1. _____ એ દીવાલ ઓળંગી લીધી .
ઉત્તર:
અફસાના

2. અફસાનાએ કઈ દીવાલ ઓળંગી લીધી છે?
ઉત્તર :
અફસાનાએ તેની ઝુંપડી મને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચેની, સમાજે છોકરીઓ માટે બનાવેલી જાતીની દીવાલ ઓળંગી લીધી.
3. અફસાનાનો દીવાલ ઓળંગવાનો અહેવાલ કયા સમાચાર પત્રમાં ક્યારે પ્રસિદ્ધ થયો હતો ?
ઉત્તર :
અફસાનાનો દીવાલ ઓળંગવાનો અહેવાલ ‘ ઇન્ડિયન એક્સપ્રેસ ’ સમાચાર પત્રમાં 2007 માં પ્રસિદ્ધ થયો હતો.

4. અફસાનાની માતાને તેના માટે કઈ દીવાલ બનાવી હતી ? 
ઉત્તર : C
(A) ગરીબીની 
(B) અમીરીની 
(C) જાતિની 
(D) ધર્મની 

5. અફસાના આજે કઈ ટીમનો મજબૂત આધાર બની ગઈ છે ?
ઉત્તર :
અફસાના નાગપાડા બાસ્કેટ બોલ એસોસિએશન ( NBA ) ઓફ મુંબઈ માટે મજબુત આધાર બની ગઈ છે.

6. અફસાનાની ટીમ તેના ક્યા ગુણોને લીધે જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં પહોંચી ગઈ છે ?
ઉત્તર :
D
(A)ખમીર 
(B) હિંમત 
(C)અમીરી 
(D) A અને B બંને 

7. નીચેનામાંથી કોણ NBA ટીમની ખેલાડી ન હતી ?
ઉત્તર :
D
(A)અફસાના
(B) ઝરીના
(C) આફરીન
(D) નૂરેન

8. મુલાકાતની શરૂઆતમાં બધી છોકરીઓ ___ હતી.
ઉત્તર :
શાંત

9. ઝરીના ખૂબ જ બોલકી હતી.સમગ્ર મુલાકાત દરમિયાન તે જ બોલતી હતી. ( √ કે X )
ઉત્તર :
X

10. __ નું ઘર મેદાનની બરાબર સામે હતું.
ઉત્તર :
ઝરીના

11. ઝરીનાને શું જોઈને રમવાની ઈચ્છા થઈ ?
ઉત્તર :
ઝરીના તેના ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી. જ્યારે પણ છોકરાઓ મેચ રમતા, ઘણા લોકો જોવા આવતા જીતનાર ટકડીની ખૂબ પ્રશંસા કરતા. બધા ખેલાડીઓને બૂમો પાડી પ્રોત્સાહન આપતા. આ બધું જોઈને ઝરીનાને રમવાની ઈચ્છા થઈ.

12. કોચ ઝરીનાના ભાઈના ખૂબ જ સારા મિત્ર હતા. ( √ કે X ) 
ઉત્તર : X

13. કોચે ઝરીનાને રમત રીખવાડવા માટે કઈ શરત કરી ? 
ઉત્તર : કોચે ઝરીનાને કહ્યું કે, જો તે વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો તે તેમને રમત શિખવાડશે.

14. કઈ કઈ છોકરીઓ NBA ટીમની ખેલાડીઓ છે ? 
ઉત્તર : અફસાના, ઝરીના, આફરિન, ખુશનૂર વગેરે છોકરીઓ NIBA ટીમની ખેલાડીઓ છે.

15. NBA ટીમની છોકરીઓ કઈ રમત રમતી હતી ?
ઉત્તર : B

(A) ફૂટબોલ 
(B) બાસ્કેટબોલ
(C) વોલીબોલ 
(D) બેઝબોલ

16. કિકેટ , હોકી ફૂટબૉલની રમતમાં છોકરાઓ અને છોકરીઓની રમતના નિયમો જુદા જુદા હોય છે.(√ કે  X ) 
ઉત્તર : X

17. દરેક વ્યકિતને રમત રમતી વખતે સમાન તકો મળવી જોઈએ. ( √ કે X ) 
ઉત્તર :

18.______નાં માતા - પિતાએ તેની જિદને કારણે રમત રમવાની હા પાડી હતી.
ઉત્તર :
ખુશનૂર

19. કોની માતા બીજાના ઘરનાં કામ કરવા જાય છે ? 
ઉત્તર : D
(A) આફરિન 
(B) ખુશનૂર
(C) ઝરીના 
(D) અફસાના

20. કારણ આપો : બાસ્કેટબૉલ રમવાની યોજના સાંભળી અફસાનાની માતા ગુસ્સે થયાં.
ઉત્તર :
કારણ કે, અફસાનાની માતા માનતાં હતાં કે છોકરીઓથી બાસ્કેટબૉલ ન રમાય. તેણે શાળાએ જઇ મહેનત કરવી જોઈએ. આથી તે બાસ્કેટબૉલ રમવાની યોજના સાંભળી ગુસ્સે થયાં.

21. અફસાનાની માતા કેવી રીતે રમત માટે માની ગયાં ?
ઉત્તર :
જયારે અફસાનાના મિત્રો અને કોચે તેની માતાની સાથે વાત કરી ત્યારે તે અફસાનાને રમત રમવા દેવા માટે માની ગયાં.

22. આફરિનનાં___ બધા ઉપર ખૂબ ગુસ્સે થયાં. 
ઉત્તર : A
(A) દાદી 
(B) દાદા 
(C) પિતા 
(D) કાકા

23. આફરિનનાં દાદી તેઓને રમત રમવાની શા માટે ના પાડતાં હતાં
ઉત્તર :
આફરિનનાં દાદીના મતે છોકરીઓથી રમત રમાય નહીં . ઉપરાંત રમત રમવા માટે યોગ્ય સાધનોની જરૂર પડશે . તેમને શક્તિ માટે ખુબ જ દૂધ લેવાની જરૂર પડશે . આ બધા માટેના પૈસાની સગવડ તેમની પાસે ન હતી . આથી , તેઓ આફરિન અને તેની બહેનોને રમત રમવાની ના પાડતાં હતાં .

24. કોના પિતાજી સારા ખેલાડી હતા ? 
ઉત્તર: C
(A) ખુશનૂર 
(B) અફસાના 
(C) આફરિન 
(D) ઝરીના

25. ______આફરિનના પિતાના વખતના કોચ હતા .
ઉત્તર :
બચ્ચુખાન

26. આફરિનના પિતાજીને સારા ખેલાડી બનાવવામાં કોણે અને કેવી મદદ કરી હતી ?
ઉત્તર:
આફરિનના પિતાને સારા ખેલાડી બનાવવામાં બચ્ચુખાને મદદ કરી હતી. તેમણે તેના પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યાં હતાં. તથા રમત માટેની યોગ્ય કેળવણી પણ આપી હતી.

27. આફરિનના પિતાને રમત શા કારણે છોડી દેવી પડી ?
ઉત્તર :
ઘર પ્રત્યેની જવાબદારીઓને કારણે આફરિનના પિતાને નોકરી કરવી પડી અને રમત છોડી દેવી પડી.
 
28. કારણ આપો : આફરિનના પિતા આફરિન અને તેની બહેનોને રમવા દેવા માગતા હતા .
ઉત્તર :
કારણ કે, આફરિનના પિતા નાના હતા ત્યારે પૈસાનો અભાવ હોવા છતાં પણ રમત શીખતા હતા. તેમના કોચ બચ્ચુ ખાને તેમને યોગ્ય બૂટ અને કપડાં લાવી આપ્યાં. પરંતુ ત્યારબાદ ઘરની જવાબદારીઓને લીધે તેઓ આગળ રમી શક્યા નહિ. આથી પોતાની દીકરીઓની રમવાની ઇચ્છા પૂરી કરવા તેઓએ હા પાડી.

30. લોકોને કઈ બાબતની જિજ્ઞાસા હતી ?
ઉત્તર :
છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે ! તે બાબતની લોકોને જિજ્ઞાસા હતી.

31. જયારે પહેલીવાર ટીમે રમવાનું શરૂ કર્યું ત્યારે અફસાના_______વર્ષની હતી.
ઉત્તર : B
(A) 10 
(B) 11 
(C) 12 
(D) 13

32. મેદાનમાં રમનારી ટીમમાં છોકરીઓની ટીમ તરીકે આફરિનની ટીમ પહેલી ન હતી. ( √ કે X )
ઉત્તર :
X

33. છોકરીઓની ટીમ બીજી જગ્યાએ મૅચ રમવા માટે કેવી રીતે સક્ષમ બની ?
ઉત્તર : છોકરીઓની ટીમ તેમની સખત મહેનત અને કોચની તાલીમના લીધે બીજી જગ્યાએ મેચ રમવા માટૅ સક્ષમ બની.