1.જસમા ક્યાં રહે છે?
A.કચ્છ √

B.અમદાવાદ
C.સુરત
D.વડોદરા

2.ધરતીકંપ આવ્યો ત્યારે જસમા__ વર્ષની હતી.
જવાબ:-
અગિયાર

3.ભૂકંપ આવ્યો ત્યારે ડરને લીધે લોકો શું કરવા લાગ્યા?
જવાબ:-
ભૂકંપ આવ્યો ત્યારે ડરને લીધે લોકો અહીં- તહીં દોડવા લાગ્યા. કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું? વળી બધા જ ગભરાઈ ગયા હતાં.

4.ભૂકંપને લીધે જસમાના ગામમાં કેવી સ્થિતિ સર્જાઈ હતી?
જવાબ:-
ભૂકંપને લીધે થોડી જ મિનિટોમાં જસમાનું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું. પડી ગયેલાં ઘરના પથ્થરો ,કાદવ અને લાકડાં નીચે લોકોની બધી વસ્તુઓ જેવી કે, કપડાં,ઘડા,અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. ઘણાં લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગામના છ લોકો મૃત્યુ પામ્યા હતા.

5. જસમાની માતા શા માટે રડ્યા કરતી હતી ?
જવાબ:- જસમાના નાનાજી પડી ગયેલા ઘર નીચે દબાઈને મૃત્યુ પામ્યા હોવાથી જસમાની માતા રડયા કરતી હતી.

6.ભૂકંપને લીધે જસમાનું આખું ગામ દુઃખી હતું.(√ કે ×)
જવાબ:-


7.જસમાના ગામના સરપંચે ગામલોકોને કેવી રીતે મદદ કરી?
જવાબ:-
સરપંચે તેમની વખારમાંથી બધાં માટે ચોખા અને ઘઉં આપ્યા. ઘણા દિવસો સુધી, ગામની મહિલાઓએ ભેગાં મળી સરપંચને ઘેર જ રસોઈ કરી બધાં ગામલોકોને જમાડ્યા.

8. ભૂકંપમાં કોના ઘરને બહુ નુકસાન નહોતું થયું?
A.સરપંચ     

B. તલાટી
C.ડૉક્ટર
D.પોસ્ટ માસ્તર

9.કારણ આપો:- જસમાના ગામના લોકો 26 જાન્યુઆરી 2001 ની રાત્રે ઊંઘી શકતા ન હતા.
જવાબ:-
એ દિવસે સવારે આવેલા ભૂકંપમાં મોટા ભાગનું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું પડી ગયેલાં ઘરની નીચે લોકોની બધી જ વસ્તુઓ ઉપરાંત કેટલાક લોકો પણ દબાઈ ગયા હતા. ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો 6 લોકો મૃત્યુ પામ્યા હતા. ફરી પાછો ભુકંપ તો નહિ આવે ને! આવા ડર અને શિયાળાની ઠંડીના કારણે તેઓ રાત્રે ઊંઘી શકતા ન હતા.

10.ભૂકંપ એ___ આપત્તિ છે.
જવાબ:-
કુદરતી

11.ભૂકંપ એટલે શું ?
જવાબ:-
પૃથ્વીની સપાટી પર ધ્રુજારી ઉત્પન્ન થાય છે તેને ભૂકંપ કહે છે.

12. ભૂકંપ થવાનાં કારણો જણાવો.
જવાબ:-
ભૂકંપ થવાના કારણો આ મુજબ છે: (1)પૃથ્વીની અંદર વાયુનું ભારે દબાણ કે હલનચલન થાય છે ત્યારે ભૂકંપ થાય છે.(2) જવાળામૂખી પ્રસ્ફુટનને કારણે.(3) પૃથ્વીના પેટાળમાં અચાનક થતાં આંતરિક હલનચલનને કારણે.

13. ભૂકંપને કારણે કોઈ લાભ થતો નથી. (√ કે ×)
જવાબ:-
×

14. ભૂકંપને કારણે થતા નુકસાન વિશે નોંધ લખો.
જવાબ:-
ભૂકંપને કારણે આ મુજબનું નુકસાન થાય છે:
(1) જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.
(2) કેટલાય મકાનો, વૃક્ષો ધરાશાયી થઇ જાય છે.
(3) કેટલીય જગ્યાએ વીજળી અને ટેલીફોનના વાયરો તૂટી જતાં વીજ પૂરવઠો તથા સંદેશાવ્યવહાર ખોરવાઇ જાય છે.
(4) ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થાય છે કે કાયમી ખોડખાંપણવાળા થઈ જાય છે કે મૃત્યુ પામે છે.
(5) સમુદ્રમાં થતા ભૂકંપને કારણે ત્સુનામી આવતા કિનારા પર આવેલા ગામો તથા શહેરો માં મોટું જાન-માલનું નુકસાન થાય છે.
(6) કેટલાય બાળકો અનાથ બની જાય છે.
(7) મોટું જાન-માલનું નુકસાન થાય છે.
(8) ક્યારેક નદીઓમાં પૂર આવે છે.
(9) ઘણા બધા લોકો ઘરવિહોણા થઈ જાય છે, ધંધા રોજગાર પડી ભાંગે છે.
(10) લોકો માનસિક ડર કે તણાવ અનુભવે છે.

15.ભૂકંપને કારણે થતા લાભ જણાવો.
જવાબ:-
ભૂકંપને કારણે કેટલીક વાર જમીનમાં ફાટ કે મોટા ખાડાઓ પડી જાય છે. જેમાં પાણી ભરાતાં કુદરતી સરોવરની રચના થાય છે. કેટલીક જગ્યાએ જમીન ઉપસી આવે છે અને નવા ટાપુ કે પર્વતની રચના થાય છે. આવા લાભ ભૂકંપને કારણે થાય છે.

16. ભૂકંપ માપવાના યંત્રને શું કહે છે?
A. ટેલિગ્રાફ
B.સિસ્મોગ્રાફ    
C.લિથોગ્રાફ
D.થર્મોગ્રાફ

17.ભૂંકપના કારણે નીચેનામાંથી કઈ વસ્તુ થતી નથી?
A.ભૂસ્ખલન
B.ત્સુનામી
C.હીમપ્રપાત
D.જમીનમાં તીરાડ     

18.કેટલા રિક્ટર સ્કેલથી ઓછો ભૂકંપ અનુભવી શકાતો નથી?
A.6
B.7
C.3     
D.5

19. ઈ.સ. 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપમાં નીચેનામાંથી કયા શહેરને મોટું નુકસાન થયું ન હતું?
A.સુરત    

B.અમદાવાદ
C.ભૂજ
D.અંજાર

20. ઈ.સ.2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
જવાબ:-
ઈ.સ. 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 ની હતી.

21. ભુકંપમાં ઘણાં બહુમાળી મકાન પત્તાંના મહેલની જેમ ગબડી પડ્યાં હતા.(√ કે ×) 
જવાબ:-

22. નજરે જોયેલા લોકોને મત તે ભુકંપ વખતે કેવું દ્રશ્ય હતું ?
જવાબ:-
જેમણે પોતાની નજરે ભૂકંપ જોયો હતો તેમના મતે આસપાસની બધી વસ્તુઓ જાણે હીંચકા ખાતી હોય તેમ આમ-તેમ ડોલતી દેખાતી હતી. ધરતી પર ઊભા- ઊભા જાણે ઊંચા- નીચા થતા હોઈએ તેવું લાગતું હતું .

23.મકાનોની નીચેના કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં કોણે કોણે મદદ કરી હતી?
જવાબ:-
મકાનોના કાટમાળમાંથી દટાયેલા લોકોને બહાર કાઢવા માટે પોલીસની ટુકડીઓ, સરકારી સંસ્થાઓ, ફાયરબ્રિગેડના માણસો, સેવાભાવી યુવકો, સંસ્થાઓ તથા સ્થાનિક લોકોએ મદદ કરી હતી.

24.ધરતીકંપ થયાના થોડા જ કલાકમાં કોણ કોણ મદદે આવી પહોંચ્યું હતું?
જવાબ:-
ધરતીકંપ થયાના થોડા જ કલાકમાં અગ્નિશામક દળના જવાનો, પોલીસના જવાનો, સ્થાનિક સેવાભાવી લોકો વગેરે મદદે આવી પહોંચ્યા હતા.

25.જસમાના ગામમાં ભુકંપના થોડા દિવસ પછી કોણ આવ્યું હતું? શા માટે?
જવાબ:-
જસમાના ગામમાં શહેરમાંથી ઘણા બધા લોકો જેવા કે, ડોક્ટરો, નેતાઓ, વૈજ્ઞાનિકો, ઇજનેરો, પોલીસ તથા સૈન્યના જવાનો ,સરકારી અને ખાનગી સંસ્થાઓના સભ્યો વગેરે દવાઓ ,કપડાં ,ખોરાક, રહેવા માટેના ટેન્ટ વગેરે જરૂરી સામગ્રી લઈને વહેંચવા આવ્યા હતા.

26.ભૂકંપ બાદ રહેવા માટે કચ્છમાં બાંધેલા તંબુ __ના બનેલા હતા.
જવાબ:-
પ્લાસ્ટિક

27.ભૂકંપ બાદ કચ્છમાં આવેલા વૈજ્ઞાનિકો શું કાર્ય કરતા હતા?
જવાબ:-
વૈજ્ઞાનિકો કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતાં.

28.ભૂકંપ બાદ કોણે ગામલોકોને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી?
A.ઇજનેરો
B.સ્થપતિઓ
C.વૈજ્ઞાનિકો
D. A અને B બંને     

29.કારણ આપો: જસમાના ગામલોકોએ ભૂકંપ બાદ પોતાના ઘર જાતે બનવાનું નક્કી કર્યું?
જવાબ:-
ભૂકંપ બાદ જસમાના ગામમાં ઇજનેરો અને સ્થપતિઓ પણ આવ્યા હતા. તેઓએ ગામલોકોને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી કે જેને ધરતીકંપથી વધુ નુકસાન ન થાય. પરંતુ ગામલોકોને ભય હતો કે, "જો આ લોકો અમારા ઘર બાંધશે તો અમારું ગામ અમારા જુના ગામ જેવું નહીં રહે; આથી ગામલોકોએ નક્કી કર્યું કે તેમનાં ઘર તેઓ ઇજનેરો અને સ્થપતિઓની મદદથી પોતે જ બાંધશે."

30.ભૂકંપ બાદ જસમાના ગામના પુનર્વસન માટે બધાંએ સાથે મળીને કામ કર્યું.(√ કે ×)
જવાબ:-



31.ભૂકંપ બાદ ગામના લોકોનાં ઘર ઇજનેરોએ બાંધ્યાં હતાં.(√ કે ×)
જવાબ:-
×

32.ગામનાલોકોના મતે કયું મકાન ઇજનેરો અને આર્કિટેકટ્સના માણસો બનાવશે? 
A.પંચાયત ઘર
B.દવાખાનું
C.શાળા
D.આપેલ તમામ

33.ગામનાં નવાં ઘરોની દીવાલો ___ની મદદથી બનાવી હતી.
જવાબ:- 
છાણ- માટી

34.ગામના લોકોએ ઘરની દીવાલો, કેવી રીતે બનાવી હતી?
જવાબ:-
ગામના લોકોએ છાણ- માટી સાથે ભેળવી ગોળા બનાવ્યા.આ ગોળાઓ એકબીજા પર ગોઠવીને દીવાલો બનાવી. તેને ચૂનાથી ધોળી અને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી.

35. લોકોએ નવા બનાવેલા ઘરનું વર્ણન કરો. 
જવાબ:- ગામલોકોએ બનાવેલા ઘરની દીવાલો છાણ -માટીના ગોળામાંથી બનાવેલી હતી. તેને ચૂનાથી ધોળી અને સુંદર ભાતચિત્રો તથા નાના નાના આભલાથી શણગારી હતી. ઘરનું છાપરું માટી,ઘાસ અને છાણથી બનાવ્યું હતું.

36.જસમાના ગામનાં નવાં મકાનો સુરક્ષિત હશે? શા માટે ?
જવાબ:-
જસમાના ગામનાં નવાં મકાનો ઇજનેર અને સ્થપતિઓએ બનાવેલી રચનાઓને આધારે બનાવ્યાં હોવાથી પહેલાં કરતાં ભૂકંપથી સુરક્ષિત હશે. તેના પાયા, દિવાલ અને છતો પહેલાં કરતાં મજબુત બનાવ્યાં હોવાથી તે ભુકંપ સામે ટકી શકશે.

37.તમે જયાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો તમારું ઘર સુરક્ષિત છે? કેવી રીતે?
જવાબ:-
હા. ભૂકંપ આવે તો મારું ઘર સુરક્ષિત છે ,કેમકે મારા ઘરની રચના ઇજનેરોની મદદથી મજબૂત પાયા, દિવાલો અને છતની બનેલી છે.

38. કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓની સુરક્ષા કેવી રીતે કરશો?
જવાબ:-
કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓની સુરક્ષા માટે માણસો માટે જે પગલાં લઈને તે જ રીતે સુરક્ષાનાં પગલાં લઈશું. જેમ કે પૂર વખતે ઊંચાઈવાળાં સ્થળે ખસેડીશું, ભૂકંપમાં ખુલ્લાં મેદાનમાં લઈ જઈશું. વળી તેમને ખુલ્લાં છોડી દઈશું જેથી તે પોતાનો બચાવ જાતે કરી શકે.