1. પ્રવાસ તેમજ અન્ય હેતુ માટે પણ નકશો ઉપયોગી છે.(√ કે ×)
જવાબ:-


2. GPS એટલે___.
A. Global Position System     

B.Guard Police Service
C.Globe Private System
D.Goods Privacy Service

3. પૃથ્વીનો ગોળો કોનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે ?
A.પૃથ્વી     

B.સૂર્ય
C.ચંદ્ર
D.તારાઓ

4.ગુજરાતમાં આવેલ પાટણ શહેરનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે નીચેનામાંથી શું ઉપયોગી છે?
A.પૃથ્વીનો ગોળો
B.નકશો     
C.ભૂમિસ્વરૂપો
D.આપેલ તમામ

5.જે તે જિલ્લા નો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળા કરતા નકશો વધુ ઉપયોગી છે. કારણ કે ...
જવાબ:-
પૃથ્વીનો ગોળો સમગ્ર પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. પણ જ્યારે પૃથ્વીનાં કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશામાં વધુ અને વિસ્તૃત વિગતો દર્શાવેલી હોય છે. આમ જે તે જિલ્લા નો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળા કરતાં નકશો વધુ ઉપયોગી છે.

6. 'મેપ્પા મુંડી' __ભાષાનો શબ્દ છે. 
જવાબ:- લેટિન

7. Mappa Mundi ઉપરથી અપભ્રંશ થઈને અંગ્રેજી શબ્દ __બન્યો છે.
જવાબ:-
Nao

8. Mappa Mundi નો ગુજરાતી અર્થ શું થાય છે ?
જવાબ:- 
Mappa Mundi નો ગુજરાતી અર્થ 'હાથમાં રાખી શકાય તેવા કાપડનો ટુકડો' થાય છે.

9. નકશો એટલે શું?
જવાબ:-
નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું
આલેખન .

10.નકશાપોથી એટલે શું?
જવાબ:-
પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમુહને નકશાપોથી કહે છે.

11.નકશાપોથીનાં નકશામાં કેવી વિગતો દર્શાવેલી હોય છે?
જવાબ:-
નકશાપોથીના નકશામાં રાજકીય, વહીવટી , પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે.

12.પર્વત, ઉચ્ચપ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે નકશાની __વિગતો ગણાય છે.
A.રાજકીય
B.વહીવટી
C.પ્રાકૃતિક     
D.સાંસ્કૃતિક

13.પરિવહન અને ઉદ્યોગો સાંસ્કૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે.(√ કે ×)
જવાબ:-


14.ખેતી, સિંચાઈ જેવી વિગતો ___નકશામાં દર્શાવવામાં આવે છે.
જવાબ:-
સાંસ્કૃતિક

15.મહાસાગરો સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે.(√ કે ×)
જવાબ:-
×

16.નકશાના મુખ્ય પ્રકાર જણાવો.
જવાબ:-
નકશાના મુખ્ય બે પ્રકાર:(1) હેતુ આધારિત નકશા (2)માપ પ્રમાણે નકશા

17.હેતુ આધારિત નકશાના પ્રકાર લખો.
જવાબ:-
હેતુ આધારિત નકશાના બે પ્રકાર છે: (1)પ્રાકૃતિક નકશા (2)સાંસ્કૃતિક નકશા

18. પ્રાકૃતિક નકશા કોને કહે છે ?
જવાબ:-
કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. જેમકે ઉચ્ચપ્રદેશ, પર્વત, મેદાન ,નદીઓ, મહાસાગરો, વન્ય પ્રાણીઓ, વનસ્પતિ જંગલો વગેરે.

19.ભૂમિસ્વરૂપો કયા નકશામાં દર્શાવવામાં આવે છે?
A. સાંસ્કૃતિ
B.ખગોળીય
C.પ્રાકૃતિક     
D.ઐતિહાસિક

20.વન્યપ્રાણીઓ અને વનસ્પતિનું વિવરણ કરતા નકશા પ્રાકૃતિક નકશા છે.(√ કે ×) 
જવાબ:-

21. ભૂપૃષ્ઠના નકશામાં કઇ કઇ વિગતો દર્શાવેલી હોય છે ?
જવાબ:-
ભૂપુષ્ઠના નકશામાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, જળપરિવાહ વગેરે દર્શાવેલ હોય છે.

22. આબોહવાના નકશામાંથી આપણને કઈ માહિતી મળે છે ?
A.વરસાદ
B.પવન
D.તાપમાન
D.આપેલ તમામ    


23.ગ્રહો, ઉપગ્રહો અને નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા નકશામાંથી મળે છે ?
A.ભૂપૃષ્ઠના નકશા
B.ઔદ્યોગિક નકશા     
C.ખગોળીય નકશા
D.સાંસ્કૃતિક નકશા

24. ટૂંકનોંધ લખો :- પ્રાકૃતિક નકશા
જવાબ:-
કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. જેમાં ભૂમિ સ્વરૂપ જેમ કે પર્વતો, ઉચ્ચપ્રદેશ, મેદાન, નદીઓ- મહાસાગરો ઉપરાંત , પ્રાણીઓ વનસ્પતિ-જંગલો, ખનીજ વગેરેનું વિવરણ દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક નકશાના મુખ્ય ત્રણ ભાગો નીચે પ્રમાણે છે.
(1) ભૂપૃષ્ઠના નકશા:- તેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો મેદાનો ,જળપરિવાહ જેવી માહિતી દર્શાવાય છે.
(2) હવામાન /આબોહવા નકશા:- તેમાં વિવિધ પ્રદેશોના તાપમાન ,વરસાદ, પવનો વગેરે માહિતી દર્શાવાય છે.
(3) ખગોળીય નકશા: તેમાં ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્ત્રો, આકાશગંગા વગેરેની માહિતી દર્શાવે છે .

25.સાંસ્કૃતિક નકશા એટલે શું ?
જવાબ:-
માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સંસ્કૃતિક નકશા કહે છે. જેમકે ખેતી, વસ્તી, પરિવહન વગેરે દર્શાવતા નકશા.

26. માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ સાંસ્કૃતિક નકશામાં કરેલો હોય છે.(√ કે ×)
જવાબ:-


27. સાંસ્કૃતિક નકશામાં____ વિગતો દર્શાવેલ હોય છે.
જવાબ:-
માનવસર્જિત

28.ખેતી, વસ્તી, પરિવહન વગેરે વિગતો કયા પ્રકારના નકશામાં દર્શાવવામાં આવે છે? A.રાજકીય
B.વહીવટી
C.સાંસ્કૃતિક
D.ખગોળીય     


29.રાજકીય નક્શો કોને કહે છે?
જવાબ:-
ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય દેશ, ખંડ, વિશ્વની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે.દા.ત. ગુજરાતનો જિલ્લાવાળો નકશો.

30. ઔદ્યોગિક નકશામાં ઉદ્યોગો અને ઉત્પાદનની માહિતી હોય છે. (√ કે ×)
જવાબ:-


31. ઔદ્યોગિક નકશામાં કઇ-કઇ માહિતી આપવામાં આવે છે ?
જવાબ:-
ઔદ્યોગિક નકશામાં ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરે માહિતી આપવામાં આવે છે.

32. ઐતિહાસિક નકશા કોને કહે છે?
જવાબ:-
પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે.

33. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાનો તફાવત જણાવો .
જવાબ:-
કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. જેમાં ભૂમિસ્વરૂપો જેમકે પર્વત, ઉચ્ચપ્રદેશ, મેદાન તથા નદીઓ, જંગલો, ખનીજ વગેરે દર્શાવતા નકશાનો સમાવેશ થાય છે. જ્યારે માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. જેમાં ખેતી, વસ્તી, પરિવહન જેવી વિવિધ માનવીની પ્રવૃત્તિઓનું વિવરણ કરતાં નકશાનો સમાવેશ થાય છે.

34. જોડકા જોડો:-

વિભાગ -અ

વિભાગ-બ

1. ખગોળીય નકશા

(A) પર્વતો, ઉચ્ચપ્રદેશો

2. રાજકીય નકશા 

(B) ગ્રહો, ઉપગ્રહો

3. ભૂપૃષ્ ના નકશા

(C) ઔદ્યોગિક ક્ષેત્રો

4. ઔદ્યોગિક નકશા

(D) રાજ્ય ,દેશ


જવાબ

(1) - B

(2) - D

(3) - A

(4) - C


35. મોટા માપના નકશામાં પ્રમાણમાપ કેટલું હોય છે?
A.1 સેમી=50 કિમી કરતાં ઓછું √

B.1 સેમી=50 કિમી કરતાં વધુ
C.1 સેમી=100કિમી કરતા ઓછું
D.1 સેમી=100 કિમી કરતાં વધુ

36. આપેલ પૈકી કોનો મોટા માપનો નકશો બને?
A. ગામ
B.તાલુકો
C.શહેર
D.આપેલ તમામ     

37.મોટા માપના નકશા વિશે જણાવો.
જવાબ:-
સામાન્ય રીતે એક નકશા નું માપ 1 સેન્ટિમીટર: 50 કિલોમીટર કરતા ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. આ નકશામાં એક સેન્ટિમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે જેમકે તાલુકા,શહેર કે ગામના નકશા એ મોટા માપના નકશાના ઉદાહરણ છે.

38. __માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે.
જવાબ:-
નાના

39.નાના માપના નકશાના કેટલા પ્રકાર છે? કયા કયા?
જવાબ:-
નાના માપના નકશામાં ચાર પ્રકાર છે: 
(1) એટલાસ
(2) કેડેસ્ટ્રલ 
(3) સ્થળવર્ણન
(4) ભીંતનકશા

40.નીચેની વિગતો દર્શાવતા નકશાને કયા કયા પ્રકારના નકશા કહી શકાય તે લખો.
જવાબ:-
(1) ગુજરાત રાજ્યના જિલ્લા દર્શાવતો નકશો~~ રાજકીય નકશો 
(2)ભારતના રાજ્યો અને તેની રાજધાની દર્શાવતો નકશો~~ રાજકીય નકશા 
(3)ભારતના વિવિધ પ્રદેશોની દરિયાઈ સપાટીથી ઊંચાઈ દર્શાવતો નકશો~~ પ્રાકૃતિક નકશો
(4)દુનિયાના ખંડ અને મહાસાગરો દર્શાવતો નકશો ~~પ્રાકૃતિક નકશો

41. નકશાના મુખ્ય__ અંગ છે.
જવાબ:-
3

42.નકશાના અંગો જણાવો.
જવાબ:-
નકશાના અંગો દિશા, પ્રમાણમાંપ અને રૂઢ સંજ્ઞાઓ છે.

43. નકશામાં || નિશાન___ દિશાનું સૂચન કરે છે.
જવાબ:-
ઉત્તર

44. ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય દિશાઓ નક્કી કરી શકાતી નથી.(√ કે ×)
જવાબ:-
×