

9.તાત્કાલિક તમારે કોઈ ગરમ વસ્તુને અડકવું હોય તો તમે શું કરશો?
જવાબ:-
તાત્કાલિક આપણે કોઈ ગરમ વસ્તુને અડકવું હોય તો તેને ફૂંક મારીને ઠંડી કરીશું, પછી તેને અડકીશું.

10.આપણે ફૂંક આપણને ક્યારેક ગરમાવો આપે છે તો ક્યારેક ઠંડક આપે છે.(√ કે ×) 
જવાબ:-

11.આપણી ફૂંક ક્યારેક ઠંડી કે ગરમ કેમ લાગે છે?
જવાબ:-
આપણા શરીરનું તાપમાન નિશ્ચિત છે, પણ વાતાવરણનું તાપમાન બદલાતું રહે છે, તેથી, આપણી ફૂંક વાતાવરણની કે વસ્તુની ગરમી કે ઠંડીના સંદર્ભમાં આપણને ગરમ કે ઠંડી લાગે છે.

12. ફૂંક દ્વારા નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીએ કેવી છે?
જવાબ:-
ફૂંક દ્વારા નીકળેલી હવા શિયાળામાં ઠંડીના સમયે આજુબાજુની હવાની સરખામણીએ ગરમ જ્યારે ઉનાળામાં ગરમીના સમયે ઠંડી હોય છે.

13. તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તે ગરમ કરવા ફૂંકો મારી છે? એવું લાગે છે?
જવાબ:-
હા, અમે શિયાળામાં હાથ ઠંડા પડી જાય તો તે ગરમ કરવા ફૂંકો મારી છે. જેને લીધે અમારા હાથને થોડી ગરમી મળે છે.

14. તમારા હાથને મોંથી થોડો દૂર રાખો અને ફૂંક મારો. તમારા મોંની હવા કેવી લાગી? કેમ?
જવાબ:- હાથને મોંથી થોડો દૂર રાખતાં મોંની હવા થોડી ઓછી ગરમ લાગી. કેમ કે, મોંની હવા સાથે બહારની હવા ભળે છે જેથી તેનો ગરમાવો ઓછો લાગે છે.

15. તમારી આંખ પર ઝોકો વાગ્યો હોય કે કોઈનો હાથ વાગ્યો હોય તો તમે શું કરશો? શા માટે ?
જવાબ:-
આંખ પર ઝોકો કે કોઈનો હાથ વાગ્યો હોય ત્યારે કપડાના ટુકડાની કે રૂમાલની ત્રણ- ચાર ગડી કરીને તેની પર ફૂંક મારીશું અને પછી તે કપડું આંખ બંધ કરીને તેની પર મૂકીશું જેથી ગરમાવો લાગે અને દુ:ખાવો ઓછો થઈ જાય.

16. કઠિયારાએ બટાકા ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત, તો શું થયું હોત?
જવાબ:-
કઠિયારાએ બટાકા ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો તેની જીભ દાઝી જાત.

17. કોઈ વસ્તુ ખૂબ ગરમ હોય તો તે ખાતાં-પીતાં શું થાય છે ?
જવાબ:-
કોઈ વસ્તુ ખૂબ ગરમ હોય તો તે ખાતાં-પીતાં જીભ દાઝી જાય છે.

18. કોઈ ખોરાક ખૂબ ગરમ હોય તો તેને કેવી રીતે ઠંડો કરશો?
જવાબ:-
કોઈ ખોરાક ખૂબ ગરમ હોય તો તેને ઠંડો કરવા તેને થોડીવાર મૂકી રાખીશું, ફૂંક

19. જો તમારે આ ત્રણ ગરમ વસ્તુઓ- દાળ રોટલી, ભાત ઠંડી કરવાની હોય તો તે તમે કઈ રીતે કરશો ?
જવાબ:-
આ બધા ખોરાકને ખુલ્લી હવામાં કે પંખાની નીચે મૂકીને ઠંડો કરીશું. વળી દાળ ને થાળીમાં રેડીશું ભાતને પણ થાળીમાં મૂકી ચમચીથી તેને છુટા પાડીશું તથા રોટલીના કટકા કરીશું.

20. મિની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરે છે. શું વધારે ગરમ હશે?
જવાબ:-
મિનિની ચા તેની ફૂંક કરતાં વધારે ગરમ હશે.

21. સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી. તે તેના હાથ પર ફૂંકો માર્યા કરે છે. શું વધારે ઠંડુ હશે? 
જવાબ:- સોનુનો હાથ તેની ફૂંક કરતાં વધારે ઠંડો હશે .

22.___વગાડવા આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ.
જવાબ:-
સીટી

23.નીચે આપેલી કઇ વસ્તુની સીટીનો અવાજ મોટો આવશે ?
A.ચોકલેટનું રેપર
B.પાંદડું
C.ફુગ્ગો
D. પેનનું ઢાંકણુૃ     

24. ફૂંકનાઉપયોગથી થતાં પાંચ કામ જણાવો.
જવાબ:-
ફૂંકના ઉપયોગથી થતાં કામ આ મુજબ છે :
(1)ફુગ્ગા કે બોલમાં હવા ભરવા માટે
(2) સાબુવાળા પાણીના બબલ્સ ઉડાડવા માટે
(3) ચશ્માના કાચ સાફ કરવા માટે
(4)શેકેલી સીંગનાં ફોતરાં ઉડાડવા માટે 
(5)વાંસળી વગાડવા માટે

25.આપણે અરીસા પર ફૂંક મારીએ તો તે ઝાંખો કેમ દેખાય છે?
જવાબ:-
આપણે મોંમાથી નીકળતી ફૂંકની હવા ભેજવાળી હોય છે, આથી જ્યારે ફૂંક કાચને અડે છે ત્યારે ફૂંકમાં રહેલી પાણીની વરાળ (ભેજ) અરીસાને અડતાં પાણીનાં ટીપાં બને છે, આથી આપણે અરીસા પર ફૂંક મારીએ તો તે ઝાંખો દેખાય છે.