1. ચુંબકનો ઉપયોગ થતો હોય તેવી કોઈપણ ચાર વસ્તુઓનાં નામ જણાવો.
જવાબ:-
રેડિયો,ટીવી, ટેલિફોન, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, લાઉડસ્પીકર ,માઇક્રોફોન રેફ્રિજરેટર, ડાયનેમાં વગેરે બનાવવા.

2. ચુંબકની શોધ_________દેશમાં થઈ હતી. 
જવાબ:- પ્રાચીન ગ્રીસ

3.મૅગ્નેટાઇટ__________ધાતુની ખનીજ ધરાવે છે. 
જવાબ:- લોખંડ

4.કયા પ્રદેશ માંથી 'મેગ્નેટ' સૌ પ્રથમ વખત મળી આવ્યો હતો?
જવાબ:-
પ્રાચીન ગ્રીસ દેશમાં મેગ્નેશિયા પ્રાંતમાંથી સૌપ્રથમ મેગ્નેટ મળી આવ્યો હતો.

5.ચુંબક એટલે શું?
જવાબ:-
જે પદાર્થ લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે તેને ચુંબક કહે છે.

6. કુત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ(√ કે ×) 
જવાબ:- ×

7. ચુંબકના કેટલા પ્રકાર છે ?કયા કયા?
જવાબ:-
ચુંબકના મુખ્ય બે પ્રકાર છે:(1) કુદરતી ચુંબક(2) કૃત્રિમ ચુંબક

8.વ્યાખ્યા આપો:
(1) કુદરતી ચુંબક:
જમીનમાંથી મળતા ચુંબકીય પથ્થરને કુદરતી ચુંબક કહે છે.
(2) કૃત્રિમ ચુંબક : લોખંડના ટુકડા પર ચુંબક ઘસીને તેમાંથી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે.

9. આકારની રીતે ચુંબકના પ્રકાર વર્ણવો. 
જવાબ:- ચુંબકના પ્રકારો: (1) લંબઘન પટ્ટીના આકારનો ગજિયો ચુંબક (2) ઘોડાની નાળ આકારનો ચુંબક,(3) સોયાકાર ચુંબક (4) નળાકાર ચુંબક (5) બૉલ-એન્ડેડ ચુંબક (6) કંકણાકાર ચુંબક

10. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે, તેને_______કહે છે.
જવાબ:-
ચુંબકીય પદાર્થો

11. વ્યાખ્યા આપો: ચુંબકીય પદાર્થ
જવાબ:-
જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેવા પદાર્થોને ચુંબકીય પદાર્થો કહે છે.

12. ચુંબકીય પદાર્થોનાં ચાર ઉદાહરણ લખો. 
જવાબ:- લોખંડ,નીકલ ,કોબાલ્ટ ,પોલાદ વગેરે ચુંબકીય પદાર્થો છે.

13. બિનચુંબકીય પદાર્થો એટલે શું? તેના ઉદાહરણ આપો.
જવાબ:-
જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી. તેને બીનચુંબકીય પદાર્થો કહે છે. કાગળ ,પ્લાસ્ટિક, લાકડું, તાંબુ, પથ્થર વગેરે બિનચુંબકીય પદાર્થો છે.

14.ચુંબક વડે આકર્ષાતી ધાતુઓ લખો. 
જવાબ:- ચાવી ,નિકલનુંપાત્ર ,ટાંકણી, ખીલી સોય,કોબાલ્ટ ધાતુ.

15. કાગળ એ _______પદાર્થ નથી.
જવાબ:-
ચુંબકીય

16. રબર એ ચુંબકીય પદાર્થ છે.(√ કે ×) 
જવાબ:- ×

17. ચુંબક સ્ટેઈનલેસ સ્ટીલને આકર્ષતું નથી.(√ કે ×)
જવાબ:-
×

18. નીચેનામાંથી કઈ વસ્તુને ચુંબક આકર્ષી શકશે?
A. પેન્સિલ
B.રબરનો દડો
C.લોખંડની ચાવી     
D.આપેલ તમામ

19.નીચેનામાંથી કોણ ચુંબક તરફ આકર્ષણ નહીં પામે ?
A.પથ્થર     
 
B.ખીલી
C.લોખંડની ચાવી
D.સોય

20. નિકલ ચુંબક વડે આકર્ષાતી ધાતુ છે. (√ કે ×)
જવાબ:-


21. આપેલી વસ્તુઓનું 'ચુંબકીય પદાર્થ' અને 'બિનચુંબકીય પદાર્થ'માં વર્ગીકરણ કરો: 
(બોલપેન, ચાવી, કાચ, રેતી, લોખંડ, તાંબું, દીવાસળી, એલ્યુમિનિયમ, ટાંકણી, કોબાલ્ટ, ખીલી, પથ્થર, સોય)
જવાબ:- 
ચુંબકીય પદાર્થ :- ચાવી, લોખંડ, ટાંકણી, કોબાલ્ટ, ખીલી, સોય
બિનચુંબકીય પદાર્થ:- બોલપેન,કાચ, રેતી,તાંબુ, દીવાસળી ,એલ્યુમિનિયમ, પથ્થર

22. બૂટનો દરેક ભાગ ચુંબક વડે આકર્ષણ પામે છે.(√ કે ×)
જવાબ:-
×

23. માટીમાં લોખંડની રજકણ છે કે નહીં તે કેવી રીતે નક્કી કરશો?
જવાબ:-
લોખંડ એ ચુંબકીય પદાર્થ છે. કોઈ એક ચુંબક લઈ તેને લોખંડની રજમિશ્રિત વિસ્તારમાં ફેરવવાથી તેમાં રહેલી લોખંડની રજ ચુંબક વડે આકર્ષાઈને ચુંબકને ચોંટી જશે. આ રીતે માટીમાં લોખંડની રજકણ છે કે નહીં તે નક્કી કરી શકાય છે.

24. એવું જોવામાં આવ્યું કે પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. સંચાનો થોડોક ભાગ બનાવવા માટે ઉપયોગ થયો હોય એવા પદાર્થનું માત્ર નામ આપો. 
જવાબ:- સંચાની બ્લેડ લોખંડની બનેલી હોય છે.

25. પેન્સિલની અણી કાઢવાનો સંચો ચુંબક વાળી આકર્ષાય છે, કારણ કે....
જવાબ:-
પેન્સિલની અણી કાઢવા માટેના સંચામાં પેન્સિલ છોલવા માટેની બ્લેડ લોખંડની બનેલી હોય છે. વળી, લોખંડ એ ચુંબક વડે આકર્ષતો પદાર્થ છે. આથી સંચો ચુંબક વડે આકર્ષાય છે.

26. જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે ત્યારે મહતમ રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે.(√ કે ×) 
જવાબ:- ×

27. ચુંબકને હંમેશાં_______ધ્રુવ હોય છે. 
જવાબ:- બે

28.નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે. (√ કે ×)
જવાબ:-
×

29. વ્યાખ્યા આપો: ચૂંબકીય ધ્રુવો
જવાબ:-
ચુંબકના બંને છેડાની નજીક ચુંબકીય શક્તિ વધુ હોય છે. ચુંબકના આ છેડા આગળના ભાગને ચુંબકીય ધ્રુવ કહે છે.

30. ગજીયા ચુંબકના ધ્રુવો કયાં આવેલા હોય છે ?
જવાબ:-
ગજિયા ચુંબકના ધ્રુવો તેના બે છેડાની નજીક આવેલા હોય છે .