1. બેરોજગારીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ
કર્યું છે : સમજાવો.
અથવા
વિકાસશીલ દેશો પૂર્ણ બેરોજગારીનું સર્જન
કરવામાં નિષ્ફળ રહ્યા છે.
ઉત્તર : બેરોજગારીની
સમસ્યાએ આજે વૈશ્વિક સમસ્યાનું રૂપ ધારણ કર્યું છે.
આયોજનમાં બેરોજગારીની સમસ્યા નિવારવાના ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી છે.
પરંતુ દેશમાં આર્થિક વિકાસ થયો હોવા છતાં બરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી ગઇ
છે. તે આપણા આયોજનની મર્યાદા છે.
વિકાસશીલ ભારત દેશમાં એક તરફ ઊંચો
વસ્તીવૃદ્ધિનો દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની
સમસ્યાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.
2. બેરોજગારીની વ્યાખ્યા આપી અર્થ સમજાવો.
ઉત્તર : પિગુના મતે
બેરોજગારી એટલે ‘‘કોઇ વ્યક્તિ માત્ર ત્યારે જ
બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઇચ્છા હોવા છતાં કામ મળતું નથી.’’
બેરોજગારી એટલે, ‘‘પ્રવર્તમાન વેતનદરે વ્યક્તિની કામ
કરવાની ઇચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે તે વ્યક્તિ બેરોજગાર છે.
તેમ કહેવાય.’’
બેરોજગારીના આ અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે
વ્યક્તિની કામ કરવાની ઇચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર રહેવું પડે
ત્યારે આવી બેરોજગારીને ‘‘અનૈચ્છિક બેરોજગારી’’ કે ‘‘ફરજિયાત સ્વરૂપની બેરોજગારી’’
કહેવાય છે.
જો વ્યક્તિની કામ કરવાની ઇચ્છા અને શક્તિ ન હોય
અને પરિણામે તે પ્રવર્તમાન વેતન –દરે કામ વગર બેસી રહે તેવી વ્યક્તિને બેરોજગાર
કહેવાય નહિ. આવા વ્યક્તિને ‘‘સ્વૈચ્છિક બેરોજગાર’’ ગણી શકાય.
બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઇચ્છાથી કામ
વગર બેસી રહેનાર સક્રિય શ્રમ–પુરવઠાનો હિસ્સો ન હોવાથી બેરોજગાર ગણાય નહિ. આવી
સ્વૈચ્છિક બેરોજગારીની સમસ્યા નથી.
3.
શ્રમના પુરવઠાના સંદર્ભમાં બેરોજગારી સમજાવો.
ઉત્તર : બેરોજગારીનો
ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ સમજવામાં આવે છે.
સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15 થી 64
વર્ષની વયજુથમાં હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. બેરોજગારીના અર્થની
સ્પષ્ટતા પરથી કહી શકાય છે. અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી જ
દેશ માટે સમસ્યારૂપ ગણવામાં આવે છે.
ભારતમાં પણ બેરોજગારીએ ગંભીર આર્થિક સમસ્યાનું
સ્વરૂપ ધારણ કર્યું છે.
બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે
અને સમાજમાં સ્વમાનપૂર્વક જીવન જીવી શકતી નથી. તેથી ભારતમાં બેરોજગારીની સમસ્યાએ
માત્ર આર્થિક સમસ્યા જ નથી પણ તે સમાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે સમસ્યાઓ ઊભી
કરી શકે છે.
4. બેરોજગારીનું સ્વરૂપ જાણવાના માપદંડો
સમજાવો.
ઉત્તર : બેરોજગારીનું
સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011–12 એ નીચેના ચાર
માપદંડો રજૂ કર્યા છે:
(1) સમય :
જે વ્યક્તિ કામ કરવાની વૃતિ અને શક્તિ ધરાવતી
હોય. પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે
બેરોજગાર ગણાય.
જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારો
પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો તેની બેરોજગારીની તીવ્રતા ઓછી
ગણાય.
(2) આવક :
વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે
જેથી તેની ગરીબી દૂર ન થઇ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે.
ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી
વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
દા.ત., કોઇ એક વ્યક્તિને પોતાના પરિવારનું
ભરણ–પોષણ કરવા માટે એક મહિનામાં રૂ. 30,000 ની આવશ્યકતા હોય પણ તે વ્યક્તિ વર્તમાન
કામમાંથી રૂ. 15,000 કે તેથી ઓછી જ આવક મેળવી શકતી હોય.
(3) સંમતિ :
વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય
પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની
લાયકાત કરતા ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. પરંતુ આ
પ્રકારના કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધબેરોજગાર કહેવાય છે.
દા.ત., સી.એ.ની ડિગ્રી મેળવેલ વ્યક્તિને કલાર્ક
તરીકે કામ કરવું પડે.
(4) ઉત્પાદકતા :
શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતા
તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતા જે હોય તેના કરતા તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતા એ
કામ કરતો હોય, તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા ઓછું હશે.
દા.ત., કોઇ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ
બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે. પણ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું જ કામ
મળતું હોય.
5. સંપૂર્ણ બેરોજગારી ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તર :
અર્થ :
જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દરે રોજગારી
મેળવવા માંગે છે. અને જરૂરી લાયકાત પણ ધરાવે છે, પરંતુ તેમને બિલકુલ રોજગારી ના
મળતી હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય.
સમજૂતી :
સામાન્ય રીતે જે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી
વધતો હોય અને શહેરીકરણની પ્રક્રિયા પણ ઝડપી હોય ત્યાં આવી સંપૂર્ણ બેરોજગારીનો
વૃદ્ધિ દર ઊંચો જોવા મળે છે.
આ પ્રકારની બેરોજગારી ગામડાં કરતા શહેરોમાં વધુ
જોવા મળે છે. જેમાંના મોટા ભાગના ખુલ્લા બેરોજગારો ગામડામાંથી શહેરોમાં કામની
શોધમાં આવેલા વ્યક્તિઓ હોય છે.
સંપૂર્ણ બેરોજગારીનો ભોગ સામાન્ય રીતે શિક્ષિતો
અને તાલીમ વગરના વ્યક્તિઓ વધુ બનતા હોય છે.
સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિઓ કામ કરી શકે તેમ
હોવા છતાં કામ મેળવી શકતા નથી પરંતુ આવી વ્યક્તિઓ વસ્તુનો વપરાશ અને ખર્ચ તો કરતા
જ હોય છે. તેથી તેઓ બોજારૂપ બને છે. અને ઉત્પાદકતા ઘટવાનું કારણ પણ બને છે.
સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15 થી 25 વર્ષની વયજુથની વ્યક્તિઓમાં વધુ જોવા મળે
છે.
સંપુર્ણ કે ખુલ્લી બેરોજગારીનો આંક આધારભૂત રીત
મેળવવો મુશ્કેલ હોય છે છતાં પણે તેને માપવાની ત્રણ પદ્ધતિઓ પ્રચલિત છે :
(1) રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી
દ્વારા
(2) શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા
(3) વસ્તી ગણતરીના આંકડા દ્વારા
6. સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિઓ સમાજ માટે
બોજારૂપ છે. સમજાવો.
ઉત્તર : જે વ્યક્તિઓ
પ્રવર્તમાન વેતનના દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે. પંરતુ
તેમને બિલકુલ રોજગારી ન મળતી હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કહેવાય.
સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિઓ કામ કરી શકે તેમ
હોવા છતાં કામ મેળવી શકતા નથી. પરંતુ આવી વ્યક્તિઓ વસ્તુનો વપરાશ અને ખર્વ તો કરતા
જ હોય છે. તેથી તેઓ બોજારૂપ બને છે. અને ઉત્પાદકતા ઘટવાનું કારણ પણ બને છે.
સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15 થી 25 વર્ષની વયજુથની વ્યક્તિઓમાં વધુ જોવા મળે
છે.
7. અર્ધબેરોજગારી વિસ્તૃત રીતે સમજાવો.
ઉત્તર :
અર્થ :
શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન
હોય એટલે કે ઓછા સમય માટે કે લાયકાત કરતા ઓછી લાયકાતવાળું કાર્ય સ્વીકારવું પડે
તેને અર્ધબેરોજગારી કહેવાય.
સમજૂતી :
શ્રમિક દિવસના જેટલા કલાક અથવા વર્ષના જેટલા
દિવસ કામ કરવાની વૃતિ અને શક્તિ ધરાવતો હોય તેના કરતાં ઓછા કલાક કે દિવસનુ કામ મળે
તો તે અર્ધબેરોજગાર કહેવાય.
દા.ત., એક કારખાનામાં કે ખેતરમાં શ્રમિકને આઠ
કલાકને બદલે માત્ર પાંચ કલાક કામ મળતું હોય તો તે અર્ધબરોજગાર કહેવાય.
આ અર્થ મુજબ ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં
ખેતીક્ષેત્રે જોવા મળતી મોસમી બેરોજગારી પણ અર્ધબેરોજગારીનો જ એક પ્રકાર છે. કારણ
કે ખેતીક્ષેત્ર રોકાયેલ શ્રમિકને વાવણી અને લણણી (કાપણી) ની મોસમમાં જ કામ મળે છે.
પણ બાકીના સમયમાં કામ વગર બેસી રહેવું પડે છે.
ભારતમાં ખેતી મોટા ભાગે વરસાદ આધારીત છે. અને
સિંચાઇની સગવડ મર્યાદિત હોવાથી ખેતીક્ષેત્ર આવી મોસમી સ્વરૂપની બેરોજગારી વિશેષ
જોવા મળે છે.
કેટલીક શિક્ષિત વ્યક્તિઓને તેમની લાયકાત કે
ડિગ્રી પ્રમાણે કામ ના મળતા ઊતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે છે. તેને પણ
અર્ધબેરોજગારી કહેવાય. દા.ત., કમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવનાર વ્યક્તિને
ગેરેજમાં નોકરી કરવી પડે.
8. પ્રચ્છન્ન બેરોજગારી સમજાવો.
ઉત્તર :
અર્થ :
કોઇ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેક્નોલોજીના
સંદર્ભમાં જરૂરી હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય. આવા વધારાના શ્રમિકોને આ
ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તોપણ કુલ ઉત્પાદનમાં કોઇ ફેરફાર ન થતો હોય, તો તેઓ
પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય છે.
સમજૂતી :
પ્રચ્છન્ન બેરોજગારી એટલે છૂપી બેરોજગારી. આ
પ્રકારની પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસતા દેશોમાં સવિશષ જોવા મળે છે.
જો ઉત્પાદનમાં સાધનો અને ઉત્પાદનની ટેક્નિક
આપેલી હોય અને અતિવસ્તી ધરાવતા વિકસતા દેશોના ખેતીક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં
શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય, તો તેવા દેશોમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રર્વતે
છે, તેમ કહી શકાય.
આ અર્થ મુજબ એમ કહી શકાય કે, પ્રચ્છન્ન
બેરોજગારની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે.
ભારતમાં વસ્તી સતત વધતી ગઇ છે. તેથી રોજગારી
માગનારાઓની સંખ્યા પણ ઊંચા દરે વધે છે. પરંતુ દેશમાં ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોનો
અપૂરતો વિકાસ થયો હોવાથી રોજગારી માંગનારી વધારાની વસ્તીનું ખેતીક્ષેત્રે ભારણ
વધતું જાય છે. આ વધારાના શ્રમિકોને ખેતીક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તોપણ ખેત
ઉત્પાદનમાં ઘટાડો થશે નહિ. આ વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી આ
શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર ગણી શકાય.
શહેરોમાં પણ ઉદ્યોગ અને વેપારક્ષેત્રે આવી
પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળતી હોય છે. સામાન્ય રીતે જે વ્યવસાયમાં શ્રમકાર્ય
કુટુંબ દ્વારા થતું હોય શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ન ચૂકવામાં આવતું હોય
તેમાં પ્રચ્છન્ન બેરોજગારી વિશેષ જોવા મળતી હોય છે.
દા.ત., ધારો કે 10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ
કરવમાં આવે તો વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી પૂરી પાડી શકાય તેમ હોય. પરંતુ અન્ય
સ્થળે કામ મળે તેમ ન હોવાથી કુટુંબના બીજા 3 સભ્યો પણ આજ ખેતરમાં કામમાં જોડાય. પણ
તેમના જોડાવવાથી આ ખેતરમાં કુલ ઉત્પાદનમાં કોઇ જ વધારો થતો ન હોય તો આ વધારાના 3
શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર છે. તેમ કહેવાય. આવા શ્રમિકો બેકાર દેખાતા નથી, પણ
તેમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી તે પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય.
9. સમજાવો : પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત
ઉત્પાદકતા શૂન્ય હોય છે.
ઉત્તર : કોઇ એક
વ્યવસાયમાં પ્રર્વતમાન ટેક્નોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતા વધુ શ્રમિકો
રોકાયેલા હોય આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તોપણ કુલ
ઉત્પાદનમાં કોઇ ફેરફાર ન થતો હોય, તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય છે.
પ્રચ્છન્ન બેરોજગારી એટલે
છૂપી બેરોજગારી આ પ્રકારની પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસતા દેશમાં સવિશેષ
જોવા મળે છે.
જો ઉત્પાદનમાં સાધનો અને
ઉત્પાદનની ટેક્નિક આપેલી હોય અને અતિવસ્તી ધરાવતા વિકસતા દેશોના ખેતીક્ષેત્રમાં
વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય, તો તેવા દેશોમાં પ્રચ્છન્ન
બેરોજગારી પ્રર્વતે છે, તેમ કહી શકાય.
આમ, આ અર્થ મુજબ એમ કહી
શકાય કે, પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે.
10. ચક્રીય બેરોજગારી
સમજાવો.
ઉત્તર :
અર્થ :
મૂડીવાદી સ્વરૂપની અર્થ
વ્યવસ્થામાં મૂડીરોકાણ કરનાર અને બચર કરનાર બંને જુદી વ્યક્તિઓ હોવાથી મૂડીરોકાણ
અને બચત કરનાર વચ્ચે આવર નવાર અસમુતલા સર્જાય છે. પરિણામે ક્યારેક આખા
અર્થતંત્રમાં તેજીનું તો ક્યારેક મંદીનું મોજું ફરી વળે છે. તેજીની સ્થિતિમાં
અર્થંતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી વગેરે વધવાનું વલણ હોય છે. જ્યારે
સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાની માંગમાં
ઘટાડો થાય છે. પરિણામે અસરકારક માંગના અભાવને કારણે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે
છે અને ઘણા બધા શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવે છે. આમ અહીં મંદી
બેરોજગારીનું કરાણ બને છે. તેથી આ બેરોજગારીને ચક્રીયહ બેરોજગરી કે મંદીજન્ય
બેરોજગારી તરીકે ઓળખાવામાં આવે છે.
સમજૂતી :
ઇ.સ. 1929–30 માં
અમેરિકામાં આવેલ મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી. તેથી આ મંદીને
વિશ્વ મહામંદી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ કયારેક અમેરિકા,
ઇગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી સર્જાય છે. ભારતમાં પણ મૂડીવાદી
સ્વરૂપના બજારતંત્રનું અસ્તિત્વ હોવાથી અવાર–નવાર આવી. ચક્રિય બેરોજગારી ઊદભવતી
જોવા મળે
ચક્રિય બેરોજગારીની
સમસ્યા હલ કરવા માટે રાજ્યે ઉત્પાદકીય કે વિકાસલક્ષી કાર્યમાં મૂડીરોકાણમાં વધારો
કરીને વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડીને તેમની આવકમાં વધારો થાય તેવા પ્રયાસ
કરવા જોઇએ. જેથી લોકોની આવક વધતા અસરકારક માંગમાં વધારો થશે અને ઉત્પાદન વધશે.
ઉત્પાદન વધતા રોજગારી વધશે. પરિણામે ચક્રિય બેરોજગારીની સમસ્યા હળવી થશે.
11. ચક્રિય બેરોજગારીની
સમસ્યા કઇ રીતે દૂર થઇ શકે?
ઉત્તર : ચક્રિય
બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યે ઉત્પાદકીય કે વિકાસલક્ષી કાર્યોમાં
મૂડીરોકાણમાં વધારો કરીને વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડીને તેમની આવકમાં વધારો
થાય તેવા પ્રયાસ કરવા જોઇએ. જેથી લોકોની આવક વધતા અસરકારક માંગમાં વધારો થશે અને
ઉત્પાદન વધશે. ઉત્પાદન વધતા રોજગારી વધશે. પરિણામે ચક્રિય બેરોજગારીની સમસ્યા હળવી
થશે.
12. ઘર્ષણજન્ય બેરોજગારી
સમજાવો.
ઉત્તર :
અર્થ :
જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં
ચીજવસ્તુની માંગમાં કે ચીજવસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી
ટેક્નોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી
બેરોજગારીને ઘર્ષણજન્ય બરોજગારી તરીકે ઓળખવામાં આવે છે.
સમજૂતી :
વિકસિત દેશોમાં જૂની
ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા, જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમોને
આર્થિક રીતે નુકશાન થતાં કેટલાક એકમો બંધ પડે છે. પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો
નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ના શીખે ત્યાં સુધી તેને બરોજગાર રહેવું પડે
છે. નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી લે છે. એટલે કે
આ સ્વરૂપની બેરોજગારી ટૂંકાગાળા માટેની હોય છે.
દા.ત., સાદા મોબાઇલ ફોનના
સ્થાને સ્માર્ટ મોબાઇલ ફોન આવતા સાદા મોબાઇલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ
ક્ષેત્ર કામ કરતા શ્રમિકોને રોજગારી મળતી બંધ થતા તેઓ બેરોજગાર બને છે. આ સ્વરૂપની
બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી ગણાય.
13. બેરોજગારી ઉદભવવાના
કારણો જણાવો.
ઉત્તર : ભારતમાં
બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન
(CSO), નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા
બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે. તેમજ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે
રચાયેલ ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો
દર્શાવવામાં આવ્યા છે :
(1) વસ્તીવૃદ્ધિનો ઊંચો
દર
(2) રોજગારીની તકોમાં
ધીમો વધારો
(3) બચત કે મૂડીરોકાણનો
નીચો દર
(4) મૂડીપ્રધાન ઉત્પાદન
પદ્ધતિ
(5) વ્યાવસાયિક શિક્ષણનું
નીચું પ્રમાણ
(6) માનવશક્તિના આયોજનનો
અભાવ
(7) જાહેર ક્ષેત્રની
બિનકાર્યક્ષમતા
(8) કૃષિક્ષેત્રના
વિકાસની અવગણના
(9) શ્રમની ઓછી ગતિશીલતા
(10) અપૂરતી માળખાકીય
સુવિધા
14. સમજાવો : આઝાદી કાળથી
અત્યાર સુધીમાં બેરોજગારીની સમસ્યામાં મોટો ઉછાળ જોવા મળ્યો છે.
અથવા
આઝાદી બાદથી બેરોજગારી
વધુ વ્યાપક બની છે.
ઉત્તર : ભારતમાં આર્થિક
વિકાસના દરને ઊંચો દરને ઊંચો લઇ જવા માટે અને બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઇ.સ.
1951 થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવયા હોવા છતાં, બેરોજગારીની સમસ્યા વધારે ને
વધારે તીવ્ર બનતી ગઇ છે.
જે યોજનાના અંતે
બેરોજગારીના પ્રમાણની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે.
ભારતમાં પંચવર્ષીય
યોજનાને અંતે 53 લાખ બેરોજગારો હતા જે વધીને પાંચમી યોજનાને અંતે 304 લાખ અને નવમી
યોજનાને અંતે વધીને 348.5 લાખ બેરોજગારો થયા.
આમ, તારણ કાઢી શક્યા કે,
ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે. અને તેમાં ઉત્તરોતર વધારો થઇ
રહ્યો છે.
15. બેરોજગારીના કારણ
તરીકે વસ્તીવૃદ્ધિનબો ઊંચો દર સમજાવો.
અથવા
સમજાવો : દેશમાં રોજગાર
વૃદ્ધિદર વસ્તીવૃદ્ધિના દર કરતા નીચો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે.
ઉત્તર : ભારતમાં
વસ્તીનું કદ અને વસ્તીવૃદ્ધિના દરનું ઊચું પ્રમાણ જોવા મળે છે.
ભારતમાં વસ્તીવૃદ્ધિનો દર
ઊંચો રહેવાથી દેશની કુલ વસ્તીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. તેથી શ્રમના
પુરવઠામાં પણ ઝડપથી વધારો થાય છે અને શ્રમબજારમાં રોજગારીની શોધમાં પ્રવેશતા નવા
શ્રમિકોનું પ્રમાણ ઉતરોત્તર વધતું ગયું છે. પરંતુ તેની સામે રોજગારીની તકોમાં ધીમા
દરે વધારો થતો હોવાથી બેરોજગારીની અને અર્ધબેરોજગારીની સમસ્યા વધતી જાય છે.
એક અંદાજ મુજબ ભારતમાં
પ્રતિવર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે.
ઊંચા દરે વધતી વસ્તીની
સામે દેશમાં રોજગારી આપવાનાં સાધનો અપૂરતાં હોય ત્યાં બેરોજગારીમાં વધારો થાય તે
સ્વાભાવિક છે.
આમ, દેશમાં રોજગાર
વૃદ્ધિ–દર વસ્તીવૃદ્ધિના દર કરતા ખૂબ નીચો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે.
અને તે વધતી જાય છે.
0 Comments